-: પ્રેસનોટ :-
(તા.૦૮/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૭/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૦ કિં.રૂ.૨૦૦૦/- તથા, બિયર નંગ-૩૪ મળી કુલ કિં.રૂ.૯૪૮૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૫ સહિત ૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અક્સમાતના ગુનાઓ:
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૦૬/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મુકેશભાઇ ઉદેસિંગ બારીયા રહે. મુ.પો.ચીપડ, પોસ્ટ ફળીયુ, તા. વાઘોડીયા, જી. વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રમોદકુમાર ઇંદ્રરાજ ગૌતમ રહે.ચૌબેપુર ગામ, તા. સદર જી. પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ નાઓએ તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગ્યાના સુમારે મોજે:-હાલોલથી વડોદરા આવતા ગોલ્ડન ટોલનાકા પાસે આરોપી પોતાનુ લેલેન્ડ કંપનીનુ ટેન્કર નં જીજે 15 એવી 0621 એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી તેની ખાલી સાઇડે દબાવી દેતા બલેનો કાર નં જીજે 06 પીઆર 0806 ને અથાડી દરવાજો તથા બમ્પરને તથા સાઇડનું આગળનું ટાયર ફાડી તેમજ સાઇડ ગ્લાસને નુકશાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક.૧૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.અશ્વીનભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પોલીસ સ્ટેશન-ફેટલ
અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૫૦૩૫૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ. ૨૮૧, ૧૨૫(૧), ૧૨૫(૨), ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટ.૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભગુભાઈ ભગવાનભાઈ પરમાર રહે. સી/ર૦૧ નીલકંઠ રેસીડેન્સી, અટલાદરા, વડોદરા શહેર મુળરહે. પરમાર ફળીયુ, ગયાપુરા ગામ તા.પાદરા જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક મો.સા. જેનો રજીસ્ટર નં. UP-78-JA-0846ના ચાલક નાએ તા.૦૭/૦૮/૨૦૨૫ના સવારના આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ મોજે- નાયરા પેટ્રોલપંપ અટલાદરા પાદરા રોડ ઉપર ફરી.ના ભાભી કમળાબેન વા/ઓ ઈશ્વરભાઈ ભવાનભાઈ પરમાર નાઓ રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન આરોપીએ પોતાની મો.સા પુરઝડપે અને ગફલત ભરી રીતે અને બેદરકારી રીતે હંકારી લાવીને ફરીયાદીશ્રીના ભાભી સાથે અથાડી એક્સીડેંટ કરીને માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીર પર અન્ય ઈજા પહોચાડીને મોત નિપજાવીને ગુન્હો કર્યા વિગેરે બાબતે ફરીયાદ તા.૦૭/૦૮/૨૦૨૫ના ક.૧૪/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.એમ.વસાવા નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૪૬ /૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ ૨૮૧,૧૨૫ (એ), ૩૨૪(૨) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અબ્દુલરશીદ અબ્દુલ સત્તાર ચૌહાણ રહે-૧૦ ગુલમહોર સોસાયટી પોલીસ સ્ટેશન પાછળ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હિલ ગાડી નં. GJ-06-LB-8593 નો ચાલક નાએ તા.૦૩/૦૮/૨૦૨૫ ના ક.૧૦/૩૦ વાગે દરમ્યાન મોજે- અદાણી ગેસ પેટ્રોલ પંપથી ગેંડા સર્કલ તરફના રોડ ઉપર ગોરવા ફરીયાદી પોતાની મો.સા. GJ-06-NM-2071 ની લઈને ફરીયાદી પોતાના દિકરા મિસબાઉલ ઉ.વ.૨ નાને મો.સા.ઉપર આગળ બેસાડી રેસકોર્સ ટ્રાઇડેન્ટ કોમ્પ્લેક્ષથી ગેંડા સર્કલના રોડ ઉપર પસાર થતો હતો તે વખતે આરોપીએ તેની ફોરવ્હિલ ગાડી અદાણી ગેસ પેટ્રોલ પંપથી ગેંડા સર્કલ તરફના રોડ ઉપર પુરઝડપે હંકારી લઈ આવી ફરી.ની મો.સા. ને ડાબી તરફ વચ્ચેના ભાગે ટક્કર મારી ફરીને ડાબા હાથે સાધારણ ઇજા તથા જમણા હાથે તથા જમણી બાજુ ગળાના ભાગે મુઢમારની ઇજા કરેલ અને ફરીના છોકરાને ડાબી બાજુ કપાળ ઉપર તથા ડાબી બાજુમાં આંખમા તથા નાકની ડાબી બાજુ સાધારણ ઇજાઓ પહોચાડી ફરી.ની મો.સા.ને આશરે રૂ.૫૦૦/- જેટલુ નુકસાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક.૨૩/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. ભરતભાઇ શીવાભાઇ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાત/છેતરપીંડી ના ગુનાઓ:
૧. સયાજીગંજ પોલીસ સ્ટેશન
સયાજીગંજ પો. સ્ટે. એ પાર્ટ –ગુ.ર.ન.૧૧૧૯૬૦૩૦૨૫૦૪૭૯/૨૦૨૫ ઇ.પી.કો.કલમ ૪૦૯ મુજબના ગુનાના કામના ફરિયાદી મિતાલી વા/ઓ મુકેશ વેદાની હાલ.રહે.બી ૧૦૧ રવિરાજ એવન્યુ, મનિષા ચાર રસ્તા પાસે, વાસણા રોડ વડોદરા શહેર મુળ. રહે.ઘર નં.૫૯ સિંધી કોલોની ચિત્તોડગઢ રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપી સંદિપ ચૌહાણ રહે.૪૦૨, સી બ્લોક સાઈ આસ્થા રેસીડન્સી રજનીકાંત જૈન રોડ માંજલપુર વડોદરા તથા હાઉસ નં.૯૧૮૧ જક્કાલદાની ગામ થાના બોરલામ બનાસવાળા નિઝામાબાદ તેલંગાના નાઓએ સને ૨૦૨૨ થી ૨૨/૦૭/૨૦૨૪ સુધીમા મોજે- બેંક ઓફ બરોડા યુનિવર્સિટી કેમ્પ્સ બ્રાંચ વડોદરા શહેર બેંક ઓફ બરોડા એમ.એસ.યુની. કેમ્પસ શાખામા સ્કેલ વન ઓફિસર તરીકે નોકરી કરતા હતા તેઓનુ કામ બેંકમા આવતા ગ્રાહકોને કયા પ્રકારના ખાતા ખોલવા તે માહીતી આપવાનુ કામ તથા બેંકમા થતા ટ્રાંન્જેકશનનુ કામ કરવાનુ હતુ તે દરમ્યાન રમિલા ગોરા એકાઉન્ટ નં.૨૬૫૨૦૧૦૦૦૩૪૪૮૮ મા તેઓનો મો.નં.૮૯૧૯૧૮૪૧૯૭ ઉપયોગ કરી બેંક ઓફ બરોડા પાર્કિંગ એકાઉન્ટમાથી કુલ રૂ.૭,૯૩,૫૩૧.૨૪/- ટ્રાન્સફર કરી પોતાના અંગત ઉપયોગ સારુ લિધેલ અને બેંકને ખબર પડતા તેઓએ રૂ.૩,૮૫,૯૦૫/- પરત જમા કરાવેલ અને બાકીના રૂ.૪,૦૭,૬૨૬.૨૪/- આજ દિન સુધી પરત કરેલ ન હોય પોતે બેંકના કર્મચારી હોવા છતા બદઇરાદા પુર્વક પોતાની સત્તાનો દુરઉપયોગ કરી બેંકના પાર્કિંગમાથી કુલ રૂ. રૂ.૭,૯૩,૫૩૧.૨૪/- એકાઉન્ટ નં.૨૬૫૨૦૧૦૦૦૩૪૪૮૮ મા તેઓનો મો.નં.૮૯૧૯૧૮૪૧૯૭ ઉપયોગ ખાતામા ટ્રાન્સફર કરી બેંક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો કર્યો વિગેરે બાબતે તા-૦૭/૦૮/૨૦૨૫ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પોલીસ સ્ટેશન
કપુરાઇ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૪૦૪૯૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૬(૨)મુજબના ગુનાના કામના ફરિયાદી હિમાંશુભાઈ મનુભાઈ પરમાર રહે, મ ન સી 02 પરસોતમ નગર રાધા પાર્કની સામે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કિરણભાઈ રમેશભાઈ રાઠવા રહે, કાવરા ગામ વચલુ ફળીયુ તા- પાવીજેતપુર જી-છોટાઉદેપુર નાઓએ તા.૧૭/૧૦/૨૦૨૪ ના રાત્રીના ક.૦૯/૩૦ વાગ્યે મોજે કપુરાઈ ચેક પોસ્ટ સામે ડભોઈ તરફ જવાના રોડ પર ગુ ફરી.એ પોતાની હોન્ડા કંપનીની બ્લ્યુ કલરની એકટીવા મોપેડ જેનો રજી.ન. GJ-06-JC-4964 ની જેનો ચે.નં. ME4JF491LE8077545 તથા એ.નં. JF49E80084896 ની આરોપી ઉપર વિશ્વાસ રાખી પોતાની એક્ટીવા આપેલ જે ફરીને પરત નહી આપી વિશ્વાસઘાત કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૮/૨૦૨૫ ના ક.૦૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સુરેંદ્રસિંહ નાથુસિંહ કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય વાહન અકસ્માતના ગુનાઓ:
