Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૭/૦૮/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૫/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૭ કિં.રૂ.૩૪૦૦/- તથા ઇંગ્લીશ બોટલ-૦૬, ઇ.કવા-૪૬, બાઇક-૦૧ મળી કુલ્લે કિ.રૂા.૩૯૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચેઇન સ્નેચીંગના કેસો

૧.         બાપોદ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૩૮૫/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૪(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રેમચંદ હરીશંકર યાદવ રહે.મ.નં એફ/૧૬૮ ભાગ્યલક્ષ્મી ટાઉનશીપ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૦૭/૨૦૨૬ ના ૪.૦૬/૩૦ વાગ્યાના અરસામા મોજે-આજવા રોડ કમલાનગર તળાવ ખાતે ફરીયાદીનાઓ વોકીંગ કરવા માટે ગયેલ અને તળાવની ફરતે વોકીંગ કરતા હતા તે વખતે બે અજાણ્યા ઈસમો એક્ટીવા જેવી ટુવ્હીલર લઈને આવેલ અને ટુવ્હીલર ચાલકે તેની ટુવ્હીલર થોડી દુર ઉભી રાખેલ અને તેની પાછળ બેસેલ ઈસમ ફરીની પાછળ વોકીંગ કરવા માટે આવેલ અને અચાનક ફરીના ગળામાં હાથ નાખી ફરીના ગળામા પેહરેલ સોનાની ચેઈન આશરે ૧૧ ગ્રામની જેની કિ.રૂ.૬૫,૦૦૦/- ની ચેઈન ફરીના ગળાના ભાગે હાથ નાખી આચકીને (ઝુટવી) લઈને એક્ટીવા જેવી ટુવ્હીલર ઉપર બેસી દત્તનગર તરફ જવાના રોડ ઉપર પુરઝડપે ભાગી જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૮/૨૦૨૬ ના ક.૨૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ એ.એસ.આઇ જવનીકભાઇ શીવાભાઇ બાપોદ પો.સ્ટે વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વિશ્વાસઘાતના કેસો

૧.      સમા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૬૦૨૭૮/૨૦૨૬ ઇ.પી.કો કલમ ૪૨૦,૧૨૦(બી) કલમ મુજબના ગુનાના કામના ફરિયાદી બાલમુકુંદ સવજીભાઈ આંબલીયા રહે.સર્વ મંગલ,શ્રીજી સ્કુલ પાછળ.અમર નગર રોડ,જેતપુર જી.રાજકોટ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)જ્યંતિભાઈ શંકરભાઈ પટેલ (૨) ઉર્મીલાબેન જશભાઇ પટેલ (૩) રોહીત જશભાઈ પટેલ તમામ રહે.આસોજ તા.જી.વડોદરા નાઓએ (૪)સંજયભાઈ જશભાઈ પટેલ રહે.ભાવનાપાર્ક સોસા,અમીતનગર સર્કલ પાસે, કારેલીબાગ વડોદરા શહેર (૫) જ્યાબેન પિનાકીનભાઈ પટેલ(૬) જવલ પિનાકીનભાઈ પટેલ(૭) હેતા પિનાકીનભાઈ પટેલ મુળ રહે. આસોજ તા.જી.વડોદરા હાલ રહે.અમેરીકા (૮) સાહિલ સુનિલ મખીજા (૯) સુનિલ આસનદાસ મખીજા(૧૦)કોમલબેન સુનીલ આસનદાસ મખીજા ત્રણેવ રહે.પી-૧૬ સંગત બંગ્લોઝ એસાર પેટ્રોલપંપ ની પાછળ સમા સાવલી રોડ વડોદરા નાઓએ તા.૦૧/૦૧/૨૦૨૩ થી ના ૧૭/૦૮/૨૦૨૪ દરમ્યાન મોજે.પી-૧૬, સંગાથ બંગ્લોઝ, સમા સાવલી રોડ, વડોદરા આરોપીઓ સાથે મળી કાવતરૂ કરી ફરીયાદીને તથા સાહેદ અતુલભાઇ મગનભાઇ વોરાને જમીન વેચાણ લેવા માટે બાનાખત કરી તેમજ ફરીયાદી તેમજ સાહેદો પાસેથી કુલ રૂા.૭૮,૫૦,૦૦૦/- લઇ ફરીયાદીને જમીન વેચાણ નહી આપી તેમજ ફરીયાદી પાસેથી રૂપીયા લીધેલ હોવા છતા આ જમીન સુનીલ મખીજાના કહેવાથી નેટ ક્ષેત્રફળ ૪૪૫૯.૦૦ ચો.મી.વાળી બિનખેતી જમીનનો વેચાણ દસ્તાવેજ (૧)ગોવિંદભાઇ બાલાભાઇ ધામેલીયા રહે,ડી-૧૬૨ સ્વામીનારાયણનગર સોસાયટી, નિઝામપુરા વડોદરા (૨)મુળજીભાઇ બાલાભાઇ ધામેલીયા રહે,ડી-૧૮૩ સ્વામીનારાયણનગર સોસાયટી, નિઝામપુરા વડોદરા (૩)સંગીતા જી.