Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૯/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૧ કિ.રૂ.૨૨૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની ક્વાટર  નંગ-૧૧૬, બિયર નંગ-૩૦ કિં.રૂ. ૧૬૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૭ સહિત-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    ખુનના કેસો

૧.     ફતેગંજ પોલીસ સ્ટેશન

ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૪૦૪૧૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) મુજબ ગુનાના કામના ફરિયાદી વંશ S/O વિશાલભાઇ રશ્મીકાંતભાઇ પરમાર રહે. મ.નં. સી/૩ વસુપાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, કેનાલ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ભાવિતાબેન W/O વિશાલભાઇ રશ્મીકાંતભાઇ પરમાર રહે. મ.નં. સી/૩ વસુપાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, કેનાલ રોડ, વડોદરા શહેર નાઓએ તા.૦૬/૦૯/૨૦૨૫ના ક.૨૦/૩૦ વાગ્યાથી તા.૦૭/૦૯/૨૦૨૫ના ક.૦૯/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે- મ.નં. સી/૩ વસુપાર્ક સોસાયટીના નીચેના ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં, છાણી જકાતનાકા, કેનાલ રોડ, વડોદરા શહેર મરણજનાર વિશાલભાઇ રશ્મીકાંતભાઇ પરમાર ઉ.વ.૪૪ રહે. મ.નં. સી/૩ વસુપાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, કેનાલ રોડ, વડોદરા શહેર તથા આરોપી નાઓ પતિ-પત્ની હોય અને આરોપી ગુસ્સાવાળા સ્વભાવના હોય અવાર-નવાર નાની નાની વાતને લઇને મરણજનાર સાથે ઝઘડો તકરાર કરતા હતા. જેથી આરોપીએ મરણજનાર સાથે ઝઘડો તકરાર કરી ઘરકંકાસથી આવેશમાં આવી જઇ મરણજનારનુ ચુંદડીથી ગળુ દબાવી મોત નિપજાવી પોતે પણ બેડરૂમના સિલીંગ ફેન સાથે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાય આપઘાત કરી મરણ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એ.એમ.ગઢવી ફતેગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

3.     ચોરીના કેસો

૧.     મકરપુરા પોલીસ સ્ટેશન

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૧૫/૨૦૨૫  બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી રાજેન્દ્ર ધીરૂભાઇ લાખાણી રહે.મ.નં.બી-૧૦૧ રોયલ રેસીડેન્સી, રાજપુત સમાજની વાડી પાસે માણેજા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૭/૦૮/૨૦૨૫ ના ક.૧૦/૦૦ વાગ્યથી ૧૦/૪૫ વાગ્યા દરમિયાન મોજે- હરણી ગદા સર્કલ પાસે જાનવી મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલથી સોમાતળાવ બ્રીજ ઉતરતા પેટ્રોલપંપ સુધીમા ફરીયાદી નાઓની જાનવી મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલથી સાહેદ જિગ્નેશ રમેશભાઈ સોલંકી નાઓ એમ્બુલન્સ GJ-06-BT-9290 ની ભાડેથી લઈ ગયેલ અને તે  દરમિયાન રસ્તામા અમારી ફરિની જાનવી મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની એમ્બુલન્સ GJ-06-BT-9290 ની માથી આઇ.સી.યુ વેન્ટીલેટર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.પી.ડાભી મકરપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     કારેલીબાગ પોલીસ સ્ટેશન

કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં૧૧૧૯૬૦૨૭૨૫૦૨૯૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતાની કલમ-૩૩૧(૪),૩૦૫ મુજબ ગુનાના કામના ફરિયાદી કાદવભાઈ સેગાભાઈ રાઠવા રહે.મ.નં.૧૬૯ ઈન્દીરાનગર સોસાયટી ઘાઘરેટીયા સોમા તળાવ વડોદરા શહેર મુળ રહે.સુરખેડ ફળીયુ ગામ ઝીઝરી તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ તા.૨૦/૦૮/૨૦૨૫ ના ક.૧૯/૦૦ થી તા.૨૧/૦૮/૨૦૨૫ ના ક.૧૭/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદી નાઓએ દિપીકા સોસાયટી-૦૨ મ.નં.૬૮ કારેલીબાગ વડોદરા શહેર ખાતે લેબરનો કોંન્ટ્રાક રાખેલ હોય જે મકાનના આગળના ભાગે મુકેલ લોખંડના સળીયા તથા લોખંડની સ્લેબ ભરવાની પ્લેટો ૨”x ૩” ફુટની કુલ નંગ-૨૦ બન્ને મળી કુલ્લે આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- ની મત્તાની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યો વિ.બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. જીગરભાઈ અમ્રુતભાઈ કારેલીબાગ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    ધમકીના કેસો