૧. સયાજીગંજ પોલીસ સ્ટેશન
સયાજીગંજ એ-પાર્ટ ગુ.ર.ન -૧૧૧૯૬૦૩૦૨૫૦૪૮૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૨૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ચંચલબેન વા/ઓ પંકજ વસીષ્ટ રહે. મ.નં. એ ૪૦૪ હવેલી રેસીકમ પ્લાઝા મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ગાડી નં. જીજે ૦૬ પીકે ૬૧૯૭ ની મહીલા ચાલક તે તા.૦૬/૦૭/૨૦૨૫ ના ક. ૧૯/૩૦ વાગે મોજે સયાજીગંજ ખાતે આવેલ કડક બજાર પાસે રોડ ઉપર આરોપીએ પોતાની ફોર વ્હિલ ગાડી નં. GJ-06-PK-6197ની કાલાઘોડા સર્કલ તરફથી અલકાપુરી ગરનાળા તરફ જતા રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક કુતરાને અડફેટે લઈ કુતરાને ૫૦ થી ૬૦ મીટર સુધી ઘસેડી સ્થળ ઉપરથી ભાગી જઈ કુતરાને પાછળના બન્ને પગે પેરાલીશીશ કરી અને કમરના ભાગનુ હાડકુ તોડી નાખી ઈજાઓ પહોચાડી ગુનો કર્યા વિ બાબતે તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક.૨૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. નંદુભાઇ સવજીભાઇ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ઘરફોડ ચોરીના ગુનાઓ:
૧. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૪૪૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી હિતેશકુમાર રજનીકાંત પટેલ ઉ.વ.૪૭ ધંધો-નોકરી હાલ રહેવાસી-રામજી મંદિરની સામે આવેલ મકાનમાં, પટેલ ખડકી, જામ્બુવા ગામ, જામ્બુવા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ કોઇ અજાણ્યો ચોર ઇસમ તા-૦૮/૦૮/૨૦૨૫ ના રોજ કલાક-૦૦/૩૦ થી કલાક-૦૪/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- રામજી મંદિરની સામે આવેલ મકાનમાં, પટેલ ખડકી, જામ્બુવા ગામ, જામ્બુવા, વડોદરા શહેર. કોઇ અજાણ્યા ઇસમે ફરીયાદીના ઘરની આગળ લોખંડની જાળી ખોલી, લાકડાના દરવાજા ઉપર લગાડેલ લોક તોડી ફરીયાદીના ઘરની અંદર પ્રવેશ કરીને ગ્રાઉન્ડ ફલોરના ભાગે આવેલ બેડરૂમમાં રહેલ લાકડાની તિજોરી ખોલી તેની અંદર મુકેલ સોના-ચાંદીના દાગીના જેની આશરે કિં.રૂ.૩,૧૯,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૩૦,૦૦૦/- મળી કુલ્લે ૩,૪૯,૦૦૦/- ની મતાની ચોરી લઇ જઈ ગુનો કર્યા વિ બાબતે તા.૦૮/૦૮/૨૦૨૫ ના ક.૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સેકન્ડ પો.ઇન્સ. શ્રી જી.ડી.રાજપુત સાહેબ મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. અન્ય ગુનાઓ:
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૪૫૧/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૯૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મહેશભાઇ હેમંતભાઇ સોલંકી રહે, બી/૧૩૦, વ્રજધામ સોસાયટી, આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ કોઇ અજાણ્યી સ્ત્રી તે તા- ૦૭/૦૮/૨૦૨૫ ના ક.૧૨/૩૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મોજે-આજવા વાઘોડીયા રીંગ રોડ, રીલાયન્સ ફ્રેશની ગલીમા બાપોદ તળાવના કિનારે આરોપી કોઇ અજાણ્યી સ્ત્રી તે બાળકના જન્મને ઇરાદા પુર્વક છુપાવવા સારુ આશરે ત્રણ થી ચાર માસના ગર્ભનુ માનવ ભૃણ મૃત હાલતમા ત્યજી મુકી નાશી ગયેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૭/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. મારામારીના ગુનાઓ:
