Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૯/૦૫/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૮/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૪ કિ.રૂ.૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ ૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      સમા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૭૭/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૩૫૧ (૩),૫૪  તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી શાદાબખાન રફ્ફનખાન પઠાણ ઉવ.૩૪ ધંધો-વેપાર રહેવાસી મ.નં.૫૮, ચીસ્તીયાનગર, નતાષાપાર્ક સોસાયટીની બાજુમાં, છાણી જકાતનાકા, ફતેહગંજ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ત્રણ અજાણ્યા ઇસમો તા.૦૪/૦૫/૨૦૨૬ ૨૨/૩૫ વાગ્યાના સુમારે મોજે. જી.આઇ.પી.સી.એલ સર્કલથી શુક્લાનગર નવરચના સ્કુલની સામે સમા વડોદરા શહેર આ કામના ફરીયાદીની મોટરસાયકલ GJ-06-MK-2153 લઇને જતા હતા ત્યાં મોટર સાયકલ આ કામના અજાણ્યા કાળી ટીશર્ટ વાળા ઇસમે રોકવી ફરીયાદીને માથામાં પાછળના ભાગે તથા જમણા ખંભામાં લાકડાનાંસ્ટમ્પ વડે માર મારી ઇજાઓ કરી તથા ફરીયાદીને મારનારને લેવા આવતા તેની મોપેડ ટુવ્હિલર પર બેસી  ભાગી જઇ  એકબીજાની મદદગારી કરી  તથા મે પોલીસ કમિશ્નર સાહેબશ્રીના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૫/૨૦૨૬ કલાક ૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. રાજેશભાઈ પ્રતાપભાઈ  સમા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      વાડી પો.સ્ટે પાર્ટ – એ- ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૬૧૮૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ ‌મુજબના ગુનાના કામના ફરીયાદી પિન્કીબેન વા/ઓ કિશોરભાઇ ચુનારા ઉ.વ.૪૩ ધંધો.ઘરકામ રહે.બરાનપુરા ચુનારાવાસ વિઠ્ઠલવાડી ઝુપડ પટ્ટી વાડી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ભાવેશભાઇ ઉર્ફે ઘોંચુ (૨) રાધે વસતભાઇ ચુનારા તા.૦૮/૦૫/૨૦૨૬ બપોરના આશરે ક્લાક.૧૩/૦૦ વાગે મોજે. બરાનપુરા ચુનારાવાસ વિઠ્ઠલવાડી ઝુપડ પટ્ટી વાડી વડોદરા શહેર આ કામના ફરીયાદી પોતાના ઘરે જમવાનુ બનાવતા હોય ત્યારે તેમના મામાની દિકરી સોનાક્ષી ઉ.વ ૧૧ નાઓ આવેલ અને જણાવેલ કે મારા ઘરે ઝગડો થાય છે.જેથી આ કામના ફરિયાદી નાઓ તેમના મામાના ઘરે ગયેલ તો તેમના મામા ભિખાભાઇ નાઓ સાથે આરોપી બોલાચાલી કરતા હોય જેથી ફરીયાદીનાઓ આ બન્ને ઇસમોને સમજાવવા જતા બોલાચાલી કરવા લાગેલ જેથી ફરીયાદી શ્રી નો દિકરો નામે ચિરાગ નાઓ તેમની માતાનુ ઉપરાણુ લઇ બોલતા આરોપી નં-૧ નાઓએ હાથમા રાખેલ પ્લાસ્ટીકની પાઇપ મારવા જતા વાગેલ નહી પરંતુ આરોપી નં-૨ નિચે પડેલ પેવર બ્લોક ફરીયાદીશ્રી ના દિકરા ચિરાગ નાઓને માથાના જમણા ભાગે મારતા ઇજા કરેલ અને એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથીયાર બંધીના જાહેરનામાંનો ભંગ કરીને ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૫/૨૦૨૬ ના ક્લાક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ઈશ્વરભાઈ થાનાભાઈ વાડી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     મોબાઇલ ચોરીના કેસો

