Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૮/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૭/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૮૪ કિ.રૂ.૧૬,૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૧૨૯, કવાટરીયા નંગ-૯૫, મોબાઇલ ફોન-૦૧, ફોર વ્હીલ કાર-૧ મળી કુલ કિં.રૂ.૫,૪૪,૦૨૯/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૨ સહીત કુલ-૨૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.         મારામારીના કેસો:-

૧.         કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૮૧/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મુઝફફરખાન મહેમુદખાન પઠાણ ઉ.વ.૩૭ ધંધો-વેપાર રહે, મહાવત ફળીયા હાથીખાના ફતેપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં(૧) મુસદ્દિક ઇમ્તીયાઝ મલેક રહે રાવપુરા મચ્છીપિઠ વડોદરા શહેર તથા નં(૨)તેનો મિત્ર જેના નામ સરનામાની ખબર નથી તા.૦૭/૦૪/૨૦૨૬ ના આશરે કલાક ૨૧/૧૫ વાગ્યે મોજે ભુતડીઝાપા બસ સ્ટેશનની બહાર રોડ ઉપર આ કામના ફરીયાદી ફોનમાં પોતાના મિત્ર સાથે વાત કરતા હતા ત્યારે તેઓને અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ફરીયાદીના મામાનો છોકરો નામે નં(૧) તથા નં(૨) તેનો મિત્ર જેના નામ સરનામાની ખબર નથી જે સ્કુટર ચલાવતો હતો તે બંન્ને એકદમ ફરીયાદીની પાછળ થી આવીને નં(૧)નાએ તેમના હાથમાં રહેલ લાકડાનુ બેટ ફરીયાદીના જમણા ખભા પર તથા ડાબા હાથની હથેલી પર મારતા ફરીયાદી ભાગવા જતા નીચે પડી ગયેલ એટલામાં આ નં(૧) તથા નં (૨) ફરીયાદીને ગમેતેમ ગંદી ગાળો બોલી પોતાના સ્કુટર પર બેસીને જતાજતા ધમકી આપતા ગયેલ કે હવે તુ મારી નજરે ચડીશ તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી નાસી જઇ એકબીજાની મદદગારી કરી મે.પો.કમી.સા.શ્રી. વડોદરા શહેર નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૪/૨૦૨૬ ના કલાક ૦૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.બી.કુંપાવત સા કુંભારવાડા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૧૭(૨), ૧૧૫(૨)‌, ૨૯૬(બી),૫૪ જી.પી એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકસિંગ આયસિંગ ટાંક ઉ.વ.૩૩ ધંધો.છુટક મજુરી રહે.મ.નં.૧૦૧ પવનદુત નગર અલવાનાકા માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) રાજાસિંગ રાજેશસિંગ બાવરી (૨) રિતિકસિંગ હિરાસિંગ બાવરી તથા (૩)ભગતસિંગ બાવરી જેઓના પુરા સરનામાની ખબર નથી તા.૦૭/૦૪/૨૦૨૬ ના કલાક-૨૦/૩૦ વાગ્યે મોજે;-દરબાર ચોકડીથી ઇવામોલ તરફ જતા રોડ ઉપર ,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સામે માંજલપુર વડોદરા શહેર આ કામના ફરીયાદીના નાના ભાઇ જશપાલસિંગને તેના સાળાઓ સાથે તા.૦૩/૦૪/૨૦૨૬ નારોજ ભુંડની લે-વેચના ધંધા બાબતે  બોલાચાલી થયેલ જેની અદાવત રાખી ગઈકાલ તા-૦૭/૦૪/૨૦૨૬ ના રોજ ફરિયાદી તથા ગબ્બરસિંગનાઓ સાથે બાઇક ઉપર બેસી ઘરે જતા હતા ત્યારે આરોપીનં(૨)નાએ ફરીયાદીને બાઇક ઉભી રખાવી આરોપી નં(૧)(૨)(૩) ફોરવ્હીલર માથી ઉતરી આરોપી નં(૧)નાએ ફરીયાદીને પકડી રાખેલ અને આરોપી નં (૨)નાએ ગાળાગાળી ઝપાઝપી કરી તેના હાથમા રહેલ લાકડી વડે તથા આરોપી નં(૩)નાએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપ વડે માર મારેલ જેથી ફરીયાદીને બન્ને પગના નળાના ભાગે ઇજા પહોચાડી તથા જમણા હાથના અંગુઠાના ભાગે ફ્રેક્ચર કરી ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મે પો કમિ સા શ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૪/૨૦૨૬ ના કલાક.૦૦/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઇ. શ્રી એમ.કે.પરમાર સા માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.         ઘરફોડ ચોરીના કેસો:-

