-: પ્રેસનોટ :-
(તા.૧૦/૦૮/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૯/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૬૭ કિં.રૂ.૧૩૪૦૦/- તથા ઇંગ્લીશ કવાટરીયા -૦૮, બોટલ તથા બિયર નંગ-૨૬ મળી કુલ કિ.રૂા.૧૭૮૯૮/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૬ સહિત કુલ-૨૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુનની કોશીશના કેસો
૧. વારસીયા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૮૨૬૦૨૧૨/૨૦૨૬ ભારતીય ન્યાંય સહીતા-૨૦૨૩ ની કલમ-૧૦૯(૧) તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ઉમેશ કાંતીલાલ શંકરલાલ ચૌહાણ(રાજપુત) રહે,મ.નં.બી/૦૨ જાદવઅમી શ્રધ્ધા સોસાયટી, નવજીવન બસ સ્ટેન્ડની સામે આજવા રોડ,બાપોદ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રમોદભાઇ ધીરજભાઇ રાજુપત રહે, બ્લોક નં.૮૯ રૂમ નં.૫ કિશનવાડી વુડાના મકાનમા વડોદરા શહેર તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક.૦૭/૦૦ થી ક.૦૮/૩૦ વાગ્યા દરમ્યાન આરોપીનાએ ફરીયાદીના બહેન સાથે ગઈ તા.૮/૮/૨૦૨૬ ના રોજ રાત્રીના ફરીયાદીની ભાણી-નતાશા રાજપુત બહાર તેની બહેનપણી સાથે ફરવા ગયેલ જે ઘરે મોડા પરત આવતા ફરીયાદીના બહેન દક્ષાબેન સાથે ઝઘડો તકરાર કરેલ અને રાત્રીના થયેલ ઝઘડા બાબતે ફરી વખત ઝઘડો કરી ગુસ્સમા આવી જઈ ફરીયાદીના બહેનને માથામા જમણી બાજુ કુહાડી મારી ગંભીર ઇજા પહોચાડી મે.પો.કમિ.સા.શ્રી વડોદરા શહેરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.ડી.ચૌહાણ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો
૧. છાણી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૦૫૨૬૦૩૦૯/૨૦૨૬ (ફસ્ટ ૪૯/૨૦૨૬) બી.એન.એસ.કલમ-૩૩૧(૪), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સુનિલકુમાર સ/ઓ જશભાઈ શંકરભાઈ પટેલ રહે.મ.નં.-જી/૧૦૫ સોહમ હાઈટસ દસરથ ગામ તા.જી.-વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.-૦૮/૦૮/૨૦૨૬ ના ક-૨૩/૦૦ વાગ્યાથી આજરોજ તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક ૦૬/૦૦ વાગ્યાના સમય ગાળા દરમ્યાન મોજે-મ.નં.-જી/૧૦૫ સોહમ હાઈટસ દસરથ ગામ કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીશ્રી ના ફ્લેટના લોખંડની ગ્રીલવાળા તથા લાકડાના મુખ્ય દરવાજાઓના નકુચા તથા તાળા તથા ચેનલ લોક તથા સેન્ટર લોક કોઈ સખત વસ્તુ વડે બળપ્રયોગ કરી તોડી ફ્લેટમા પ્રવેશ કરી ફ્લેટમા આવેલ લોખંડની તિજોરીના અંદર બહારના નાના-મોટા દરવાજાના લોક કોઈ સખત વસ્તુ વડે બળપ્રયોગ કરી તોડી તિજોરીમા મુકી રાખેલ સામાન વેર વિખેર કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા ખેતી ઉપજના રોકડા રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૧,૪૦,૪૦૦/- ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.જે.ડાભી છાણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. છાણી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૦૫૨૬૦૩૧૦/૨૦૨૬ (ફસ્ટ ૫૦/૨૦૨૬) બી.એન.એસ.કલમ-૩૩૧(૪), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વિઠ્ઠલભાઇ મણિલાલ પરમાર રહે.મ.નં.-૧૭, રાધા-ક્રિષ્ના સોસાયટી, ઇન્દીરાનગર, દશરથ ગામ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.-૦૮/૦૮/૨૦૨૬ ના ક-૨૩/૦૦ વાગ્યાથી તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક ૦૬/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે- મ.નં.-૧૭ રાધા કિસકિષ્ના સોસાયટી ઇંદીરાનગર દસરથ ગામ કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીશ્રીના ઘરનો મુખ્ય દરવાજાને મારેલ તાળુ તથા તે પછી આવેલ લાકડાના દરવાજાના લોખંડના નકુચાને કોઈ સખત વસ્તુ વડે બળપ્રયોગ કરી તોડી નાખી ઘરમા પ્રવેશ કરી ઘરમા આવેલ બે તિજોરીઓના નાના-મોટા દરવાજાઓને પણ કોઈ સખત વસ્તુ વડે બળ પ્રયોગ કરી તોડી તિજોરી તથા પેટી પલંગનો સામાન પલંગ ઉપર તથા ભોયતળિયે વેર વિખેર કરી પેટી પલંગ તથા લોખંડની તિજોરીમા મુકી રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂ.-૨૫,૦૦૦/- મળી કુલ્લે રુ.