Loading...
Welcome to Police Department
Search
-: પ્રેસનોટ :-

(તા.૦૭/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૬/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૭ કિં.રૂ.૧૪૦૦/- તથા ઇ.બોટલ-૦૧, બિયર નંગ-૦૧ મળી કુલ કિં.રૂ.૩૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૦ સહિત ૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    વાહન અક્સમાતના ગુનાઓ:

૧.      હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૦૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ)(બી) એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નરેશકુમાર સ/ ઓ હરિરામ રહે.મ.નં.બી 95 સાંઇધામ સોસાયટી ન્યુ વી આઇ પી રોડ ખોડીયારનગર વડોદરા શહેર મૂળ રહે ઝુમ્પા કલાન ગામ તા.જી.ભીવાણી હરિયાણા નાઓની ફરિયાદ મુજબ આરોપી જીતેશકુમાર અરવિંદભાઈ હરીજન રહે.15 હોળીચકલા ફળિયું હરીજન ફળિયું રામપુર કસનપુર પંચમહાલ તા.૦૬/૦૮/૨૦૨૫ ના ક.૧૫/૩૦ વાગ્યાની આસપાસ મોજે:- સાંઇ પાર્કિંગ રામદેવ પ્રોવિઝન સ્ટોરની સામે રોડ ઉપર વડોદરા શહેર  આ કામના આરોપી પોતાની જીજે 17 બીઆર 1585 ની પુરઝડપથી રોંગ સાઇડ ચલાવી લાવી ફરીની મો. સા નં.જીજે 06 સીક્યુ 7657  ને પાડી દઇ ડાબા પગની ઘુંટણના નીચેના ભાગે ફેક્ચર કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૮/૨૦૨૪ ના ક.૧૯/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. અમિતકુમાર વાલસિંગભાઇ હરણી પો.સ્ટે.નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      છાણી પોલીસ સ્ટેશન

છાણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૫૨૫૦૨૯૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી.એક્ટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબના કામના ફરીયાદી મજીન્‍દરસિંઘ હરદિપ સિંઘ ગીલ રહે- મ.નં-૨૦ દશરથગ્રીન બંગલો ઇન્‍દીરા નગર રોડ દશરથ તા,જી:વડોદરા નાઓની ફરીયાદ મુજબ એક પ્રાઇવેટ ટ્રાવેલ્સ જેનો ર.જી.નં-GJ-04-AT-9959 ના ચાલક મહમદભાઇ ઇસુફભાઇ ઠાસરીયા રહે- નારી ચોકડી ફુલસર ૨૫-વરીયા રૂમનં-૧૧૭ ભાવનગર નાઓ તા.૦૬/૦૭/૨૦૨૫ ના રોજ ક-૦૧૮/૨૦ વાગ્યા ના અરશામાં  મોજે- વાંસદથી વડોદરા તરફ આવતા ને.હા 48 પર જી એસ એફ સી બ્રીજથી પહેલા ટોયોટો અને રિલાયન્સ પેટ્રોલપંપની વચ્ચે બ્રુસેલેસ ઇન્‍ડસ્ટ્રીયલ પાર્કના ગેટ સામે પોતાની ટ્રાવેલ્સ પુરઝડપે ગફલત ભરી રીતે ચલાવી લાવતા ટ્રાવેલ્સના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ફરીયાદીશ્રીના બુલેટને ટક્કર મારતા ફરીયાદીને ડાબા પગના ઢીચણના નીચેના ભાગેથી પગને ભાંગી નાખી ગંભીર પ્રકારની ઇજા પહોચાડેલ છે અને ફરીયાદીશ્રીના બુલેટને તથા એક રિક્ષાને પણ ટક્કર મારતા નુકશાન કરેલ તેમજ રીક્ષા ચાલકને ડાબા પગે ઢીચણથી નીચેના ભાગે તથા કપાળ પર ઇજા પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૭/૦૮/૨૦૨૫ ના ક.૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અહેકો નટવરભાઇ સુરસંગભાઇ છાણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    મોબાઇલ ચોરીના ગુનાઓ:

