Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૯/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૮/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૮  કિ.રૂ.૧૬૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૧૭૪૮, કન્ટેનર-૧, કાર-૧, મોબાઇલ ફોન-૧ મળી કુલ કિં.રૂ.૩૩,૫૪,૦૯૩/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૦ સહિત કુલ ૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     નાણા-ધીરધાર અંગેના કેસો

૧.         જે.પી.રોડ પોલીસ સ્ટેશન “એ’’ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૬૦૧૬૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની ૨૯૬(૨),૩૫૧(૩),૩૦૮(૫), ૫૪ તથા ગુજરાત નાણાં ધીરધાર અધીનિયમની કલમ-૪૦,૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી ચંદનભાઇ અશોકભાઇ વિશ્વકર્મા રહે.મ.નં.૫૮, એન્જલબ્લીસ, ગંગાબા ફાર્મની નજીક બીલ ગામ વડોદરા શહેર શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ વિકાસ સુરેન્દ્રસિંહ રાજપુત મો.નં-૯૩૫૪૧૩૦૦૨૭ તથા ભરત પ્રધનાની મો.નં-૯૮૯૮૩૩૬૫૫૯ તેઓએ માહે એપ્રીલ ૨૦૨૪ થી તા-૦૫/૦૪/૨૦૨૫ સુધી મોજે:- ડિલક્ષ પાનની દુકાને અક્ષર ચોક ખાતે આવેલ શાહુકારી ધારાનુ તેઓની પાસે નાંણા ધીરધાર કરવાનુ લાયસન્સ ના હોવા છતા ફરીયાદીને રૂ.૧,૦૦,૦૦૦/- માસિક ૧૦ % ના લેખે વ્યાજે આપેલ અને સિક્યુરીટી પેટે ફરીયાદીના HDFC બેન્કનો એક ચેક તથા ફરીયાદીના ભાઇ નિલેશ વિશ્વકર્માનો કોટક મહીંદ્રા બેન્કનો એક-એક ચેક આપેલ હતા બાદ ફરીયાદી પાસે વ્યાજની માંગણી કરતા ફરીયાદીએ માહે જુલાઇ ૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં રૂ.૧૦,૦૦૦/- લેખે રૂ.૮૦,૦૦૦/- રોકડા આપેલ હતા અને બાદ તા.૦૭/૦૨/૨૦૨૫ થી ૦૫/૦૪/૨૦૨૫ સુધી રૂ.૧૦,૦૦૦/- લેખે રૂ.૩૧,૦૦૦/- ભરતભાઇના પત્ની ગીતાબેન પ્રધાનાનીના એકાઉન્ટમાં આપેલ છે. બાદ ફરીયાદીથી વ્યાજની રકમ ના ચુકવાતા આરોપીઓ ફરીયાદીના ભાઇના ગેરેજ ઉપર આવેલ અને ફરીયાદીને ગંદી ગાળો આપેલ અને જણાવેલ કે, અમે તારી પાસેથી ચક્રવર્તી વ્યાજ વસુલ કરીશુ અને તુ વ્યાજ નહી ચુકવે તો તારા ભાઈની દુકાનનો સામાન લઈ જઈ તેમાંથી વ્યાજ વસુલ કરીશુ બાકી તુ જીવતો નહી રહે તને જાનથી મારી નાખી પતાવી દઈશુ તેમ ફરીયાદીને જણાવેલ બાદ ફરીયાદીએ વધુ વ્યાજ નહી આપવાનુ જણાવતા ફરીયાદીના ભાઈના ગેરેજનો સામાન તથા ફરીયાદીનુ લીનોવા લંપનીનું લેપટોપ લઈ ગયેલ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૬/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એફ.આઇ. પરમાર જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 ૩.     વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો

૧.      સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પાર્ટ –A -ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૬૦૦૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ  318(4), 54, 61(2) તથા આઈ.ટી. એક્ટ કલમ 66(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી લક્ષ્મી ગનપથી S/O વેંકટેસ્વર રાવ જોનાલાગડ્ડા  રહે:- સી/૧૮ સત્યનારાયણા ટાઉનશીપ ટી.પી.૧૩ છાણી જકાતનાંકા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ (I) ફરીયાદમા જણાવેલ ઇ-મૈલ આઇ.ડીના ધારક તેમજ વપરાશ કર્તા (II) ફરીયાદમા જણાવેલ ટ્રાંજેક્શનના નાણા મેળવનાર બેક ખાતા ધારકો તથા  વપરાશકર્તા (III)  ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો તા.૧૭/૧૦/૨૦૨૫  થી આજદીન સુધી મોજે.વડોદરા શહેર સામાવાળાઓએ ફરીયાદીની કંપનીને ઇ-મેલ આઈ.ડી ફલીફડ ડોટ છેફર્સકુપર ડેસ ગ્લેટ એટ જર્મનીમૈલ ડોટ કોમ ઉપરથી ઇ-મેલ કરી ફરીયાદીએ અગાઉ એમ એસ ગ્લેટ જર્મની નામની કંપની પાસેથી સર્વીસ લીધેલ હોય જે અંગેનું પેમેન્ટ લેવા સારૂ તેઓએ ફરીયાદીની કંપનીને અગાઉ કરેલ હસ્તાક્ષરમાં લખેલ બેંકખાતા નંબર ની વિગતો બદલી તેઓના મીલેનીયમ બેંકોના ખાતા નં. આઇબીએએન પીટી5000330 0004579048668205 નામના બેંક ખાતામાં કુલ્લે યુરો 46,959/- ટ્રાંસફર કરવા માટે જણાવેલ હોય જેથી ફરીયાદીની કંપનીના આસી. મેનેજરે કંપની દિપક ઓમન ઇન્ડસ્ટ્રીસ (એસએફઝેડ) એલએલસી ઓમન નું બેંક ખાતું કોટક મહિદ્રા બેંકનું બેંક ખાતુ ગીફ્ટ સીટી ગાંધીનગર બ્રાંચ ખાતેના ખાતા નં. 3550184091 માંથી ગઈ તા.17/10/2025 ના રોજ યુરો 46,959/- ટ્રાંસફર કરી દીધેલ હતા. અને ત્યારબાદ ગઈ તા.16/01/2026 ના રોજ ફરીયાદીની કંપની આસીસ્ટંટ મેનેજર (સપ્લાય ચેન મેનેજમેન્ટ) નાઓની ઇ મેલ આઈ.ડી એસએસદ્રીવેદિએટ્ગોદિપકડોટકોમ ઉપર સામેથી ક્લીફડડોટ છેફર્સકુપર એટ્ગ્લેટડોટકોમ નાઓએ કંપનીને ઇ-મેલ કરીને તેઓની કંપનીનું બાકી પેમેન્ટ આપવા સારૂ જણાવેલ જે બાદ તા.06/02/2026 ના ફરીયાદીએ તેઓના ઇ-મેલ આઈ.ડી એસએસદ્રીવેદિએટ્ગોદિપકડોટકોમથી ક્લીફડડોટ છેફર્સકુપરએટ્ગ્લેટડોટકોમ નાઓની કંપનીને ઇ-મેલથી જણાવેલ કે, અમોએ ગઈ તા.17/10/ 2025 ના રોજ યુરો 46,959/- ટ્રાંસફર કરી આપેલ છે અને ફરીયાદીએ જે પેમેન્ટ કરેલ છે તે પેમેન્ટની રીસીપ્ટ ઇ-મેલમાં એટેચ કરીને મોકલી આપેલ તે તમો વેરીફાઈ કરશો. ત્યારબાદ તે જ દિવસે તેઓએ ક્લીફડડોટછેફર્સકુપરએટ્ગ્લેટડોટકોમ નાઓએ કંપનીના આસીસ્ટંટ મેનેજર (સપ્લાય ચેન મેનેજમેન્ટ) નાઓની ઇ-મેલ આઈ.ડી એસએસદ્રીવેદિએટ્ગોદિપકડોટકોમ નાઓને ઇ-મેલ કરીને જણાવેલ કે, તમોએ જે પેમેન્ટ કરેલ છે તે તમોને ફેક ઇ-મેલ ઉપર પેમેન્ટ ટ્રાંસફર કરી દીધેલ છે. અને ફરીયાદીની કંપની તરફથી કોઈ પેમેન્ટ મળેલ નથી તેવી વાત કરેલી અને ત્યારબાદ ફરીયાદીની કંપનીના ટેક્નીકલ ડીપાર્ટમેન્ટ દ્રારા તપાસ કરતા ફરીયાદીને માલુમ પડેલ કે, ફલીફડ ડોટ છેફર્સકુપર ડેસ ગ્લેટ એટ જર્મનીમૈલ ડોટ કોમ નામના ઇ-મેલ જે આ ગ્લેટ કંપનીના ઇ-મેલ આઈ.ડી થી મળતા ભળતા ફેક ઈ-મેલ આઈ.ડી છે અને તેઓના દ્વારા ફરીયાદીનો સંપર્ક કરી તેઓને મીલેનીયમ બેંકના ખાતા નં.