૧.      સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૧૬/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી રાજેશકુમાર ડાયાભાઇ પરમાર ઉ.વ.૪૨ ધંધો:નોકરી, રહે, મ.નં.- ડી/૧૬૭, જય યોગેશ્વર સોસાયટી, જલારામ મંદિર પાસે, ન્યુ સમા રોડ,સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૭/૦૪/૨૦૨૬ ના કલાક ૦૨/૦૦ થી ૦૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:- મ.નં.-ડી/૧૬૭, જય યોગેશ્વર સોસાયટી, જલારામ મંદિર પાસે, ન્યુ સમા રોડ,સમા, વડોદરા શહેર આ કામના ફરીયાદીના  બંધ મકાનનાં દરવાજાનો નકુચો તોડી દરવાજો ખોલી કોઇ ચોર ઇસમ મકાનમાં પ્રવેશ કરી લોખંડની તિજોરી માંના ડ્રોવરો ખોલી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે કિ.રૂ.૧,૭૬,૦૦૦/- ની  મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૪/૨૦૨૬ ના કલાક ૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI  શ્રી ડી.કે.રાઠોડ સા સમા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.        વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો:-

૧.      ફતેગંજ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૧૩૮/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૬,૩૧૮,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભૌમીકકુમાર વસંતકુમાર શાહ ઉ.વ.૩૩ ધંધો.વેપાર રહે.૨૦,પરિમલ પાર્ક સોસાયટી, ડીલક્ષ સોસાયટીની પાછળ, નિઝામપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) કેયુરભાઈ સ/ઓફ અશ્વીનભાઈ શેઠ તથા (૨) રિધ્ધીબેન વા/ઓફ કેયુરભાઈ અશ્વીનભાઈ શેઠ રહે.૧૭, પરીમલ પાર્ક સોસાયટી, ડીલક્ષ સોસાયટીની પાછળ, નિઝામપુરા, વડોદરા તા.૩૧/૦૧/૨૦૨૬થી આજદીન સુધી મોજે- ૨૦, પરિમલ પાર્ક સોસાયટી, ડીલક્ષ સોસાયટીની પાછળ, નિઝામપુરા વડોદરા શહેર(ફરીયાદીના ઘરે) આ કામના ફરીયાદી શ્રીને આરોપીઓએ ભેગામળી જણાવેલ કે, , “ હાલમા શાળા-કોલેજ ખુલવાનો સમય છે, અને આપણે જો મોટા જથ્થામાં રોકડેથી ખરીદ કરીએ અને તે સ્ટેશનરીનુ વેચાણ કરીએ તો મોટો ફાયદો થાય તેમ છે. જો તમો મારા ધંધામાં રોકડા રૂપીયાનુ રોકાણ કરશો તો ધંધામા જે ફાયદો થશે તેમા તમોને સારૂ એવુ વળતર આપીશ” તેમ જણાવી ફરી.ને વિશ્વાસમા લઈ ફરીયાદી પાસેથી તેમના અને તેમની પત્ની અને બહેનના ખાતા માથી કુલ્લે રૂ, ૧૪,૮૦,૦૦૦/-મેળવી લઈ પોતાની દુકાન બંધ કરી નાશી જઈ ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૪/૨૦૨૬ના કલાક- ૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.બી.ડામોર સા ફતેહગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.        અન્ય ગુનાઓના કેસો:-

૧.      ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦૧૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા (B.N.S)-૨૦૨૩ ની કલમ- ૧૨૫ તથા જી.પી.એકટની કલમ ૩૩(W),૧૩૧ મુજબના ગુનાના કામના ફરિયાદી અ.હે.કો. મહેન્દ્રભાઈ રયજીભાઈ બ.નં.૨૯૧૮ નોકરી ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ઘનશ્યામ વાવડિયા રહે. વડોદરા તા.૦૫/૦૪/૨૦૨૬ ના રોજ મોજે કલાનગરી ગરબા ગ્રાઉન્ડ, ગોત્રી ખાતે ગોત્રીમા હનુમાનજીની કથાના સ્થળે આ કામના તહોમતદારે  પોલીસ વિભાગ તરફથી જરૂરી લાયસન્સ કે જરૂરી પરવાનંગી નહી લઇ કોઇ વ્યક્તિની જીંદગી કે અન્ય કોઇ વ્યકતિઓની શારીરીક સલામતિ જોખમમાં મુકાય તેવી રીતે ગેરકાળજી રાખી ગેમ રાઇડ યાંત્રરીક ચકાસણી કરાવ્યા વગર લગાવી-ચલાવી મે.પો.કમિ સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તારીખ-૦૭/૦૪/૨૦૨૬ ના કલાક ૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આર.એન.ચુડાસમા ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.