ધામેલીયા રહે,ડી-૧૬૪ સ્વામીનારાયણનગર સોસાયટી, નિઝામપુરા, વડોદરાનાઓને કરી આપી તેમજ બાકીની રહેલ નેટ ક્ષેત્રફળ ૩૯૬૫.૪૯ ચો.મી.વાળી બિનખેતી જમીનનો વેચાણ દસ્તાવેજ એકલા ઓમ સાંઇ એન્ટરપ્રાઇઝ પેઢીના માલિક આરોપી નં-૮ તથા ૯ નાઓને વેચાણ આપી આ જમીન માલીકો (આરોપી) નાઓએ ફરીયાદી તથા સાહેદો સાથે ઠગાઈ કરી ગુનો કર્યા વિ.બાબતે તા ૦૬/૦૮/૨૦૨૬ ના કલાક ૨૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પી.બી.ચાવડા સમા પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સમા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૭૮/૨૦૨૬ ઇ.પી.કો કલમ ૩૧૮(૪), ૬૧ કલમ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી બાલમુકુંદ સવજીભાઈ આંબલીયા રહે.સર્વ મંગલ, શ્રીજી સ્કુલ પાછળ.અમર નગર રોડ,જેતપુર જી.રાજકોટ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) જ્યંતિભાઈ શંકરભાઈ પટેલ(૨) ઉર્મીલાબેન જશભાઇ પટેલ (૩) રોહીત જશભાઈ પટેલ તમામ રહે.આસોજ તા.જી.વડોદરા(૪) સંજયભાઈ જશભાઈ પટેલ રહે.ભાવનાપાર્ક સોસાયટી,અમીતનગર સર્કલ પાસે, કારેલીબાગ વડોદરા (૫) જ્યાબેન પિનાકીનભાઈ પટેલ (૬) જવલ પિનાકીનભાઈ પટેલ (૭) હેતા પિનાકીનભાઈ પટેલ મુળ રહે. આસોજ તા.જી.વડોદરા હાલ રહે.અમેરીકા (૮) સાહિલ સુનિલ મખીજા (૯) સુનિલ આસનદાસ મખીજા (૧૦) કોમલબેન સુનીલ આસનદાસ મખીજા ત્રણેવ રહે:- પી-૧૬ સંગત બંગ્લોઝ એસાર પેટ્રોલપંપની પાછળ સમા સાવલી રોડ વડોદરા નાઓએ તા.૦૧/૦૧/૨૦૨૩ થી ના ૧૭/૦૮/૨૦૨૪ દરમ્યાન મોજે.પી-૧૬, સંગાથ બંગ્લોઝ, સમા સાવલી રોડ વડોદરા જીલ્લાના વડોદરા તાલુકાના આસોજ ગામના સર્વે નં. ૨૯૩/પૈકિ ૦૨ જેનો જુનો સર્વે નં.૩૮૦ જેનુ ક્ષેત્રફળ હે.આર.૦-૯૧-૯૫ ચો.મીટરવાળી જમીનના માલિકો બાનાખત કરાર લખી લેનાર નં-૧ સુનીલ આસનદાસ મખીજાનાઓની સાથે મળી, કાવતરૂ કરી ફરીયાદીને તથા સાહેદ અતુલભાઇ મગનભાઇ વોરાને જમીન વેચાણ લેવા માટે બાનાખત કરી તેમજ ફરીયાદી તેમજ સાહેદો પાસેથી કુલ રૂા.૭૮,૫૦,૦૦૦/- લઇ ફરીયાદીને જમીન વેચાણ નહી આપી તેમજ ફરીયાદી પાસેથી રૂપીયા લીધેલ હોવા છતા આ જમીન સુનીલ મખીજાના કહેવાથી નેટ ક્ષેત્રફળ ૪૪૫૯.૦૦ ચો.મી.વાળી બિનખેતી જમીનનો વેચાણ દસ્તાવેજ (૧)ગોવિંદભાઇ બાલાભાઇ ધામેલીયા રહે,ડી-૧૬૨ સ્વામીનારાયણ નગર સોસાયટી, નિઝામપુરા વડોદરા (૨)મુળજીભાઇ બાલાભાઇ ધામેલીયા રહે,ડી-૧૮૩ સ્વામીનારાયણ નગર સોસાયટી,નિઝામપુરા વડોદરા(૩)સંગીતા જી.ધામેલીયા રહે,ડી-૧૬૪ સ્વામીનારાયણનગર સોસાયટી, નિઝામપુરા, વડોદરાનાઓને કરી આપી તેમજ બાકીની રહેલ નેટ ક્ષેત્રફળ ૩૯૬૫.૪૯ ચો.મી.વાળી બિનખેતી જમીનનો વેચાણ દસ્તાવેજ એકલા ઓમ સાંઇ એન્ટરપ્રાઇઝ પેઢીના માલિક (૧)સાહિલ સુનિલ મખીજા (૨)સુનિલ આસનદાસ મખીજા બંને રહે,પી-૧૬, સંગાથ બંગ્લોઝ, સમા સાવલી રોડ, વડોદરાનાઓને વેચાણ આપી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો સાથે ઠગાઈ કરી ગુનો કરેલ વિ.બાબતે તા.૦૬/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પી.બી.ચાવડા સમા પોલીસ સ્ટેશન વડોદ) શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     મારામારીના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૮૦ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૫(૨), ૨૯૬(બી),૫૪ તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કલ્પેશભાઇ સ/ઓફ રમેશભાઇ ચૌધરી રહે, મ.