આઇબીએએન પીટી 500033 00004579048668205 માં કુલ્લે યુરો 46,959/-  ટ્રાંસફર કરાવડાવી ફરીયાદીની કંપની સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી ઓન-લાઈન પડાવી લઈ આજદીન સુધી પરત નહી કરી આરોપીઓએ એકબિજાની મદદગારી ગુનાહિત કાવતરુ રચી છેતરપીડી વિશ્વાસઘાત કરીને ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૬/૨૦૨૬   ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એ એમ પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં. ફર્સ્ટ – ૧૧૧૯૬૦૩૦૨૬૦૩૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિજયાબેન ડૉ/ઓ છગનભાઇ પરમાર રહે.મ.નં.૪૦ શાંતિનીકેતન સો.સા ગુરુકૃપા સો.સા પાસે જુના બજાર તા.કરજણ જી.વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ જયંતભાઇ પ્રવીણભાઇ વસાવા રહે.કેશલુ ગામ(નીશાળ ફલીયું) તા.આમોદ જી.ભરુચ તથા જયેશ ઉર્ફે જિગર ગોવિંદભાઇ પટેલ મુળ રહે.કેશલુ ગામ(પટેલ ફળીયા) તા.આમોદ જી.ભરુચ હાલ રહે.કાપોદ્રા સુરત નાઓએ તા.૦૯/૧૦/૨૦૨૫ થી આજ દિન સુધી મોજે. મનુભાઇ ટાવર સયાજીગંજ આરોપી નાઓએ સપ્ટેમ્બર ૨૦૨૫ મા ફરીયાદીને ઇંસ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પરીચયમા આવી અને ફરીયાદીના અગાઉના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયેલ હોય અને આરોપી જયંત વસાવા નાએ ફરીયાદીના બોયફ્રેન્ડને તાંત્રીક વિધીથી પાછો લાવી આપવાનો પાકો વિશ્વાસ ભરોસો આપી તા.૦૯ ૧૦ ૨૦૨૫ થી તા.૨૦ ૧૨ ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન મોજે.મનુભાઇ ટાવર સયાજીગંજ વડોદરા શહેર ખાતે તાંત્રીક વિધીના ખર્ચ પેટે ફરીયાદી પાસેથી રોકડા રૂ.૩૬ ૦૦૦ તથા સોના ચાંદીના દાગીના કુલ કિંમત રૂ.૩ ૬૬ ૦૦૦  મળી કુલ કીમત રૂપીયા ૪ ૦૨ ૦૦૦ ના મેળવી તે દાગીના આરોપી જયેશ ઉર્ફે જિગર ગોવિંદભાઇ પટેલ હાલ રહે. કાપોદ્રા સુરત ખાતે ગીરવે મુકી અવેજ પેટેની રકમ લઇ તે રકમ ચુકવેથી દાગીના પાછા છોડાવી આપવાનો પાકો વિશ્વાસ ભરોસો અપાવી ગિરવે મુકેલ દાગીના કે રોકડા રુપિયા આજદીન સુધી  પરત નહિ આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૬/૨૦૨૬ ના ક. ૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ટી.બી.કાતરીયા સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     સ્ત્રી અત્યાચારના કેસો

૧.      કપુરાઇ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૦૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ – ૮૫, ૧૧૫(ર),૩૫૧(૩), ૨૯૬,પ૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ ૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જન્મીતાબેન તે રેમશચંન્દ્ર શાહની દીકરી અને  સ્મીત નિમેષભાઇ સોનીની પત્ની રહે. બી/૩૦૧ શરણમ એપાર્ટમેન્ટ ,સવિતા હોસ્પીટલ  સામે પરીવાર  ચાર રસ્તા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સ્મિત નિમેષકુમાર સોની (ર) નિમેષકુમાર રમેશચંદ્ર સોની (૩)  ઉષાબેન નિમેષકુમાર સોની તમામ રહે.૧૫ , રીલીફ સોસાયટી કોલોની આયુવેર્દીક ત્રણ રસ્તા ,પણીગેટ બહાર વડોદરા શહેર નાઓએ સને ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૬ સુધી મોજે-૧૫, રીલીફ સોસાયટી કોલોની તથા ૩૦૧ શરણમ એપાર્ટમેન્ટ ,સવિતા હોસ્પીટલ  સામે પરીવાર  ચાર રસ્તા વાઘોડીયા રોડ આરોપી નાઓએ ફરીબેનને અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપી ગમે તેમ વિભત્સ ગાળો આપી ઝઘડો તકરાર ગડદાપાટુંનો માર મારી દહેજની માંગણી કરી ફરીબેનને છોડી દઇ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે  તા.૦૮/૦૬/૨૦૨૬ ના ક. ૨૧/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.બી.બારીઆ કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.     મારામારી ના કેસો

