Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૭/૧૧/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૬/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૬ કિ.રૂ.૩૨૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૧૯ કી.રૂ. ૨૬,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૮ સહીત કુલ-૨૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. વાહન અકસ્માતના કેસો

૧. હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૨૨/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના કામના ફરીયાદી સ્મિતાબેન નટવરભાઇ વાઘેલા ઉ.વ.૫૭ ધંધો.વકિલાત રહે.મ.નં.સી 102 સસ્વતીનગર ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યુ વાહન ચાલક તા.૦૭/૧૦/૨૦૨૫ ના ક.૧૬/૫૦ થી ૧૭/૦૦ વાગ્યે મોજે:- એલ & ટી સર્કલ ખાતે વડોદરા  શહેર આ કામના તહોમતદાર અજાણ્યા વાહન ચાલક નાઓએ પોતાનુ વાહન એકદમ અને પુરઝડપે ચલાવી એક્સીડન્ટ કરી ફરીયાદી તથા તેમના મિત્રને ઇજા પહોચાડી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૧૧/૨૦૨૫ ના ક.ક.૧૭/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ડાયાભાઇ ચીકાભાઇ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૨. કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૫૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ- ૧૨૫(એ),૨૮૧ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪ મુજબના કામના ફરીયાદી દક્ષાબેન ડો/ઓ નગરસિંહ માનકાભાઇ ભાભોર ઉ.વ.૧૯ ધંધો.ઘરકામ રહે.દ્વારકાનગર જી.આઇ.ડી.સી. કોલોનીની બાજુમાં મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ, નરેનભાઇના મકાનમાં વડોદરા શહેર મુળ ગામ,આગાશવાણી તા.ધાનપુર જી.દાહોદ નાઓની ફરીયાદ મુજબ આરોપી હીરો કંપનીની ડીલક્ષ મોટર સાયકલ જેનો રજી નં. GJ05MJ 0349 નો ચાલક ભાવિક પ્રફુલભાઇ ધામેચા રહે.અર્બન રેસીડન્સી,વડોદરા શહેર તા.૦૬/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ મોજે:-વાઘોડીયા ચોકડી સર્વિસ રોડ,વડોદરા શહેર પરથી ફરીયાદી અને ફરીયાદીના મોટા ભાઇ અર્જુન નાઓ પોતાની GJ20AP 7954 મો.સા. લઈને જતા હતા તે વખતે ઉપરોક્ત તહોદાર તેનું મો.સા. હીરો કંપનીની ડીલક્ષ મોટર સાયકલ જેનો રજી નં. GJ05MJ 0349 ની લઈને વાઘોડીયા ચોકડી તરફથી રોંગ સાઇડ પૂરઝડપે,ગફલતભરી રીતે તેમજ બેફીકરાઈ થી ચલાવી લાવી આવી ફરીયાદીનાઓના મો.સા. સાથે સામેથી એક્સીડન્ટ કરી ફરી.ને માથાના ભાગે અને પેટના ભાગે તથા ફરી.ના ભાઇ અર્જુન નગરસિંગ ભાભોર ઉ.વ.૨૪ નાઓને માથાના ભાગે તથા મોઢાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજા પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૧૧/૨૦૨૫ ના કલાક ૦૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. સુનિલભાઇ જયરામભાઇ કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૩. અન્ય કેસો

૧. અટલાદરા પો.સ્ટે.

અટલાદરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં., ૧૧૧૯૬૦૪૪૨૫૦ ૪૯૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૮(૪), ૩૫૧(૩) મુજબના કામના ફરીયાદી જતીન મહેશભાઇ નથવાણી ઉ.વ.૪૪, ધંધો.પત્રકાર, રહેવાસી. મ.નં.એફ/૮૦૨, પ્રથમ રીવેરા  ફ્લોરેન્સ બીલ કલાલી કેનાલ રોડ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ગીરીશ નાનજી સોલંકી રહેવાસી-૧૦૧, ગાર્ડનીયા, વિસેન્જા હાઇડેક, કલાલી, વડોદરા હાલ રહે. મકાન નં.૧૦૨ મલબરી ટાવર વિસેન્ઝા હાઈડેક સી એમ પટેલ ફાર્મની સામે આર એસ એ હ્યુંડાઇ વર્કશોપની પાછળ કલાલી વડોદરા શહેર તા.૧૫/૧૦/૨૦૨૫ ના કલાક.૧૧/૩૦ વાગે મોજે:- કલાલી વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરીથી શિવાંશ શરણમ કોમ્પલેક્ષ ખાતે વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદીશ્રી ઉભા હતા તે વખતે આ કામના આરોપીએ તેની કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કાર ઉભી રાખી ફરીયાદીશ્રીને તેની પાસે બોલાવી ફરીયાદીશ્રીએ તેના વિરૂધ્ધમાં કોર્ટમાં કરેલ ફરીયાદ પાછી ખેંચી લે અને ફરીયાદ પાછી નહી ખેંચે તો સુપ્રિમ કોર્ટ સુધી જઇને સારામા સારો વકીલ રોકીને કેસ લડીશ અને આ માટે સુપ્રિમ કોર્ટમાં કેસ લડવાનો ખર્ચ તથા તેના અને તેના ભાઇનો આવવા જવાનો તમામ ખર્ચ ફરીયાદીશ્રી પાસેથી વસુલ કરીશ અને બંનેનો હિસાબ કરી ૫૦ ૫૦ લાખ રૂપિયા તૈયાર રાખજે અને જો તુ આ કેસ લડવાના પૈસા નહી આપે તો તને અને તારા પરિવારને જોઇ લઇશ તેમ જણાવી તું તો જઇશ પણ તારા ઘરના પણ ક્યા ખોવાઇ જશે એ પણ તને ખબર નઇ પડે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૧૧/૨૦૨૫ ના કલાક. ૧૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.કે.સુરુ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૨. બાપોદ પો.સ્ટે.

બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૫૦૬૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ તથા અનુસુચીત જાતિ અને અનુસુચીત જન જાતી પ્રતિબંધ અધિનિયમ કલમ- ૩(૨)(૫-એ) મુજબના કામના ફરીયાદી નિલેશભાઇ નાનજીભાઈ જીતીયા રહે : ૩૩, ધંધો : ડ્રાઇવીંગ, હાલ રહે : મ.નં ૯૭૦, મણીનગર, ડી-માર્ટની પાછળ ન્યુ વી.આઈ.પી.રોડ ખોડીયાર નગર વડોદર શહેર, મુળ રહે :મ.નં ૩૬ ઇંદીરાનગર રેલ્વે સ્ટેશનની બાજુમાં તા.મહુવા જી.ભાવનગર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) નાગદાન આહીર રહે કચ્છમાં લખાગઢ ગામ તાલુકો રાપર (૨) હકુ કાઠી રહે સુરત અંબોલી ગામ તાપી તા.૦૩/૦૮/૨૦૨૫ આશરે બપોરના બારેક વાગે તથા તા-૨૨/૦૮/૨૦૨૫ ના સવારના આશરે અગિયારેક વાગે સુધી મોજે- નં ૯૭૦, મણીનગર, ડી-માર્ટની પાછળ ન્યુ વી.આઈ.પી.રોડ ખોડીયાર નગર વડોદર શહેર ફરીયાદી યુટ્યુબ ચેનલ જોતો હતો જેમા ડો.બાબાસાહેબ આંમ્બેડકર નાઓ બે હાથ જોડીને રામચંદ્ર ભગવાનને પગે લાગતો ફોટો આ નાગદાન આહીરની યુટ્યુબ ચેનલ ઉપર એડીટ કરી લોગો મુકેલ જે આ ફોટો હટાવી લેવાનુ આરોપીઓને કહેતા આરોપીઓએ ફરીયાદી સાથે બોલા ચાલી ગાળા-ગાળી કરેલ હોય ત્યારબાદ આરોપીઓએ ફરીયાદીને ફોન કરી "તુ ક્યા છે તારૂ લોકેશન મોકલ તને પતાવી દેવો છે" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી વિષયક અપશબ્દો બોલી અપમાનીત કરેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં કાયદેસર તપાસ થવા વિ.બાબતે તા.૦૬/૧૧/૨૦૨૫ ના કલાક ૨૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીસ પોલીસ કમિશ્નરશ્રી એસ.સી.એસ.ટી.સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪. મારામારીના કેસો

૧. જવાહરનગર પો.સ્ટે.

