Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૦/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૯/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૫૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૩૨ કિ.રૂ.૪૬,૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૯૦, ઇ.કવાટરીયા નંગ-૯૧, બિયર-૦૨ મળી કુલ કિં.રૂ.૧,૦૭,૫૨૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૩ સહીત કુલ-૩૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

 

૨.         વિશ્વાસઘાતના કેસો:-

૧.         જે.પી.રોડ પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૨૯/૨૦૨૬ યુનીક નં.11196008260094 ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ઝાકીરભાઈ s/o યાકુબભાઈ વલીભાઇ અફીણવાળા રહે.૧૪૭ ખાનસાબપાર્ક, સીમલીયા રોડ, પાલેજ, તા.-જી.ભરુચ નાઓની ફરિયાદ મુજબ આરોપી અમૃતભાઈ મણીલાલ પટેલ રહે.મ.નં.૧૧૧ નવ ધરીવાસ મુ.પો.રાજપુર તા.કડી જી.મહેસાણા નાઓએ તા.૩૦/૦૬/૨૦૨૪ ના રોજથી આજદિન સુધી મોજે:- અક્ષર કન્સલટન્સી ઓફિસ નં.૨૦૬/૭સીગ્નેટ હબ અક્ષર ચોક વડોદરા શહેર ખાતે આરોપી પોતે વિઝા એજન્ટ હોય, વિઝા કન્સલન્ટસીનુ સારુ એવુ કામ કરતો હોય તેવો વિશ્વાસ ભરોસો અપાવી ફરીયાદીના પુત્ર મહમંદઝેદના યુ.કે.ના વર્ક વિઝાના કામ કરવા પેટેના ટુકડે ટુકડે કુલ્લે રૂ.૧૦,૬૫,૫૦૦/- લીધેલ ત્યારબાદ ફરીયાદીએ તેમના પુત્રના વર્ક વિઝા માટે પુછપરછ કરતા અમૃતભાઈ મણીલાલ પટેલ નાઓએ ફરીયાદીને યુ.કે.નો ઓફર લેટર તેમજ ઇમીગ્રેશન એપ્લીકેશન તથા હેલ્થ ઇન્સ્યોરન્સ ના પત્રો મોકલી આપેલ પરંતુ ચેક લિસ્ટ મોકલી આપેલ ન હોય અને ફરીયાદીના પુત્રના વર્ક વિઝાનું કામ નહી કરી આપી ફરીયાદી સાથે રૂ.૧૦,૬૫,૫૦૦/- ની છેતરપીંડી, વિશ્વાસઘાત, ઠગાઇ, કરેલ હોય વિ.બાબતે તા.૦૯/૦૪/૨૦૨૬ ના ક.૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.એ.પટેલ જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

