-: પ્રેસનોટ :-
(તા.૦૮/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૪ કિ.રૂ.૮૮૦૦/-તેમજ બિયર નંગ-૩૦ કિ.રૂ.૬૦૦૦/- મળી કુલ કિંરૂ.૧૪,૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ ૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. ફતેહગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરીયાદી સચીન કનુભાઈ ઝવેરી રહે-ખંભાત મોટો કુમારવાડો, તા.ખંભાત, જી.આણંદ નાઓની ફરીયાદ મુજબ આરોપી ક્રિશ્ચિયન લીયો ઉર્ફે સેલવીન મેકવાન રહે-૨૪, ઝેવીયર નગર સોસાયટી, નવાયાર્ડ, વડોદરા શહેર નાઓએ તા.૦૨/૦૫/૨૦૨૪ થી આજદિન સુધી મોજે - જુનજુનવાલા કોમ્પલેક્ષ, છાણી જકાતનાકા, આરોપી નાઓ વિઝાને લગત કામ કરતા હોય જેથી ફરીયાદીશ્રી નાઓએ તેમની દિકરીના કેનેડા જવાના પી.આર માટેની ફાઇલ મુકવાની વાત કરતા આરોપીએ ફરીશ્રીની દિકરીની પી.આર માટેની ફાઇલના રૂ.૩૫,૦૦,૦૦૦/- નક્કી કરેલા જે મુજબ ફરીશ્રીએ આરોપીને રોકડ, ઓનલાઇન તથા આર.ટી.જી.એસ મારફતે કુલ્લે રૂ-૧૫,૦૭,૦૦૦/- આપેલા અને ફરીશ્રી પાસેથી તેમની દિકરીના ડોક્યુમેંટ મેળવી તેમની દિકરીનો ઇમીગ્રેશન કેનેડાનો લેટર તથા એલ.એમ.આઈ.એ લેટર તથા વિઝાનુ સ્ટીકર મોકલેલ જે ફરીશ્રીએ ખરાઇ કરતા ફ્રોડ હોવાનુ જાણવા મળતા આરોપીને ફ્રોડ હોવાનુ જણાવતા જે તે વખતે આરોપીએ ફરીશ્રીને ટુકડે ટુકડે રૂ.૨,૫૦,૦૦૦/- આપેલા અને બાકીના રૂપીયા- ૧૨,૫૭,૦૦૦/- આજદીન સુધી ન આપી ફરીશ્રી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૬/૨૦૨૬ ક.૧૭/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આર.બી.બારૈયા ફતેગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત (ફેટલ)ના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૨૨૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૨૮૧, ૧૨૫(એ)(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી મહેશભાઇ સ/ઓ મોહનભાઇ કેવલભાઇ રાવળ રહે. બગ્લો નં.૧ વેદાત વીલા સાઇમોન્ટ સામે સેવાસી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૦૭/૦૫/૨૦૨૬ ના ક.૧૯/૨૫ વાગ્યા પહેલા મોજે-હરણી મોટનાથ રોડ ગદા સર્કલ પાસે બરોડા ડેરી સુગમ પાર્લર નામની દુકાન સામે રોડ ઉ૫ર ફરિયાદીશ્રીના છોકરા સંજયભાઇ મહેશભાઇ રાવળ નાઓની મો.સા નં. GJ 23 EJ 1746 ને કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદી ના છોકરાની મો.સા ને ટક્કર મારી એક્સીડન્ટ કરી માથામા તથા શરીરે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.એન.પ્રિયદર્શી હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડ ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૨૬/૨૦૨૬બી.એન.એસ.કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ ના ગુનાના કામના ફરીયાદી તાપસ દુર્ગાદાસ ચટ્ટોપાધ્યાય રહે.મ.નં-૧૦૪ ડાયમંડ રેસીડેન્સી વાલમ હોલ ની બાજુમાં હરણી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ કોઇ અજાણ્યા ચોર ઇસમ તા.૦૭/૦૬/૨૦૨૬ ના સાંજના ક.૦૬/૩૦ થી રાત્રીના ક..૦૯/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. ૧૦૪ ડાયમંડ રેસીડેન્સી વાલમ હોલની બાજુમાં ફરીયાદીના બંધ મકાનના મુખ્ય દરવાજાનુ નકુચો તોડી મકાનમા પ્રવેશી બેડરૂમમા રાખેલ લાકડાના કબાટમા રાખેલ સોનાના દાગીના કિલ્લે કિ.રૂ.૯૩૦૦૦/- ની મત્તાના દાગીનાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૬/૨૦૨૬ ના ક.૦૧/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.કે.મકવાણા હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મોબાઇલ ચોરીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૧૩/૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જીગર રમેશભાઇ ડાભી રહે, કામવન-૦૨ ડુપ્લેક્ષ વૃંદાવન ચાર રસ્તા વડોદરા શહેર મુળ રહે,પ્લોટ નં ૦૨ અખીલેશ સોસાયટી ઘોઘા જકાત નાકા ભાવનગર નાઓની ફરિયાદ મુજબ તા.૦૫/૦૬/૨૦૨૬ ના ક. ૦૯/૦૦ વાગ્યાના અરસામાં મોજે- ભુતડીઝાંપા બસ સ્ટેશન સામે રોડ ઉપર ફરીયાદીનો I Phone 13 મોબાઇલ ફોન જે તેઓના શર્ટના ઉપરના ખિસ્સામા મુકેલ હતો જેનો IMEI નં. 357091120265713 છે જેની કિંમત આશરે રૂ.૩૫,૦૦૦/- ગણી શકાય તે મોબાઇલ ફોન ક્યાક પડી ગયેલ છે અથવા કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૬/૨૦૨૬ ના ક.૧૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.વિઠ્ઠલભાઇ ભવાનભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.