Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૯/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબીશનના કેસો

તા.૦૮/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૫ કિ.રૂ.૧૦૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂના બોટલ-૨૧, બીયર-૮૬૩, મોપેડ-૦૧,મો. ફોન-૦૧, મળી કુલ કિ.રૂ. ૪,૮૦,૩૪૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૯ સહીત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     સ્ત્રી અત્યાચારના કેસો.

૧.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૫૭/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬(બી),૮૫,૫૪ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી દક્ષાબેન વા/ઓફ ભરતભાઇ વિઠ્ઠલભાઇ રોહીત ઉ.વ.૩૯ ધંધો નોકરી રહે, તુલસીવાડી સંજયનગર-૧ શોપિંગ સેંટરની પાછળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ભરતભાઇ વિઠ્ઠલભાઇ રોહીત તથા નં (૨) નિલેશભાઇ વિઠ્ઠલભાઇ રોહીત તથા નં (૩)દેવુબેન વા/ઓફ વિઠ્ઠલભાઇ રોહીત રહે, તમામ તુલસીવાડી સંજયનગર-૧ શોપિંગ સેંટરની પાછળ વડોદરા શહેર આશરે છેલ્લા છ મહિનાથી તા.૦૮/૦૩/૨૦૨૬ ના આશરે કલાક.૨૧/૦૦ વાગ્યા સુધી મોજે તુલસીવાડી સંજયનગર-૧ શોપિંગ સેંટરની પાછળ વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદી સાથે આરોપી નં.(૧) નાએ છેલ્લા છ માસથી શારીરિક માનસીક ત્રાસ આપી આ કામના આરોપીઓએ તા.૦૮/૦૩/૨૦૨૬ ના કલાક.૨૧/૦૦ વાગ્યે ઘરકામ બાબતે ઝગડો તકરાર કરી ગંદી ગાળો આપી નં(૧) ભરતભાઇ વિઠ્ઠલભાઇ રોહીતનાએ  ફરીયાદીને માથાના ભાગે લાકડા હાથાવાળી હથોડી મારી તથા નં(૨) જેઠ નિલેશભાઇ વિઠ્ઠલભાઇ રોહીતનાઓએ ફરીયાદીને પડદો લગાવવાની પાઇપ માથામા મારી ઇજા પહોચાડી તથા નં(૩) સાસુ દેવુબેન વા/ઓફ વિઠ્ઠલભાઇ રોહીતનાઓએ  ફરીયાદીના વાલ ખેંચી પાડી દઇ તથા આ ત્રણેય જણેય ગંદી ગાળો આપી શારીરિક માનસીક ત્રાસ આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૩/૨૦૨૬ ના કલાક  ૦૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ઘનશ્યામભાઇ ગોરાભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     મારામારીના કેસો.

૧.      ગોત્રી પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૪૨૬૦૦૮૩/૨૦૨૬ ભારતીય ન્યાય - સંહીતા-૨૦૨૩ ની  કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દિલીપ મયાશંકર જોષી ઉ.વ.-૬૬ ધંધો-વેપાર રહે, ૨૦૩, વિનાયક ફલેટ,સુદામાનગરની સામે,એસ.ટી. કોલોની પાસે વડોદારા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ માયાબેન તથા તેમના પતિ શતીષભાઈ ભટ્ટ તથા તેમની દિકરી રોમા તથા રોમાની બેન નાઓએ તા.૦૭/૦૩/૨૦૨૬ ના કલાક-૨૩/૦૦ વાગે મોજે:- વિનાયક ફલેટ,સુદામાનગરની સામે,એસ.ટી. કોલોની પાસે વડોદારા શહેર આ કામના આરોપીઓએ તમે મારી છોકરી સાક્ષીને કેમ બદનામ કરો છો તેમ કહી ફરીયાદી તથા ફરીયાદીના પત્નિ સાથે ખરાબ ગંદી ગાળો બોલી ફરીયાદીના પત્નિનો હાથ મચકોડી ફરીયાદી  સાથે ઝપાઝપી કરી ફરીયાદીના મોઢા ઉપર ફેંટ મારી નાક માથી લોહી કાઢી મોઢા ઉપર નખ મારી ઈજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૩/૨૦૨૬ ના ક.૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. રતિલાલ આપસિંગભાઇ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.