-: પ્રેસનોટ :-
(તા.૧૦/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૯/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૦૩ કિં.રૂ.૧૧૧૨૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો-૧૨, બિયર-૨૨, ઇ.કવા-૧૭ મળી કુલ્લે કિ.રૂ.૯૯૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૩ સહિત કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુનના કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ- ૧૧૧૯૬૦૦૩૨૬૦૩૩૫ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ – ૧૦૩ (૧), ૩૫૧ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સુધાબેન વા/ઓ સૌરાજસિંહ ગોપાલસિંહ જાદોન (રાજપુત) ઉ.વ.૩૬, ધંધો.ઘરકામ, રહે.૧૧૮ પવનદુતનગર અલવાનાકા માંજલપુર વડોદરા શહેર મુળ રહે - ગામ કોટા (છાબર) તા.માસલપુર જી. કરૌલી રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપી શીવા ઉર્ફે ચિરાગ પ્રવિણભાઇ કહાર રહે – ૨૯ ભૈરવનગર -૦૧ જી.આઇ.ડી.સી. શાક માર્કેટ પાસે માંજલપુર વડોદરા શહેર નાઓએ તા.૦૬/૦૪/૨૦૨૫ ના આશરે એકાદ વાગ્યે મોજે. ભૈરવનગર-૧, જી.આઇ.ડી.સી. શાક માર્કેટ પાસે, માંજલપુર વડોદરા શહેર ખાતે ફરીયાદીના પતિ સૌરાજસિંહ ગોપાલસિંહ જાદોન (રાજપુત) રહે.૧૧૮ પવનદુતનગર અલવાનાકા માંજલપુર વડોદરા શહેર મુળ રહે - ગામ કોટા (છાબર) તા.માસલપુર જી. કરૌલી રાજસ્થાન નાઓને શીવા ઉર્ફે ચિરાગ પ્રવિણભાઇ કહાર રહે – ૨૯ ભૈરવનગર -૦૧ જી.આઇ.ડી.સી. શાક માર્કેટ પાસે માંજલપુર વડોદરા શહેર નાએ લોખંડની પાઇપ વડે માથાના ભાગે તેમજ શરીરના ભાગે માર મારી નાની મોટી ઇજા પહોચાડી અહીયા દેખાતો નહી નહીતર હજી મારીશ તેવી ધમકી આપી અને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી માથાના અંદરના ભાગે હેમરેજ કરી ગંભીર ઇજા પહોચાડી તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ કલાક ૧૬/૦૭ વાગે મોત નિપજાવી ગુનો કર્યા વિ.બાબતે તા:૦૯/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇન્સ.શ્રી કે.પી.ખરાડી માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. ગોરવા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૬૦૦૭૨૬૦૩૨૧/૨૦૨૬ ઈ.પી.કો.કલમ-૪૦૬,૪૬૫,૪૬૮,૪૭૧ મુજબના ગુનાના કામના ફરિયાદી આદિત્ય નિતીનભાઈ પારેખ ઉ.વ.૩૯ ધંધો.-વેપાર રહે-૭મધુવન વાટીકા રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાકેશકુમાર જગદીશચંદ્ર ઠાકોર રહે-બી-૧૪૨ જગ્યાથપુરમ લાલબાગ સામે માંજલપુર વડોદરા શહેર મોજે શ્રીજી આસ્થા એવન્યુ બાલાજી હોસ્પિટલ ખાતે ઇલોરાપાર્ક વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ ડિસેમ્બર-૨૦૨૨ થી ફેબ્રૂઆરી-૨૦૨૪ સુધી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદીને બિઝનેશ લોન રૂ.૪,૦૦,૦૦,૦૦૦/- ની અપાવવાની લોભામણી લાલચ આપી લોન મંજુર કરવા સારૂ જરૂરી ફ્રી પેટે ના રૂ.