Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૯/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૮/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૬૫ કિ.રૂ.૧૩,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૮ સહીત કુલ-૩૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     દુષ્પ્રેરણના કેસો

૧.       જવાહરનગર પો.સ્ટે.

જવાહરનગર પો.સ્ટે. પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૫૦૩૦૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૮૫,૧૦૮,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મુકેશભાઇ પુંજાભાઇ સોલંકી રહે-અંબાલાલ પાર્ક મ.નં-૨ દરબાર ચોકડી માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ભાવેશકુમાર ભુરસિંગભાઇ વાદી રહે. રણોલી મોટા મહાદેવ પાસે (૨) જીગર ભુરસિંગભાઇ વાદી રહે. રણોલી મોટા મહાદેવ પાસે વડોદરા નાઓએ તા-૦૨/૧૨/૨૦૨૫ ના રોજ સાંજના ૦૬/૩૦ વાગ્યાના સુમારે મોજે-રણોલી મોટા મહાદેવ પાસે ફરીયાદીની દીકરી નેન્સીએ સન-૨૦૨૪ માં તેમની રાજીખુશીથી ફુલહાર વિધિથી લગ્ન કરેલ હોય ત્યારથી તા-૦૨/૧૨/૨૦૨૫ દરમ્યાન તેના પતિ ભાવેશ તથા તેના દીયર જીગર નાઓએ નાની નાની બાબતે તેની સાથે ઝગડા કરતા હોય તેને લાગી આવતાં તેણે પોતાની જીંદગી ટુંકાવી દેઇ મરણ ગયેલ હોય વિ. બાબતે તા.૦૮/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.પી.ખુમાણ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.       માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૬૮૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રકાશચંદ્ર છોગાલાલ મહેશ્વરી રહે-મ.નં.સી/૭ માણેકપાર્ક મોતીનગર-૨ની પાછળ તરસાલી મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૪/૧૨/૨૦૨૫ ના રાત્રીના ક.૨૨/૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૫ ના સવારના ક.૧૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. ઓમકાર સ્ટીલ સેન્ટર,વડસર-સુશેન રોડ, રવિ સિલેક્શનની બાજુમાં માંજલપુર ફરીયાદીની દુકાન ના મુખ્ય શટરના ત્રણ નકુચા કોઇક ચોર ઇસમે કોઇ સાધન વડે તોડી દુકાનમાં પ્રવેશી કેશ કાઉંટરના ડ્રોઅરનું લોક તોડી આશરે રૂ.૬૦,૦૦૦/- રોકડા તથા એક ચાર તોલાનું સોનાનું મંગળસુત્ર જે આશરે રૂ.૬૦,૦૦૦/- તથા સોનાની ચાર બંગડી જેની કિ.૭૦,૦૦૦/-ના મળી કુલ કિ.રૂ.૧,૯૦,૦૦૦/- ની ચોરી કરી ગુનો કર્યા બાબતે તા.૦૮/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એ.એસ.બિહોલા માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       અટલાદરા પો.સ્ટે.

અટલાદરા પોસ્ટે પાર્ટ-એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૪૪૨૫૦૫૨૧/૨૦૨૫ ધી બી એન એસ સને-૨૦૨૩ ની કલમ-૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી જયેન્દ્રકુમાર નરોત્તમદાસ શાહ રહે-મ.નં. એ/૫૭ ગેટ નં.-૦૪ પ્રથમ એન્કલેવ સનફાર્મા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૨૯/૧૧/૨૦૨૫ ના ક-૧૯/૦૦ થી તા-૦૬/૧૨/૨૫ ના ક-૦૯/૩૦ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે મોજે- મ.નં. એ/૫૭ ગેટ નં.-૦૪ પ્રથમ એન્કલેવ સનફાર્મા રોડ ફરીના મકાનના મુખ્ય દરવાજાનું ઈન્ટર લોક કોઇ ચોર ઇસમ કોઈક સાધનથી તોડી મકાનમાં પ્રવેશ કરી મેઈન રૂમના આરસ પહાણના નાના મંદિરમાંથી પુજા કરવાની ચાંદીની લક્ષ્મીજીની તથા ગણપતિની અને ગાયની નાની મુર્તીઓ તેમજ બેડરૂમના કબાટમાંથી ફરી.ના પત્ની ના સોનાના અલગ અલગ દાગીના અને રોકડ રકમ રૂ.૨૫,૦૦૦/- મળી આશરે કુલ રૂ.૧,૯૮,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૮/૧૨/૨૦૨૫ ના ક.૨૩/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી બી.જી.ભરવાડ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     ચોરીના કેસો

૧.       જે.પી.રોડ પો.સ્ટે.

