-: પ્રેસનોટ :-
(તા.૦૯/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૮/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૪ કિ.રૂ.૮૦૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા નંગ-૧૪૪, ઇ.બોટલ-૩૫ મળી કિં.રૂ.૩૫,૦૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૧૧ સહીત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો
૧. રાવપુરા પો.સ્ટે.
રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૦૧૦/૨૦૨૬ B.N.S કલમ-૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી દિપકભાઇ નાનજીભાઇ રોહિત ઉં.વ.૩૩ ધંધો:-વેપાર રહે:- સી ૨ તુલજાનગર સોસાયટી કાન્હા હાઇટ્સની સામે ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઇસમ તા.૧૮/૧૨/૨૦૨૫ ના ક.૦૮/૩૦ થી ક.૧૫/૩૦ વાગ્યા દરમ્યાન રાવપુરા કોઠી કચેરી કેન્ટીન સામે લાયબ્રેરીના ગેટ પાસે આ કામના ફરીયાદીશ્રીની હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરની જેનો આર ટી ઓ રજી ન જી જે ૦૬ ઇ એન ૬૬૭૯ નો છે જેનો ચેસીસ ન એમબીએલએચ એ૧૦ઇઝેડબીએચજે૫૭૫૨૬ તથા એંન્જીન ન એચએ૧૦ઇએફબીએચજે ૫૪૦૧૧નો છે જે સને ૨૦૧૧ના મોડેલની બાઇક ગઇ તા ૧૮ ૧૨ ૨૦૨૫ ના કલાક ૦૮ ૩૦ થી કલાક ૧૫ ૩૦ વાગ્યા દરમ્યાન મોજે રાવપુરા કોઠી કચેરી કેન્ટીન સામે લાયબ્રેરીના ગેટ પાસે લોક મારી પાર્ક કરેલ જે કોઇ ચોર ઇસમ બાઇકનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબત તા.૦૮/૦૧/૨૦૨૬ ના ક.૨૨/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. મનોજભાઇ ચંદુભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૦૧૨/૨૦૨૬ બી.એન.એસ એક્ટ કલમ-૧૧૫(૨),૩૫૧(૨), ૨૯૬(બી),૫૪ મુજબ ગુનાના કામના
ફરિયાદી નિરૂપાબેન વા/ઓ મેહુલભાઈ કાસીરામ અંબારીયા ઉ.વ.૩૯ ધંધો-ઘરકામ રહે.મ.ન.૬૭ પ્રીંસવિલા
સોસાયટી સૈશવ સ્કુલ પાછળ ગોત્રી સેવાસી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ૧)
તમન્ના ત્રિકમ તહીલીયાની ઉ.વ.૨૮ તથા તેના પિતાજી ત્રીકમ તહીલીયની બન્ને રહે.મ.ન.બી/૧૩
રૂમ નં.૫૦ સંતનગર કોલોની વારસીયા વડોદરા શહેર ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ આ
કામના ફરીયાદીના પતિ તથા તમન્ના તહિલીયાની નાઓ નાઓના સંબંધોની જાણ થતા ફરીયાદીએ તમન્નાને
તેમની લાઇફમા ઇંટરફેર નહી કરવાનું કહેવા જતા તે વારંવાર ફરીયાદીને ફોન કરી ધમકી આપી
હેરાન પરેશાન કરતા હોય તથા તેના પિતાજી ફરીયાદીને ફોન ઉપર ગમે તેમ ગંદી ગાળો બોલેલ
હોય જેથી આ કામના ફરીયાદી તથા તેમના ભાઇ આનંદ દલસાણીયા નાઓ ગઈ તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ
સાંજના કલાક ૦૭/૦૦ વાગ્યા આસપાસ સારાભાઇ કેમ્પસમા આવેલ ઓસીયન બિલ્ડીંગ ખાતે આ તમન્ના
સાથે વાત ચીત કરવા જતા આ તમન્ના નાઓએ ફરીયાદીને ગમે તેમ અપશબ્દો બોલી મારી સાથે ઝગડો
તકરાર કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૧/૨૦૨૬ ના કલાક-૨૩/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ગોરવા પો.સ્ટે.
વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. જે.પી રોડ પો.સ્ટે.
જે.પી.રોડ પો.સ્ટે. પાર્ટ.”એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૬૦૦૧૩ /૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૧(૩), ૭૫(૩), ૫૪ તથા દહેજધારાની કલમ ૪, ૭ મુજબના કામના ફરીયાદી અંકિતા વા/ઓ કૌશલ ઠાકર ઉ.વ.૩૪ ધંધો.ઘરકામ રહે. મ.નં-૩ ત્રીસલાપાર્ક, ઉધના, સુરત શહેર મુળ રહે.મ.નં.૩૨૫ અમરદિપ સો.સા.કોલેજ રોડ તા.સંતરામપુર જી.મહીસાગરનાઓની ફરીયાદ મુજબ આરોપી ૧) પતિ નામે કૌશલ જંયતભાઇ ઠાકર (૨) સાસુ નામે રાગિણીબેન જંયતભાઇ ઠાકર(૩) સસરા નામે જંયતભાઇ જીવરામ ઠાકર તમામ રહે. મ.નં.૫૧ રાજપથ સોસાયટી ઓ.પી.રોડ, વડૉદરા શહેર (૪) નણંદ નામે દર્શના ચેતન રાવલ રહે.મ.નં.૧૦૪ આધ્ય ફોર્ચુન, ગોકુળપાર્ટી પ્લોટની પાછળ, વાસણા રોડ, વડૉદરા શહેર સને ૨૦૧૭ થી તા.૦૯/૦૬/૨૦૨૫ સુધીમાં મોજે- મ.નં.૫૧ રાજપથ સોસાયટી ઓ.પી.રોડ, વડૉદરા શહેર ફરીના પતિ કૌશલ જંયતભાઇ ઠાકર તથા ફરીના સાસુ રાગિણીબેન તથા સસરા જંયતભાઇ જીવરામ ઠાકર તથા ફરીની નંણદ દર્શના ચેતન રાવલ નાઓ તમામે ફરી સાથે અવાર નવાર બોલાચાલી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી ફરીને મારી નાખવાની ધમકી આપી તેમજ શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી દહેજની માંગણી કરી તથા ફરી એકલી હતી તે વખતે ફરીના સસરાએ છેડતી કરી ફરીને ઘરમાંથી કાઢી મુકી એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા. ૦૯/૦૧/૨૦૨૬ ના રોજ કલાક ૦૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. કનુભાઇ રૂમાલભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૦૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી રવિભાઇ ગણેશભાઇ વણઝારા ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહે-શાંતિનગર-૦૧, ગણેશનગરની બાજુમાં, એચ.પી. પેટ્રોલ પંપની સામે, ડભોઇ રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ ગઇ તા.૦૧/૦૧/૨૦૨૬ ના રાત્રીના આઠેક વાગ્યાથી તા.૦૨/૦૧/૨૦૨૬ ના સવારના નવેક વાગ્યા દરમ્યાન મોજે-ડભોઇ રોડ શાંતીનગરના નાકા પાસે આવેલ ઓમ ડેકોર પ્લાયવુડ દુકાનની આગળથી ફરી. ની અશોક લેલન સાથી રજી નં. GJ-17-XX-8705 ના ટેમ્પાની બેટરી આશરે કિ.રૂ.૫૦૦૦/- તથા સાહેદ જીગ્નેશભાઇ હીરાભાઇ વણઝારા નાઓનો છોટા હાથી ટેમ્પો નં. GJ-07-VW-6687 ટેમ્પાની બેટરી આશરે કિ.રૂ.૪૦૦૦/- ની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ બાબતે તા-૦૮/૦૧/૨૦૨૬ ના કલાક-૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.