-: પ્રેસનોટ :-
(તા.૧૦/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૯/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૦ કિ.રૂ.૨૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા કવાટરીયા અને બિયર મળી નંગ-૧૬૯, ફોર વ્હીલ -૧ મળી કુલ કિં.રૂ.૧,૮૮,૦૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૦૬ સહીત કુલ-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પો.સ્ટે.
મહિલા પોલીસ સ્ટેશન, ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૧૨૬૦૦૦૪/૨૦૨૬,તા.૦૯/૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ મુજબ તથા દહેજ ધારા કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી બેલીમ સીરહાનાબાનુ ડો/ઓ અયુબભાઈ તથા વા/ઓ વિજયકુમાર ઉર્ફે સદામ પ્રતાપસિંહ સિંધા રહે.૨૦૪ અકોટા એવન્યુ હાજીપાર્ક સોસાયટી પાસે અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) (પતિ) વિજયકુમાર ઉર્ફે સદામ પ્રતાપસિંહ સિંધા (૨)(સસરા) પ્રતાપસિંહ ઉર્ફે મહેબુબ ચંદુભાઇ સિંધા (૩) (સાસુ) બાનુબેન પ્રતાપસિંહ ઉર્ફે મહેબુબ સિંધા તમામ રહે-લક્ષ્મીનગર કરોડીયા રોડ, ગોરવા વડોદરા શહેર નાઓએ તા ૦૮/૧૧/૨૦૨૪ થી તા.૧૨/૦૨/૨૦૨૫ સુધી મોજે:- લક્ષ્મીનગર કરોડીયા રોડ, ગોરવા વડોદરા શહેર આરોપીઓ ફરીયાદીબેનને લગ્નના એક અઠવાડીયા બાદથી નાની નાની બાબતે બોલાબોલી ઝઘડો કરી મારઝુડ કરી ગમે તેવી ગાળો બોલી દહેજની માંગણી કરી આરોપી નં.૧ ને ચઢામણી કરી મ્હેણા ટોણા મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસમા ફસાવવાની ધમકી આપી શારિરીક માનસીક ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૧/૨૦૨૬ ના ક.૧૬/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ભાવનાબેન કરસનભાઇ મહીલા પોલિસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પો.સ્ટે.પાર્ટ “એ” ગુ.ર.ન.-૧૧૧૯૬૦૦૪૨૬૦૦૧૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૮૧,૧૨૫(બી)(તથા)એમ.વી.એક્ટ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી તૃપ્તીબેન વા/ઓ ભાસ્કરભાઈ પટેલ રહે-ગોમતી ફળીયુ હનુમાનજી મંદીર પાસે સેવાસી ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોરવ્હિલર ગાડી નંબર GJ 06LS3561 ના અજાણ્યા ચાલકે તા.૦૨/૦૧/૨૦૨૬ ના ક.૧૨/૫૫ વાગ્યે મોજે-શૈશવ સ્કુલની પાસે ઝુડીયોની સામે રોડ ઉપર ગોત્રી ફરીયાદીના પતિની હોન્ડા પેસન મો.સા નં-GJ-06-NG-057૦ ને આ કામના વાહન ચાલકે પોતાનુ વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના પતિની હોન્ડા પેસનને અથાડી એકસીડન્ટ કરતા ફરીયાદી રોડ ઉપર પડી જવાંથી થાપાના ભાગે તેમજ જમણા પગના ઢીચણ પાસે ઇજા પહોચાડેલ તથા તેઓના પતિ ભાસ્કરભાઈનાઓ રોડ પર નીચે પડી જતા માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા પહોચાડી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૧/૨૦૨૬ ના ક.૨૩/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નવીનભાઈ મંગુભાઈ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
પાણીગેટ પોસ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૦૧૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૨) મુજબ આ કામના ફરીયાદી તૃપ્તીબેન વા/ઓ જીતેંદ્રભાઇ દરજી રહે –મ.નં.૨૦૧, શાકુંતલ કોમ્પલેક્ષ કલાદર્શન ચાર રસ્તા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમે તા.૧૧/૧૨/૨૦૨૫ ના બપોરના પોણા બારેક વાગ્યે મોજે. મ.નં.૨૦૧, શાકુંતલ કોમ્પલેક્ષ કલાદર્શન ચાર રસ્તા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર ખાતે એક અજાણ્યા ઇસમ ફરી. ના સરનામા પર આવી ASUS કંપનીનુ લેપટોપ ખરીદવાના બહાને આવી ફરી.ને તમારા દિકરા સાથે વાત કરેલ છે તેમ કહી વિશ્વાસમાં લઇ લેપટોપ જોવા માટે લઇ નીચે જઇ આવુ છુ તેમ કહી લેપટોપ કિ.રૂ.૮,૦૦૦/- નુ લઇ જઇ વિશ્વાસઘત કરી છેતરપિંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૧/૨૦૨૬ ના કલાક-૧૨/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. એમ.સી.બારીઆ સા. પાણીગેટ પો.સ્ટેનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.