-: પ્રેસનોટ :-
(તા.૦૮/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૭/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૪ કિં.રૂ.૬૮૦૦/- તથા વોશ લીટર-૧૦૦ કિ.રૂ.૨૧૪૦/- તથા બિયર-૫૭૬ કિ.રૂ.૭૨૫૭૬/- મળી કુલ્લે કિ.રૂ.૮૧,૫૧૬/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. નવાપુરા પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૧૫૨૬૦૨૯૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ- ૨૮૧, ૩૨૪(૪) મોટર વ્હીકલ એક્ટ- ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મિનેશભાઇ મહિંદ્રભાઇ માળી રહે,શિયાબાગ મંગળદાસ મહોલ્લો બગીખાના મેઇન રોડ પર નવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ફોર વ્હીલર નં.GJ-06-RA-3306 ના મહીલા ચાલક તા.૨૨/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના ક-૦૨/૩૫ વાગ્યાની આસપાસ મંગળદાસ મહોલ્લો શિયાબાગ બગીખાના મેઇન રોડ ખાતે આરોપીએ પોતાની ફોર વ્હીલર ફુલ સ્પીડે અને ગફલતભરી રીતે ફોર વ્હીલર ગાડી ચલાવી ફરિયાદી તથા સાહેદોની મોટર સાઇકલોને અથાડી નુકશાન કરી નાસી જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૭/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. મહેશભાઇ ગણેશભાઇ નવાપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો
૧. અટલાદરા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૪૨૬૦૩૩૧/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ ૨૯૬(બી),૩૫૧(૨),૩૨૪(૫),૩૦૩(૨), મુજબના ગુનાના કામના ફરિયાદી જતીન રમેશભાઇ પટેલ રહે, મ.નં.૪૦૨ લીલામણી રેશીડેન્શી આમ્રપાલી સોસાયટી પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી માલવ દિલીપકુમાર પટેલ રહે, એ/૪૦૧ જાસ્પર હોમ્સ સેવાસી રોડ વડોદરા શહેર તા.૦૭/૦૭/૨૦૨૬ ના સાંજના સાડા છ વાગ્યાથી સાત વાગ્યા સુધી મોજે;- સમન્વય સ્ટેટસ અટલાદરા પાદરા મેઇન ફરિયાદીની ઓફીસમા નોકરી કરતા હોય અને પગાર વધારો કરવા માટે અવાર નવાર દબાણ કરતા ફરીયાદીએ પગાર વધારો કરી આપવાની ના પાડતા આરોપીએ પોતાની કાળા કલરની BYD ફોર વ્હિલ કાર MH-24-BX-8384 ની લઇને આવી ફરીયાદીના ભાઇ અલ્પેશભાઇની સ્વિફ્ટ કાર નં.GJ-06-PJ-4181 તથા મરસીડીઝ કાર નં.GJ-05-RG-7776 તથા ફરીયાદીના ભાઇ વિનયભાઇની ફોરચ્યુનર કાર નં.GJ-06-MD-4181 ના કાચ તેમજ આગળની લાઇટોના કાચ ક્રીકેટના બેટથી તોડી નાખી આશરે રૂપિયા નવ લાખનુ નુકશાન કરી તેમજ સ્વિફ્ટ કારમાથી કાળા કલરના બેગમા રાખેલ રૂપિયા બે લાખની ચોરી કરી તેમજ ફરીયાદીને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની કાર લઇ નાશી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક-૦૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જી.એ. અનાવાડીયા અટલાદરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. નાંણા ધીરધારના કેસો
૧. નવાપુરા પો.સ્ટે પાર્ટ એ.૧૧૧૯૬૦૧૫૨૬૦૨૯૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ:- ૩૦૮(૨),૩૫૧(૩) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ ૪૦,૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી દિનેશચંદ્ર ચિમનલાલ ચુનારા રહે, માધવનિવાસ બરાનપુરા ચુનારાવાડ વડોદરા શહેર વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દિનેશકુમાર મોતીભાઇ શાહ રહે,મ.નં ૨૫ વિજય સોસાયટી-૦૧ ૧૮ કવાટર્સની સામે વડોદરા શહેર નાઓએ સને-૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૦૨૬ મોજે, ભાગ્યોદય કોમ્પલેક્ષ જયરત્ન ચાર રસ્તા પાસે નવાપુરા ફરીયાદીએ આરોપી પાસેથી રૂ.