જે પી રોડ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૫૦૩૧૧/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ ૩૦૫ (એ) મુજબના ગુનાના કામના ફરિયાદી નાદીર સ-ઓ ફલીભાઇ ફીરોઝશા કોન્ટ્રાકટર રહે, મ.નં. ઈ-૨૯, સુકુન સોસાયટી, વાસણા રોડ તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૯/૨૦૨૫ થી તા.૨૮/૧૦/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન મોજે-મકાન નંબર ઈ-૨૯, સુકુન સોસાયટી, વાસણા રોડ તાંદલજા ખાતે કોઇ અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી ફરીયાદીના મકાનની તીજોરીમા રાખેલ વિસ કીલો ચાંદીમાંથી આઠ કીલો ચાંદી જેની કિ.રૂ.૪,૬૮,૪૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૮/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એફ.આઇ.પરમાર જે.પી.રોડ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૨૨૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પુનમબેન ડો/ઓ દિલીપભાઇ જોશી રહે- ૧૦૯ બાલાજી પોઈન્ટ રૂપમ સિનેમાની બાજુમાં વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગ્યાથી ક.૧૯/૦૦ વાગ્યાના અરસામા મોજે- બાલાજી પોઈન્ટ રૂપમ સિનેમાની બાજુમાં ફરીયાદીનો  રેડમી કંપનીનો રેડમી ૧૪ સી 5G મોબાઇલ બ્લેક કલરનો જેમાં જીઓ કંપનીનુ સીમકાર્ડ નં ૯૮૯૮૩૩૧૦૧૫ હતુ તથા IMEI નં(૧)૮૬૦૮૯૪૦૭૬૨૦૬૨૦૫ IMEI નં (૨) ૮૬૦૮૯૪૦૭૬૨૦૬૨૧૩છે જેની કિંમત આશરે રૂપિયા ૯૪૯૯/-નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૧૨/૨૦૨૫ ના ક. ૧૫/૨૦  વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ઘનશ્યામભાઇ ગોરાભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન અકસ્માતના કેસો

૧.       જવાહરનગર પો.સ્ટે.

જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૫૦૩૦૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(બી),૩૨૪(૨) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મગસિંગ આશુસિંગ રાઠોર રહે.૭૬, આશાપુરી રેસીડેન્સી બરસાના ફ્લેટની સામે ઉંડેરા તળાવની સામે  ઉંડેરા ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ટ્રક નં. GJ-31-T-6777 ના ચાલકે તા.૦૫/૧૨/૨૦૨૫ ના રોજ આશરે ક.૦૯/૧૫ વાગ્યે મોજે. કોયલી ખાતે આવેલ I.O.C.L. કંપનીના ગેટ નં-૦૨ ડામર ગેટ પાસે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અચાનક વળાંક લેતા ફરીયાદીની મો.સા. સાથે એકસીડન્ટ કરી ફરીયાદીને જમણા પગે ઘુટણના નીચેના ભાગે ફેકચર કરી નાસી જઇ તેમજ ફરીયાદીના  મો.સા.ને આશરે કિં.૫,૦૦૦/- નુક્શાન કરી ગુનો કર્યા બાબતે તા.૦૮/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રમેશભાઇ પરથીભાઇ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર  નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     વિશ્વાસઘાતના કેસો

૧.       રાવપુરા પો.સ્ટે.

રાવપુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૨૬૨૫૦૨૫૮/૨૦૨૫ IPC કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી અજયભાઇ નાથુભાઇ ઉર્ફે નથુભાઇ રામજીભાઇ ભાલીયા રહે. ઓડવાળુ ફળીયુ, ભાલીયાવાસ, વડસર ગામ તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) લાલાભાઇ આતીયાભાઈ ભાલીયા (મૈયત) રહે, ઓડવાળુ ફળીયુ, ભાલીયા વાસ, વડસર ગામ તા.જી.વડોદરા (૨) ભીખાભાઈ રામજીભાઈ ભાલીયા રહે, મ.ન. બી/૧૦૨ લવકુશ સોસા. વડસર ગામ તા.જી.વડોદરા (૩) નાથાભાઇ રામજીભાઇ ભાલીયાના નામે દસ્તાવેજ સમયે ખોટી ઓળખ આપનાર ઇસમ તે.(૪) સીતાબેન વા/ઓ દીનેશભાઇ ભાલીયા રહે. કલાલી, ચાણક્ય વુડાના મકાન, વડસર વડોદરા (૫) ગીતાબેન ઉર્ફે ચીકુ વા/ઓ વિનોદભાઇ મારવાડી રહે. પેટલાદ રેલ્વે ફાટક પાસે વુડાના મકાન જી.આણંદ નાઓએ તા.૨૨/૦૧/૨૦૦૮ ના ક.૧૦/૦૦ થી ૧૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- સબ રજી.શ્રીની કચેરી અકોટા વડોદરા- ૦૩ કુબેરભવન રાવપુરા ખાતે આરોપી નાઓએ ગુનાહીત કાવતરુ રચી ફરીયાદીના પિતાની સહીયારી માલિકીની મોજે વડસર ગામના રેવેન્યુ સર્વે/બ્લોક નંબર ૬૨/અ વાળી હે.આ.ચો.મી. ૦-૦૧-૦૧ તથા ૬૨/બ વાળી જમીન હે.આ.ચો.મી. ૧-૬૯-૭૩ ક્ષેત્રફળ વાળી જુની શરતની જમીન લખી લેનાર ફઝલ ઇબ્રાહીમ રહેમાનભાઈ સોદાગર તથા મુઝ્ઝફર હુસેન અબ્બાસ અલી સૈયદ નાઓને વેચાણ દસ્તાવેજ નં. BRA-3 583/2008 ની તા.૨૨/૦૧/૨૦૦૮ થી કરી આપી દસ્તાવેજમાં ફરીયાદીના પિતાજીના બદલે બીજા કોઇ અજાણ્યા ઇસમને ઉભો રાખી તેની ફરીયાદીના પિતાજીની ખોટી ઓળખ આપી દસ્તાવેજમા સહી કરાવી તેમજ ગીતાબેન ઉર્ફે ચીકુ વા/ઓ વિનોદભાઇ મારવાડી નાઓની રામબેન ચતુરભાઇ ભાલીયાની ખોટી ઓળખ આપી તથા ધનીબેન ચતુરભાઇ ભાલીયાના બદલે સીતાબેન વા/ઓ દીનેશભાઇ ભાલીયા નાઓએ ખોટી ઓળખ આપી દસ્તાવેજમાં અંગુઠાના નિશાન કરી આપી બોગસ અને બનાવટી દસ્તાવેજ બનાવી ફરીયાદીના પિતાજીનો તથા બહેનોનો જમીનમાં હક્ક ડુબાડી વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૮/૧૨/૨૦૨૫ ના ક-૧૯/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી ડી.કે.કાતરીયા રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       વારસીયા પો.સ્ટે.