૧૭,૭૧,૧૨૦/- જેટલી માતબર રકમ પડાવી લઈ ફરીયાદીને એસ.ડી.ટી.બી સ્વીસ ડીજીટલ ટ્રસ્ટ બેંક ના ખોટા અને બનાવટી લેટર આપી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદીની લોન મંજુર ન કરાવી આપી ફરીયાદીએ આપેલ નાણા પરત માંગણી કરતા તેઓની બેંકના ચેક આપી તે ચેક ઇરાદા પુર્વક બાઉન્સ કરાવી ફરીયાદીને નાણા પરત ન આપી ફરીયાદી પાસેથી લિધેલ નાણા તેના અંગત ઉપયોગમાં લઈ તેઓને આર્થિક નુકસાન પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક ૧૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.બી.ચૌધરી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સમા પોલીસ સ્ટેશન પાર્ટ- એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૫૧/૨૦૨૬ બી.એન.એસ. સને-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) તથા આઈ.ટી.એક્ટ કલમ ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી લતા વા/ઓ રવિન્દ્ર દાવડકર ઉ.વ.૬પ ધંધો-નિવૃત રહે.૩૦૨, રૂદ્રાક્ષ, રેસિડેન્સી, શિવાશ્રય સોસાયટીની બાજુમા, ન્યુ સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મોબાઈલ નંબર.૭૫૮૨૦૮૨૧૧૭ ના ધારક વિશાલ શર્મા તથા (૨) મોબાઈલ નં.૯૭૫૫૭ ૪૦૧૨૭ ના ધારક તથા (૩) મોબાઈલ નં. ૯૫૩૬૬૫૪૫૪૮ ગઈ તા.૦૭/૦૩/૨૦૨૬ ના રોજથી તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ સુધી અલગ-અલગ સમયે મોજે:- ૩૦૨, રૂદ્રાક્ષ, રેસિડેન્સી, શિવાશ્રય સોસાયટીની બાજુમા, ન્યુ સમા, વડોદરા શહેર ખાતે આરોપીઓએ ઉપરોક્ત તારીખ અને સમયગાળા દરમ્યાન ફરીયાદી શ્રીને વિશ્વાસમા લઈ તેઓની મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ પોલીસી વિડ્રો કરાવવાના બહાને અલગ-અલગ બેંકોના બેંક એકાઉન્ટ નંબર મોકલી જે બેંક એકાઉન્ટમા ફરી. પાસેથી રૂપીયા ૪,૯૯,૫૦૫/- ટ્રાન્સફર કરાવી એક બીજાની મદદગીરી કરી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક: ૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી યુ.એચ.વસાવા સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૨૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૧), ૩૫૧(૨), ૨૯૬(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અનિલભાઈ વિઠ્ઠ્લભાઈ પટેલ ઉ.વ. ૫૮ ધંધો.દુકાન રહે,મ.નં. એ./૦૩ આકાશદિપ સોસાયટી , હાઈટેશન રોડ સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.૧ અવીજીતભાઈ તથા આરોપી નં.૦૨ શેરોનબેન ડૉ/ઓફ અવીજીતભાઈ મજમુદાર તથા આરોપી નં.૦૩ જે આરોપી નં.૨ ની માતા ત્રણેય રહે.મ.નં.બી/૨૦૧ આર્કિવ્યુ કોમ્પલેક્ષ હરીઓમનગર પાસે,સુભાનપુરા વડોદરા શહેર મો.૯૫૧૨૯૭૯૫૨૯ ગઈ તા.