૧. વાડી પોલીસ સ્ટેશન
વાડી પો.સ્ટે પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૫૦૨૪૩/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૪૦(૩),૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(ખ), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી આકાશભાઇ જયેશભાઇ વાઘરી ( દેવીપુજક ) રહે- બ્લોક નં 36 મ.નં 04 મહાનગર વુડાના મકાન ગ્રાઉન્ડ ફ્લોર ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) દિનેશભાઇ ભઇજીભાઇ દેવીપુજક (દાતણીયા) (૨) સંજયભાઇ ભઇજીભાઇ દેવીપુજક (દાતણીયા) (૩)અનિલ બિપીન દેવીપુજક રહે.અમદાવાદ (૪) જયેશભાઇ રાયચંદભાઇ દેવીપુજક ( વાઘરી )રહે. કંથરાવી ગામ મહેસાણા ગઈ તા.૦૭/૦૮/૨૦૨૫ ના રાત્રીના ક.૦૦/૩૦ થી ક-૦૧/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- બ્લોક નં-૩૬, મ.નં.૦૪, મહાનગર વુડાના મકાન, ગ્રાઉન્ડ ફ્લોર, ડભોઇ ફરીયાદીશ્રીની મમ્મી આશાબેન નાઓને આરોપી જયેશભાઇ નાઓ છેલ્લા દસ વર્ષથી રાખતા ન હોય અને છુટા છેડા આપવાનુ કહેતા દિવાળીપુરા કોર્ટમાં કેસ કરેલ અને આરોપી દિનેશ નાઓને જણાવેલ કે,છોકરાઓ મોટા થઇ ગયા અને હવે મારા પતિ છુટા છેડા આપવાની વાતચીત ચાલે છે તો તમે વચ્ચે પડી સમાધાન કરાવો તેમ કહેતા દિનેશનાઓ એકદમ ગુસ્સે થઇ ફરીને તથા ફરીની મમ્મીને ગમે તેવી ગંદી ગાળો આપી ઝઘડો કરી તેમજ તા.૦૭/૦૮/૨૦૨૫ ના રાત્રીના ક-૦૦/૩૦ થી ક-૦૧/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીના ઘરે જઇ ઝઘડો કરી ફરી તથા સાહેદ આશાબેન તથા કિંજલબેનને ગડદાપાટુનો માર મારી આરોપી અનિલે પાવડાનો લાકડાનો હાથો ફરીના ડાબા પગના તેમજ જમણા પગના ઘુંટુણના નીચેના ભાગે મારી તથા આરોપી સંજયએ માથાના ભાગે ચપ્પુ મારી દિનેશ તથા અનિલ બળજબરી પુર્વક ઘસેડીને ઉંચકીને લાવી પીકઅપ બોલેરો ગાડીમાં નાખી અપહરણ કરી કંથરાવી મહેસાણા ખાતે લઇ જઇ એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૮/૨૦૨૪ ના ક-૦૦/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.ડી.રબારી વાડી પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સમા પોલીસ સ્ટેશન
સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૧૭૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સર્વેશ રામઅવતાર ગૌતમ રહે.મ.નં. અંબિકા નગર સોસાયટી, ઉમિયાનગર સોસાયટી પાસે, ન્યુ સમા રોડ, વડોદરા શહેર મૂળ રહે. ગામ- મિશ્રીપુર તાલુકો- વિધુના જીલ્લા-ઓરૈયા રાજ્ય ઉત્તરપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સુધેશ જયબાબુ ગૌતમ (૨) શીવા જયબાબુ ગૌતમ (૩) આકાંક્ષા જયબાબુ ગૌતમ તમામ હાલ રહે. મ.નં.૭૫ અંબિકાનગર સોસાયટી, ઉમિયાનગર સોસાયટી પાસે, ન્યુ સમા રોડ, વડોદરા શહેર મૂળ રહે. ગામ-બરેલા કા પુર્વા તાલુકો- અજીતમલ જીલ્લા-ઓરૈયા રાજ્ય ઉત્તરપ્રદેશ નાઓએ તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે મોજે:-અંબીકાનગર સોસાયટી સમા ફરીયાદી પોતાની સાળીને ઠપકો આપવા જતા ફરિના મોટા સાળા સુધેશ નાઓએ ફરિને ગડદાપાટુનો માર મારેલ અને ધક્કો મારતા ફરિ નીચે પડી ગયેલ અને ડાબા હાથના ભાગે ઇજા થયેલ તથા ફરિના ભાઇ જશવંતભાઇ નાઓને સાળા સુધેશ તથા શિવા નાઓએ ગડદાપાટુનો માર મારેલ અને મોઢાના ભાગે તથા ડાબા હાથની કોણીના ભાગે ઇજા થયેલ તથા ભાભી આશાબેન નાઓને ફરિની સાળી આકાંક્ષા નાઓએ ગડદાપાટુનો માર મારેલ હતો જે ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૮/૨૦૨૫ ક.