વારસીયા પોલીસ સ્ટેશન પાર્ટ "એ"ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૫૦૨૬૧/૨૦૨૫ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૦૮, ૧૨૦(બી),૧૧૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સૌરભ દિનેશપ્રસાદ શાહ હાલ રહે,ફ્લેટ નં.એચ/૨૦૩ પંચમ બ્લોસમ સિધ્ધનાથ પ્લેનેટની બાજુમા ન્યુ કારેલીબાગ સયાજીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) દીલીપકુમાર નટવરભાઇ સોની રહે,પિત્રુ છાયા ગામ કુવા પાસે છાણી  વડોદરા શહેર (૨) જીગ્નેશ હસમુખભાઇ સોની રહે, ડી/૩૯ આશીષ સોસાયટી આદિત્ય વિલા સોસાયટી પાસે છાણી વડોદરા શહેર (૩) રફીકભાઇ અસરફભાઇ મલેક રહે,કુંપાડ રોડ જલારામ તલાવડી ગામ મંજુસર જી વડોદરા નાઓએ તા.૧૩/૦૮/૨૦૧૯ તથા તા.૨૬/૦૯/૨૦૧૯ ના રોજ મોજે-દુકાન નં.૩૪ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અર્થ આયકોન બીલ્ડીંગ ન્યુ વી.આઇ.પી.રોડ રોડ શાખા તરફથી ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર વિવિધ ક્રેડિટ/લોન સોનાના ઘરેણાં ઉપર આપવામા આવે છે જે સોનાના ઘરેણાના વજનની ગુણવત્તા/શુદ્ધતા,તથા મૂલ્ય અને વજન તપાસવા માટે, બેંક તરફથી દીલીપકુમાર નટવરભાઇ સોની નાઓ સોનાનું જ્ઞાન ધરાવતા હોવાથી તેઓની મૂલ્યાંકનકાર તરીકે નિમણૂંક કરવામા આવેલ હતી. તે દરમ્યાન આરોપીઓ ભેગા મળી આગોતરુ આયોજન કરી કાવતરુ રચી સામાવાળા જીગ્નેશ હસમુખભાઇ સોની નાઓએ પોતાના ૫૧૯.૮૦૦ ગ્રામ વજનના સોનાના ઘરેણા ગીરો તથા સામાવાળા રફીકભાઇ અસરફભાઇ મલેક નાઓએ ૧૬૦.૪૦૦ ગ્રામ વજનના સોનાના ઘરેણા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ન્યુ વી.આઇ.પી રોડ ખાતેની શાખામા ગીરો મુકતા દીલીપકુમાર નટવરભાઇ સોની નાઓએ ભેગા મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાના આર્થિક ફાયદા સારૂ સોનાના ઘરેણા ખોટા હોવાનુ જાણતા હોવા છતા દીલીપકુમાર નટવરભાઇ સોની નાઓએ જીગ્નેશ હસમુખભાઇ સોની નાઓના ૫૧૯.૪૫૦ ગ્રામના ખોટા ઘરેણાનુ મુલ્યાંકન કરી કુલ કિ.રૂ,૧૬,૮૪,૭૧૦/- નક્કી કરતા ઘરેણા ઉપર રૂ,૯,૮૮,૦૦૦/- ની લોન મેળવી તથા રફીકભાઇ અસરફભાઇ મલેક નાઓના ૧૬૦.૪૦૦ ગ્રામ વજનના ખોટા ઘરેણાઓનુ મુલ્યાંકન કરી કુલ કિ,રૂ,૫,૨૪,૧૫૬/- નક્કી કરતા સદરી ઘરેણા ઉપર કિંમત રૂ.૩,૬૫,૦૦૦/-ની લોન મેળવી ઘરેણા ખોટા હોવાનુ જાણતા હોવા છતા દીલીપકુમાર નટવરભાઇ સોની નાઓએ ઘરેણા સાચા હોવાનુ પ્રમાણપત્ર આપી ગુનાહિત કાવતરૂ રચી બેન્કની જાણ બહાર પોતાના ગેરકાયદેસર આર્થિક ફાયદા સારૂ ઉપર જણાવેલ પ્રમાણેના કૃત્યો આચરી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અર્થ આઇકોન ખોડીયાર નગર ન્યુ.વી.આઇ.પી.રોડની શાખા સાથે વિશ્વાસઘાત  કરી એકબીજાને મદદગારી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઈશ્રી ટી.એ.દેસાઇ વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 ૩.      છાણી પો.સ્ટે.