નં.સી/૦૧/૨૦૪, ફોર્ચુન સ્કાઇલાઇન, કલાલી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અયોધ્યા લાલુ કુશવાહા તથા તેમની પત્ની (૨) મુન્નીબેન તથા તેમનો પુત્ર (૩) નરેન્દ્ર ત્રણેય રહે,મ.નં.૪૧, સોનાપાર્ક, કોતર તલાવડી રોડ, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર ગઈ તા.૦૬/૦૮/૨૦૨૬ નાં ના ક.૧૭/૩૦ વાગે મોજે. માંજલપુર જ્યુપીટર ચોકડી પાસે આવેલ પાર્થભુમી-૦૧ ગેટ પાસે , માંજલપુર આરોપીઓ પાણીપુરીની લારી ચલાવતા હોય બે દિવસ પહેલા આરોપી નં.(૩) નાઓએ ફરીયાદીના ભાભી સાથે બોલાચાલી કરેલ જે બાબતે ફરીયાદી વાત કરવા માટે  આરોપીની પાણીપુરીની લારી પર ગયેલ જ્યા ફરીયાદીએ આરોપીને કહેલ કે “ તે મારી ભાભી સાથે કાલે કેમ બોલાચાલી કરી હતી” તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને ગંદી ગાળો આપવા લાગેલ જેથી ફરીયાદીએ ગાળો નહી બોલવાનુ કહેતા ત્રણેય આરોપીઓ ભેગા મળીને ફરીયાદીને ગડદાપાટૂનો માર મારવા લાગેલ ત્યાર બાદ તેમની પત્ની આરોપી નં.(૨) નાઓએ લાકડાના ટુકડા લઈને ફરીયાદીના કપાળના ભાગે તથા શરીર પર મારી દઈ ઇજા પહોચાડી મે.પો.કમિ.સા.શ્રીના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૮/૨૦૨૬ નાં ક. ૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. અરવિંદભાઇ નાથાભાઇ માંજલપુર પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૯૨૬૦૨૪૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૧),૨૯૬(ખ),૩૫૧(૨),૩૫૨,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગભાઇ રમેશભાઇ પાટણવાડીયા રહે. હનુમાનજી મંદિર પાછળ, મધુકુંજ સસોાયટીની બાજુમાં ખેતરમાં પંચવટી, ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧) કિશનભાઇ સત્યરામ ચૌહાણ (ર) નિબુલાલ સત્યરામ ચાહાણ બન્ને રહે.સી/૧૦૧,શ્રીજી ટેનામેન્ટ, ઉંડેરાગામ વડોદરા શહેર નાઓએ તા-૬/૦૮/૨૦૨૬ ના ક.૧૪/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે.ઉંડેરા ગોરવા રોડ ગાયત્રી પેટ્રોલપંપની બાજુમાં આવેલ ગેરેજ ઉંડેરા ગામ તા.જી.વડોદરા આરોપી નં-૧ નાઓએ બ્લોક લઇને ફરીયાદીને મારવા જતા ફરીયાદીએ પોતાનો બચાવ કરવા ડાબો હાથ આગળ કરતા ડાબા હાથના કાંડા પાસે ઇજા પહોંચાડી તેમજ લોખંડના ડંડાથી માથાના ભાગે ઇજા પહોંચાડેલ તેમજ આરોપી નં-૨ નાઓએ હાથમાંની હથોડી વડે ડાબા પગની આગળીના ભાગે ઇજા પહોંચાડી તેમજ આરોપી નં-૧ નાઓએ ફરીયાદીના પિતાજીને બોલ્ટ ખોલવાના મશીનથી માથાના ભાગે ઇજા પહોંચાડી ગંદી બિભત્સ ગાળો બોલી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૬/૦૮/૨૦૨૬ ના ક. ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રમેશભાઇ પરથીભાઇ જવાહરનગર પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

