-: પ્રેસનોટ :-
(તા.૦૯/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૮/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૮૮ કિ.રૂ.૧૭,૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૧૦૩, ઇ.કવાટરીયા નંગ-૩૪, બિયર-૩૨ મળી કુલ કિં.રૂ.૬૯,૩૫૫/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૭ સહીત કુલ-૪૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડના કેસો:-
૧. સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૬૦૧૧૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકભાઇ ચિમનભાઇ પારેખ રહે.મ.ન.૦૯ શ્રી પથ ડુપ્લેક્ષ, શિવમ પાર્ટી પ્લોટની સામે, સમા સાવલી રોડ, સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૬/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગ્યાથી ક.૧૬/૧૫ વાગ્યા દરમ્યાન મોજે:- કલસ રેસેડન્સી ખાતે ઇચ્છા ક્લીનીક સમા સાવલી રોડ પુનમનગર પાણીની ટાકી પાસે કોઇ ચોર ઇસમ ફરીયાદીના ક્લીનીકના દરવાઝાનો નચુકો તોડી ક્લીનીકમાં પ્રવેશ કરી ફરીયાદીનુ આસુસ કંપની નુ લે૫ટો૫ સીલ્વર કલરની બોડી વાળુ જેની કિ.રૂ. આશરે ૩૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા આશરે ૪૦૦/-મળી કુલ્લે રૂ.૩૦,૪૦૦/-ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૪/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.આર.માડમ સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો:-
૧. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૧૭૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કલ્પેશભાઈ વિનોદભાઈ રાઠોડીયા રહે-નવીનગરી થુવાવી ગામ તા-ડભોઈ જી-વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક આઇસર જેવુ અજાણ્યા વાહનનો ચાલક તે તા ૦૮/૦૪/૨૦૨૬ ના બપોરના ક.૧૫/૧૦ વાગ્યા આસપાસ મોજે-ને.હા.૪૮ આજવા બ્રિજથી વાઘોડિયા બ્રીજ તરફ જતા સરદાર ધામની સામેના ભાગે હાઇવે રોડ પર ફરી.નો સાળો અજયભાઈ ભુપતભાઈ રાઠોડીયા ઉ.વ.૨૪ રહે-નવીનગરી કરજણ મિયાગામ તા-કરજણ જી-વડોદરા તથા યશ જગદીશભાઈ રાઠોડીયા ઉ.વ.૨૦ રહે-ભાઈલાવાળુ ફળીયુ થુવાવી ગામ તા-ડભોઈ જી-વડોદરા બંને અજયનુ પલ્સર મો.સા. નં.GJ-06-QL-5434 લઈને આર.ટી.ઓ વડોદરાથી પરત ઘરે આવતા હતા તે દરમિયાન આરોપીએ પોતાનુ વાહન ગફલતભરી રીતે બેદરકારી, અને પુરઝડપે હંકારી લાવી ફરીના સાળાની બાઈક સાથે એક્સીડન્ટ કરતાં ફરીનો સાળો તથા પાછળ બેસેલ યશ બંને રોડ પર પડી ગયેલ જેમાં ફરીના સાળાને મોઢાના તથા માથાના ભાગે તથા પગમાં ગંભીર ઈજાઓ અને શરીરે અન્ય નાની ઈજાઓ પહોચાડી સ્થળ પર મોત નિપજાવી તથા મો.સા.ની પાછળ બેસેલ યશને માથામાં તથા ડાબા હાથ-પગમાં ઇજાઓ પહોચાડી સ્થળ પરથી ભાગી જઈ ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૦૮/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.કે.કટારીયા કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૬૦૦૯૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૮૧,૩૨૪(૫) મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગભાઇ સંજયભાઇ પટેલ રહે-મ.નં.એ-૧ અક્ષરધામ સોસાયટી અકોટા બાગ પાસે પ્રોડકટીવીટી રોડ અકોટા વડોદરા શહેર નાઓની ફરિાયદ મુજબ તા.૦૯/૦૪/૨૦૨૬ ના ક.૦૫/૩૦ વાગ્યાના અરસામાં મોજે મ.નં.એ-૧ અક્ષરધામ સોસાયટી અકોટા બાગ પાસે પ્રોડકટીવીટી રોડ અકોટા એક મહીન્દ્રા કંપનીની સ્ક્રોપીયો ગાડી કે જેનો રજી.નં.GJ06PM3337ના ચાલકે તેની કબ્જા ભોગવટાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીશ્રીના પ્રોડકટી વીટી રોડ અકોટા બાગ પાસે અક્ષરધામ સોસાયટી મ.નં.એ-૧ વાળા મકાનની પાકા બાંધકામની રોડ સાઈડની દીવાલને અથાડી પાડી દઈ દીવાલ તથા તેની ઉપર લગાવેલ લોખંડની જાળીને તોડી તથા મકાનમાં પ્રવેશ કરવાના મુખ્ય દરવાજા પાડી દઈ એમ કુલ આસરે રૂ.૧,૫૦,૦૦૦/- નુ નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૪/૨૦૨૬ ના રોજ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ જે.પી.રોડ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૮૨/૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી)તથા એમ.વી,એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી લાલજીભાઇ રણછોડભાઇ રાણા રહે,નવી ધરતી રાણાવાસ કબીર મંદિરની લાઇન સાંઇનાથ ચોક નાગરવાડા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૦૪/૨૦૨૬ ના ક.૦૮/૦૦ વાગે મોજે-વિજયનગર ચાર રસ્તા હેપ્પી એન માર્ટ ની સામે રોડ પર ફરીયાદીની એકટીવા રજી નં GJ-06-KN-7249 ને કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની એકટીવા સાથે અથાડી ફરીયાદીને નીચે પાડી દેતા ફરીયાદીને ડાબા ખંભા પર તથા માથાની ડાબી બાજુ ગંભીર ઇજા પહોંચાડી અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન સ્થળ પરથી લઇને નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૪/૨૦૨૬ ના ક.૧૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.રાહુલકુમાર ભીખાભાઇ કુંભારવાડા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો:-
૧. ફતેહગંજ પો.સ્ટે ”એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૧૪૧/૨૦૨૬ ઇ.પી.કો. કલમ-૪૦૮ મુજબના ગુનાના કામના ફરિયાદી મુકેશભાઈ વેદપ્રકાશભાઈ અગ્રવાલ રહે. મ નં 34 ડીફેન્સ કોલોની ચાણક્યપુરી સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કેશાબેન સુરેશભાઇ કાછીયા રહે. નડીયાવાસ સાઇબાબાના મંદીર નજીક બારાનપુરા ચોખંડી નવી રામવાડી નવાયાર્ડ વડોદરા શહેર નાઓએ તા.૦૧/૦૧/૨૦૨૨ થી ૩૧/૦૬/૨૦૨૪ (સને-૨૦૨૨ થી આજદિન સુધી) આરોપીએ પહલ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લીમીટેડના અલગ અલગ કુલ ૦૮(આઠ) ક્લાઇંટ પાસેથી હપ્તની કુલ રકમ રૂ.૧,૨૧,૭૪૫/- મેળવી તેમાથી ટુકડે ટુકડે રૂ.૨૯,૦૦૦/- રૂપીયા જમા કરાવી બાકીના રૂ.૯૨,૭૪૫/- પહલ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લીમીટેડમાં જમા નહી કરાવી છેતરપિંડી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૮ /૦૪/૨૦૨૬ ના ક. ૨૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.બી.બારૈયા ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.