જવાહરનગર પો.સ્ટે. પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૫૦૨૭૯/૨૦૨૫ ભારાતિય ન્યાય સંહીતા કલમ-૨૦૨૩ ની કલમ ૩૫૧(૩), ૧૧૫(૨), ૨૯૬(ખ), ૫૪, ૩૫૨, ૧૨૫ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામના ફરીયાદી બુધનીબેન વા/ઓફ ધર્મરાજ સરોજ ઉ.વ.૪૮ ધંધો-શાકબાજીનો વેપાર હાલ રહે-મહેંદ્ર બારોટની ચાલી,કૈલાષપતી સોસાયટી પાસે રણોલી ગામ તા.જી.વડોદરા મુળ રહે-પનગો ગામ તા-સગરામગઢ થાના- સગરામગઢ જી-પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) વિક્રમ ફુલચંદભાઈ સરોજ  રહે. મહેંદ્ર બારોટની ચાલી કૈલાષપતી સોસાયટી પાસે રણોલી ગામ તા જી વડોદરા (૨) પિંટુભાઈ ફુલચંદભાઈ સરોજ સરોજ  રહે. મહેંદ્ર બારોટની ચાલી કૈલાષપતી સોસાયટી પાસે રણોલી ગામ તા જી વડોદરા   (૩ ફુલચંદભાઈ સરોજ સરોજ  રહે. મહેંદ્ર બારોટની ચાલી કૈલાષપતી સોસાયટી પાસે રણોલી ગામ તા જી વડોદરા (૪) ઉર્મિલાબેન વા ઓફ ફુલચંદભાઈ સરોજ સરોજ  રહે. મહેંદ્ર બારોટની ચાલી કૈલાષપતી સોસાયટી પાસે રણોલી ગામ તા જી વડોદરા (૫) પ્રિયા વા ઓફ વિક્રમભાઈ સરોજ સરોજ  રહે. મહેંદ્ર બારોટની ચાલી કૈલાષપતી સોસાયટી પાસે રણોલી ગામ તા.જી. વડોદરા ગઈ તા.૨૨/૧૦/૨૦૨૫ ના સાંજના કલાક ૧૬/૦૦ વાગ્યાના અરસામા મોજે-પુંજાકાકાની દુકાન કૈલાસપતી સોસાયટી રણોલી ગામ તા.જી.વડોદરા ખાતે અગાઉની અદાવત રાખી અમારી ચાલીમા રહેતા વિક્રમ ફુલચંદભાઈ સરોજ રહે-મહેંદ્ર બારોટની ચાલી,કૈલાષપતી સોસાયટી પાસે રણોલી ગામ તા.જી.વડોદરા નાએ સાહુલ સરોજ નાને મોઢાના ભાગે મુક્કો મારી હોઠ પર ઈજા પહોચાડેલ જેથી તેઓને ઘરે સમજાવવા જતા વિક્રમ સરોજ નાનો ઘરે હાજર ના હોય અને તે તેના ભાઈ પિંટુ સાથે આવી જતા તેઓની સાથે વાતચીત કરતા હોય તે દરમ્યાન આ પિંટુભાઈએ પથ્થર ઉઠાવી ફેકેલ તેમજ પાછળથી આવેલ પિંટુભાઈ ના પિતા ફુલચંદભાઈ સરોજ નાઓએ અમોને ગાળો આપેલ અને તેઓના હાથમા રહેલ લાકડીનો ડંડૉ માથાના ભાગે મારી ઈજા પહોચાડેલ હતી અને તે દરમ્યાન ઉર્મિલાબેન વા/ઓફ ફુલચંદભાઈ સરોજ તથા પ્રિયા વા/ઓફ વિક્રમભાઈ સરોજ નાઓ પણ આવી ગયેલ અને એકબીજાની મદદગારી કરી જો ફરીથી પોલીસ કેશ કરવા જશો તો જીવતા નહી રહો તેમ બોલી મારી નાખવાની ધમકી આપતા હોય વિ.બાબતે તા.૦૬/૧૧/૨૦૨૫ના કલાક ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.પી.ખુમાણ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૧. રાવપુરા પો.સ્ટે.

રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૨૧૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ- ૩૨૪(૪),૧૧૫(૨),૨૯૬,૫૪ મુજબના કામના ફરીયાદી સરફરાજ ગફુરભાઇ ગરાસીયા ઉ.વ.૨૨ ધંધો- નોકરી રહે, મહમદપુરા ગામ મસ્જીદફળીયુ પો.સ્ટ.કુંઢેલા તા.ડભોઇ જી.વડોદરાનાઓની ફરીયાદ મુજબ આરોપી એક લાલ કલરની હોન્ડા સાઇન મોડલની બાઇક જેમાં સાઇડમાં પોલીસનો ડંડો લાગેલો હતો જેના નંબરની મને ખબર નથી તેની ઉપર ત્રણ સવારી અજાણ્યા ઇસમો જે પૈકી બાઇક ચાલકે ટી-શર્ટ જેવુ પહેરેલ હતુ તથા એક ઇસમે ચોકડીવાળો શર્ટ પહેરેલ હતો તે જેઓના નામ સરનામાની ખબર નથી. તા.૦૬/૧૧/૨૦૨૫ ના કલાક- ૨૦/૪૫ વાગ્યાની આસપાસ મોજે- નવલખી ગ્રાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં આવેલ ઝાડ પાસે વડોદરા શહેર ફરીયાદી પાસે આવી સમાધાનની વાતચિત માટે નવલખી ગ્રાઉન્ડમાં આવેલ કુત્રિમ તળાવ તરફ આવેલ દિવાલની પાસેના રસ્તા ઉપર ઝાડી ઝાંખરાવાળી જગ્યા ઉપર લઇ જઇ ફરીયાદીને ગડદાપાટુનો તથા ડંડા વડે માર મારી બોલાચાલી કરી ગમેતેવી ગંદીગાળો આપી ફરીયાદી ત્યાંથી ભાગી જતા ફરીયાદીની એક્ટીવા GJ-06-JC-0501 ની કોઇપણ રીતે સળગાવી દઇ આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-નુ નુકસાન કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૧૧/૨૦૨૫ ના કલાક-૦૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇંન્સ શ્રી સી.એફ રાઠોડ  રાવપુરા  પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે. તા-૦૬/૧૧/૨૦૨૫ ના કલાક-  ૨૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીસ પોલીસ કમિશ્નર સા.શ્રી સી.બી.સોલંકી સા. એસ.સી.એસ.ટી.સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.