૩.         મારામારીના કેસો:-

૧.     નવાપુરા પો.સ્ટે ”એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૧૩૭/૨૦૨૬ બી.એન.એસ કલમ  ૧૧૫(૨), ૧૧૭(૩)  મુજબના ગુનાના કામના ફરિયાદી જયેશ ચંપકભાઇ ઠાકોર  રહે- ખંડોબા મંદીર પાટીલ ગેરેજની બાજુમા આર.વી.દેસાઇ રોડ નવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કૌશીકભાઇ રાજપુત  રહે- ગોયાગેટ સોસાયટી નાઓએ તા.૦૮/૦૪/૨૦૨૬ ના રોજ સાંજના આશરે પોણા પાંચેક વાગ્યાની આસપાસ દશામાતાના મંદીર આર.વી.દેસાઇ રોડ ઉપર ફરીયાદી બાંકડા પર બેઠો હતો તે દરમિયાન આરોપી સામે રોડ પર ગોયાગેટ સોસાયટીમા રહેતો હોય તે તેની સ્કુટી લઇ નીચે પડી ગયેલ જેથી ફરીયાદી તથા દુર્ગેશભાઇએ ઉભા કરવા જતા અચાનક ઉશ્કેરાઇ જઇ તેણે ફરીયાદીની  ડાબી આંખ ઉપર ફેટ મારી આ જીવન આંખમાથી દેખી શકાય નહી તેવી આંખમા ગંભીર ઈજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૪/૨૦૨૬ ના ક-૧૯/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે .સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આર.જે.સોલંકી નવાપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     અટલાદરા પો.સ્ટે.પાર્ટ,”એ”.ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૪૨૬૦૧૬૭/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૯૬,૨૨૧ તથા એટ્રોસિટી એક્ટ કલમ ૩(૧)(આર) (એસ) મુજબ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગભાઇ મોહનભાઇ રાઠવા રહે.મ.નં.૭૦૭, ડી-ટાવર, અર્બન રેસીડેન્સી, બાંકો કંપનીની પાછળ, બીલ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી યોગેશભાઇ મનુભાઇ પટેલ રહે.પરમ ઓર્બીટ બીલ વડોદરા નાઓએ તા.૦૮/૦૪/૨૦૨૬ ના સવાર ક.૦૮/૩૦ વાગ્યે મોજે.પરમ ઓર્બીટ, બીલ વડોદરા શહેર આરોપીની પત્નિ ડોર ટુ ડોર કચરાની ગાડી જતી રહ્યા બાદ કચરો રોડ ઉપર નાખવા આવતા ફરીયાદી તથા સાહેદોએ કચરો રસ્તા ઉપર નાખવાનુ ના પાડતા આરોપીએ મારી પત્નિને કચરો કેમ નાખવા દેતા નથી તેમ કહી ફ્લેટની ગેલેરેમાંથી ફરીયાદી તથા સાહેદોને ગંદી ગાળો બોલી પોતાના હાથમાં લાકડાનો દંડો લઇ ફરીયાદીને મારવા આવતા સાહેદ કર્મચારી વચ્ચે પડી બચાવેલ અને ફરીયાદી તથા સાહેદોને ગંદી ગાળો બોલી જાતિવિષયક અપશબ્દો બોલી ફરીયાદી તથા સાહેદોને સફાઇની કામગીરી કરતા અટકાવી અડચણ કરી મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી નાઓના હથીયાર બંધી અંગેના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મે.મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી એસ.સી/એસ.ટી સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૯૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૮(૨), ૩૫૧(૨),૨૯૬(૨),૧૧૮(૧) તથા એક્ટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર)(એસ),૩(૨),૫(એ) તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી સંજય સ/ઓફ ડાહયાભાઇ ફોગટભાઇ પરમાર રહે.ડિ/૦૨ લક્કી એપાર્ટમેન્ટ ગુજરાત હાઉસિગ બોર્ડના મકાન વિમલ સોસાયટીની બાજુમા ઓ.એન.જી.સી ગેટની સામે પ્રતાપનગર ડેરી રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજય તેજવીર ચૌધરી રહે, આકશગંગા સોસાયટી ચિત્રકૂટ સોસાયટી માંજલપુર વડોદરા શહેર નાઓએ તા.૦૯/૦૪/૨૦૨૬ ના રાત્રીના ક.૨૦/૩૦ વાગ્યાના સુમારે તુલસીવન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ગેરેજ ખાતે આરોપીએ નશો કરવા માટે ફરિયાદી પાસે ૨૦૦૦/- રૂપિયાની માગણી કરતા ફરિયાદીએ ના પડતા  આરોપીએ ફરિયાદીના પેંટ ના ખિસ્સામાથી ૧૫૦૦/- રૂપિયા કાઢી લઇ ફરિયાદીને “ઢેઢા ભંગીયા તુ અહિંયાથી નિકળ આ તુલસીવન એપાર્ટમેન્ટ મારુ છે અહિંયા હવે દેખાયશ તો તને જાનથી મારી નાખીશ” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી મા બેન સામાની  ગાળો બોલી  બાજુમા પડેલ લોખંડની પાઇપ વડે ફરિયાદીના માથા પેટ તથા પિઠના ભાગે મારી ઇજા પહોચાડી મે.પો.કમિ.સા.શ્રીના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય તા.૧૦/૦૪/૨૦૨૬ ના કલાક ૦૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.