Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૦/૦૫/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૯/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૧  કિ.રૂ.૪૪૦૦/-  તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૮ તથા બિયર નંગ-૦૪ કિ.રૂ.૧૮,૯૭૭/-  મળી કુલ કિ.રૂ.૨૩,૩૭૭/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૩ સહિત કુલ ૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      બાપોદ પો.સ્ટે  પાર્ટ-એ ગુ.૨.નં-૧૧૧૯૬૦૦૨૨૬૦૨૬૩ ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી હર્ષવર્ધન ગણેશભાઈ વાકોડ ઉ.વ.૨૬ ધંધો વેપાર રહે. મ.નં જે-૩૦૩ હરણી મોટનાથ રેસીડન્સી, હરણી પાણીની ટાકી સામે, હરણી સમા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી સન્ની ઉર્ફે બાબલો આ કામના ફરી. નાઓ પોતાની ફોરવીલ ગાડી લઈ તેના મિત્રો સાથે રજવાડી ચા ની દુકાન ખાતે સિગારેટ પીવા માટે ગયેલ તે વખતે દુકાન ઉપર જઈ ફરી. નાઓએ દુકાનવાળા પાસે સિગારેટ માંગતા ત્યા આરોપી ઉભો હોય તેને ફરી.ને જણાવેલ કે, "ક્યા દેખતા હે ?" તેમ કહી ફરી.ને ગમે તેમ ગંદી બિભત્સ ગાળો આપી ફરી.નો કોલર પકડી દુકાનથી થોડે દુર લઈ જઈ લાફો મારી તેના કમરના ભાગેથી ચપ્પુ કાઢી ફરી.ને ડાબા ગાલ ઉપર તથા ડાબા હાથની હથેળી ઉપર ચપ્પુ મારી ઈજા કરી નાસી જઈ મે.પો.કમિ.સા.શ્રી નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૫/૨૦૨૬ ના કલાક ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.એન.પ્રસાદ સા. બાપોદ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વાહન ચોરીના કેસો

૧.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૨૧/૨૬  B.N.S કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી કેતન અશોક કેસાકર ઉ.વ.૪૨ ધંધો:-નોકરી રહે:-મ.ન.૩૦૫ થર્ડ ફ્લોર શ્રી ક્રીષ્ણા એપાર્ટમેંટ ૦૨ પોલીસ પરેડ ગાઉન્ડ કુબેરભવન પાસે વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યો ચોર ઇસમ તા:-૦૮/૦૪/૨૦૨૬ ના રાત્રીના આશરે કલાક:-૦૧/૦૦ થી કલાક:-૦૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે શ્રી ક્રીષ્ણા એપાર્ટમેંટ બે ના કોમન પાર્કીગમાંથી આ કામના ફરીયાદીશ્રીની સફેદ કલરની હોન્ડા એક્ટીવા જેનો RTO રજી  નં GJ 06 JP 6724 નો છે. જેનો ચેસીસ નં ME4JF504KFT842967 તથા એંન્જીન નં JF50ET2844050 નો છે જે સને ૨૦૧૫ ના મોડેલની છે જેની કિંમત આશરે રૂ ૧૫૦૦૦ ગણી શકાય  જે એક્ટિવા  કોમન પાર્કીગમાંથી કોઇ ચોર ઇસમ એક્ટીવા નો લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા:-૦૯/૦૫/૨૦૨૬ કલાક-૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ લીનાબેન ગોપાલભાઇ રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.