૧.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૧૮૬/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી રાજેશભાઇ નરસિંહ્ભાઇ વાધેલા ઉ.વ.૪૭ ધંધો.નોકરી રહે એ 24 ક્રિષ્ણક્રુપા સોસાયટે રીવેરા ફ્લેટ લપસે જી આઇ પી સી એલ સર્કલ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૧/૦૫/૨૦૨૬ ના કલાક.૦૭/૪૫ વાગ્યાના સુમારે મોજે- એરપોર્ટ સર્કલ ઉપર બસ સ્ટેન્ડ પાસે વડોદરા શહેર આ કામના ફરિયાદીશ્રીનો મોબાઈલ બસમા ભીડભાડમા ચઢતી વખતે પેન્ટના ખીસ્સામા રાખેલ મોટોરોલા કંપનીનો રેજર 50 મોબાઇલ મોડલનો જે સેન્ડ કલરનો મોબાઇલ ફોન જેનો આઇ એમ ઇ આઇ 358476730751914 નો જેની કિં રૂ 50000 આશરે ગણી શકાય તે મોબાઇલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૫/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સુરેશસિંહ મગનસિંહ હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      અકોટા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૦૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ -૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરીયાદી રાકેશભાઇ હીરાલાલ પટેલે ઉ.વ.૨૮ ધંધો.નોકરી રહે.જી/એફ-૧ ઝંખના મંગલ કિરણ અપાર્ટમેન્ટ દત્ત વિહાર સોસાયટી કલ્યાણ જ્વેલર્સ વાળી ગલીમાં વિટાસ ફાર્મસી ની બાજૂમાં અકોટા વડોદરા શહેર મુળ રહે.કંજઇ ગામ, વાર્ડ નંબર-૧૧,હનુમાન મંદીરની પાસે, તા.લાલબર્રા જી.બાલાઘાટ, મધ્યપ્રદેશ રાજ્ય  નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૩/૦૫/૨૦૨૬ના રાત્રીના કલાક.૦૨/૦૦ થી સવારના કલાક ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- જી/એફ-૧ વિટાસ ફાર્મસી ની બાજૂમાં ઝંખના મંગલ કિરણ અપાર્ટમેન્ટ દત્ત વિહાર સોસાયટી આ કામના ફરીયાદીનો વીવો કંપનીનો ૨૧૩૦ મોડેલનો મોબાઈલ સન સાઈન ગોલ્ડ કલરનો તથા ફરીયાદીની બાજુમા સુતા તેઓના મિત્ર યશપાલ બસંતભાઇ પાલ જેનો આઇ.ફોન ૧૬ મોબાઈલ સફેદ કલરનો તથા સામેની રૂમમાં સુતેલ ફરીયાદીના મિત્ર કરણકુમાર ઉમેશભાઇ પંડીત જેનો વનપ્લસ નોડ સીઈ 2 લાઈટ  મોબાઈલ બ્લેક ડસ્ટ  કલરનો  છે આમ ફરીયાદી તથા સાહેદના આ  ત્રણેય મોબાઇલની કીંમત કુલે રૂ.૪૯,૦૦૦/- ગણી શકાય આમ આ ત્રેણેય મોબાઇલ ફોનની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૫/૨૦૨૬ ના કલાક ૨૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ  અ.હે.કો ગણેશજી વર્ધાજી અકોટા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.    ઘરફોડ ચોરીના કેસો

૧.      અકોટા પો.સ્ટે. પાર્ટ એ  ગુ.ર .નં-૧૧૧૯૬૦ ૪૧૨૬૦૨૦૪/૨૦૨૬ ભારતીય નગરીક સહિંતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(ઈ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરીયાદી સુજાતાકુમારી W/O વિમલકુમાર ઉ.વ. ૪૮ ધંધો.નોકરી રહે. ૨૦૪ કિશાન વિસ્ટા સોસાયટી તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર વડૉદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૧૯/૦૨/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ વાગ્યા થી તા.૨૫/૦૪/૨૦૨૬ ના સવાર કલાક ૧૭/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે- બી.એસ.એન.એલ અલ્કાપુરી બ્રાંચની બિલ્ડીંગના સાડા ચાર માળે આવેલ સ્ટોર રૂમ ચકલી સર્કલ રેષકોર્ષ વડોદરા શહેર આ કામના ફરીયાદીની ઓફીસમા મુકેલ સાડા ચાર માળે આવેલ સ્ટોરરૂમની ચાવી કોઇ અજાણ્યા ચોર ઇસમ દ્વારા ચોરી કરી ચાવી વડે લોક ખોલી સ્ટોરરૂમમા રાખેલ કોપરના કેબલો નં ૨૪ તથા કોપરની પ્લેટ નંગ-૦૧ મળી કુલ્લે કિ.રૂ ૧,૫૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોય જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૫/૨૦૨૬ ના કલાક ૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી  કે.કે.કરોતરા સા અકોટા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.