Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૮/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૭/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૮ કિ.રૂ.૧૬૦૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા નંગ-૩૯ કીં.રૂ.૧૦૬૨૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૧૦ સહીત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       મારામારીના કેસો

૧.         ગોરવા પો.સ્ટે.

       ગોરવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૬૦૦૧૧ /૨૦૨૬ બી.એન.એસ.એક્ટ કલમ-૧૧૫(૨), ૩૫૧(૨), ૨૯૬(બી), ૫૪ મુજબ  ગુનાના કામના ફરિયાદી તમન્ના ત્રિકમ તહીલીયાની રહે- મ ન બી 13 રૂમ નં 50 સંતનગર કોલોની વારસીયા વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) મેહુલ કાસીરામ  અંબારીયા (૨) નિરૂપા મેહુલભાઇ અંબારીયા (૩) આણંદ દલસાણીયા ત્રણેય રહે વડોદરા શહેરનાઓએ તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ કલાક ૨૧/૦૫ વાગ્યા આસપાસ મોજે.ઓસીઅન બિલ્ડીંગ સારાભાઇ કેમ્પસ ગોરવા વડોદરા શહેર આ કામના આરોપી મેહુલ કાસીરામ  અંબારીયા નાઓના ફરિયાદી સાથેના સંબધોની જાણ મેહુલની પત્નિ નિરૂપા નાઓને થતા નિરૂપા ફરીયાદી નાઓને વારંવાર બોલાચાલી કરી ગમે તેમ ગંદીગાળો બોલી ફરીયાદી સાથે ઝગડો તકરાર કરતા હોય અને આ મેહુલ અંબારીયા તથા તેમની પત્નિ નિરૂપા તથા આણંદ દલસાણીયા નાઓ આવી ફરીયાદીને ગમે તેમ ગાળો બોલી ફરીયાદી સાથે ઝગડો તકરાર કરવા લાગેલ અને આ મેહુલ અંબારીયા નાઓએ ફરીયાદીના મિત્રની ફોરવ્હિલર ગાડીનો કાચ તોડી વધુ માર મારવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૧/૨૦૨૬ ના રોજ કલાક  ૨0/૪૫  વાગે વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI શૈલેષભાઇ કાનજીભાઇ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૦૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૧૮(૨), ૨૯૬(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરીયાદી રાજેશ સ/ઓફ રાજારામ યાદવ ઉ.વ.૪૦ ધંધો ડ્રાઇવર હાલ રહે. બી જી આર ટ્રાન્સપોર્ટ ગોલ્ડન ચોકડી વડોદરા શહેર મુળ રહે બસૈપ ગામ પોસ્ટ મહેન્દ્રગઢ તાલુકો જીલ્લો મહેન્દ્રગઢ હરિયાણા નાઓની ફરીયાદ મુજબ આરોપી બલવાન સ/ઓ જોધારામ રબારી રહે.પીચોપા કલાન તા.જી.ચરખી દાદરી હરિયાણા તા.૦૭/૦૧/૨૦૨૬ નારોજ રાત્રીના ક.૨૩/૩૦ વાગ્યાની આસપાસ મોજે:- સંગમ હોટલની બાજુમા શિવ શક્તિ પાર્કિંગમા વડોદરા શહેર આ કામના તહોમતદાર નાઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગંદીગાળો ગળદાપાટુનો માર મારીને નીચે પાડી દઇ ફરીયાદીના બન્ને કાનના ભાગે બચકા ભરી બન્ને કાન અડધા કાપી નાખી તથા ડાબા હાથની પહેલી આંગળી ઉપર નાનુ ચપ્પુ મારી ગંભીર ઇજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૧/૨૦૨૬ ના ક.૦૯/૦૦ વાગે વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       વાહન ચોરીના કેસો

૧.         હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૦૧૧/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી ભુપેન્દ્રકુમાર રમણલાલ રાણા રહે.મ.નં.૧૬ ગિરીરાજ સોસાયટી પ્રભાત બસ સ્ટોપ સામે કાલુપુર બેંક પાસે,વાઘોડીયા રોડ,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમે ગઇ તા. ૨૯/૧૦/૨૦૨૫ ના ક.૦૩/૧૯ વાગ્યાના આસપાસ મોજે.ગિરીરાજ સોસાયટી પ્રભાત બસ સ્ટોપ સામે,વાઘોડીયા રોડ ખાતે બ્રાઉન કલરની હોન્ડા કંપનીની એક્ટીવા મોપેડ રજી.નં.GJ-06-KE-5279 ની સને ૨૦૧૬ છે જેનો એન્જીન નં. JF50EU3154015 તથા ચેસીસ નંબર ME4JF505 FGU154128 નો છે જેની કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી શકાય જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી અગરતો લોક તોડી ચોરી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૭/૦૧/૨૦૨૬ ના કલાક ૨૧/૦૫ વાગે વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મુકેશભાઈ હિરાભાઈ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.       વિશ્વાસઘાતના કેસો

