-: પ્રેસનોટ :-
(તા.૦૭/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૬/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૭ કિં.રૂ.૧૪૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૦ તથા બિયર-૯૬ કિ.રૂ.૧૯,૨૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૭ સહિત કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુનની કોશિષના કેસો
૧. છાણી પોસ્ટે પાર્ટ-“એ”-ગુ.ર.નં-૩૯/૨૦૨૬ (૧૧૧૯૬૦૦૫૨૬૦૨૬૬/૨૦૨૬) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ–૧૦૯,૩૫૧,૩૫૨,૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વરિન્દરસિંગ લખબીર સિંગ ઉ.વ.૨૬ ધંધો ડ્રાઇવીંગ હાલ રહે. બી ૫૦૧ રુદ્ર એન્કલેવ, છાણી ગામ, વડોદરા શહેર મુળ રહે.૬૨, ગૂરૂનાનક કોલોની વોર્ડ નંબર ૧૨, પટ્ટી તા.પટ્ટી જી.તર્નતારન, પંજાબ નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સુખરાજસિંગ સંધુ તથા (૨) કરણસિંગ સંધુ બન્ને રહે ક્યુ ટાવર મારુતી હાઇટસ છાણી વડોદરા શહેર તા.૦૬/૦૭/૨૦૨૬ ના કલાક-૨૦/૩૦ વાગ્યા પહેલાના અરસમા મોજે.-ચેતના ચાઇનીઝની દુકાન ખાતે, બાજવા ચાર રસ્તા પાસે છાણી ગામ વડોદરા શહેર આ કામના આરોપી સુખરાજસિંગ સંદુ નાઓની પત્ની મનપ્રીત કૌર નાઓની સાથે આ કામના ફરીયાદીની મિત્રતા હોય અને અવાર નવાર ફોનથી વાતચીત કરતા હોય જેનો શકવહેમ રાખી આ કામના બન્ને આરોપી સુખરાજસિંગ સંદુ તથા કરણસિંગ સંદુ નાઓએ આ કામના ફરીયાદી સાથે શકવહેમની અદાવત રાખી ફરીયાદીને આ કામના બન્ને આરોપીઓએ તલવાર વડે માથાના પાછળના ભાગે, ડાબા કાનની નીચે ગરદનના ભાગે, જમણા હાથના કાંડાના ભાગે, તથા કપાળના ઉપરના ભાગે ફરીયાદીશ્રીને મારી નાખવાના ઇરાદાથી તલવારના આડેધડ ઘા-ઝીંકી માર મારી ગાળાગાળી કરી એકબીજાની મદદગારી કરી મે.પો.કમી.સા.શ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૬/૦૭/૨૦૨૬ ના કલાક ૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ I/c પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.કે.ગમારા છાણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩ ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ -એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૨૫૧/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી વિનય અનિલભાઇ છુટાણી ઉ.વ-૨૯ ધંધો-બિલ્ડર રહે- મકાન નં.૩/બી, સિંધુપાર્ક સોસાયટી,સોના મહેલ એપાર્ટમેન્ટની બાજુમા ,જુના આર.ટી.ઓ પાસે વારસીયા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા-૦૫/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના કલાક:૧૯/૦૦ વાગ્યાથી આજરોજ તા.૦૬/૦૭/૨૦૨૬ ના રોજ સવારના ૧૦/૦૦ વાગ્યાની આસપાસ દરમ્યાન કોઇ ચોર ઇસમ ફરિયાદીશ્રીની કિષ્ણા સ્કાયવીલા સાઇટ એ ટાવરના ફ્લેટ નં-૨૦૨ માં રૂમમા મુકેલ આર.આર.કેબલના કોપરના અલગ અલગ સાઇઝના ૧૯ બોક્ષ જેની કિમત રૂ,૮,૩૭,૦૪૫/- હોય જે કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરીને લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.