૧.     હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૨૬(૧‌), ૩૫૧(૩), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી મીરાબેન જયંતિભાઈ હીરજીભાઇ રામોલીયા રહે.મ.નં. 705 શાંતિકુંજ રેસીડેન્સી અમિતનગર સર્કલ પાસે વડોદરા શહેર મુળ રહે.માનસર(ઝાલીયા) તા.ધ્રોલ જી.જામનગર નાઓની ફરિયાદ મુજબ તા.૧૩/૦૮/૨૦૨૫ ના રાત્રીના ક.૨૧/૧૫ વાગ્યાના સુમારે મોજે:-  વી.આઇ.પી.રોડ રાજુ આમલેટની દુકાન પાસે આરોપીએ ફરીયાદીશ્રીની ફોર વ્હીલર ગાડી જેનો રજી નં જીજે 23 સીઇ 4957 મા આવી ડ્રાઇવર સાઇડની બાજુની સીટમા બેસી જઈ ફરીયાદીશ્રીને જણાવેલ કે હુ મર્ડર કરીને આવેલ છુ અને મારી પાછળ માણસો પડેલ છે તમે મને અહીથી આગળ સુધી લઇ જાઓ તેમ જણાવતા ફરીયાદીશ્રીએ તેઓને ના પાડતા તેઓએ ફરીયાદીશ્રીને તેના કમરના ભાગે ગન જેવુ હથીયાર કાઢી હાથમા પકડી ઘરે જતા અટકાવી હું તને જીવતી જવા દઈશ નહી તેવી ધમકી આપી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.    મારામારીના  કેસો

૧.     કપુરાઇ પોલીસ સ્ટેશન

કપુરાઇ પો.સ્ટે  ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૫૪૫/ર૦ર૫ ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(બી),૩૫૧,૫૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી જશુભાઈ ધુળાભાઈ ઠાકરડા રહે, ટેકરાવાળુ ફળીયુ ભાલીયાપુરાગામ તરસાલી ચોકડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧) સામંતસિંહ બળવંતસિંહ રાઠોડ નં.(૨) અલ્પેશ સામંતસિંહ રાઠોડ બન્ને રહે,સુર્યનગર તરસાલી બાયપાસ વડોદરા શહેર તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગ્યાની આસપાસ મોજે- તરસાલી ચોકડી થી ચિખોદ્રાગામ તરફ જતા હિમ્મતનગર પાસે આવેલ ચિકનશોપ પાસે, ફરીયાદી શ્રી પોતાની સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડ જેનો રજી નં. GJ-06-QN-0057 ની લઈને તરસાલી ચોકડી પાસે તેમના દિકરા પ્રકાશની દિકરીને ટ્યુશન ક્લાસિસથી લઈને ઘરે જતા હતા તે દરમ્યાન આરોપી નાઓએ ફરિયાદીને રોકી કહેલ કે ગાળો કોને બોલો છો તેમ કહિ ફરિયાદી સાથે ગંદી ગાળો બોલવા લાગેલ અને આરોપી નં(૧) નાએ ફરિયાદીને ગંદી ગાળો બોલી ગાલ પર બે ત્રણ લાફા મારી દિધેલ તથા આરોપી નં(૨) નાએ ફરિયાદીને ડાબા પગના ઘુટણની નિચે પાછળના ભાગે લાકડાના ડંડા વડે માર મારેલ અને ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી નાસી જઈ ગુના કરી મેહરબાન પોલીસ કમિશ્નર સાહેબ શ્રી નાઓના હથિયાર બધી જાહેરનામા નો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.રવિન્દ્રસિંહ મહેન્દ્રસિંહ કપુરાઇ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     ફતેગંજ પોલીસ સ્ટેશન