૦૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ દિપકકુમાર પોપટભાઇ સમા પોલીસ સ્ટેશન,વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સમા પોલીસ સ્ટેશન
સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૧૭૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬,૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સુધેશ જયબાબુ ગૌતમ રહે. મ.નં.૭૫ અંબિકાનગર સોસાયટી, ઉમિયાનગર સોસાયટી પાસે, ન્યુ સમા રોડ, વડોદરા શહેર મૂળ રહે. ગામ-બરેલા કા પુર્વા તાલુકો- અજીતમલ જીલ્લા-ઓરૈયા રાજ્ય ઉત્તરપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સર્વેશભાઇ રામઅવતાર ગૌતમ રહે. અંબીકાનગર સોસાયટી સમા વડોદરા શહેર (૨) જશવંતભાઇ રામઅવતાર ગૌતમ રહે.૧૫/૧૬ વિજયનગર સમા વડોદરા શહેર (૩) આશાબેન જશવંતભાઇ ગૌતમ રહે.૧૫/૧૬ વિજયનગર સમા વડોદરા શહેર નાઓએ તા.૦૭/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે મોજે:- અંબીકાનગર સોસાયટી સમા ફરીયાદીના જીજાજી સર્વેશભાઇ ગૌતમ તથા તેમના મોટાભાઇ જશવંતભાઇ તથા તેમના પત્ની આશાબેન નાઓ ગત તા.07/08/2025 ના ક.ર૧/૦૦ વાગ્યાના અરસામા ફરિના ઘરે આવેલ અને જશવંતભાઇ નાઓએ તેઓની પાસે રહેલ લોખંડના સળિયા વડે માથાના ભાગે તથા જીજાજી સર્વેશભાઇ ગૌતમભાઇ નાઓએ ફરિના નાના ભાઇ શીવાને પીઠના ભાગે લાકડાના દંડા વડે માર મારી ઇજા કરેલ તેમજ બહેને આકાંક્ષા નાઓને આશાબેન જશવંતભાઇ ગૌતમ નાઓએ ગડદાપાટુનો માર મારી ઇજાઓ કરી સ્થળ પરથી ભાગી ગયેલ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૮/૨૦૨૫ ના ક.૦૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ દિપકકુમાર પોપટભાઇ સમા પોલીસ સ્ટેશન,વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૮. વાહન ચોરીના ગુનાઓ:
૧. ગોત્રી પોલીસ સ્ટેશન
ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં. 11196004250233/2025 ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સિધ્ધાર્થ મુકેશભાઇ મિયાત્રા ઉ.વ.૨૬ ધંધો.નોકરી રહે, મ.નં.જી 1006 શિવાલય હાઇટ્સ ગોત્રી તળાવ પાસે ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ કોઇ તા.૦૪/૦૮/૨૦૨૫ના સાંજના કલાક છ વાગ્યાથી તા-૦૫/૦૮/૨૦૨૫ ના સવારના આઠેક વાગ્યા દરમ્યાન મોજે. મહીનગર ગાયત્રી વિધ્યાલય સામે ગોત્રી રોડ ખાતે આવેલ વિનોદ ઓટો મોબાઇલ ગેરેજમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે હીરો કંપનીની એચ.એફ.ડાઉન મો.સા. આર.ટી.ઓ રજી નં.GJ17 BB2884 નુ રેડ અને બ્લેક કલરનુ જેનો એંજીન નં.HA11EHE9K00582 તથા ચેચીસ નં. MBLHA11AGE9K00149 નુ સર્વિસમાં લોક કરી મુકેલ જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય તે મો.સા.નુ ઈગ્નીશન લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ બાબતે તા.૦૮/૦૮/૨૦૨૫ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયસિહ અરવિંદ્સિહ ગોત્રી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.