૦૭/૦૭/૨૦૨૬ ના કલાક ૦૯/૩૦ વાગ્યા ના આસપાસ ફરીયાદી દુકાન ઉપર ગયેલ હતા અને એક ગ્રાહક ને કલરનો ઓડર હોય અને જે કલર લેવા માટે ૧૦/૦૦ વાગ્યાની આસપાસ એક રીક્ષા ચાલક નામે રામકિશનભાઈ પોતાની રીક્ષા લઈ ગ્રાહક નો કલર લેવા માટે આવેલ તે વખતે અવીજીત મજમુદાર અને તેઓની પુત્રી શેરોન મજમુદાર ત્યા પોતાની ફોર વ્હિલ લઈને આવેલ અને તેઓએ આ ફોર વ્હિલ આ રીક્ષા ની નજીક લાવી પાર્ક કરેલ ત્યારે તેઓને ગાડી થોડી દુર પાર્ક કરવા માટે કહેતા આ અવીજીત મજમુદાર તેઓની પુત્રી ફરીયાદીને અપશબ્દો બોલવા લાગેલ અને ફરીયાદીને સમજાવવા જતા આ શેરોન મજમુદાર ફરીયાદીને મોઢાના ભાગે મુક્કા મારવા લાગેલ અને તે વખતે તેઓની માતા પણ ત્યા આવી ફરીયાદી સાથે અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગેલ. આરોપી નં. નાઓએ ફરીયાદીને વધુ માર મારવાનિ ધમકી આપવા લાગેલ અને આરોપી નં.૨,૩ નાએ પણ ફરીયાદીને ખોટા કેસમા ફસાવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક ૧૮/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ HC ગોવિંદસિંહ લક્ષ્મણસિંહ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૨૩/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૧૧૫(૧), ૩૫૧(૨), ૨૯૬(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શેરોન ડો/ઓફ અવીજીતભાઈ મજમુદાર ઉ.વ.૨૮ ધંધો.નોકરી રહે.મ.નં.બી/૨૦૧ આર્કિવ્યુ કોમ્પલેક્ષ હરીઓમનગર પાસે,સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.૧ અનિલભાઈ વિઠ્ઠ્લભાઈ પટેલ ઉ.વ.૫૮ તથા આરોપી નં.૨ ભાર્ગવભાઈ પટેલ જેના પુરા નામ સરનામાની ખબર નથી ગઈ તા.૦૭/૦૭/૨૦૨૬ ના રોજ ફરીયાદી નાઓનાઓ પોતાના પિતા નાઓ સાથે ફોર વ્હિલ ગાડી રજીનં,GJ-06-PK-6907 નાની લઈને ઈલોરાપાર્ક શાક માર્કેટ ખાતે ગયેલ અને આશરે કં ૦૯/૪૭ વાગ્યે પરત ઘરે આવેલ હતા તે વખતે ફરીયાદી પોતાની ફોર વ્હિલ ગાડી પાર્ક કરે ત્યા એક ઓટો રીક્ષા પાર્ક કરેલ હોય જેથી આ ફરીયાદીના પિતાએ ત્યા આવેલ આ કલરની દુકાન ના માલિક અનિલભાઈ નાઓને કહેલ કે આ તમારી દુકાને આવેલ ઓટો રીક્ષા સાઈડમા હટાવી લો તેમ કેહતા આ કામના આરોપી અનિલભાઈ નાઓ ફરીયાદીના પિતા સાથે અપશબ્દો બોલી જપાજપી કરી ઝઘડો કરેલ ત્યારબાદ આરોપી ૧ ના પુત્ર ભાર્ગવનાઓ આવી અપશદો બોલેલ અને આરોપી ૧ નાએ ફરિયાદીને વધુ માર મારવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ HC ગોવિંદસિંહ લક્ષ્મણસિંહ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સીટી પો.સ્ટે. પાર્ટ -એ ૧૧૧૯૬૦૦૬૨૬૦૧૫૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૨૯૬(ખ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી યુનુશભાઈ ચાંદભાઈ શેખ ઉ.વ.-૨૯, ધંધો- રિક્ષા ડ્રાઈવર, રહે.મ.નં.