3.      જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૯૨૬૦૨૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૧),૨૯૬(ખ),૩૫૨,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કિશનભાઇ સત્યરામ ચૌહાણ રહે. હાલ મ. નં.સી ૧૦૧, શ્રીજી ટેનામેન્ટ ઉંડેરા ગામ વડોદરા શહેર મુળ રહે-સિલટીયા ગામ તા. હરૈયા થાના કપ્તાન ગંજ જી.બસ્તિ (યુ.પી) નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧)ચિરાગભાઈ (ર) રમેશભાઈ પાટણવાડીયા(૩)જીગ્નેશભાઇ પાટણવાડીયા તમામ રહે.હનુમાનજી મંદિર પાછળ, મધુકુંજ સસોાયટી ની બાજુમાં ખેતરમાં પંચવટી, ગોરવા વડોદરા નાઓએ તા-૬/૦૮/૨૦૨૬ ના ક.૪/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે. ઉંડેરા ગોરવા રોડ ગાયત્રી પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ગેરેજ ઉંડેરાગામ તા.જી. વડોદરા ફરીયાદી તથા ફરીયાદીના ભાઈ ગેરેજ ખાતે હતા તે દરમ્યાન આરોપી નં-૧ ત્યાં આવેલ અને ફરીયાદીના ભાઈની એક્ટીવા મંદિર આગળ પાર્ક કરેલ હતી જેથી ફરીયાદી સાથે કામ કરતા છોકરો નામે લવકુશને એક્ટીવા હટાવી દેવા બાબતે જેમ-તેમ બોલવા લાગેલ જેથી ફરીયાદી ત્યાં સમજાવવા જતા ફરીયાદીને ગંદી ગાળો આપી ઉશ્કેરાઈ જઇ જમણા ગાલ ઉપર થપ્પડ મારી  ઝપા-ઝપી કરવા લાગેલ અને તેમના પિતા આરોપી (૨) નાઓને ફોન કરી બોલાવેલ અને તેઓ આવી જતા બન્ને આરોપીનાઓ ગંદી ગાળો આપી ઝપા-ઝપી કરવા લાગતા ફરીયાદીનો મોટો ભાઈ વચ્ચે છોડાવા પડતા ફરીયાદી ને તથા ફરીયાદીના ભાઈને માથાના ભાગે કડા વડે ઇજા પહોંચાડેલ જે દરમિયાન ચિરાગનો ભાઈ આવી જતા આરોપી નં.(૩)નાએ ફરીયાદીને પકડી રાખતા ફરીયાદીને ફરીથી આરોપી નં.(૧) ચિરાગે માથામાં અન્ય જગ્યાએ પણ ઈજા કરેલ અને આરોપી નં.(૧) ચિરાગે ફરીયાદીને તથા ફરીયાદીના ભાઈને કહેલ કે તને અને તારા ભાઈને છોડીશ નહીં તેવી ધમકી આપેલ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે ૦૬/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રમેશભાઇ પરથીભાઇ જવાહરનગર પોલીસ સ્ટેશન વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

૫.     અન્ય કેસો

૧.      રાવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૨૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૨૬૨ મુજબના ગુનાના કામના ફરિયાદી હીતેન્દ્રસિંહ ભારતસિંહ પરમાર આર્મ પોલીસ કોન્સ્ટેબલ બ નં ૫૬૮ (પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સ ) હાલ રહે એ /૧૩  જય રણછોડ સોસાયટી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી કાચા આરોપી ગોવિંદ રમેશ વહોનીયા હાલ રહે વડોદરા મધ્યસ્થ જેલ વડોદરા મુળ રહે દાહોદ નાઓ તા.૦૬/૦૮/૨૦૨૬ ના ક.૧૧/૪૫ વાગ્યાની આસપાસ મોજે- એસ.એસ.જી હોસ્પિટલ ઓપીડી નં-પાંચ આરોપી કાચા કામના આરોપી તરીકે નામદાર કોર્ટની જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં રહેલ હોય અને આરોપીને જરૂરી પોલીસ જાપ્તા સાથે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી એસ એસ જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લાવેલ અને એસ એસ જી હોસ્પિટલના ઓ પી ડી  ૦૫ માં તેની સારવાર ચાલતી હોય તે દરમ્યાન અચાનક ફરીયાદીને ધક્કો મારી ફરીયાદીની સારવાર જાપ્તાની કાયદેસરની કસ્ટડીમાંથી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૦૮/૨૦૨૬ ના ક-૧૫/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.કે કાતરીયા રાવપુરા પો.સ્ટે વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.