Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૮/૧૧/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૭/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૨૮ કિ.રૂ.૫૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૩૧, ઇ.કવા-63 કી.રૂ. ૨૯૬૯૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૪ સહીત કુલ-૨૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માતના કેસો

૧.      કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૫૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૨૫(એ),૨૮૧ તથા એમ .વી.એક્ટ-૧૭૭,૧૮૪ મુજબના કામના ફરીયાદી દક્ષાબેન ડો/ઓ નગરસિંહ માનકાભાઇ ભાભોર રહે. દ્વારકાનગર જી.આઇ.ડી.સી.કોલોનીની બાજુમાં મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ, નરેનભાઇના મકાનમાં વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ભાવિક પ્રફુલભાઇ ધામેચા રહે.અર્બન રેસીડન્સી,વડોદરા શહેર નાઓએ તા.૦૬/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગ્યે મોજે:-વાઘોડીયા ચોકડી સર્વિસ રોડ ફરીયાદી પોતાના મોટા ભાઇ અર્જુન નાઓ પોતાની GJ20AP 7954 મો.સા. લઈને જતા હતા તે વખતે આરોપી પોતાનુ મો.સા નં.GJ 05 MJ 0349 ની લઈને વાઘોડીયા ચોકડી તરફથી રોંગ સાઇડ પૂરઝડપે, ગફલતભરી રીતે તેમજ બેફીકરાઈ થી ચલાવી લાવી ફરીયાદી ની મો.સા. સાથે એક્સીડન્ટ કરી ફરી.ને તથા તેઓના મોટાભાઇને માથાના ભાગે અને પેટના ભાગે, મોઢાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૧૧/૨૦૨૫ ના ક.૦૨/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે જે ગુનાની તપાસ એ.એસ.આઇ. સુનિલભાઇ જયરામભાઇ કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૨.      હરણી પો.સ્ટે

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૨૩/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના કામના ફરીયાદી ચેતનાબેન વા/ઓ ગિરીશકુમાર નાનજીભાઇ પરમાર રહે. મ નં 107 ઓમ બંગ્લોઝ  કપુરાઇ પાણીની ટાંકી પાસે ડભોઇ રોડ  વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મોહમદઆરીફ મોહમદયુસુફ ખાન રહે. ગામ બબરખાના પોસ્ટ બૈજા રામપુર થાણા સરાયખાજા તા.મછલી શહેર જી.જોનપુર ઉત્તરપ્રદેશ નાઓએ તા.૦૭/૧૧/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગ્યે મોજે:-ને.હા.નં.48 અમદાવાદથી સુરત તરફ જતા દરજીપુરા એરફોર્સ બ્રીજની ઉપર આરોપી પોતાનુ ટ્રેલર નં.જીજે 05 સીયુ 4788 નુ એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની રેનોલ્ટ ક્વીડ કાર નં. જીજે 17 એન 0183 ની ડ્રાઇવર સાઇડના પાછળના ભાગે અથાડી એક્સીડંટ કરતા ફરીયાદીશ્રી ગાડીના સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર ડીવાઇડર સાથે અથડાઇ જતા કારની પેટ્રોલ ટાંકીની ઉપરનુ પતરૂ તથા પાછળના દરવાજાને નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૧૧/૨૦૨૫ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે જે ગુનાની તપાસ એ.એઅ.આઇ. અશ્વિનભાઇ મોતીભાઇ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૩.     સ્ત્રી અત્યાચારના કેસો

૧.      મહિલાપો.સ્ટે.