૧.      અકોટા પો.સ્ટે પાર્ટ-“એ”૧૧૧૯૬૦૪૧૨૬૦૨૪૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી),૩૫૧(૨),૩૨૪(૨), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી જયેશ પુંજાભાઇ રાજ રહે.મ.નં.ડી/૩૫,પુંજા પાર્ક સોસાયટી, ન્યુ વી.આઇ.પી રોડ, ખોડીયારનગર ચાર રસ્તા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી યશ શર્મા તથા તેના ત્રણ મીત્રો તે તા.૦૮/૦૬/૨૦૨૬ ના આશરે ક.૨૦/૦૦ વાગ્યા આસપાસ મોજે:-જેતલપુર બ્ર્રીજ પાસે કીડની હોસ્પિટલની સામે આવેલ હોન્ડા શો રૂમની પાસે આરોપી ઇસમો રજવાડી ચા ના બીલ આપવા બાબતે જોરજોરથી બોલાચાલી કરી રજવાડી ચા કાઉન્ટર ઉપર હાજર રોશન પાટીદાર નાઓને માર મારી તોડફોડ કરી ફરીયાદીશ્રી તથા તેઓના મિત્રો વચ્ચે પડી સમજાવેલ અને આરોપીઓ ત્યાથી જતા રહેલ અને ત્યારબાદ ફરીયાદીશ્રીએ રોશનને પુછતા તેણે જણાવેલ કે આ યશ શર્મા નામનો છોકરો અવાર નવાર ચા/સીગારેટ પીવા આવતા હોય તેઓના બીલના બાકી પૈસા માંગતા તેઓ તોડફોડ કરવા લાગેલ હોવાનુ જણાવેલ હતુ અને ત્યારબાદ આ યશ પટેલ તથા તેમના ત્રણ અન્ય મિત્રોને બોલાવી લાવી ફરીયાદીશ્રીના શો રૂમ આગળ આવી ગંદી ગાળો આપી સમજાવવા જતા ફરીયાદીશ્રીને ગડદાપાટુનો માર મારી તેમજ એક ઇસમે તેના હાથમાનુ પંચીંગ ફરીયાદીશ્રીને જમણી આંખની ઉપર કપાળના ભાગે મારી દેતા ઇજા કરી તથા મિત્ર હાર્દિક લોખંડે વચ્ચે છોડાવવા પડતા તેને પણ માથાના ભાગે મારી દઈ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારીથી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.હરેશભાઇ હનુભાઈ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     વાહન ચોરીના કેસો

૧.      અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૪૧/૨૦૨૬ બી.એન.એસ એક્ટ ની કલમ ૩૦૫(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિવ્યાંશ દિનકરભાઇ પટેલ હાલ રહે. મ.નં. ૦૭,પહેલોમાળ, આનંદ-સાગર ફ્લેટ, આનંદનગર, હરી પુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૦૬/૦૬/૨૦૨૬ રાત્રીના ક.૨૦/૩૦ વાગ્યાથી તા. ૦૮/૦૬/૨૦૨૬ ના ક.૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મો.જે. આનંદ-સાગર ફ્લેટ, આનંદનગર, હરીપુરા ના પાર્કિંગમાથી ફરીયાદીશ્રી પાર્ક કરેલ મો.સા હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો નં.- GJ-15-NN-1866 ની ૨૦૦૭ ના મોડલની છે. જે કાળા કલરની જેનો એ.નં:06L15E72738 નો છે તથા ચે.નં- 06L16F57233 નો છે જેની કિં.રૂ. ૨૫,૦૦૦/- જે કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઇ ગયેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે