Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૭/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૯ કિ.રૂ.૧૮૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૪૧ મળી કુલ કિં.રૂ. ૧,૧૦,૯૭૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૯ સહિત-૨૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    મારામારીના કેસો

૧.     રાવપુરા પોલીસ સ્ટેશન

રાવપુરા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૧૪૯ /૨૦૨૫  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૧૫(૨),૧૧૮(૧) મુજબ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી યાસીન ઉર્ફે દુધી હારૂન ઘાંચી હાલ રહે:-યાર્ડ નં:-૧૨ બેરેક નં:-૧૫ વડોદરા મધ્યસ્થ જેલ વડોદરા મુળરહે:- અજરામર ટાવર રોડ ફાયરબ્રિગેડ ની સામે સુરેન્દ્રનગર નાઓની ફરિયાદ મુજબ કાચા આરોપી વિશાલ તે હાલરહે:-યાર્ડ નં:-૦૯ બેરેક નં:-૪ વડોદરા મધ્યસ્થ જેલ નાઓએ તા.૦૬/૦૯/૨૦૨૫ ના આશરે ક.૧૬/૧૫ વાગ્યા આસપાસ મોજે- યાર્ડ નં:-૦૯ વડોદરા મધ્યસ્થ જેલ વડોદરા ફરીયાદી જેલ સજા હેઠળ હોય જેલમાં ભાજીનું ગાડુ આવતા ભાજી લેવા માટે ગયેલ ત્યારે આરોપી અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી ફરીયાદીની પાછળથી આવી પોતાના હાથમાં રહેલ પતરૂ આ કામના ફરીયાદીના ડોકના ભાગે જમણી બાજુ કાનની નીચે મારી ઇજા કરેલ તથા બીજીવાર મારવા જતા હાથ પકડવા જતા જમણા હાથની પ્રથમ આંગળીએ સામાન્ય વાગી ઇજા પહોંચાડી મે.પો.કમિ.સા.શ્રી.ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૯/૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. અમરતભાઇ લાલજીભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ  ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૪૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(૨),૩૫૧(૩) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સંકેતસિંહ રાજેંન્દ્રસિંહ પરમાર રહે.એ-૦૧ સન એપેક્ષ સોસાયટી ગદા સર્કલ પાસે હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ધવલસિંહ રમણસિંહ પરમાર રહે મારુતિ હાઈટ્સ કોમ્પ્લેક્સ ચોથો માળની વડોદરા નાઓએ તા.૦૬/૦૯/૨૦૨૫ ના ક-૧૮/૦૦ મોજે:- વિનાયક માર્બલ હરણી ગામ નાકા પાસે વડોદરા શહેર આરોપીએ ફરીયાદીશ્રીને ગમેતેમ ગાળો બોલી ફેટ પકડી માથાના ભાગે કપાળના ઉપરના ભાગે તેની પાસેની લોખંડની પંચ(ફેટ) મારી દેતા ફરીયાદીશ્રીને લોહી નીકળવા લાગતા ફરીયાદીશ્રીનો મિત્ર યશપાલસિંહ નાઓ છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માથાના પાછળના ભાગે પંચ(ફેટ) મારી દેતા તેને પણ લોહી નીકળવા લાગેલ અને આરોપીએ બંનેને ગડદાપાટુનો માર મારી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા ૦૭/૦૯/૨૦૨૫ના આશરે ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અશ્વિનભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    વાહન અકસ્માતના કેસો

૧.     અટલાદરા પોલીસ સ્ટેશન

અટલાદરા પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૪૪૨૫૪૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા સને ૨૦૨૩ ની કલમ.૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રોનક ભાલચંદ્ર ભટ્ટ રહે.મ.નં.એ/૫૦૩ શ્રી બાલાજી સ્કાય રાઇઝ રેસિડેંસી અટલાદરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નિલેશભાઈ વિશાભાઈ પટેલ રહેવાસી મ.નં.૦૨/૪૭૮ ભદ્રકાળી મંદિર પાસે ઉનાવા ગામ તા.ઊંઝા જી.મહેસાણા નાઓએ તા.૨૬/૦૮/૨૦૨૫ ના આશરે ક.૨૧/૦૦ વાગ્યા આસપાસ મોજે કલાલી બ્રિજ અટલાદરા તરફ ઉતરતા ફરિયાદીનાઓ તેમના પત્ની ટ્રિંકલ ઉ.વ.૩૪ તથા દિકરા ચાર્વિક ઉ.વ.૦૬ નાઓ સાથે અક્ષરચોકથી દવા લઈ ઘરે પરત જતા હતા તે વખતે આરોપીએ પોતાની જી.એસ.આર.ટી.સી બસ રજી.નં.GJ-18-Z-9877 ના બસ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિની મો.સા ને પાછળથી અથાડી એક્સીડન્ટ કરતા ફરિયાદી તથા તેમના દિકરા તથા તેમની પત્ની રોડ ઉપર નીચે પડી જતા ફરિ અને તેઓના દિકરાને સામાન્ય ઇજા થયેલ અને ફરિના પત્નીને ડાબા પગના એડીમાં ફ્રેકચર કરી ગંભીર ઇજા પહોચાડી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૯/૨૦૨૫ ના ક.૧૭:૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ અખિલેશભાઇ અવધેશભાઇ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    મોબાઇલ ચોરીના  કેસો

૧.     સયાજીગંજ પોલીસ સ્ટેશન

સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૫૦૫૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી તુનીયા દાઉદ ઇદ્રિસ રહે.એ મુસ્લિમ સોસયટી,રાહમનિઆ મસ્જિદની બાજુમા ગોધરા,પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ તા-૦૪/૦૯/૨૦૨૫ ના રોજ ક.૧૧/૩૦ થી ૧૨/૩૦ વાગે વડોદરા વીટકોસ બસ સ્ટેશન ખાતેથી  ફરીયાદીશ્રીનો રેડ્મી કંપનીનો નોટ ૧૦ મોડેલનો જેનો IMEI NO (1)864581053155689 વ્હાઇટ કલરનો જીઓનુ સીમ કાર્ડ હતુ જેની કિ.રુ.  5000/- ફરિયાદીના પેન્ટના ખીસ્સામા રાખેલ મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઈસમ કાઢી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૬/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૨૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે .સદર ગુનાની તપાસ અ.હે.કો કાળાજી કાન્તીજી સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     મકરપુરા પોલીસ સ્ટેશન

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૦૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નિકુંજ સ/ઓ કાંતિલાલ હિમંતલાલ બુહા  રહે.બી/૦૭ મ.નં-૫૦૧  હરિકૂષ્ણ ટાઉનશીપ સોસાયટી વાવ.ગામ સુરત મુળ રહે-લિમડાવાળી ગળી ગામ.ખિચા તા-ધારી જી.અમરેલી નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૦૩/૦૯/૨૦૨૫ ના સાંજના આશરે સવા પાંચેક  વાગ્યાથી સાંજના સાડા પાંચેક વાગ્યાના સૂમારે કોઇ પણ સમયે મોજે- મકરપૂરા ડેપોમા આવેલ પ્લેટફોર્મ નંબર-૮ પાસે ફરીયાદી નો રિયલ મી કંપનીનો ૧૧ પ્રો મોબાઇલ ફોન જેનો IMEI નબર-૮૬૦૬૦૫૦૬૦૬૭૧૬૩૮ નો છે જેમા જીઓ  કંપનીનુ સીમકાર્ડ મોબાઈલ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ શર્ટના ઉપરના ખિસ્સામાથી ચોરી કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૬/૦૯/૨૦૨૫ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ દિનેશભાઈ હિરાભાઈ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.