-: પ્રેસનોટ :-
(તા.૦૮/૦૮/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૭/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૫ કિં.રૂ.૭૦૦૦/- તથા ઇંગ્લીશ બોટલ-૨૩૪૬, બાઇક-૦૧, કાર-૧, સ્વાઇપ મશીન તથા રોકડા રૂપિયા મળી કુલ્લે કિ.રૂા.૧૩,૫૭,૮૮૮/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો
૧. અટલાદરા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦૩૫૭/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી વિશ્વાબેન ડો/ઓ પ્રવિણસિંહ રૂપસિંહ ચૌહાણ રહે-મ.નં.૯૬ વાત્સલ્યકુંજ સોસાયટી બીલ અટલાદરા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદફરિયાદ મુજબ તા.૦૪/૦૮/૨૦૨૬ ના ક.૦૭/૦૦ થી ક.૧૭/૪૫ વાગ્યાની વચ્ચે કોઇ પણ સમયે મોજે-શ્રી જ્વેલર્સની સામે નારાયણવાડી અટ્લાદરા ફરિયાદીની હોન્ડા કંપનીની ગ્રે કલરની એકટીવા .નં.GJ-06-KA-7604 નો છે. જેનો એન્જીન નંબર JF50EU3020103 તથા ચેસીસ નંબર ME4JF505CGU020087 નો છે જેની હાલની આશરે કિંમત રૂપિયા-૨૦,૦૦૦/-જેમાં એક લીટર જેટલુ પેટ્રોલ હતુ તે એકટીવાની કોઈ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૮/૨૦૨૬ ના કલાક ૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જી.એ.અનાવાડીયા અટલાદરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૮૪/૨૦૨૬ B.NS.કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા MV ACT-કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી ચિરાગભાઈ બાબરભાઈ વણકર ઉ.વ.૩૧ ધંધો.ડ્રાઈવર રહે.મ.નં.ઈ/૪૦, વૈભવ લક્ષ્મી સોસાયટી,હિટાચી કંપનીની બાજુમાં, માણેજા, મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ મોજે-સુશેન સર્કલ પર,માંજલપુર,વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાની રીક્ષા.નં.GJ-06-AW-4900 ની પુર-ઝડપે તથા ગફલત ભરી રીતે હંકારી લાવી આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૬ ના રોજ ફરીયાદીના સસરા છગનભાઈની એક્ટીવા.નં.GJ-06-SJ-6830 પર ફરીયાદીએ પોતાની દીકરી જીલ ઉ.વ.૦૨ ને એક્ટીવાના આગળના ભાગે તથા પોતાના સસરા મગનભાઈ પાછળ બેસાડી ફરીયાદી પોતે એક્ટીવા ચલાવી બાપોદ ખાતે પોતાના મામા કનુભાઈ પરમારના બેસણામાં જતા હતા તે વખતે સવારના સાડા દસેક વાગ્યાના સુમારે સુશેન સર્કલ પર એક્ટીવાને ટક્કર મારી ફરીયાદી તથા તેની દીકરી જીલ તથા તેના સસરા મગનભાઈને રસ્તા પર પાડી દઈ ફરીયાદીને ડાબા પગે પંજાના ભાગે તથા તેની દીકરી જીલને માથાના ભાગે ઈજા તથા સસરા મગનભાઈને ડાબા પગના ધુંટણના ભાગે ઈજા પહોચાડી ડાબા પગના થાપાના ભાગે ફ્રેક્ચર કરી ગુનો કર્યા બાબતે તા.૦૮/૦૮/૨૦૨૬ ના કલાક ૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.કશ્યપકુમાર કનૈયાલાલ માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૩૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧, ૧૦૬, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી વિક્રમભાઈ દોલતસંગ રાવલ ઉ.વ.૩૯ ધંધો-નોકરી રહે-બી/૦૧, વૈકુન્ઠ-૦૨, ખોડિયારનગર ચાર રસ્તા, સયાજીપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ મેસ્ટ્રો મોપેડ કે જેનો રજિ.નં.GJ-06-JH-6223 ના ચાલક ચિંતન મંગળભાઈ ચૌહાણ ગઈ તા.૧૭/૦૭/૨૦૨૬ના રોજ કલાક ૧૧/૧૫ વાગ્યાના સુમારે ગધેડામાર્કેટથી મહાવીર હોલ ચાર રસ્તા વચ્ચે આ કામના આરોપી તેઓના કબ્જા વાળી મેસ્ટ્રો મોપેડ કે જેનો રજિ.નં.GJ-06-JH-6223 પુરઝડપે અને બેદરકારીથી હંકારી લાવી ફરીશ્રીના ભાઇ વિશાલ દોલતસંગ રાવલનાની થ્રી-વ્હીલર હેન્ડીકેપ સાઈકલને અથડાવતા સાઈકલને પલટી ખવડાવી ફરીશ્રીના ભાઇના માથાના ભાગે ગંભીર તથા શરીરે સામાન્ય ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી સ્થળ ઉપરથી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૮/૨૦૨૬ કલાક ૧૪/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.એસ.ભરવાડ પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.