૬,૫૦,૦૦૦/- અલગ અલગ સમયે ૬% ટકાના વ્યાજે લીધેલ હતા જેના બદલામાં આરોપીએ ફરીયાદી પાસેથી રૂપીયા ૭,૭૦,૦૦૦/- ઉછીના આપેલ છે તેવુ ૩૦૦ ના સ્ટેમ્પ પર લખાણ લીધેલ હોય અને ફરીયાદીનુ બેંક ઓફ બરોડાનુ એ.ટી.એમ કાર્ડ પણ લિધેલ હોય જેના દ્વારા બેન્કમાં આવતા ફરીના પેન્સનના રૂપીયા સને-૨૦૧૮ થી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ સુધી અલગ-અલગ તારીખે ટોટલ રૂપીયા ૨૪,૮૪,૫૯૯/- ઉપાડી લીધેલ હોય જેમા રૂ-૭,૭૦,૦૦૦/- તેઓને આપવાના હોય તથા નાણા ધીરધારનું લાયસન્સ વગર વ્યાજ તરીકે વધારાના રૂપીયા ૧૭,૧૪,૫૯૯/- કાઢી લઈ ફરી તથા સાહેદ તથા ફરીના દિકરા નવિન ચુનારાના સીક્યુરીટી પેટે આપેલ ચેક પરત આપેલ ન હોય ફરી -સાહેદ નાઓ તેની ઉઘરાણી કરવા આવવુ નહીં જો આવશો તો ખોટા ચેક બાઉન્સનો કેસ કરી તથા તમને જાનથી મારી નાખીશ જેવી ધમકી આપી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૭/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી સી.એમ.પારેખ નવાપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. સમા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૫૦/૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ઇન્દ્રરાજ ચંદ્રીકા ચૌધરી રહે,મ.નં.૭૦૩/જી ટાવર, પી.એમ. આવાસ યોજના, અગોરા મોલની પાછળ, મંગલ પાંડે રોડ, સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૬/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યાથી તા.૦૭/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:-જી- ટાવર પી.એમ.આવાસ યોજના, અગોરા મોલની પાછળ, મંગલપાંડે રોડ, સમા ફરીયાદીની ટી.વી.એસ.કંપનીનુ જયુપીટર મોપેડ સને-૨૦૨૪ના મોડલનુ કાળા કલરનુ જેનો રજી નં.GJ-06-QP-6772 નો છે.જેનો ચે.નં-MD626CG59R1F41710 તથા એ.નં-DG5FR1222611 નો છે જેની કિં.રૂ.આશરે 45000/- ની પાર્કીંગમાં લોક મારી પાર્ક કરેલ જે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે લોક તોડી કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અનિરુધ્ધસિંહ મહેન્દ્રસિંહ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ઘરફોડ ચોરીના કેસો
૧. નંદેસરી પો.સ્ટે પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૩૫૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ના કાયદા ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ફતેસિંહ શિવાભાઇ ગોહીલ, રહે.ડેરીવાળુ ફળીયુ, ફાજલપુર ગામ, તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.૦૫/૦૭/૨૦૨૬ ના ક.૧૦/૦૦ થી તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક.૦૯/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે ફાજલપુર ગામ ડેરીવાળુ ફળીયુ ફરિયાદી નાઓના ઘરે કોઇ ચોર ઇસમે ફરીયાદીના મકાનના લોખંડનો જારીવાળો મુખ્ય દરવાજો તથા અંદરના રૂમના લાકડાના દરવાજાનો નકુચો તોડી ઘરમા પ્રવેશ કરી પાછળ આવેલ કિચનમા મુકેલ બે તિજોરીઓના લોક તોડી તીજોરીમાથી સોનાના ઘરેણા જેનુ કુલ વજન ૪૬ ગ્રામ કિ.રૂ.૧,૫૦,૦૦૦ તથા ચાંદીના ઘરેણા નુ કુલ વજન ૧૫૦ ગ્રામ કિ.રૂ.૪૫૦૦ તથા રોકડા રૂ.૩૫,૦૦૦/- ની મળી કુલ્લે કિ.રુ.૧,૮૯,૫૦૦/-ના મત્તાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક- ૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી વી.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.