૧.      હરણી પો.સ્ટે

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૦૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧(૨), ૫૪ મુજબ આ કામના ફરીયાદી પઢિયાર હાર્દીક નિકુંજભાઇ રહે ડી 401 અનન્યા હાઇટસ ન્યુ.વી.આઈ.પી. રોડ વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) મિતુલ શાહ  હાલ રહે 114  હેસ્ટીંગ રોડ કોન્વેન્ટ્રી સીવી 24 જેઇ યુનાઈટેડ કીંગડમ (૨) ધ્રુવી પટેલ હાલ રહે 114 હેસ્ટીંગ રોડ કોન્વેન્ટ્રી સીવી24જેઈ યુનાઈટેડ કીંગડમ  મુળ રહે જી 204 પંચમરુત રેસીડન્સી જય અંબે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ પાસે સમા સાવલી રોડ વડોદરા (૩) તિર્થંકુમાર પટેલ હાલ રહે 80 ઓલ્ડ બેડફાર્ટ રોડ લુટોન  એલકયુ 27 પીડી મુળ રહે બી 27 શિવકૃપા સોસાયટી ગોરજ રોડ  વાધોડીયા વડોદરા (૪) સાજેદ ચૌધરી હાલ રહે 114 હેસ્ટીંગ રોડ કોન્વેન્ટ્રી સીવી 24જે ઇ યુનાઇટેડ કીંગડમ નાઓએ તા.૦૬/૦૧/૨૦૨૪ ના ક.૦૦/૦૦ થી તા.૦૭/૦૧/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગ્યા સુધી મોજે. ડી 401  અનન્યા હાઇટસ ન્યુ વી આઈ પી રોડ આ કામના આરોપી મિતુલ શાહ નાઓએ ફરીયાદીશ્રી તથા તેમની પત્ની તથા તેમના બે બાળકોને લંડન ખાતેના વિઝા કરાવી આપવા માટે ફરીયાદીશ્રીના ઘરેથી ફરીયાદીશ્રી પાસેથી રોકડા રૂ 856000 મેળવી તથા આરોપી નં 2 અને નં 3 નાં ખાતામાં રૂ 600445 અને 400000 ઉપરોક્ત તમામ રકમ ઓનલાઇન બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા તથા એચ.ડી.એફસી બેન્ક માંથી ટ્રાન્સફર કરાવી ત્યારબાદ રૂ.53310 આરોપી નં.1 તથા 2 નાઓએ પરત કરેલ છે આજની તારીખમાં સામાવાળા નાઓએ રૂ 1964209.68 રુપિયા મેળવી લઇ વિઝા નહી કઢાવી આપી પૈસા પરત નહી આપી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનાહીત કાવતરૂ રચી ફરીયાદીશ્રી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૧/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગ્યે ગુનોં નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.કે.મકવાણા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.       વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.      હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૦૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૪(૫),૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરીયાદી તુષારભાઇ ગિરીશભાઇ શાહ ઉ.વ.૨૬ ધંધો વેપાર રહે.ડી 33 જય ગાયત્રીનગર સોસાયટી અમિતનગર સર્કલ પાસે કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક આઇસર ટેમ્પો નંબર જીજે01બીવી2812 ના ચાલક તા.૦૮/૦૧/૨૦૨૬ ના ક.૧૦/૨૦ વાગ્યે  મોજે. અમિતનગરથી એરપોર્ટ આવતા રોડ ઉપર એરપોર્ટ સર્કલ પાસે વડોદરા શહેર આ કામના તહોમતદાર આઇસર ટેમ્પો નંબર જીજે01બીવી2812 ના ચાલકે તેની આઇસર એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી એક અજાણ્યા પુરૂષ જેઓની આશરે ઉંમર ૬૦ થી ૬૫ નાને ટક્કર મારી એક્સીડંટ કરી શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી અને ફરીયાદીશ્રીની મો.સા. નંબર જીજે06એસકે5382 ને પાછળથી ટક્કર મારી મો.સા.ને આગળ ઘસેડી નુકશાન કરી આગળ ઉભેલ પેશન પ્રો મો.સા.નંબર જીજે06એફએ8514 ને ટક્કર મારી એક્સીડંટ કરતા તેના ચાલકને પણ વાગી ઇજા થયેલ અને તેઓની આગળ ઉભેલ ટાટા કંપનીની પંચ કાર નંબર જીજે06આરડી5276 ને પાછળથી ટક્કર મારી એક્સીડંટ કરતા તેને પાછળના ભાગે નુકશાન કરી સ્થળ ઉપરથી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૧/૨૦૨૬ ના ક.૧૨/૧૫ વાગ્યે ગુનોં નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૦૦૮/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪, ૧૧૯, ૧૮૭ મુજબ ગુનાના કામના ફરીયાદી અમીતભાઈ બાબુભાઈ સુરતી ઉ.વ.૪૫ ધંધો.દરજીકામ રહે.મ.નં.૫૮૨, ગોકુળ નગર સોસા યટી,અંબીકા નગરની બાજુમાં,ગોત્રી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ડમ્પર ટ્રક.નં. GJ-06-BY-1531  ના ચાલક જેના નામ સરનામાની ખબર નથી આ કામ આરોપી ડમ્પર ટ્રક.નં.GJ-06-BY-1531 ના ચાલક આજરોજ તા.૦૮/૦૧/૨૦૨૬ ના સવાર ક.૦૮/૩૦ વાગ્યાની આસપાસ વડસર બ્રીજ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપની સામે પોતાનો ડમ્પર ટ્રક રોંગસાઈડે પુરઝડપે અને બેદરકારી હકાંરી લાવી ડીવાઈડરના કટ માંથી નિકળવા જતા ફરીયાદીના પિતાજી બાબુભાઈ રતીલાલભાઈ સુરતી ઉ.વ.૭૫ નાઓ પોતાની સાઈકલ લઈ તેજ ડીવાઈડર કટ માંથી સામેની સાઈડે જવા જતા તેઓની સાઈકલને આરોપી ડમ્પર ટ્રક ચાલકે ટક્કર મારી અકસ્માત કરી ફરીયાદીના પિતાજી બાબુભાઈને માથના ભાગે તથા ગળાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી મોત નીપજાવેવી ડમ્પર ટ્રક તે જગ્યાએ મુકી નાસી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૧/૨૦૨૬ ના ક.૧૦/૩૦ વાગે ગુનોં નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એન.જી.રોહિત માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      ફતેગંજ પો.સ્ટે.

ફતેહગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૦૮/૨૦૨૫  ભારતીય ન્યાય સંહીતા. ૨૦૨૩ની કલમ -૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરીયાદી લક્ષેશ સ/ઓ રાજુભાઇ પરમાર ઉ.વ.૩૦ ધંધો-નોકરી રહે. મ.નં ૩૦૭ ગોકુળ કોમ્પલેક્ષ ગોવર્ધન પાર્ક પાસે ટી.પી ૧૩ છાણી જકાતનાકા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ટ્રક રજી નં નં GJ-23-AT-9833નો ચાલક તા.૦૮/૦૧/૨૦૨૬ના બપોરના એક વાગ્યાની આસપાસ મોજે- હોન્ડા શો-રૂમની સામે છાણી જકાતનાકાથી પંડ્યા બ્રીજ તરફ જતા રોડ ઉપર, વડોદરા શહેર મરણજનાર રાજુભાઇ પરમાર સાડા બાર વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી એસ.બી.આઇ બેન્ક જુના છાણી રોડ ખાતે પોતાની એકસેસ ગાડી જેનો રજી નં GJ-06-NB-6594 ની લઇને જવા નીકળેલ ત્યારે હોન્ડા શો-રૂમની સામે છાણી જકાતનાકાથી પંડ્યા બ્રીજ તરફ જતા રોડ ઉપર એક ટ્રક જેનો રજી નં GJ-23-AT-9833 ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી મરણજનાર રાજુભાઈ ખુશાલભાઇ પરમાર નાઓને પાછળથી ટ્કકર મારી રોડ ઉપર નીચે પાડી માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી પોતાની ટ્રક સ્થળ પર મુકી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૧/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગે ગુનોં નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.પો.સબ.ઇન્સ શ્રી  એસ.આર.વસાવા ફતેહગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.