મહિલા પો.સ્ટે ફ્.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૧૨૫૦૦૩૯/૨૦૨૫ ઇપીકો કલમ ૪૯૮(ક), ૫૦૪,૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ ૩,૪ મુજબના કામના ફરીયાદી રીઝવાન બાનુ વાસીદખાન મોહમ્મદ પઠાણ રહે , રોશન પાર્ક ડી કેબીન પાસે નવાયાર્ડ વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) વાસીદખાન મુખ્ત્યારખાન પઠાણ(૨)મુખ્ત્યારખાન અબ્દુલગની પઠાણ(૩)નાથીયાબાનુ મુખ્ત્યારખાન પઠાણ(૪)રાસીદખાન મુખ્ત્યારખાન પઠાણ રહે, પ્લોટ નં 3033 રમેશનગર સાંઇનાથનગર પાસે ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૨૧/૦૯/૨૦૧૬ ના રોજ લગ્નના ૧૫ દિવસબાદ તા.૦૬/૧૦/૨૦૧૬ થી તા.૧૨/૦૩/૨૦૨૩ દરમ્યાન મોજે:-પ્લોટ નં.3033 રમેશનગર સાંઇનાથનગર પાસે ગોરવા ફરીયાદીની સાસરીમાં આરોપીઓ ફરીયાદી સાથે નાની નાની વાતમાં બોલાચાલી ઝઘડો કરી મ્હેણાં ટોણાં મારી તારો બાપ ભિખારી છે દહેજમાં કાંઇ આપેલ નથી ધંધા અર્થે ટ્રક લેવા દહેજ પેટે રૂપિયા પાંચ લાખની માંગણી કરી તલાક આપી દેવાનુ જણાવી ફરીયાદીની તેમજ ફરીયાદી ના દિકરાના ભરણપોષણની જવાબદારી નહી નિભાવી ફરીયાદીને ગાળો બોલી દિકરા સાથે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી એક્બીજાને મદદગારી કરી શારીરીક માનસીક ત્રાસ આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૧૧/૨૦૨૫ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે જે ગુનાની તપાસ એ.એસ.આઇ કપીલાબેન રસુલભાઇ મહીલા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૪.     મારામારીના કેસો

૧.      જવાહરનગર પો.સ્ટે.

જવાહરનગર પોલીસ સ્‍ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૫૦૨૮૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૧(૨),૫૪ તથા જી.પી.એકટ-૧૩૫(૧) મુજબના  કામના ફરીયાદી  સુખેશ દેવેન્દ્ર ત્યાગી ઉ.વ.૩૯ ધંધો-કન્સ્ટ્રક્શન કામ હાલ રહે. મ.ન.એ/૦૩/૮૦૧, નોર્થ-વે મીલેનીયમ સોસાયટી, ભાયલી, વડોદરા મૂળ રહે.બી/૨/૧૮, અશોકવિહાર, બંધન બેન્ક પાસે, ન્યુ દિલ્હી,-૧૧૦૦૫૨ નાઓની ફરીયાદ મુજબ આરોપી ક્રેઇન ડ્રાઇવર તથા ઓપરેટર મુસ્તુફા તથા ઓપરેટર સુનીલ નાઓ તથા ક્રેઇન માલીક વિપુલભાઇ તથા અશ્વીનભાઇ જેઓ તા.૦૬/૧૧/૨૦૨૫ ના સાંજના આશરે ક-૧૮/૧૫ થી ક-૧૯/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીયાદીશ્રી નાઓએ ક્રેઇન ડ્રાઇવર તથા ઓપરેટર મુસ્તુફા તથા સુનીલ નાઓને રસ્તામાં મુકેલ અડચણરૂપ ક્રેઇન હટાવવા વારંવાર કહેલ હોય જે બાબતની દાઝ રાખી તમામે ભેગા મળીને ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપી તેમજ ગડદાપાટુનો માર મારી લાકડાના દંડા જેવા કોઇ હથીયાર વડે ફરિયાદીને બરડાના ભાગે તથા ચપ્પુ જેવુ કોઇ હથીયાર ફરિયાદીને મારવા જતા ફરિયાદી ખસી જતા તેઓને વાગેલ ન હતુ અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને મોઢાના ભાગે તથા હાથના ભાગે તથા બરડાના ભાગે માર મારી ઇજા પહોંચાડી તેમજ એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ. સા.શ્રીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૭/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે જે ગુનાની તપાસ એ.એસ.આઇ. રમેશભાઇ પરથીભાઇ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૫.     વિશ્વાસઘાત કેસો

૧.      સાયબર ક્રાઇમ પો.સ્ટે.

સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ-એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૦૨૫૦૦૪૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૫૪, ૬૧(૨),૩૧૮(૪) આઇ.ટી એક્ટની કલમ ૬૬(ડી) મુજબના કામના ફરીયાદી મૃદુલાબેન ચંદ્રકાંત પટેલ  રહે.- ૪૦૨, સેંડલવુડ રેસીડંસી, ઉર્મિ ચાર રસ્તાની પાસે, અકોટા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ૧) ફરિયાદ માં જણાવેલ મોબાઈલ નંબર ના ધારક તથા ઉપયોગ કરનાર (૨) ફરિયાદીના રૂપિયા જે ખાતામાં ગયેલ છે તે બેંક ખાતાનાં ધારક અને તેનો ઉપયોગ કરનાર (3) ગુનાહીત કાવતરા સાથી સંકળાયેલ તમામ ઇસમો તા.૨૦/૧૦/૨૦૨૫ થી આજદિન સુધી આ કામનાં આરોપી મો.નં.૭૮૯૭૫૧૮૭૫૮ નાં ધારકે પોતાની ઓળખ અભિષેક તરીકેની આપી તેઓ પોતે ઇક્વિટસ બેંકના કસ્ટમર સર્વિસમાં કામ કરે છે તેવું ફોન પર જણાવી ફરિના ઇક્વિટસ બેકનાં ખાતામાંથી બીજા AUBL નાં બેંક ખાતામાં નાણા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આપવાના બહાને ફરિના મોબાઈલ ફોનનો કોલ ફોર્વડીંગ પોતે કરાવી લઇ ફરિનો મોબાઈલ ને હેક કરી ઇક્વિટસ બેંક અને AUBLનાં બેંક એમ બન્ને બેંક ખાતાઓમાંથી તા.૨૦/૧૦/૨૦૨૫ થી તા.૨૨/૧૦/૨૦૨૫ સુધીમાં કુલ રૂ.૯૧,૧૦,૫૦૦/- જેટલી માતબર રકમની વિશ્વાસઘાત છેતરપીંડી કરી રૂપિયા મેળવી લઇ ફરિના ફ્રોડમાં ગયેલા રૂપિયા બેંક ખાતામાં પરત નહિ કરી ઓનલાઈન છેતરપીંડી કરી ગુનો કરવા બાબતે તા.૦૭/૧૧/૨૦૨૫ ના ક.૧૪/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે જે ગુનાની તપાસ પો.ઈશ્રી જે.ડી. પરમાર સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૨.      ગોરવા પો.સ્ટે.

ગોરવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬00૭૨૫0૬0૪/૨0૨૫ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨) મુજબના કામના ફરીયાદી દિવ્યેશભાઇ પ્રવિણચંદ્ર ભટ્ટ રહે-એ-૧૬ શિવાલય રેસીડેન્સી લક્ષ્મીપુરા ગામ પાસે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ભાવીન શાહ રહે-૩૬/૪૨૨ વૈકુંઠ ફ્લેટ બાલાજીનગર સમતા સુભાનપુરા વડોદરા શહેર નાઓએ જુન-૨૦૨૫ થી આજદિન સુધી મોજે- ૮૦૬ વિહવ સુપ્રીમન્સ અમીન પાર્ટી પ્લોટ સામે ગોત્રી રોડ ફરીયાદી તથા તેમના મિત્રને સેમસંગ ગેલેક્ષી અલ્ટા ૨૪ ૨૫૬ જી.બી તથા રેમ ૧૨ જી.બી નો મોબાઇલ સસ્તા ભાવે અપાવવાના બહાને ફરીયાદી તથા તેમના મિત્રનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી તથા તેમના મિત્ર પાસેથી રૂ.૧,૨૬,૫૦૦/- જેટલી રકમ મેળવી લઈ ફરીયાદીને બે ત્રણ દિવસમાં મોબાઇલની ડિલીવરી આપી દેશે તેમ જણાવી મોબાઇલની ડિલીવરી ન આપી ફરીયાદી તથા તેમના મિત્ર પાસેથી લિધેલ રૂ.૧,૨૬,૫૦૦/- પૈકી રૂ.૫૧,૫૦૦/- પરત આપી બાકીની રકમ રૂ.૭૫,૦૦૦/- જેટલી રકમ પરત ન કરી તેઓના અંગત ઉપયોગમાં તેઓને આર્થિક નુકસાન પહોચાડી તેમની સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા 0૭/૧૧/૨૦૨૫ ના ક.. ૧૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે જે ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.કે.વાળા ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૬.     ઘરફોડ કેસો