ફતેહગંજ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૪૧૭ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ-૧૧૫(૨),૧૨૯,૨૯૬(બી),૩૫૧(૩),૩૩૩,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગીરીશ ભાઈ રાઘવભાઈ મુલાણી રહે.મ.નં.૨૪ શિવમ સોસાયટી ન્યુ સમા રોડ પાસે વડોદરા શહેર તથા મ.નં.૬ સુર્યપાર્ક સોસાયટી, શિવમ સોસાયટી, ન્યુ સમા રોડ પાસે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) તત્વર્થ અલ્કેશભાઇ ગોલાણી તથા આરોપી નં.(૨) અલ્કેશ ગોલાણી બન્ને રહે. મ.નં. ૦૧ પુજ્યપાર્ક સોસાયટી શીવમ સોસાયટીના ગાર્ડનની સામે ન્યુ સમા રોડ વડોદરા શહેર તથા નં.(૩)એક બ્લુ ટી-શર્ટ પહરેલ અજાણ્યો ઇસમ તે તા.૦૭/૦૯/૨૦૨૫ના ક.૨૧/૦૦ વાગે મોજે-મ.નં.૨૪ શિવમ સોસાયટી ન્યુ સમા રોડ પાસે વડોદરા શહેર મોટા એપાર્ટમેન્ટની બાજુમાં શિવમ ગાર્ડન પાસે ફરીયાદીના દિકરા સંદિપ તેની ફોર વ્હીલર ગાડી લઇને આવતો હોય તે વખતે રસ્તામાં અચાનક ગાય આવી જતા ગાયને સામાન્ય અથડાય જતા આરોપીઓ ફરીયાદીના દિકરા સંદિપને ગંદી ગાળો બોલી છુટા હાથનો માર મારેલ જેથી સાહેદ સંદિપ ત્યાંથી ઘરે આવી ઘરનો મેઇન લોખંડનો દરવાજો બંધ કરતો હતો તેવામાં આરોપીઓ બળજબરીથી લોખંડનો ગેટ ખોલી અંદર ઘુસી જઇ સાહેદ સંદિપને છુટા હાથથી તથા પગની લાતો મારતા મારતા બહાર ખેંચી જઇ ફરીયાદી ફોર વ્હીલર ગાડી રોડ ઉપર પાર્ક કરેલ હોય તેની પાસે લઇ જઇ સાહેદ સંદિપને છુટા હાથથી તેમજ પગની લાતો વડે ખુબ જ માર મારેલ અને ગમે તેમ ગંદી ગાળો બોલી આજ તો તને જીવતો નહી છોડુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ ત્યાં ફરીયાદીએ ઝઘડો રોકવાનો પ્રયત્ન કરતા ફરીયાદી સાથે પણ બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગેલ અને ગંદી ગાળો બોલી ફરીયાદીને ધમકી આપવા લાગેલ કે, તારુ ઘર સળગાવી દઈશુ તથા તારા ઘરના કાચ તોડી નાખીશુ અને તમને બન્નેને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે  તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સુરેશભાઇ વાલસિંહ ફતેગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.    ચેઇન સ્નેચીંગના  કેસો

૧.     માંજલપુર પોલીસ સ્ટેશન

માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૪૩૩/૨૦૨૫  ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૪  મુજબ ગુનાના કામના ફરિયાદી અંજુબેન વા/ઓ નવનિતભાઇ શાહ રહે.મ.નં.એ/૧૩ સીતાબાગ સોસાયટી સીતાબાગ ગ્રાઉનડની બાજુમાં માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૦૯/૪૫ થી ક.૧૦/૦૦ વાગ્યે મોજે- મ.નં.એ/૬ ની સામે સીતાબાગ સોસાયટીના નાકા ઉપર માંજલપુર આરોપીએ પોતાના પાસેની કાળા કલરની અજાણી મો.સા તેના ઉપર અચાનક ફરીયાદીના પાછળથી આવીને ગળામાં હાથ નાખી સાડીનો છેડો ખેચી નીચે પાડી દઇ ગળાના ભાગે પહેરેલી આશરે વીસ વર્ષ જુની સોનાની ચેઇન જે આશરે દોઢ તોલાની આશરે રૂ.૧૫,૦૦૦/- ની ખુચી ઝુટવી લઇ મો.સા. ઉપર સરસ્વતી કોમ્પલેક્ષ તરફ નાસી ગયેલ વિગેરે બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.જી.ડામોર માંજલપુર  પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન

લક્ષ્મીપુરા પો. સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૭૨૫૦૩૫૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૪(૨) મુજબ ગુના કામના ફરીયાદી અરુણાબેન વા/ઓ બ્રિજેશકુમાર કૃષ્ણકુમાર મિશ્રા રહે- મ.નં. બી/૫૫૯ સૌરભ પાર્ક સોસાયટી સમતા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૪૫ થી કલાક ૨૦/૧૫ વાગ્યા દરમીયાન  મોજે- મ.નં. બી/૫૫૯ ની અંદર આવેલ શીવ મંદીર સૌરભ પાર્ક સોસાયટી સમતા ખાતે ફરીયાદી શ્રી પોતાના ઘરમાં આવેલ શિવ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરતા હતા તે દરમિયાન પાછળથી કોઈ અજાણ્યો  ઈસમ આવી આ કામના ફરી.શ્રી.ના ગળામાંથી ચેઇન ખેચીને ભાગી ગયેલ જે ચોરીમાં ગયેલ ચેઇન જેનુ વજન આશરે ૧૫ ગ્રામ તથા એક "ॐ" નું પેન્ડલ કિ.રૂ. ૯૦,૦૦૦/- ની મત્તાની ચેઇન તથા પેન્ડલ ખેચીને ભાગી જઇ ગુનો કર્યા વિગેરે બાબત તા.૦૯/૦૯/૨૦૨૫ ના કલાક – ૦૯/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની  તપાસ એમ.ડી.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૭. વાહન અકસ્માતના  કેસો

૧.     કુંભારવાડા પોલીસ સ્ટેશન

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં—૧૧૯૬૦૪૨૨૫૦૧૬૯/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ) ૧૨૫(બી)  તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭,  ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિયલ ડો/ઓ ભુપેંદ્રભાઈ વંડરા રહે;-એ/૩૧૧ આનંદનગર ગુજરાત હાઉસીંગબોર્ડ નજીક પાણીની ટાંકી કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૦/૩૦ વાગ્યાના અરસામાં મોજે-પાણીની ટાંકીથી તુલસીવાડી તરફ જવાના રોડ ઉપર સચ્ચિદાનંદ પ્રોવીઝન સ્ટોરની સામે કટ પાસે ફરીયાદીબેન પોતાની એક્ટીવા ગાડી નં-GJ-06-QP-4185 ની લઈને જતા હતા તે વખતે પાણીની ટાંકીથી તુલસીવાડી તરફ જવાના રોડ ઉપર સચ્ચિદાનંદ પ્રોવીઝન સ્ટોરની સામે કટ પાસે સામેથી રોંગ સાઈડેથી એક રેડ કલરની ફોર વ્ફિલ ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારી પુર્વક ચલાવી લાવી એક્સીડ્ન્ટ કરતા જમણા હાથના કોણીના ભાગે ફેક્ચરની ઈજા તથા માથાના ભાગે જમણી બાજુ, જમણી આંખ ઉપર તથા શરીરે ઈજા પહોચાડી  અક્સ્માત કરી પોતાનુ વાહન લઈ સ્થળ પરથી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI હરદત્તસિંહ પ્રવિણસિંહ કુંભારવાડા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     છાણી પોલીસ સ્ટેશન

છાણી પોલીસ સ્ટેશન પાર્ટ–I-૫૫/૨૦૨૫ ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૦૫૨૫૦૩૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની.કલમ-૨૮૧,૧૨૫(બી), તથા એમ.વી.એક્ટ કલમ-૧૩૪, ૧૭૭ તથા ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રોનાલ્ડભાઈ સીરીલભાઈ પરમાર રહે-મ.ન.ડી/૫૦૭, શ્યામ હાઈટસ છાણી કેનાલની બાજુમાં વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક સફેદ કલરની ટાટા મેઝીક જેનો રજી.નં.GJ-06-BX-9443ના ચાલક નિર્મલભાઈ દિનેશભાઈ મકાવાણા રહે. રામદેવ ફળીયુ વણકર વાસ, આજોડ ગામ, તા.જી.વડોદરા નાઓએ તા-૦૨/૦૯/૨૦૨૫ ના રોજ સવારના આશરે ક-૦૭/૧૫ વાગ્યાના અરશામાં મોજે.શ્યામ હાઈટ્સ સોસાયટી મેઈન ગેટની સામે રોડ છાણી કેનાલ પાસે છાણી ગામ ફરીયાદીશ્રીના મમ્મી સુમિત્રાબેન ઘરેથી તેઓની સોસાયટીની સામેની માંગલ્ય સોસાયટીમાં આવેલ પાર્લરમાં દુધ લેવા માટે ચાલતા ચાલતા જવા નીકળેલ હતા તે સમયે છાણી કેનાલ તરફથી આવતી એક સફેદ કલરની ટાટા મેઝીક જેનો રજી.નં.GJ-06-BX-9443 ના ચાલકે તેની ફોર-વ્હીલર ગાડી પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીના મમ્મીને અડફેટે લઈ ટકકર મારી એક્સીડન્ટ કરીને રોડ ઉપર નીચે પાડીને બન્ને પગે ફેક્ચર કરી નાની મોટી ઈજા પહોચાડી ભાગી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જે.ડાભી છાણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ગોત્રી પોલીસ સ્ટેશન