૨૭૨, રહેમતનગર, ચાંદભાઇની ચાની લારી પાસે, ભાંડવાડા, ફતેપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અરબાજ રફિકભાઈ લકીવાલા, રહે: રોશનનગર, મદ્રસાની બાજુમાં, તુલસીવાડી, વડોદરા શહેર તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક ૧૩/૩૦ વાગ્યાની આસપાસ, મોજે. પૌવાવાલી ગલી પાસે ગાંધી કેશવલાલ મનસુખલાલ નામની કરીયાણાની દુકાન આગળ, વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી પોતાની રીક્ષા લઈને માંડવી દરવાજા પાસે ખંડેલવાલ તેલ વાળાની દુકાન પાસે આવીને પેસેંજરની રાહ જોતા હતા. તે દરમિયાન બે પેસેંજર ફરી.શ્રી પાસે આવેલ અને જણાવેલ કે અમારે ફતેપુરા ચાર રસ્તા ખાતે જવાનુ છે જેથી ફરી.શ્રીએ રીક્ષામાં બેસાડી દીધેલ હતા ત્યારબાદ અન્ય એક પેસેંજર આવેલ અને જણાવેલ કે અમારે અગોરા સીટી મોલ ખાતે જવાનું છે તેમ જણાવેલ હોય જેથી ફરી.શ્રીએ ભાડુ નક્કી કરીને ફરી.શ્રીની રિક્ષામાં બેસી જવા માટે કીધેલ હતું પરંતુ આ પેસેંજર ફરી.શ્રીની રીક્ષાની આગળ ઉભેલ એક રીક્ષાચાલક નામે અરબાજ રફિકભાઈ લકીવાલા નાઓની રીક્ષામા ભુલથી બેસી ગયેલ હતા. પરંતુ આ પેસેંજર ફરી.શ્રીને જોઇને ફરી.શ્રીની રીક્ષામા આવીને બેસી ગયેલ હતા. જેથી તે રિક્ષાના માલીક અરબાજ લકીવાલા આવીને ફરી.શ્રીને કહેવા લાગેલ કે આ પેસેંજર મારી રીક્ષામાં બેઠા હતા જેથી મારી રીક્ષામાં બેસાડીને લઈ જાઉ છુ તેમ જણાવતા હોય જેથી ફરી.શ્રીએ ના પાડતા આ અરબાજ લકીવાલા નાઓ ઉશ્કેરાઇને ફરી.શ્રીને જેમ-તેમ ગંદી ગંદી ગાળો બોલવા લાગેલ અને ફરી.શ્રી સાથે હાથાપાઇ કરવા લાગેલ જેથી ફરી.શ્રીનાઓ ત્યાંથી રિક્ષા લઈને પેસેંજરને મુકવા માટે નિકળી ગયેલ હતા. ત્યારબાદ આ અરબાજ નાઓ પૌવાવાલી ગલી પાસે ગાંધી કેશવલાલ મનસુખલાલ નામની કરીયાણાની દુકાન આગળ આવીને ફરી.શ્રીને રોકીને તેની રીક્ષામાંથી લોખંડની પાતળી હાથાવાળી કંઈક વસ્તુ કાઢીને ફરી.શ્રીને માથાના ભાગે તથા ડાબા હાથ ઉપર મારી દીધેલ જેથી ફરી.શ્રીને માથામાંથી તથા ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગેલ અને આ અરબાજ લકીવાલા નાઓ જતા જતા મને કહેવા લાગેલ કે માંડવી આસપાસ તને ધંધો કરવા નહિ દઉ તેમ કહિને ત્યાંથી ભાગી ગયેલ વિગેરે બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક ૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI મહેશ્વરીબેન પુંજભાઈ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ચોરીના કેસો
૧. સીટી પો.સ્ટે. પાર્ટ -એ ૧૧૧૯૬૦૦૬૨૬૦૧૫૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગ જગદીશચંદ્ર સોની ઉ.વ.૨૪, ધંધો-વેપાર, રહે.જગદીશ જવેલર્સ દુકાનની ઉપર, ફતેપુરા ચોકીની સામે, અડાણીયા પુલ ચાર રસ્તા પાસે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ તા.૦૭/૦૪/૨૦૨૬ના રોજ ૧૩/૦૦ વાગ્યા આસપાસ મો.જે. ફતેપુરા ચોકીની સામે આવેલ જગદીશ જવેલર્સ નામની દુકાન, વડોદરા શહેર ખાતે આ કામના ફરી.શ્રી ફતેપુરા ચોકીની સામે આવેલ જગદીશ જવેલર્સ નામની દુકાને હાજર હતા તે દરમ્યાન તેઓની દુકાનના કાઉન્ટર ઉપર રાખેલ તેઓનો રેડમી કંપનીનો નોટ-૧૫ મોડલનો બ્લ્યુ કલરનો મોબાઈલ હતો. જેમા વી.આઇ. કંપનીનુ સીમ-કાર્ડ હતુ. જે મોબાઇલ ફોનનો IMEI NO. ૮૬૮૪૯૫૦૭૩૩૪૯૮૦૮ તથા ૮૬૮૪૯૫૦૭૩૩૪૯૮૧૬ ના છે જેની કિંમત આશરે રૂપીયા ૨૩,૦૦૦/- ની ગણી શકાય તે મોબાઇલ ફોન દુકાનમાં આવેલ ગ્રાહકોની ભીડમાંથી કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એસ.બી.પટેલ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો
૧. જવાહરનગર પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૨૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૨(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી વિમળાબેન વા/ઓફ નવનિતભાઇ વાળંદ ઉ.વ.૩૭ ધંધો-વેપાર રહે.બી/૧૦૧, રાધે લાઇફ સ્ટાઇલ, કોયલી ગામ, તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ તા-૦૭/૦૭/૨૦૨૬ ના કલાક-૧૦/૩૦ વાગ્યાથી કલાક-૧૮/૩૦ વાગ્યાના સમય દરમ્યાન કોઈપણ સમયે મોજે-બી-ટાવર, રાધે લાઇફ સ્ટાઇલ, કોયલી ગામ, તા.જી.વડોદરા ખાતે ખુલ્લા પાર્કીંગમાંથી કોઈપણ સમયે મોજે-બી-ટાવર, રાધે લાઇફ સ્ટાઇલ, કોયલી ગામ, તા.જી.વડોદરા ખાતે ખુલ્લા પાર્કીંગમાંથી અમારૂ ROYAL ENFIELD કંપનીનુ CLASSIC-350 મોડેલનુ GUN METAL GRAY કલરનુ બુલેટ જેનો રજી.નં.- GJ-17-BJ-7701 જેનો ચેચીસ નં. ME3U3S5C1JA590694 તથા એંજીન નં-U3S5C1HN259822 નો છે જેની આશરે કી. રૂ.૬૦,૦૦૦/- ગણી શકાય તે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય વિ બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક-૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.પી.ખુમાણ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૨૯૬/૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨), ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી રઘુવીરસિંહ નરવતસિંહ પરમાર ઉ.વ-૩૫ ધંધો-નોકરી રહે બ્લોક નં-બી-૯ રૂમ નં-૧૧૪, એસ.આર.પી ગૃપ-૦૧, લાલબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીશ્રીની મોટરસાઈકલ ગઈ તા.૨૦/૦૬/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૦૮/૦૦ વાગ્યાથી તા.૨૧/૦૬/૨૦૨૬ના કલાક ૧૬/૦૦ વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે બ્લોક નં-બી-૯ રૂમ નં-૧૧૪, એસ.આર.પી ગૃપ-૦૧, લાલબાગ વડૉદરા શહેર ખાતે પાર્ક કરેલ મોટર સાઈકલ હોંડા સી.બી સાઈન સને.૨૦૧૮ના મોડલની જેનો રજી નં-GJ-06-LH-9208 જેનો ચેસીસ નં-ME4JC657AJ7091577 તથા એંજીન નં-JC65E71383436 નો છે જેની કિમત રૂપિયા આશરે ૩૫,૦૦૦/-ની ગણી શકાય તે મોટર સાઈકલ કોઈ ડુપ્લીકેટ ચાવી વડે અથવા બીજા કોઈ સાધાન વડે ચાલુ કરી કોઇ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૭/૨૦૨૬ ના કલાક ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ગજુભાઇ વિઠ્ઠલભાઇ નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.