-: પ્રેસનોટ :-
(તા.૦૯/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૮/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૩ કિ.રૂ.૨૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૨૮, કવાટરીયા -૩૪ મળી કુલ કિ.રૂ.૧૮,૮૪૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૩ સહીત કુલ-૨૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૨૪/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦3(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જુનેદ યાસિનભાઇ શેખ રહે. મ.નં.502 મહાકાળી ચૌક ગેલાણી પેટ્રોલ પંપની પાછળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦3/૧૧/૨૦૨૫ ના ક.૧૨/૩૦ થી ક.૧૩/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીશ્રીની એક્ટીવા રજી નં જીજે 06 એસડી 2214 ની ડીકીમાં રૂ.2,00,000/- મુકેલ પૈસા કોઇ અજાણ્યો ચોર ઇસમ એક્ટીવાની ડીકીનુ લોક તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેર બાબતે તા.૦3/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૬૧/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નિખિલ રાજેન્દ્રનભાઈ પટેલ રહે, મ.નં.ડી-૫૦૪, વૃન્દાવન હાઈટ્સ, હરીયાળી હોટલની પાછળ, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા- ડભોઈ રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૯/૧૦/૨૦૨૫ ના સવાર ક.૦૮/૩૦ થી ક.૦૯/૪૫ વાગ્યા સુધીમાં ફરિના ઘરેથી ફરિયાદીનો REAL ME 11 PRO મોબાઈલ ફોન જેનો IMEI NO.-1- 862902062522457 તથા IMEI NO.-2- 862902062522440 જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ફરિયાદીના મિત્ર ડિમ્પલ માળી નાઓનું ASUS કપનીનું લેપટોપ જેનો સીરીયલ નં.S5NRKD02895419E જેની આશરે કિ.રૂ.૮૦,૦૦૦/- તથા અંદરના રૂમમાંથી ફરિયાદીના મિત્ર આશુતોષ નાઓનો REAL ME 9 મોબાઈલ ફોન જેનો IMEI NO.-1- 866220061733637 તથા IMEI NO.-2- 866220061733629 જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- નો તથા તેનું DELL કંપનીનું લેપટોપ જેની આશરે કિ.રૂ.૪૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૦૪,૦૦૦/- જે કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયેલ હોય જે વિગેરે બાબતે તા.૦૮/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.જયેશભાઇ મેરામણભાઇ કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પો.સ્ટે.
મહિલા પો.સ્ટે, ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૧૨૫૦૦૪૧/૨૦૨૫, તા.૦૮/૧૧/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૩૫૨,૩૫૧(૨)(૩), ૫૪ મુજબ દહેજ ધારા કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સામ્યાબાનુ વા./ઓ. જુનેદ પટેલ રહે. સી-૭૭, સોદાગર પાર્ક, સરકારી સ્કુલ પાસે, તાંદલજા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)જુનેદ મસુદ પટેલ (પતિ) (૨) જમીલા મસુદ પટેલ (સાસુ) (૩) મસુદ યાકુબ પટેલ (સસરા) (૪) મલીહા ફૈઝલ પટેલ (જેઠાણી) તમામ રહે. ૧, આદર્શ ડુપ્લેક્ષ આદર્શ સ્કુલની પાસે, જંબુસર જી. ભરૂચ. (૫) મહેનાઝ સાલીમ અંકુ (નણંદ) રહે. સારોદ ગામ તા.જંબુસર જી.ભરુચ નાઓએ લગ્નના પંદર દિવસ બાદથી ૨૬/૧૨/૨૦૨૨ થી આજ દિન તા-૦૮/૧૧/૨૦૨૫ સુધી રહે, , આદર્શ ડુપ્લેક્ષ આદર્શ સ્કુલની પાસે, જંબુસર જી. ભરૂચ ફરીયાદીબેનને ગંદી ગાળો બોલી મારઝુડ કરી એકબીજાની મદદગારી કરી તલ્લાક આપવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી દહેજની માગણી કરી, એક સંપ થઇ ફરીયાદી બેનને શારીરીક માનસિક ત્રાસ આપી, એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૧૧/૨૦૨૫ ના ક.૧૬/૫૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ અ હે.કો લીલાબેન ભીખાભાઇ મહિલા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.ન ૧૧૧૯૬૦૪૧૨૫૦૪૨૦/૨૦૨૫ ભારતીય ન્યાય સહિંતા કલમ - ૧૧૫(૨), ૨૯૬(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી ભવ્ય બ્રીજેશભાઇ પટેલ રહે.માધવપાર્ક સોસાયટી સન સનફાર્મા રોડ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મીરાજ હસીત ત્રીવેદી રહે.સી/૪૦૧ સકાતવેલી આવકાર હાઇટ્સ ન્યુ ચાંદખેડાની પાસે ચાંદખેડા અમદાવાદ નાઓએ તા.૦૮/૧૧/૨૦૨૫ ના ક.૧૭/૦૫ વાગ્યા દરમ્યાન મોજે: ધ ફર્ન વડોદરા હોટલ દીનેશ મીલની બાજુમાં અકોટા આરોપી નાઓ ધ ફર્ન હોટલમાં ઓનલાઇન બુકીંગ કરેલ અને તા.૦૭/૧૧/૨૦૨૫ ના રોજ હોટલમાં રોકાવા માટે આવેલ અને ત્યારબાદ તા.૦૮/૧૧/૨૦૨૫ ના સાંજના પાંચેક વાગ્યાની આસપાસ રીસેપ્શન પર આવેલ અને તેઓએ ફરીયાદીને કહેલ કે, અમે બહાર જઇએ છીએ અને અમારા રૂમમાં કોઇએ જવુ નહી જેથી હોટલના મેનેજર વિનયભાઇએ તેઓએ આપેલ મોબાઇલ નંબર લખાવેલ જે નંબર ઉપર ફોન કરતા તે નંબર બીજા કોઇ વ્યક્તિએ ઉપાડેલ અને કહેલ કે, મારા ફોન ઉપર હોટલ ચેક ઇનનો મેસેજ પણ આવેલ છે અને હું આવા કોઇ વ્યક્તિને ઓળખતો નથી અને આ મારો નંબર છે ત્યારબાદ મેનેજર વિનય ગોયલે ફરીથી આ મીરાજને જણાવેલ કે, તમારો પોતાનો મોબાઇલ નંબર આપો જેથી આ મીરાજ ઉશ્કેરાય જઇ ગંદીગાળો આપવા લાગેલ અને જોર જોરથી બોલવા લાગેલ અને ફરીને જોરથી ઝાપટ મારી ગુનો કર્યો વિગેરે બાબતે તા.૦૮/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો જીગ્નેશકુમાર સુરેશચંદ્ર અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.