ગોત્રી પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં–૧૧૧૯૬૦૦૪૨૫૦૨૭૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫ (એ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દક્ષેશકુમાર મહેંદ્રભાઈ સોલંકી રહે,બી-૫૮, વાલ્મિકી ક્રુપા સોસાયટી, અમીન પાર્ટી પ્લોટની પાછળ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો બાઈક ચાલક તા,૦૭/૦૯/૨૦૨૫ ના રાત્રીના આશરે ક.૦૧/૧૦ વાગ્યાથી ૦૧/૪૦ વાગ્યા દરમ્યાન મોજે:- ગોત્રી તળાવ પાસે ,ગોત્રી પાણીની ટાંકી સામે રોડ ઉપર ફરિયાદી ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારના અંબિકાનગર યુવક મંડળ ગણપતિ સવારી સાથે ટ્રાફિક નિયમનના બંદોબસ્ત માં હોય તે દરમ્યાન આરોપીએ પોતાની ટ્રુ વ્હીલર બાઈક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીને જમણી બાજુના હાથ ઉપર અથાડી ફરિયાદીને એક્સિડન્ટ કરી રોડ ઉપર પાડી દઈ ફરીને બન્ને આંખ વચ્ચે કપાળ ના ભાગે થી જમણી આંખ તરફ ઈજા પહોંચાડી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ધુડાભાઇ ભુરાભાઇ ગોત્રી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     સમા પોલીસ સ્ટેશન

સમા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૫૦૧૯૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૪ (૪) તથા એમ.વી એક્ટ ૧૭૭,૧૮૪મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત આ.પો.કો. સતિષકુમાર મહેશભાઈ બકલ નં.૨૮૭૭, પોલીસ મુખ્યમથક, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રતિકભાઈ મનજીભાઈ પટેલ નાઓએ તા.૦૯/૦૯/૨૦૨૫ ના સવાર ક.૦૯/૩૦ વાગ્યા સમયગાળા દરમ્યાન મોજે:- દુમાડ એકસપ્રેસ બ્રિજ ઉતરતા સમા, વડોદરા શહેર આરોપી પોતાની પાસેની સરકારી બસ GJ18-Z-8449 ની પૂરઝડપે, બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી લાવી તેની બસ ફરિયાદીની સરકારી મોટરકાર રજી નં. GJ18-GC-2424 ને પાછળથી અથાડી એકસીડેન્ટ કરતા ફરીયાદીની ગાડીનો પાછળનો મોટો કાચ તથા ગાડીના બમ્પર તેમજ ડેકીમાં આશરે રૂ.૪૦,૦૦૦/- જેટલુ નુકશાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૯/૨૦૨૫ ના ક.૧૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો  રાજુભાઇ પરસોતમભાઇ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૮.    ઘરફોડના  કેસો

૧.     સમા પોલીસ સ્ટેશન

સમા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૫૦૧૯૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૫,૩૩૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી ભુમીકાબેન ડો/ઓફ દિલીપભાઇ બાબુલાલ ભટ્ટ રહે. મ.નં.બી/૨૪, સાહેબ કૃપા સોસાયટી,જીવન ચેતના સ્કૂલની સામે, ન્યુ સમા રોડ, વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ તા.૦૮/૦૯/૨૦૨૫ ના સવાર ક.૦૭/૫૦ થી ૨૦/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે:- મ.નં.બી/૨૪, સાહેબ કૃપા સોસાયટી,જીવન ચેતના સ્કૂલની સામે, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ફરીશ્રીના બંધ મકાનમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાં રાખેલ સોના ચાંદીની રકમો (૧) સોનાની ચેઇન નંગ-૦૩ (૨) સોનાના બ્રેસલેટ નંગ-૦૨(૩)સોનાની લકી નંગ-૦૧ (૪) સોનાનો સિક્કો નંગ-૦૧ (૫) ચાંદીની ગાય નંગ-૦૧ જે તમામની કિમંત રૂપીયા ૧,૮૦,૦૦૦/- તથા રોકડા ચલણી નોટો આશરે ૭,૦૦૦/- જે તમામ મળી કુલ્લે રૂ.૧,૮૭,૦૦૦/-ની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબત. તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI ડી.કે.રાઠોડ સમા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.