-: પ્રેસનોટ :-
(તા.૧૦/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૯/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૦૬, બિયર નંગ-૦૧, કવાટરીયા નંગ-૦૪ મળી કુલ કિં.રૂ.૩૨૬૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૧, સહિત ૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના ગુનાઓ:
૧. રાવપુરા પોલીસ સ્ટેશન
રાવપુરા પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૧૩૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧), ૨૮૧ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ચીમનભાઇ મંગુભાઇ તડવી હાલરહે:-બળીયાદેવ મંદિર પાસે અવધુત ફાટક લાલબાગ પાસે ખુલ્લા મેદાનમાં વડોદરા મુળ રહે. નિશાળ ફળીયુ ચૈડીયા ગામ તા. લીમખેડા દાહોદ નાઓની ફરિયાદ મુજબ એક પલ્સર બાઇક નં. JH-01-FP-7916 ના ચાલક અભિજીત મહેશપંડીત આનંદ નાઓ તા.૦૮/૦૮/૨૦૨૫ ના આશરે ક.૧૮/૩૦ વાગ્યાની આસપાસ મોજે- બળીયાદેવ મંદિર પાસે અવધુત ફાટક સામે રોડ ઉપર લાલબાગ બ્રીજ આગળ ફરીયાદીશ્રીના પિતા મંગુભાઇ સુનિયાભાઇ તડવી ઉ.વ.૫૨ રહે બળીયાદેવ મંદિર પાસે અવધુત ફાટક લાલબાગ પાસે પાણીનો કેરબો ભરીને ચાલતા ચાલતા અવધુત ફાટક તરફથી બળિયાદેવ મંદિર તરફ રોડ ક્રોસ કરતા હતા તે વખતે આરોપીએ તેની બાઇક પુરઝડપે અને ગફલતભરી બેદરકારી પુર્વક હંકારી લાવી ફરિયાદીના પિતા સાથે અથાડી ફંગોળી દેતા તેઓને જમણી આંખ નીચે વાગેલ હતુ તથા પેટમા ડાબી બાજુ સોજો આવી ગયેલ હતો તથા જમણા પગમા ઘુંટણની નિચેના ભાગમા તથા ડાબા હાથમા ઇજા થયેલ તેઓને એસ.એસ.જી. હોસ્પિટલ લઇ જતા સારવાર દરમ્યાન ડો.શ્રીએ મરણ જાહેર કરેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૮/૨૦૨૫ ના ક-૧૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.આર.શુકલા રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના ગુનાઓ:
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૫૦૪૫૩/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૩૫૧(૨)(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગોપાલ કાલીદાસ યાદવ રહે.લક્ષ્મીનગર એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અહેમદઅલી સુબરાતી શેખ રહે.લક્ષ્મીનગર એકતાનગર આજવા રોડ વડોદરા શહેર તથા (૨) નેહલ શેખ રહે.ધર્મેશનગર એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓએ તા.૦૯/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૩૦ વાગ્યાના સુમારે મોજે- લક્ષ્મીનગર એકતાનગર આજવા રોડ ફરીયાદી ઘર પાસે હાજર હતા તે વખતે સોસાયટીના નાના છોકરાના ઝઘડા બાબતે આરોપીઓ ફરિયાદીને ગડદાપાટ્ટુનો માર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ફરિયાદી ત્યાથી એકતાનગર હનુમાનજી મંદીર પાસે જતા રહેલ ત્યારબાદ સાંજના સવા પાચેક વાગ્યે ફરિયાદી પાસે આવી ગમે તેમ બોલાચાલી કરી ઝપાઝપી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ ગનુભાઈ ભગવાનભાઈ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૫૦૪૫૪/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧),૩૫૨,૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અહેમદઅલી સુબરાતી શેખ રહે. લક્ષ્મીનગર એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) ગોપાલ કાલીદાસ યાદવ રહે.લક્ષ્મીનગર એકતાનગર આજવા રોડ વડોદરા શહેર (૨) અમન પઠાણ રહે એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓએ તા.૦૯/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૩૦ વાગ્યાના સુમારે મોજે-લક્ષ્મીનગર એકતાનગર આજવા રોડ ફરીયાદી જતા ફરિયાદીની પત્નિ ગુલાબસાબાનુ સાથે આરોપી ગોપાલ નાનો સોસાયટીના નાના છોકરાના ઝઘડા બાબતે બોલાચાલી ઝઘડો કરી બિભત્સ શબ્દો બોલતો હતો જેથી ફરિયાદીએ ગોપાલને કહેલ કે ભાઇ શુ કામ બોલાચાલી ઝઘડો કરે છે? ત્યારબાદ સાંજના પાચેક વાગ્યે આરોપી અમન પઠાણ નાઓ ફરિયાદીના ઘરે જઇ કઈ પુછીયા વિના ફરિયાદીના માથાના કપાળના મધ્યમા ભાગે લોખંડના કડા જેવા સાધનથી માર મારતા કપાળમા મધ્યમા ઈજા થયેલ તેમજ ફરિયાદીને માર મારવાની ધમકી આપેલ હોય જેથી તેઓ બન્ને એકબીજાને મદદગારી કરી તેમજ મે. પોલીસ કમીશ્નર સાહેબ શ્રી નાઓએ બહાર પાડેલ હથીયાર બંધી જાહેરનામોનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ ગનુભાઈ ભગવાનભાઈ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૪૫૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રાજુભાઇ પ્રહલાદસીંગ ચૌહાણ રહે, મ.નં.૨૭૨, રામનગર, સરદાર એસ્ટેટ પાછળ, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) બ્રિજેશભાઇ ઉમેન્દ્રસીંગ ભદોરીયા તથા (૨) ઉમેન્દ્રસીંગ પુરનસીંગ ભદોરીયા બન્ને રહે, મ.નં.૨૫, જય અંબેનગર, રામદેવનગરની સામે આજવા રોડ, વડોદરા શહેર નાઓએ તા.૦૯/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૩૦ વાગ્યાના સુમારે મોજે- જય અંબેનગર, રામદેવનગરની સામે આજવા રોડ ખાતે બર્થ ડે પાર્ટીના જમણવારમાં ગયેલ અને ત્યા આકાશભાઇ તથા આરોપી નં.(૧) નાઓને જમણવારમા ધક્કા મુકી થતા સામાન્ય બોલાચાલી થયેલ જેથી વધુ ઝઘડો ન થાય તે સારુ આરોપી નં.(૧) નાને તેના ઘરે મુકવા ગયેલ અને તેને ઘરે છોડી ઘરની બહાર નીકળતા આરોપીનાઓ એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીને ગંદી ગાળો આપી ગડદાપટુનો માર મારી હાથમા પહેરેલ કડા વડે માથાના ભાગે મારી દેતા ફરીને માથાના ભાગે ઇજા કરી તથા ફરિના મિત્ર ધર્મેન્દ્રભાઇ નાઓને ગડદાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૦/૦૮/૨૦૨૫ ના ક.૦૦/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ જવનીક કુમાર શીવાભાઈ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મકરપુરા પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.ન. ૧૧૧૯૬૦૧૬૨૫૦૪૪૪ /૨૦૨૫ બી.એન.એસ કલમ ૭૪,૧૧૫(૨),૧૨૫ (એ ),૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કમળાબેન વા/ઑ મોહનભાઇ ઠાકુર રહે,મ.ન.એ/૪૩, અનુપમનગર,દંતેશ્વર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ઓટો રિક્ષા રજી.નં-GJ-06-BZ-1193 નો ચાલક તથા તેનો દીકરો તા.૦૯/૦૮/૨૫ સાંજના સાડા છ-એક વાગે વાગ્યાના સુમારે મોજે-મ.ન.એ/૪૩, અનુપમનગર,દંતેશ્વર, વડોદરા શહેર પાસે ફરીયાદી તેઓની દીકરી આરતીબેન નાઓ સાથે ઘરના ઓટલા ઉપર બેસેલ હતા તે સમયે આ કામના આરોપીને રીક્ષા બેદરકારીથી ના ચલાવાય તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જતા ફરિનો દીકરો અજય પણ આ બાબતે કહેવા જતાં તેની સાથે પણ બોલાચાલી ઝઘડો કરી કહેવા લાગેલ કે “જો છોકરાને વાગી જશે તો પૈસા આપી દઇશ” તેમ કહી માં-બહેન સમાણી ગંદી ગાળો આપવા લાગેલ અને ફરીના દીકરા અજય સાથે ઝપાઝપી કરવા લાગેલ જેથી ફરિયાદી તથા તેમની દીકરી આરતીબેન વચ્ચે પડી છોડાવવા લાગેલ એટલામાં તે રીક્ષાવાળાનો છોકરો આવી ફરીને ધક્કો મારી નીચે પાડી દીધેલ અને ફરીને જમણા હાથે પથ્થર જેવુ કઇંક મારી દઈ જમણા હાથે તથા કમરના ભાગે સામાન્ય ઇજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૮/૨૦૨૫ ના ક-૦૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સા.ઇશ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. બળાત્કારના ગુનાઓ:
૧. નવાપુરા પોલીસ સ્ટેશન
નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૧૫૨૫૦૨૧૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૬૪(૨)(એમ),૩૫૧(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી નાઓની ફરીયાદ મુજબ આ કામના આરોપી -(૧) પ્રકાશભાઇ મોહનભાઇ ગાંધી રહે, દયાલ ભવનના ખાંચામાં, રાજમહેલ રોડ, વડોદરા શહેર (૨) અમર પટેલ રહે, આરામ કોમ્પલેક્ષ, ચોથો માળ, ગુરૂપ્રસાદ હોટલ પાછળ, પોલોગ્રાઉન્ડ સામે, વડોદરા શહેર (૩) દિપેન પ્રકાશભાઇ ગાંધી રહે, દયાલ ભવનના ખાંચામાં, રાજમહેલ રોડ, વડોદરા શહેર. માહે જુલાઇ ૨૦૨૪ થી તા.૦૭/૦૬/૨૦૨૫ સુધી આ કામના ફરીયાદીબેન સાથે આ કામના આરોપી પ્રકાશભાઇ મોહનભાઇ ગાંધી નાઓએ જુલાઇ ૨૦૨૪ થી ડીસેમ્બર-૨૦૨૪ સુધી તથા અમર પટેલ નાઓએ ડીસેમ્બર-૨૦૨૪ થી તા.૦૭/૦૬/૨૦૨૫ સુધી ફરીયાદી સાથે મરજી વિરૂધ્ધ અલગ અલગ સમયે અવાર-નવાર શરીર સંબંધ બાંધી તથા ફરીયાદીના પતિ નાઓને જાણ કરતા ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દઈશ અને સમાજમાં બદનામ કરીશ” તેમ કહી ધમકી આપી એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૦/૦૮/૨૦૨૫ ના ક-૦૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ શ્રી એમ.એસ.અસારી નવાપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.