Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૯/૦૮/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૮/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૦ કિં.રૂ.૨૦૦૦/- તથા ઇંગ્લીશ કવા-૦૭ કિ.રૂા.૭૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.         અકોટા પો.સ્ટે. પાર્ટ ’એ’ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૩૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા  ૨૦૨૩ કલમ- ૩૦૫ (એ) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રતિક રાજેશભાઇ શાહ ઉ.વ.૨૭ ધંધો.વેપાર રહે.જી-૨/૩૦૩,હેપ્પી એક્સેલેન્સિયા, મહારાણા પ્રતાપ રોડ, વેસુ, સુરત  શહેર નાઓની ફરિયાદ મુજબ માઇક્રો હાર્ડ આઇ.ટી.સોલ્યુશન પ્રા.લી કંપનીના પ્રોજેક્ટ મેનેજર ચિરાગભાઈ પીપળીયા  રહે.શિક્ષાપત્રી અપાર્ટમેંટ પુણા ગામ સુરત તથા સાઈટ પર કામ કરતા અન્ય વ્યક્તિ ગઇ તા.૧૧/૦૪/૨૦૨૬ ના કલાક ૦૯/૦૦ વાગ્યા આસપાસથી તા.૨૪/૦૭/૨૦૨૬ ના કલાક ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે. જેતલપુર રોડ એચ.ડી એફ સી બેંકની સામે કલામંદીર જવેલર્સ વડોદરા શહેર ખાતે સાઈટ પર કુલ- ૫૭ નંગ Seagate 16TB Exos Enterprise SAS હાર્ડ ડીસ્ક  સુરક્ષિત રીતે રાખેલ હતી જે Storage System ના Installation ની કામગીરી ચાલુ કરેલ તે દરમિયાન તા. ૨૪/૦૭/૨૦૨૬ ના રોજ ચકાસણી કરતાં જણાઈ આવેલ ન હતી જેની કુલ કિમત રૂ.૨૫,૮૨,૧૦૦/- થાય છે ત્યારબાદ નવી હાર્ડ ડિસ્ક મંગાવવા માટે IR Focus CCTV ને ઓડર કરતા કુલ-૧૭ નંગ હાર્ડ ડિસ્ક Micro Hard IT Solutions Private Limited નુ ટેક્સ ઇનવોઇસ મોકલી આપતા તેમાં અગાઉ ચોરી થયેલ હાર્ડ ડિસ્કના બેચ/સિરીયલ નંબર સમાન આવતા આ કામના ફરીયાદી તથા માઇક્રોહાર્ડ આઇ.ટી સોલ્યુશનના પ્રા.લી ના  ચિંતનભાઇ શાહ દ્વારા ખાત્રી કરતા અને આઇ.આર. ફોકસ સી.સી.ટીવી ના શ્રી સંજયભાઇ રામોલીયા રહે.૪-૫ પ્રથમમાળ ઘાયલ સોપીંગ સેંટર માતા વાડી સર્કલ એલ.એચ.રોડ સુરત મો.નં.૮૧૫૩૯૩૩૩૬૪ અને ધર્મેંદ્રભાઇ પાનસુરીયા મો.નં.૭૫૬૭૨૮૩૯૩૩ નાઓને આ બાબતે પુછતા તેમને જણાવેલ કે, તેમની કંપનીના તા.૦૪/૦૮/૨૦૨૬ ના ઇનવોઇશથી જે હાર્ડ ડીસ્ક માઇક્રો હાર્ડ આઇ.ટી. પ્રા.લી કંપનીને મોકલાવેલ હતી તે હાર્ડ ડીસ્કો ગોપી સિક્યુરીટી સિસ્ટમ એંડ એટન્ડન્સ શોલ્યુશનના કૌશીકભાઇ પટેલ મો.નં.૭૬૨૧૦૨૬૮૩૨ તથા તેમના માણસ જયદિપભાઇ સોલંકી મો.નં.૯૦૫૪૧૫૩૮૦૫ મારફતે હાર્ડ ડિસ્ક માઇક્રો હાર્ડઆઇ.ટી.સોલ્યુશન પ્રા.લી કંપનીના પ્રોજેક્ટ મેનેજર ચિરાગભાઈ પીપળીયા  રહે.શિક્ષાપત્રી અપાર્ટમેંટ પુણા ગામ સુરત પાસેથી ખરીદી કરેલનું જણાઇ આવેલ જેથી ચિરાગભાઈ પીપળીયા તથા તપાસમા નિકળી આવે તે વિગેરે નાઓએ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૮/૨૦૨૬ ના કલાક ૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.કે.કરોતરા અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વાહન અકસ્માતના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૮૪/૨૦૨૬ B.NS.કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા MV ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગભાઈ બાબરભાઈ વણકર ઉ.વ.૩૧ ધંધો.ડ્રાઈવર રહે.મ.નં.ઈ/૪૦, વૈભવ લક્ષ્મી સોસાયટી, હિટાચી કંપનીની બાજુમાં,માણેજા,મકરપુરા,વડોદરા શહેર નાઓની ફરિયાદ  મુજબ આરોપીએ પોતાની રીક્ષા.નં.GJ-06-AW-4900 ની પુર-ઝડપે તથા ગફલત ભરી રીતે હંકારી લાવી આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૬ ના રોજ ફરીયાદીના સસરા છગનભાઈની એક્ટીવા.