૧.      સયાજીગંજ પોલીસ સ્ટેશન

સયાજીગંજ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.ન -૧૧૧૯૬૦૩૦૨૫૦૪૭૭/૨૦૨૫ BNS કમલ ૩૦૩ (૨) મુજબના કામના ફરીયાદી વિપુલા વાઓ  જૈમીન રમેશચંદ્ર ભટ્ટ રહે.બી 79 વુડસ સ્કેપ કાસા લેક સાઈડની પાછળ બીલ ચાપડ રોડ બીલગામ પાસે તા.જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ તા.૦૭/૦૮/૨૦૨૫ ના સવારના આશરે આઠ વાગ્યા દરમ્યાન મોજે. વડોદરા સેંટ્ર્લ એસ.ટી.ડેપો ખાતે વડોદરા ફરિયાદીના પતિ વડોદરા સેંટ્રલ ડેપો ખાતે સવારના આશરે આઠેક વાગ્યાના અરસામા જંબુસરથી બોટાદ જતી બસ આવતા પેસેંજરોની ભીડમા ફરીના પતિ બસમા ચઢતા હોય તે વખતે કોઈ ચોર ઈસમે ફરિયાદીના પતિનો સેમસંગ ગેલેક્સી A10 નો કિંમત રૂ. ૧૦,૦૦૦/- નો ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૭/૦૮/૨૦૨૫  ના ક. ૧૨ /૪૫   વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નિતીન રમેશચંદ્ર સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    મારામારીના ગુનાઓ:

૧.      ગોરવા પોલીસ સ્ટેશન

ગોરવા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૪૪/૨૦૨૫ બી.એન.એસ.૧૧૫(૨),૨૯૬(૨),૩૫૧(૩) મુજબ ના કામના ફરીયાદી પ્રવીણસિંહ પ્રતાપસિંહ પઢીયાર રહે. ધરમપુરા હરીનગર ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આ કામના આરોપી (૧) મહેશભાઇ નારાયણભાઇ અગ્રવાલ રહે- પેરીશ નગર રેસકોર્શ વડોદરા શહેર (ર) મનીષ અગ્રવાલ (૩) હીમાંશુ અગ્રવાલ નાઓએ તા.૦૬/૦૮/૨૦૨૫ ક.૨૨/૩૦ વાગ્યે મોજે- સુભાનપુરા પંચરત્ન પાસે આવેલ બંસલ સ્ટોર ખાતે ફરીયાદી  આરોપીના પ્રોવિઝન સ્ટોર ખાતે કોફીનો પાવડર લેવા માટે ગયેલ તે વખતે ફરીયાદી ને કહેલ કે તુ ઇંન્ડીયા પાકીસ્તાનની મેચ જોવે છે તેમ કહેતા ફરીયાદીએ હા પાડેલ જેથી આરોપી નં-૨ નાએ ફરીયાદીને જણાવેલ કે તુ તો પાકીસ્તાનનો માણસ છે અને પાકીસ્તાનને જ જીતાડે તેમ કહેતા ફરીયાદીએ આરોપીને જાણે છાણીમાની હુ કોઇ પાકીસ્તાની થોડો છુ તેમ કહેતા આરોપી ન-૨ નાએ ફરીયાદીને ગુસ્સે થઇ લાફો મારી દેતા ફરીયાદીએ આરોપી નં-૨ નાને લાફો કેમ માર્યો? તેમ પુછતા આરોપી ફરિને ગંદીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ અને ફરીયાદીને ગંદીગાળો આપી ગડદાપાટુ નો મારતા છાતીના ભાગે તથા પેટના ભાગે દુખાવો ઉભો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક- ૦૬/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ. શ્રી કે.એન.લાઠીયા સા ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.    રાયોટીંગના ગુનાઓ:

