-: પ્રેસનોટ :-
(તા.૦૯/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૮/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૭ કિં.રૂ.૩૪૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો અને બિયર ૨૨,૪૫૩, ટ્રક-૧, મોબાઇલ ફોન-૪, તાડપત્રી-૧, રોકડા રૂપિયા મળી કુલ્લે કિ.રૂ.૯૪,૨૮,૬૯૧/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૦૨૬૦૩૮૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સજીદઅલી નઝીરઅલી સૈયદ રહે.દરબાન ફળિયા યાકુદપુરા, ચાંપાનેર ગેટ પાસે, જહાંગીર બિલ્ડીંગ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હિલર ગાડી રજી.નં.GJ-06-PN-7354 નો ચાલકે તા-0૮/૦૭/૨૦૨૬ ના રોજ સવાર ક.૦૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે.ટ્રાફીક પૂર્વ ઓફીસ પાસે ફરિયાદીના દીકરા સામિનઅલી ફરિયાદીની એક્ટીવા જેનો રજી.નં.GJ-06-NK-7744 ની લઈને જતા હતા ત્યારે આ કામના આરોપીએ પોતાનુ વાહન ચાલકે ફરીયાદી ના દીકરાને અથડાવી દઈ બંને પગના ઢીંચણના ભાગે તથા ડાબા હાથમા કોણીના ભાગે તથા જમણા હાથમા હથેળીના ભાગે તથા માથાના ભાગે તથા મોઢાના ભાગે ગાલ પર ઈજા કરી અને એક્ટીવાના ડાબી બાજુના ભાગ પર નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.પ્રવિણભાઇ મેલાભાઇ સયાજીગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. છાણી પો.સ્ટે. પાર્ટ એ ગુર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૨૬૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ),૧૦૬ તથા એમ.વી એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના કામે ફરીયાદી પરેશકુમાર શાંતીલાલ પંડયા ઉ.વ.૬૩ ધંધો-નિવૃત જીવન હાલ રહે.મ.નં.૨૦ પ્રીત બંગ્લોઝ છાણી વડોદરા શહેર મુળ-રહેવાસી- બોરસદ જી-આણંદ નાઓની ફરીયાદ મુજબ આરોપી વિકાસકુમાર વિષ્ણુચરણ સિંગમુંડા ઉ.વ.૨૦ ધંધો.ડ્રાઈવિંગ રહે,બુરાડી ગામ થાણા.મુંડુ જી.રાંચી રાજ્ય.ઝારખંડ નાઓએ તા.૦૯/૦૭/૨૦૨૬ સવારના કલાક સાડા નવ વાગ્યાના અરસામા આ કામના મરણજનાર નામે હેમાબેન વા/ઓફ પરેશકુમાર પંડ્યા ઉ.વ-૫૮ રહે. મ.નં.૨૦ પ્રીત બંગ્લોઝ છાણી વડોદરા શહેર મુળ-રહેવાસી- બોરસદ જી-આણંદ નાઓ પોતાની સુઝુકી એક્સેસ જેનો રજી નં. GJ-06-KS-8908 લઈને ટાટા કંપની જે દશરથ ખાતે આવેલ છે ત્યા નોકરી પર જઈ રહ્યા હતા તે સમય દરમ્યાન વડોદરા થી વાસદ તરફ જતા ને.હ.૪૮ પર દશરથ ગામનો બ્રીજ ચડતા જી.એસ.એફ.સી. યુનિવર્સિટીના ગેટ સામે પસાર કરતા સમયે પાછળથી પુરઝડપે આવતા ટાટા કંપનીની ચેસી(ટ્રેક્ટર ટ્રક) જેનો રજી.નં. JH-05-TC-2392 ના ચાલક નામે વિકાસકુમાર વિષ્ણુચરણ સિંગમુંડા ઉ.વ.૨૦ ધંધો.ડ્રાઈવિંગ રહે,બુરાડી ગામ થાણા.મુંડુ જી.રાંચી રાજ્ય.ઝારખંડ નાઓએ પાછળથી ટક્કર મારતા ફરીયાદીશ્રીના પત્ની નાઓને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને નાક માથી લોહી નીકળતા ૧૦૮ અમ્બુલન્સના ફરજ પરના હાજર ડોક્ટર નાઓએ સ્થળ પર તપાસ કરતા મરણ હોવાનુ જણાવેલ હોય જેથી ત્યાથી ફરીયાદીશ્રીના પત્નીને એસ.એસ.જી હોસ્પિટલા ખાતે લઈ ગયેલ અને ત્યા મેડીસીન વિભાગના ફરજ પરના હાજર ડોકટર સાહેબશ્રીએ મરણ જાહેર કરેલ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક-૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.એફ.ચૌહાણ છાણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મોબાઇલ ચોરીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૨૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ઐયુબભાઇ અબ્દુલસફૂર ખત્રી રહે.ફતેનગર એહમદી મસ્જીદની સામે અલીપુરા બોડેલી જી.છોટાઉદેપુર નાઓની ફરિયાદ મુજબ તા.૦૩/૦૭/૨૦૨૬ ના સવાર ક-૦૯/૧૫ વાગ્યાના અરસામાં મોજે. શુક્રવારી માર્કેટ પાણીની ટાંકી રોડ કે.જી.એન. બેકરીની સામે રોડ ઉપર મારો realme 11 Pro 5G મોડલનો મોબાઇલ ફોનનો IMEI નં. (૧) 860605068784292 તથા IMEI નં (2) 860605068784284 જેની કિં.રૂ.૧૫,૦૦૦/- તે મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમે ચોરી ઇસમે ચોરી કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હેડ.કોન્સ. વિઠ્ઠલભાઇ ભવાનભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો
૧. પાણીગેટ પોસ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૬૩ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ધનજીભાઇ મણીલાલભાઇ સોલંકી રહે.ડી/૬૬ બકોરનગર સોસાયટી રઘુકુલ સ્કુલની પાછળ ન્યુ વી.આઇ.પી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ બે અજાણ્યા ઇસમ ગઈ તા.૧૭/૦૪/૨૦૨૬ ના ક.૦૮/૦૦ વાગ્યે મોજે. આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે આવેલ “જલારામ ખમણ” નામની દુકાન સામે આરોપીઓ આવી ફરીશ્રીને વાતચીતમા ભોળવી વિશ્વાસમા લઈ ફરીશ્રીની સોનાની નંગ સહીતની વીંટી જેની કિ.રૂ.૨૦,૦૦૦/- તે છેતરપીંડી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા- ૦૮/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એચ.એચ.રાઠોડ પાણિગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ –એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૪૨૨૬૦૧૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ ની કલમ- કલમ- ૩૧૬(૨), ૩૧૮(૪) ૬૧(૨), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નિરવભાઇ મુકુંદભાઇ શાહ રહે.બી-૯૦૧, એમ્બે ઓપ્યુલન્સ, ઇવા મોલ પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) જય દશરથભાઇ પ્રજાપતી, પ્રોપરાઇટર “ન્યુ ખોડીયાર પ્રીંટર્સ ” રહે,૧૦૧, સ્વામી પ્રેમદાસ એપાર્ટમેન્ટ, પ્રતાપ બંગ્લોઝ, ફતેપુરા વડોદરા શહેર (૨) નારાયણભાઇ ઉદેસિંગ નલગે “શીતલ એંટરપ્રાઇઝ” ઓફીસ જી એફ/૧, મારૂતી ફ્લેટ, રામજી મંદીર પોળ, કોઠી મેઇન રોડ, રાવપુરા, વડોદરા શહેર (૩) જીનલભાઇ જગદીશભાઇ ગાંધી,પ્રોપરાઇટર “ધ્વની એંટરપ્રાઇઝ” ફતેપુરા , વડોદરા શહેર નાઓએ ગઇ તા.૨૩/૧૨/૨૦૨૪ થી તા.૦૯/૧૦/૨૦૨૫ સુધીમાં ફરીયાદીની દુકાન મોજે- દુકાન નં.ઇ-૨૦ શ્રી કુષ્ણ ટ્રેડીંગ કંપની હાથીખાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે આરોપી નાઓએ ભેગા મળી રૂ.૧૮,૬૩,૨૪૦/-ફરીયાદી પાસેથી કુલ્લે રૂ.૭૫,૫૩,૨૨૦/-રૂપિયાની અનાજ કરીયાણાની ખરીદીના રૂપિયા નહિ ચુકતે કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ આરોપીઓએ સાથે મળી આયોજન બધ્ધ ગુનાહિત કાવતરૂ રચી ફરીયાદી પાસેથી કુલ્લે રૂ.૭૫,૫૩,૨૨૦/-આપી તેમજ ધાક ધમકીઓ આપી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૮ /૦૭/૨૦૨૬ ક૧૮/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇ.બી.આર.ગૌંડ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના કેસો
૧. ગોરવા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૧૮/૨૬ બી.એન.એસ કલમ-૧૧૫(૨),૨૯૬(૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કરીશ્મા જયેશભાઈ ઉપાધ્યાય રહે- સ્લમ કવાર્ટર સુભાનપુરા મ.નં.૧૮૩ તલાવ પાસે બેન્ક ઓફ ઇંડીયા વાળી ગલીમા સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પીયુશ બારીઆ (૨) યોગેશ બારીઆ તથા (૩) ઉમંગ રહે. સુભાનપુરા તલાવડી પાસે વડોદરા શહેર નાઓએ તા.૦૬/૦૭/૨૦૨૬ના રાત્રીના ૦૧/૦૦ વાગે મોજે B.O.I. ની ગલીમાં સુભાનપુરા તલાવડી પાસે સુર્યા સોસાયટી ચાર રસ્તા લક્ષ્મીપુરા રોડ ગોરવા ફરીયાદીનો મોટો દીકરો નામે ધ્રુવ ફરીયાદીનો મોટો દીકરો ધ્રુવ તથા નાનો દીકરો પાર્થ દુકાન પર ગયેલ. તે વખતે આ પાનપડીકીની લારી પર પીયુશ બારીઆ તથા યોગેશ બારીઆ તથા ઉમંગ નામના છોકરા બેસેલ હતા. જેઓએ ફરીયાદિના બંને દીકરાને ઉભા રાખી પુછવા લાગેલ કે તમે બંન્ને કયાં જાઓ છો? તમે ચોરી કરવા આવ્યા છો? તેમ કહેતા ફરીયાદીના મોટા દીકરાનાએ તેઓને જણાવેલ કે અમો અહીયા જ રહીએ છીએ. તેમ કહેતા આ ત્રણેય ફરીયાદીના દીકરાને ગંદીગાળો આપવા લાગેલા.જેથી ફરીયાદી ત્યાં નજીકમાં રહેતા હોવાથી ફરીયાદીએ આ ત્રણેય ઇસમોને જનાવેલ કે મારા દીકરાને કેમ ગંદી ગાળો આપો છો ? તેમ કહેતા આ ત્રણેય ભેગા થઈ ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ રાહુલ તીવારી તથા તેનો દીકરો દીપ તિવારી નાઓને ગદીગાળો આપી ગડદાપાટુનો માર મારવા લાગેલ અને ફરીયાદીના ભાઈના દીકરા દીપને માર મારી ગળાના ભાગે નખથી ઇજા કરેલ હોય અને ફરીયાદિના દીકરા પાર્થને ડાબા હાથના કાંડાના ભાગે લાકડી મારી ઇજા પહોંચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૮/૦૭/૨૬ ના ક-૨૩/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ગૃહ અપ-પ્રવેશના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૨૬૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૩૧(૧),૬૨ મુજબના ગુનાના કામના ફરિયાદી શૈલેશભાઇ મણીલાલ ક્રિશ્યન રહે મ.ન બી/૦૩ સાહેબ ક્રુપા સોસાયતી જીવન ચેતના સ્કુલની સામે અભિલાષા ચાર રસ્તા પાસે ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પંકજભાઇ વિજયભાઇ મારવાડા રહે, વારસીયા વીમા દવાખાના પાસે ઝુપડામાં, વારસીયા વડૉદરા શહેર નાઓએ તા-૦૮/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના ક.૧૬/૦૦ વાગ્યાની આસપાસ મોજે-મ.નં.૫૧ એલ.જી.નગર સોસાયટી ન્યુરા સ્કુલ પાસે નિઝામપુરામાં ઘરફોડ ચોરી કરવાના ઇરાદાથી ગુનાહિત ગૃહ અપ-પ્રવેશ કરી ઘરમાંથી હાજર મળી આવેલ પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી.એસ.બી.ડામોર ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વાહન ચોરીના કેસો
૧. નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૨૯૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી દિગ્વીજય જસવંતભાઇ વસાવા રહે.રૂમ નં.૪૦ બ્લોક નં.બી/૪ SRP ગ્રૂપ ૧ લાલબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૫/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક.૨૩/૦૦ વાગ્યાથી તા.૨૬/૦૬/૨૦૨૬ ના સવાર ક-૦૮/૦૦ વાગ્યાની વચ્ચે કોઇપણ સમયે મોજે.બ્લોક નં.બી/૪ આગળ પાર્કીંગમાથી SRP ગ્રૂપ ૧ લાલબાગ ખાતે ફરીયાદીએ ટુ વ્હીલર પાર્ક કરેલ અને બાદમા પાર્ક કરેલ જગ્યાએથી ટુ વ્હીલર રજી.નં: GJ06 MA 6802 ૨૦૧૮ ના મોડેલની HONDA CB SHINE કંપનીની GENY GREY METALLIC કલરની જેનો ચે. નં.ME4JC65 AGJT115022 તથા એ.નં.JC65ET2179575 જેની કિ.રૂ.૩૦,૦૦૦/- જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક.૨0/30 વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રમેશભાઇ મલાભઇ નવાપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૫૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ઇન્દ્રરાજ ચંદ્રીકા ચૌધરી રહે,મ.નં.૭૦૩/જી ટાવર, પી.એમ.આવાસ યોજના, અગોરા મોલની પાછળ, મંગલ પાંડે રોડ, સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૬/૦૭/૨૦૨૬ના ક.૧૮/૦૦ વાગ્યાથી તા.૦૭/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:-જી- ટાવર પી.એમ.આવાસ યોજના, અગોરા મોલની પાછળ, મંગલપાંડે રોડ, સમા ફરીયાદીનુ જયુપીટર મોપેડ સને-૨૦૨૪ના મોડલનુ કાળા કલરનુ જેનો રજી નં.GJ-06-QP-6772 નો છે.જેનો ચે.નં-MD626CG59R1F41710 તથા એ.નં.DG5FR1222611 નો છે જેની કિં.રૂ.45000/- ની પાર્કીંગમાં લોક મારી પાર્ક કરેલ જે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે લોક તોડી કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અનિરુધ્ધસિંહ મહેન્દ્રસિંહ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.