નં.GJ-06-SJ-6830 પર ફરીયાદીએ પોતાની દીકરી જીલ ઉ.વ.૦૨ ને એક્ટીવાના આગળના ભાગે તથા પોતાના સસરા મગનભાઈ પાછળ બેસાડી ફરીયાદી પોતે એક્ટીવા ચલાવી બાપોદ ખાતે પોતાના મામા કનુભાઈ પરમારના બેસણામાં જતા હતા તે વખતે સવારના સાડા દસેક વાગ્યાના સુમારે સુશેન સર્કલ પર એક્ટીવાને ટક્કર મારી ફરીયાદી તથા તેની દીકરી જીલ તથા તેના સસરા મગનભાઈને રસ્તા પર પાડી દઈ ફરીયાદીને ડાબા પગે પંજાના ભાગે તથા તેની દીકરી જીલને માથાના ભાગે ઈજા તથા સસરા મગનભાઈને ડાબા પગના ધુંટણના ભાગે ઈજા પહોચાડી ડાબા પગના થાપાના ભાગે ફ્રેક્ચર કરી ગુનો કર્યા બાબતે તા.૦૮/૦૮/૨૦૨૬ ના સવારના ક.૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.કશ્યપકુમાર કનૈયાલાલ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     વાહન ચોરીના કેસો

૧.      જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૯૨૬૦૨૫૧/૨૦૨૬ ભારતીય ન્યાય   સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), મુજબના ગુનાના કામના ફરિયાદી શૈલેષભાઇ મહીજીભાઇ ચૌહાણ ઉ.વ. ૨૮ ધંધો:-નોકરી રહે. ઇન્દીરાનગર -૧, અંકોડીયા ગામ તા.જી. વડોદરા નાઓની ફરિયાદ  મુજબ કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઇ તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ હુ સવારમા ક-૦૯/૦૦ વાગ્યાથી કલાક ૧૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. આઇ.ઓ.સી.એલ. કંપનીના પાસ સેકશનની બાજુમાં આવેલ મો.સા. પાર્કીંગ, બાજવા તા.જી. વડોદરા ખાતે હિરો કંપનીનું સ્પ્લેંડર મો.સા.ગાડી નં.GJ-06-LD-7661 જેનો ચેસીસ નં.MBLHAR08XH5H02158 તથા એન્જીન નં.HA10AGH5H06766 નો છે. જેનો કલર બ્લેક (કાળો) જે મોડલ સને- ૨૦૧૭ ની છે. જેની કિંમત આશરે રૂ।-૨૫,૦૦૦/- ગણી શકાય. જે મો.સા. કોઈ અજાણ્યા ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી ચોરી કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.ટી.દજે.ટી.દેસાઇ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      છાણી પોલીસ સ્ટેશન પાર્ટ-‘એ’ ગુ.ર.નં-૪૮/૨૦૨૬(૧૧૧૯૬૦૦૫૨૬૦૩૦૮/૨૦૨૬) .એન.એસ. .કલમ-૩૦૩(૨),૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી ધર્મેન્દ્રસિંહ ફતેસિંહ પરમાર ઉ.વ.-૪૪ ધંધો-નોકરી રહે.-સિધ્ધેસ્વર હરીદર્શન ફ્લેટ, સ્પ્તપદી પર્ટીપ્લોટની પછળ, છાણી, તાજી.વડોદરા નાઓની ફરિયાદ  મુજબ અજાણ્યો ચોર ઈસમ ગઇ તા.૦૫/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના સાડા સાત વગ્યા થી તા-૦૬/૦૮/૨૦૨૬ ના સવારે કલાક ૦૬/૦૦ વગ્યાની વચ્ચે મોજે- સ્પ્તપદી પર્ટીપ્લોટની બાજુમા કરોડીયા રોડ, છાણી, વડોદરા શહેર એક આયસર ગાડી જેના માલિક ધર્મેન્દ્રસિંહ ફતેસિંહ પરમાર જેનો રજી નં. GJ-06-BY-1467ની જેનો એન્જિન નં. E426 COS 32662 તથા ચેસીસ નં.MC2CB MRCOTE133883 છે તે, જે સને ૨૦૨૫ ના મોડલની ઓરેન્જ કલરની છે. જેની આશરે કિમત રૂ. ૨૨,૦૦,૦૦૦/- ની ગણી શકાય જેમા ગાડીની અસલ આર.સી બુક, મારુ અસલ ડ્રાયવિંગ લાયસન્સ, ગાડીની સર્વિસ બુક, ગાડીનુ બિલ તથા અન્ય કાગળો અને આશરે ૩૦ લિટર જેટલુ ડિઝલ હતુ, તેની કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી અથવા ખોલી લઇ ગયેલ હોય. અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૮/૨૦૨૬ ના ક.૧૬/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ભાવેશકુમાર દેવજીભાઇ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.