-: પ્રેસનોટ :-
(તા.૦૮/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૦૭/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૫ કિ.રૂ.૫૦૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૬ મળી કુલ કિ.રૂ. ૫૬૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૮ સહીત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો.
૧. નવાપુરા પો.સ્ટે પાર્ટ “એ “નં-૧૧૧૯૬૦૧૫૨૬૦૦૯૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ -૧૧૭(૨), ૧૧૫(૨), ૨૯૬(ખ),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અશોકભાઇ કનૈયાલાલ પટેલ રહે-જુની કાછીયા વાડ કોઠી ફળીયુ નવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) ક્રુણાલ ભુપેંદ્રભાઇ પટેલ (૨) ભુપેંદ્રભાઇ મોતીલાલ પટેલ (૩) કરણ કનૈયાલાલ પટેલ (૪) સ્મ્રુતી ડો/ઓ ભુપેન્દ્રભાઇ પટેલ તમામ રહે- સિધ્ધનાથ તળાવ પાસે વડોદરા શહેર નાઓએ તા-૦૭/૦૩/૨૦૨૬ ના ક-૦૬/૩૦ વાગ્યાના સુમારે મોજે- ખંડેરાવ માર્કેટ અંદર ફરીયાદી તથા સાહેદનાઓ શાકભાજીના પથારા પર સાફ-સફાઈ કરતી વખતે ધુળ ઉડાડવા બાબતે આરોપી નાઓએ બોલાચાલી કરી ઝપાઝપી કરી ગંદી ગાળો બોલી આરોપી નં-૦૧ નાએ ફરીયાદીને મોઢા ઉપર મુક્કો મારતા ફરીયાદીના મોઢામાંથી ૦૩ દાંત તોડી નાખી તેમજ નીચેના હોઠ ઉપર વગાડી ઇજા પહોચાડી તેમજ સાહેદ નાઓને પીઠ પાછળ મુઢ માર મારી ઇજા પહોચાડી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૭/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મહેશભાઇ ગણેશભાઇ નવાપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. નવાપુરા પો.સ્ટે પાર્ટ “એ “નં-૧૧૧૯૬૦૧૫૨૬૦૦૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ -૧૧૭(૨), ૧૧૫(૨), ૨૯૬(ખ),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ક્રુણાલ ભુપેંદ્રભાઇ પટેલ રહે-સી/૨, નિકુંજ એપાર્ટમેન્ટ ક્રિશ્ના સિનેમા સામે નવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) ચંદ્રકાંત કનૈયાલાલ પટેલ (૨) અશોક કનૈયાલાલ પટેલ (૩) વેદાંત (૪) અક્ષય નાઓએ તા-૦૭/૦૩/૨૦૨૬ ના ક-૧૧/૦૦ વાગ્યાના સુમારે મોજે- ખંડેરાવ માર્કેટ અંદર ફરિયાદીનાઓ શાકભાજીના પથારા પર હાજર હતા ત્યારે આરોપીઓ સાફ-સફાઈ કરતા ધુળ ઉડવા બાબતે સામાન્ય બોલાચાલી ઝઘડૉ થયેલ જેની અદાવત રાખી આરોપીનાઓએ ઝપાઝપીમાં ફરીયાદીને ડાબા હાથના કાંડા ઉપર વગાડી ઇજા પહોચાડેલ હતી અને સાહેદ કરણને પણ શરીરે મુઢ માર વાગી ઇજા થયેલ છે.ફરીયાદીના બહેન સ્મૃતિ તથા પત્ની જયશ્રી નાઓ આવી જતા આરોપીઓ નાસી જઇ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે તા ૦૭/૦૩/૨૦૨૬ ના ક.૧૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મહેશભાઇ ગણેશભાઇ નવાપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મકરપુરા પો.સ્ટે પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૧૭૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી ઇંદ્રપાલસિઘ સુભાષસિંઘ પંજાબી રહે-બી/૧૧, સરદાર સોસાયટી સિધવાઇ માતા રોડ વોર્ડ નં 4 ની બાજુમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ -(૧)સોનુ સિંઘ (૨)શરબતજીત સિંઘ ઉર્ફે શબ્બુ બંન્ને રહે- સરદાર સોસાયટી સિંધવાઇ માતા રોડ પ્રતાપનગર વડોદરા શહેર નાઓએ તા-૦૫/૦૩/૨૦૨૬ ના રાત્રીના દશ વાગ્યાના સુમારે મોજે- લાલબાગ ગાર્ડનની સામે આવેલ શેરે પંજાબ નામની લારી ઉપર પ્રતાપનગર ફરી.શ્રી તથા તેમના પિતરાઇ ભાઇ સાથે જમવા બેઠા હતા ત્યા આરોપીઓ એક સાથે આવી ફરી.શ્રી સાથે જુની અદાવત બાબતે બોલાચાલી ઝગડો કરી અમોને લોખંડની પાઇપ વડે માર મારી જાનથી માર મારી ધમકી આપી હોય જેથી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૩/૨૬ ના ક.૨૧/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. જયરામભાઇ જીવણભાઇ મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. કારેલીબાગ પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૧૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૨૭(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી શરીફ હાજી સ/ઓ સઈદમુલ્લા જાતે શેખ રહે.ગામ જાલપુર પોસ્ટ ટાન્ડા તા.ટાન્ડા બદલીજિ.રામપુર ઉત્તર પ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી ઈન્સાફઅલી ઉમરજાન શેખજાદે ભોગ બનનાર અરમાનને ગોંધી રાખી તેમજ માર મારી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આઇ.જે.રાઉલજી કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો.
૧. વારસીયા પો.સ્ટે. પાર્ટ-“એ”ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૬૦૦૬૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી પાયલ વા/ઓ સંતોષ હનુમાન વાસ્તેકર રહે:- મ.નં.જી/૫૨ મીરા સોસાયટી, ગણેશ વિધ્યાલય સામે, વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૧૮/૦૦ થી ક.૨૧/૩૦ વાગ્યા વચ્ચે કોઇ પણ સમય દરમ્યાન મોજે:- મ.નં.જી/૫૨ મીરા સોસાયટી, ગણેશ વિધ્યાલય સામે, વારસીયા ખાતે ફરીયાદીશ્રીના મકાનના પાછળના દરવાજાને મારેલ તાળુ કોઇ સાધન વડે તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી વચ્ચેના રૂમમાં રાખેલ તીજોરીના લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રૂ.૫,૦૭,૦૦૦/- મળી કુલ્લે રૂ.૭,૩૩,૦૦૦/- ની મત્તાની ચોરી થયા બાબતે તા:૦૭/૦૩/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી વાય.જી મકવાણા વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય ગુનાઓના કેસો.
૧. અકોટા પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૬૦૦૯૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા કલમ ૨૯૬(બી), ૩૫૧(૨) ૩૨૪(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અમીત ઘનશ્યામભાઇ રાવલ રહે.૦૮,તિરૂપતી નગર, સંભાવનાથ માર્ગ, ગદાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અર્જુન ઠાકોર રહે.ગદાપુરા વુડાના મકાન વડોદરા શહેર નાઓએ તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગ્યાની આસપાસ મોજે. તિરૂપતીનગર, સંભાવનાથ માર્ગ, ગદાપુરા આરોપી નાએ ફરીયાદીને કોઇ અગમ્ય કારણોસર ગંદી ગાળો આપી ફરીયાદીના ઘરે જઇ તેઓના ઘરના ગ્રાઉંડ ફ્લોરની બારીનો કાચ તોડી નાખેલ જેથી ફરીયાદી પોલીસમા જાણ કરવા ૧૧૨ ઉપર ફોન કરતા ફરીયાદીને નિચે ઉતરવાનુ કહી મારવાની ધમકી આપેલ અને પોલીસને ફોન કર્યો તેમ કહી ગંદીગાળો આપી સ્થળ પરથી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક. ૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હરેશભાઈ હનુભાઈ અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માતના કેસો.
૧. માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) એમ.વી. એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રૂતાબેન ડો/ઓફ વિષ્ણુભાઈ પટેલ રહે,મ.નં.૨૦૧, હર્યા બ્યુટી પાર્લર પી.જી., પુનમ અપાર્ટ મેંટની પાસે, બરૉડા ઇમેજીંગ સેંટરની પાસે, અલકાપુરી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી આન્યાબેન ડો/ઓફ હેમલભાઈ શાહ રહે, પંડીત દિન દયાલ તેર માળીયા, જ્યુપીટર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા.૦૫/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૧૦ વાગ્યે મોજે.તુલસીધામ થી જ્યુપીટર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર બેંકર્સ હોસ્પિટલની આગળ રોડ ઉપર, માંજલપુર ફરીયાદી ચાલતા તુલસીધામ થી જ્યુપીટર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર બેંકર્સ હોસ્પિટલની આગળ રોડ ક્રોસ કરતા હોય તે વખતે આરોપીઓએ પોતાની TVS જ્યુપીટર ટુ-વ્હિલર નં.GJ-06-SG-0294 ની રોંગ સાઇડ પર જ્યુટર ચાર રસના તરફથી ચલાવી લાવી ફરીયાદીના ડાબા પગે અથાડી દેતા ફરીયાદી નીચે રોડ ઉપર પડી ગયેલ જેથી ફરીયાદીને જમણા પગની જાંગમાં ફ્રેક્ચર થયેલ જે બાબતે બન્ને પક્ષો વચ્ચે દવાખાનાનો ખર્ચ આપવા બાબતે સમાધાનની વાત ચાલતી હોય પરંતુ આરોપીએ દવાખાનો ખર્ચ ન આપતા ફરીયાદીએ ફરીયાદ આપેલ વિગેરે બાબતે તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ધર્મેશભાઇ લખમણભાઇ માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા- ૨૦૨૩ની કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કાન્તીભાઈ માનાભાઈ રવાડ રહે-સી/૩૬ અક્ષર ટેનામેન્ટ કપુરાઇ ચોકડી પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા મોટર સાયકલનો ચાલક તા. ૦૭/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ૨૦/૩૦ વાગ્યાની આસપાસ મોજે – વૈષ્ણવપાર્ક સોસાયટી પહેલા રોડ પર એક અજાણ્યા મોટર સાયકલના ચાલકે પોતાનું વાહન પુરઝડપે, બેદરકારી રીતે તથા ગફલતભરી રીતે ચલાવી લાવી ફરી.ની એક્ટીવાને પાછળથી ટક્કર મારી ફરી.ની પત્નીને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી પોતાની મો.સા.લઈ ભાગી જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૮/૦૩/૨૦૨૬ ના ક.૦૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.ચિરાગભાઇ મહેશકુમાર કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. અન્ય ચોરીના કેસો.
૧. સયાજીગંજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.અને કલમ- ૧૧૧૯૬૦૩૦૨૬૦૧૫૬/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) તથા ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિનોદકુમાર પારર્સીગભાઈ રાઠવા રહે.હાલ રામનગર મકાન નં-૧૦૫ સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા મુળ રહે ગામ વિરપુર તા. કદવાલ જી. છોટાઉદેપુર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સાવંત સુરેશભાઈ વાઘેલા રહે. ટ્રાફીક ઓફીસ સામે ફુટપાથ ઉપર વડોદરા (૨) વિનાયક વિનોદ સુરેલા હાલ રહે પંચરત્ન બીલ્ડીંગ પાસે નવાપુરા વડોદરા મુળ રહે કોટા રાજસ્થાન નાઓએ તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક.૦૪/૦૦ થી ૦૪/૧૫ વાગ્યા દરમ્યાન ફરીયાદીએ ગઈ તા.૦૬/૦૩/૨૦૨૬ના સવારના ક.૦૮/૦૦ વાગ્યે સયાજીગંજ પો.સ્ટે સામેના ભાગે રોડની બાજુમા પોતાની ઓટોરીક્ષા નં.GJ 06 BU 8296 પાર્ક કરી નોકરી પર ગયેલ દરમ્યાન આરોપીઓએ ફરિયાદીની ઓટોરીક્ષામા ફીટ કરેલ બેટરી તથા સ્પેર વ્હીલ તથા પાના પક્કડ મળી કુલ રૂ.૫૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૦૭/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.ડી.બારોટ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વાહન ચોરીના કેસો.
૧. સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૭૪/૨૦૨૬ બી.એન.એસ કલમ કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકભાઇ મનુભાઇ ઠાકોર રહે. ભાથીજી ફળીયુ, જોષીકુવા ગામ તા. આંકલાવ જી. આણંદ નાઓની ફરિયાદ મુજબ તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગ્યાથી તા ૦૫/૦૩/૨૦૨૬ ના ક. ૦૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. આશિર્વાદ હોસ્પીટલની બાજુમા ડાબી બાજુ ફુથપાથ ઉપર ફરિયાદીશ્રીની હિરો કંપનીની સ્પલેન્ડર પ્લસ મો.સા રજી.નં. GJ-23-DQ-6340 ની જેની આશરે કિ.રૂ.૪૦,૦૦૦/- તે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. રાજુભાઈ પરષોત્તમભાઈ સમા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.