-: પ્રેસનોટ :-
(તા.૦૮/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૪ કિ.રૂ.૮૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૧ કિં.રૂ. ૧૪૩૪/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૦ સહિત-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. નંદેસરી પોલીસ સ્ટેશન
નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૫૦૪૧૫ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી કિરણભાઇ અંબાલાલ પરમાર ઉ.વ.૪૦ ધંધો-નોકરી રહે. સાકરદા ગામ નાળીયા વગો ખેતરમા તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી રીક્ષા રજી નં. GJ-07-VV-7721 ના ચાલક કિરિટભાઇ અર્જુનસિંહ સોલંકી રહે મોક્ષી ગામ ઇબ્રામપુરા તા.સાવલી જી.વડૉદરા તા.૦૫/૦૯/૨૦૨૫ ના રોજ કલાક ૦૬/૪૫ વાગ્યા દરમ્યાન મોજે. સાકરદા ભાદરવા રોડ નાયરા પેટ્રોલપંપ ની સામે ડિવાઇન જીમ ની સામે રોડ ઉપર સાકરદા ગામ તા.જી.વડોદરા આ કામના ફરિયાદી નાઓના કુંટુંબી કાકા રયજીભાઇ મોતીભાઇ પરમાર રહે સાકરદા ગામ નાળીયા વગો ખેતરમા તા.જી.વડોદરા નાઓ સાંકરદા ગામ તરફ થી ડેરી મા દુધ ભરાવીને ચાલતા ઘરે જતા વખતે સાકરદા ભાદરવા રોડ નાયરા પેટ્રોલપંપ ની સામે ડિવાઇન જીમ ની સામે રોડ ઉપર આવતા એક રીક્ષા રજી નં. GJ-07-VV-7721 ના ચાલક કિરિટભાઇ અર્જુનસિંહ સોલંકી રહે મોક્ષી ગામ ઇબ્રામપુરા તા.સાવલી જી.વડૉદરા નાઓએ પોતાની રિક્ષા સાકરદા ગામ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી ફરીયાદીના કાકા ને પાછળના ભાગે અથાડી રોડ ઉપર પાડી દઈ માથાના પાછળના ભાગે ઇજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ શ્રી જે.ટી.નીનામા નંદેસરી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોત્રી પોલીસ સ્ટેશન
ગોત્રી પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં–૧૧૧૯૬૦૦૪૨૫૦૨૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૪(૪),૧૨૫(એ) તથા ધ પ્રિવેંશન ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી એક્ટ ની કલમ ૩,૭ તથા એમ.વી એક્ટ ૧૭૭,૧૮૪,૧૮૫ મુજબ ગુનાના કામના ફરિયાદી અ.લો.ર પીયુષકુમાર શંકરલાલ બ.નં-૩૭૬૦ નોકરી ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શુભમ જગદીશભાઈ શર્મા રહે-કેવડાબાગ બેઠક મંદિર જયરત્ના બિલ્ડિંગ પાસે નવાપુરા વડોદરા શહેર તા.૦૮/૦૯/૨૦૨૫ ના કલાક ૦૪/૩૦ વાગે મોજે: ગોત્રી કેનાલ ચેકપોસ્ટ ઝાયડેક્ષ બિલ્ડીંગ સામે રોડ ઉપર આ કામના આરોપીએ પોતાની XUV ફોરવ્હિલ ગાડી નં- GJ-06-HL-0196 ની જાહેર રોડ ઉપર નશો કરેલી હાલતમા પોતાની તથા અન્ય રાહદારી ની જિંદગી જોખમમા મુકાઈ તે રીતે પુરઝડપે ને ગફલત રીતે ચલાવી લાવી સરકારી મીલકત સીસીટીવી કેમેરાને નુકશાન કરી પોતાની ગાડીને નુકશાન પહોચાડી તથા પોતાને માથામા ડાબી બાજુ ઈજા પહોચાડી મળી આવી પકડાઈ જઈ ગુન્હો તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૦૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રતિલાલ આપસિંગ ગોત્રી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારા મારીના કેસો
૧. ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૫૦૪૧૩/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા કલમ મુજ્બ ભારતીય ન્યાય્ સંહીતા કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૧૯૦,૧૯૧(૨),૧૯૨(૩) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી સેરોજખાન ઉર્ફે સંજય સ/ઓ શરીફા આલમ પઠાણ ઉ.વ.૩૮ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ તેમજ વેપાર રહે.મ.નં.૧૩૦,ચીસ્તીયાનગર,છાણી જકાતનાકા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)અનસ નિસારખાન પઠાણ (૨)ગુલ્ફામખાન સમસુલખાન પઠાણ (૩) સમતખાન બબુભાન પઠાણ (૪)રાહીલખાન બબુખાન પઠાણ (૫)સદ્દામખાન સમસુલખાન પઠાણ (૬)તબ્બસુમબાનુ (૭)શહેનાઝબાનુ પઠાણ તમામ રહે. ગોરવા વડૉદરા શહેર (૮) નગીનાબાનુ વા/ઓ સેરોજખાન ઉર્ફે સંજય સ/ઓ શરીફા આલમ પઠાણ રહે. મ.નં.૧૩૦,ચીસ્તીયાનગર,છાણી જકાતનાકા વડોદરા શહેર તથા નં(૯) મોહસીન એમન્નાખાન પાઠાણ રહે.રામવાડી. નવાયાર્ડ,વડૉદરા શહેર તા.૦૭/૦૯/૨૦૨૫ ના ૨૩/૦૦ વાગ્યા આસપાસ વાગ્યાના સુમારે સદર કામના આરોપી નં. (૧) અનિસ નિસારખાન પઠાણ તથા (૨) ગુલ્ફામખાન પઠાણ તથા (૩) સમતખાન પઠાણ તથા (૪)રાહીલખાન બબુખાન પઠાણ તથા (૫)શહેનાઝબાનું પઠાણ તથા (૬)તબ્બસુમબાનુ તથા ગુલ્ફામખાનનો ભાઈ (૭) સદ્દામખાન રહે, ગોરવા તથા (૮) મોહસિન એમન્નાખાન પઠાણ રહે, રામવાડી,નવાયાર્ડ તથા (૯) નગીના સેરોજખાન ઉર્ફે સંજ્ય શરીફખાન પઠાણ ઉ.વ. ૩૮ ધંધો રીક્ષા ડ્રાઈવર તેમજ વેપાર રહે, ૧૩૦ ચિસ્તીયા નગર છાણીજકાતનાકા ગુરૂનાનક નગર પાસે વડોદરા શહેર નાઓ પોતાના સામાન્ય હેતુ પાર પાડવા એક સંપ થઈ મારા ઘરે આવી બોલાચાલી ઝઘડો કરી ચપ્પા વડે અનસ તથા ગુલ્ફામખાન પઠાણ નાઓ મને માથામાં ચપ્પાના ઘા મારી તેમજ મારા મોટાભાઈ ફિરોજખાનને માથાના પાછળના ભાગે ઈજા કરી તેમજ મારા નાના ભાઈ મઝહર ખાનને ડાબા હાથ ઉપર ઈજા કરી તેમજ અમજદખાન નાઓ ને પણ છુટા હાથથી માર મારી ઈજા કરી મે.પોકમી સા.શ્રીના હથીયાર બંધી જાહેરનામાઓ નો ભંગ ગુનો કર્યા વિગેરે બાબત. તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૦૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ એ.એમ.ગઢવી ફતેગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.