૧.      ગોરવા પોલીસ સ્ટેશન

ગોરવા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦ ૪૪૩/૨૦૨૫ બી.એન.એસ.૧૧૫(૨),૨૯૬(૨),૧૮૯(૨) ૧૯૦,૧૯૧(૨),૩૫૨ મુજબ ના કામના ફરીયાદી મહેશભાઇ નારાયણભાઇ અગ્રવાલ રહે- પેરીશનગર નવી દીવાળીપુરા કોર્ટની બાજુમા રેસકોર્શ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આ કામના આરોપી નં-(૧) પ્રવિણભાઇ પ્રતાપભાઇ પઢીયાર(૨) ઉમેશ પ્રવીણ ભાઇ પઢીયાર (૩) પ્રીતેન પ્રવીણ ભાઇ પઢીયાર બીજા ૧૦ થી ૧૫ જેટલા ઇસમો તમામ રહે-ધરમપુરા હરીનગર ગોત્રી રોડ વડોદરા શહેર. તા.૦૬/૦૮/૨૦૨૫ ક. ૨૨/૩૦ વાગ્યે મોજે -સુભાનપુરા પંચરત્ન પાસે આવેલ બંસલ સ્ટોર ખાતે ફરીયાદી તેઓના ભત્રીજા મનીશ અગ્રવાલ તથા હીમાંશુ અગ્રવાલ નાઓ પોતાની પ્રોવિઝન સ્ટોર પર હાજર હતા તે વખતે રાત્રીના સાડા દસેક વાગેના સુમારે આરોપી-૧ નાઓ તેઓની દુકાને સામાન લેવા માટે ગયેલ તે વખતે ફરીયાદીના ભત્રીજા નાઓએ પોતાની અગાઉની ઉધારીના રૂપીયા માંગતા આરોપી નં-૧ નાએ એકદમ ગુસ્સે થઇ ફરીયાદી તથા ફરીયાદીના બંન્ને ભત્રીજાને ગંદીગાળો આપેલ હોય તેમજ આરોપીઓ ફરીયાદીને ગંદીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને આરોપી ન-૧ સાથે આવેલ ૧૦ થી૧૫ જેટલા ઇસમો એક સંપ થઈ ગંદીગાળો આપી ગડદાપાટુનો માર મારી કપાળના ભાગે ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી છુટા હાથની મારામારી સુલેહ શાંતીનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક- ૦૬/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ. શ્રી કે.એન.લાઠીયા સા ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.    વાહન ચોરીના ગુનાઓ:

૧.      કારેલીબાગ પોલીસ સ્ટેશન

કારેલીબાગ પો.સ્‍ટે.“એ” પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૫૦૨૬૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ- ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હિતાર્થ વિજયભાઈ પંડ્યા રહે-124 રાંદલધામ સોસાયટી ચાણક્યપુરી ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૫/૦૮/૨૦૨૫ રાત્રીના ક-૦૧/૦૦ વાગ્યાથી સવારના ક-૦૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- અદિતી કોમ્પ્લેક્ષ અમિતનગર ખાતે ફુટપાથ ઉપર કારેલીબાગ ફરીયાદી નોકરી કરતા કંપનીની આઈસર કંપનીની ૩૨ સીટની બસ જેનો રજી.નં. GJ-06-AZ-2566 નો છે જે સને ૨૦૧૮ના મોડેલની સફેદ કલરની છે જેનો ચે.નં.-MC2ASHRT0JE407686 તથા એ.નં.-E414CDJE217086 નો છે જેમાં આશરે ૫૦ લીટર જેટલુ ડિઝલ હતુ, જેની આશરે કિં.રૂ.૪,૫૦,૦૦૦/- જે પાર્ક કરી બસની ચાવી ડ્રાઇવર સીટની પાછળ એક નાના ખાનામાં મુકેલ હતી જે બસની કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક.૧૪/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.ડી.લોખિલ નોકરી કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.