છાણી પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૫૨૫૦૫૦૮/૨૦૨૫,ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨), (૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ધર્મેન્દ્રકુમાર રમણભાઇ પંડયા રહે-૩૪, રોયલવિલા સોસાયટી, મ્યુનસીપલ ગાર્ડનની બાજુમા, માણેજા તા.જી.-વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી દિપીકાબેન વા/ઓ હિતેશકુમાર રઘુભાઇ ડોશીયાર રહે-ડિ-૪૦૪, યોગીરાજ ગ્રીન, દશરથ વડોદરા નાઓએ તા-૦૧/૧૧/૨૦૨૪ થી તા-૧૦/૦૯/૨૦૨૫ દરમ્યાન અલગ અલગ સમયે,“લેન્ડમાર્ક કોમર્શિયલ વીહીકલ્સ પ્રાઈવેટ લીમીટેડ” કંપનીના આવેલ અશોક લેલન શો-રૂમ & વર્કશોપ, દશરથ ફરીયાદી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં કારકુન તરીકે નોકરી કરતા હોવા છતા કંપનીના નાણા કે કંપની મિલ્કત છે તે નાણા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવા બંધાયેલા હોવા છતા ગઈ તા-૦૧/૧૧/૨૦૨૪ થી તા-૧૦/૦૯/૨૦૨૫ ફરીયાદીની કંપનીમાં સર્વીસ માટે આવેલ વાહનોનુ પેમેન્ટ (સર્વિસ ચાર્જ) ગ્રાહકો પાસેથી મેળવી લઈ ગ્રાહકો પાસેથી વાહનોની સર્વિસ પેટે લઈ લિધેલ રકમ રૂ.૧૪,૧૨,૨૪૬/-નાણા કંપનીના ખાતામાં જમા નહી કરાવી પોતાના ઉપયોગમાં લઈ ફરીયાદીની કંપની સાથે ગુનાહીત વિશ્વાસઘાત કર્યા બાબતે તા-૦૮/૧૨/૨૦૨૫ ના ક-૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.       મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પો.સ્ટે પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫ ૦૭૬૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયકુમાર રમણલાલ મહેતા રહે-સી-૧૨૫, હીરાબાગ ડુપ્લેક્ષ, સુસેન રીંગ રોડ, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) હરીશભાઇ કાશીનાથ જાધવ રહે. મ.ન. ઈ-૪૪ શંકરબાગ સોસાયટી, રવીપાર્કની બાજુમા તરસાલી વડોદરા શહેર તથા (૨) રાકેશ ગીરીજાશંકર પાંડે રહે. ૧ અસ્મિતાજ્યોતી હાઉસિંગ સોસાયટી, બિલ્ડીંગ નંબર-૧૩, રૂમ નં. ૧૩૧, ચારકોપ નાકા, માર્વે રોડ, મલાડ, વેસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર) નાઓએ ગઇ તા.૨૭/૦૫/૨૦૨૪ થી તા.૨૮/૧૨/૨૦૨૪ ના સમયગાળા દરમ્યાન મોજે-સી-૧૨૫, હીરાબાગ ડુપ્લેક્ષ, સુસેન રીંગ રોડ, તરસાલી આરોપી નાઓએ ભેગા મળી ગુનાહીત કાવતરુ રચી ફરીયાદી તથા તેના ભાગીદાર દીપેશ ડોડીયા નાઓને ગોલ્ડ તેમજ ડાયમંડના ધંધામા રૂપિયાનુ રોકાણ કરવા લાલચો આપી ફરીયાદી તથા તેના ભાગીદાર પાસેથી કુલ્લે રૂ.૨,૮૦,૦૦,૦૦૦/- ની રકમ મેળવી, ફરીયાદીને રૂ.૧૫,૦૦,૦૦,૦૦૦/- ની રકમનો ડીમાન્ડ ડ્રાફ્ટની પીડીએફ તથા આર.બી.આઇ.ના પેમેન્ડ હોલ્ડ અંગે મેઇલના કોમ્પ્યુટરની સ્ક્રીનના ફોટો વોટ્સએપ પર મોકલી, નક્કી થયા મુજબના નફાના તથા રોકાણના રૂપિયા પરત નહી આપી છેતરપિંડી -વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૮/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ શ્રી એ.એમ.ગોહિલ મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.