૧.      સમા પો.સ્ટે.

સમા પોસ્ટે. પાર્ટ–એ.ગુ.ર.નં.11196013250249/૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ 331(4),305 મુજબના કામના ફરીયાદી કમલેશભાઇ કલ્યાણભાઇ કોન્ટ્રાકટર રહે.સમા ગામ, વણકરવાસ, જલારામ મંદીર પાછળ,સમા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા. ૦૩/૧૧/૨૦૨૫ ના ક.૦૧/૦૦ થી  ક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે ફરીયાદીના બંધ મકાનના દરવાજાની લોખંડની ગ્રીલનો નકુચો તથા અંદરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઇ અજાણ્યા ચોર ઇસમ મકાનમાં ગુપ્ત ગૃહ પ્રવેશ કરી તિજોરીના ડ્રોવરો તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને આશરે કુલ રૂ.૪,૨૬,૫૦૦ તથા શિવા પ્રેમચંદ ઠાકુરના બંધ મકાનનાં દરવાજાનો નકુચો તોડી મકાનમાં ગુપ્ત ગૃહ પ્રવેશ કરી તિજોરીના ડ્રોવરોમાંથી ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે કિ.રૂ.૧,૪૭,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા  વિ. બાબતે તા.૦૭/૧૧/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે જે ગુનાની તપાસ પો.સ.ઇ. ડી.કે.રાઠોડ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.  

૭.     લુટના કેસો

૧.      વારસીયા પો.સ્ટે.

વારસીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૫૦૨૧૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૪ (૨), ૫૪ મુજબના કામના ફરીયાદી શારદાબેન વા/ઓ વિનોદભાઇ પટેલ રહે-મ.નં.જી/૪૪ સંતરામપાર્ક  સોસા. હરણી વારસીયા રીંગ રોડ, વારસીયા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા-૦૬/૧૧/૨૦૨૫ ના ક-૧૬/૦૦ વાગ્યાની આસપાસ ફરીયાદીની  પાછળથી બે અજાણ્યા ઇસમો એક્ટીવા પર આવી એક ઇસમ પાછળથી ઉતરી ગયેલ અને એક્ટીવા ચલાવનાર ઇસમ યુ-ટર્ન મારી આગળ ઉભો રહેલ અને એક્ટીવા પરથી પાછળથી ઉતરેલ અજાણ્યા ઇસમે ફરીયાદીના ગળામાં હાથ મારી ગળામાં પહેરેલ સોનાની ચેઈન સાંકળ ડિઝાઈન જેવી આશરે દોઢ તોલા (૧૬ ગ્રામ) વજનની જેની કિં.રૂ.૬૦,૦૦૦/- ની ખેચીને તોડી એક્ટીવા ઉ૫ર બેસી બંન્ને અજાણ્યા ઈસમો ખોડિયારનગર થી નાયરા પેટ્રોલપંપ તરફ જવાના રોડ બાજુ નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે જે ગુનાની તપાસ એ.એસ.આઈ અનિરુદ્ધભાઇ ભરતભાઇ સમા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.