-૧,૨૦,૨૦૦/- ની મત્તાની ચોરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.એસ.ચોધરી છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૮૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), મુજબના ગુનાના કામના ફરિયાદી રાહુલસિંહ દિલીપસિંહ જાદવ રહે, મ.નં. સુથાર ફળીયુ, ડો.હેડગેવાર પ્રાથમિક શાળાની બાજુમાં, અકોટા ગામ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧)રોશન રામચંન્દ્ર કુશવાહા તેમના પિતા(૨)રામચંન્દ્ર કુશવાહા તથા તેમની માતા(૩) લલીતાદેવી ત્રણેય રહે, મ.નં.ઈ/૩૦, વ્રજભુમી સોસાયટી, ઇન્દીરા નગરની પાસે, વડસર બ્રીજ નીચે, વડોદરા શહેર નાઓએ તા.૦૯/૦૮/૨૦૨૬ નાં ક.૧૭/૩૦ વાગે મોજે.“આર.કે.ફીટનેસ” જીમની આગળ, ઇંદીરા નગરની બાજુમાં, વડસર બ્રીજ નીચે, માંજલપુર ફરીયાદીના મામા જયેન્દ્રસિંહના ઘર પાસે કોઇ અજાણ્યા વ્યક્તિએ પોતાની ફોર-વ્હિલર કાર પાર્ક કરી દિધેલ જેથી જયેન્દ્રસિંહને લાગેલ કે તેમના ઘર પાસે રહેલ “આર.કે.ફીટનેસ” જીમ ખાનામાંથી કોઇ જીમ કરવા આવેલ વ્યક્તિએ પાર્ક કરેલ હશે જેથી કહેવા માટે“આર.કે.ફીટનેસ” ખાતે ગયેલ જ્યા આરોપી નં.(૧) નાઓ આવીને ફરીયાદીના મામા જયેંદ્રસિંહ પઢિયાર નાઓને ગંદી ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે “કેમ મારા નાના ભાઇને ડરાવે છે ટાટીયા ભાગી નાખીશ” જેથી ફરીયાદી તથા ફરીયાદીના બીજા મામા તખતસિંહ નાઓ ત્યા ગયેલ ત્યારે આરોપી નં.(૨)તથા (૩) નાઓ પણ આવી ગયેલ અને ફરીયાદી સાથે ઝઘડો તકરાર કરી ગડદાપાટુનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અરવિંદભાઇ નાથાભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૮૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૫(૨), ૨૯૬(બી),૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રોશન રામચંન્દ્ર કુશવાહા રહે, મ.નં.ઈ/૩૦, વ્રજભુમી સોસાયટી, ઇન્દીરા નગરની પાસે, વડસર બ્રીજ નીચે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) જયેન્દ્રસિંહ ગણપતસિંહ પઢીયાર નં.(૨) તખતસિંહ ગણપતસિંહ પઢીયાર નં.(૩) ગંગાબેન ગણપતસિંહ પઢીયાર ત્રણેય રહે, અશોક બારોટની ચાલી, ઇંદીરા નગરની બાજુમાં, વડસર બ્રીજ નીચે, માંજલપુર, વડોદરા શહેર તથા નં.(૪) રાહુલસિંહ દિલીપસિંહ જાદવ ઉ રહે, સુથાર ફળીયુ, ડો.હેડગેવાર પ્રાથમિક શાળાની બાજુમાં, અકોટા ગામ, વડોદરા શહેર નાઓએ તા.૦૯/૦૮/૨૦૨૬ નાં ક.૧૭/૩૦ વાગે મોજે.“આર.કે.ફીટનેસ” જીમની આગળ, ઇંદીરા નગરની બાજુમાં, વડસર બ્રીજ નીચે, માંજલપુર ફરીયાદી નાઓને તેમના ભાઇ દ્વારા જાણવા મળેલ કે નાનાભાઇ ગૌતમ સાથે બોલાચાલી કરે છે જેથી ફરીયાદી ત્યા ગયેલ અને સમજાવવા માટે જતા ચારેય આરોપીઓએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગડદા–પાટુનો માર મારેલ જે બાદ આરોપી નં.(૧)તથા (૨) નાઓ લાકડાનો ડંડો લઈને આવી ફરીયાદીના માથામાં જમણી બાજુ કાનની ઉપર તથા શરીરના ભાગે મારી ઇજા પહોચાડેલ જે બાદ આરોપીઓએ ફરીયાદીને ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સાશ્રીના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૮/૨૦૨૬ નાં ક.૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અરવિંદભાઇ નાથાભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાતના કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ, ૧૧૧૯૬૦૦૩૨૬૦૩૯૦ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુનાના કામના ફરિયાદી નિલકંઠ રંગરાવ મોરે રહે- ૧૬૭૭, ચીત્રકુટ સોસાયટી, આકાશવાણીની પાછળ, મકરપુરા રોડ, વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી જોસેફભાઈ બાબરભાઈ સેમ્યુઅલ પરમાર રહે. એસ.બી.પર્લ એપાર્ટમેન્ટ, બી-૩૦૩, ઇલેક્ટ્રીક સીટી ફેસ-૦૨, ગેટ નં-૦૧ ની સામે, જી.બેગલુર સાઉથ સને ૨૦૨૦થી આજદિન સુધી મોજે:- માંજલપુર દિનદયાળ આવાસ નજીક ગ્રેસ ઓટો ગેરેજ માજલપુર ખાતે આરોપીએ ફરીયાદીશ્રીને બિટકોઇનમા ઇન્વેસ્ટ કરવાનું કહી તેમાથી સારો નફો કરી આપીશ તેમ કહી વિશ્વાસમા લીધેલ, ત્યારબાદ ફરીએ આરોપીને અલગ-અલગ તારીખોએ ફરીની એચ.ડી.એફ.સી.બેંક એ.નં.૫૦૧૦૦૨૧૫૪૮૨૧૪૫ તથા એસ.બી.આઈ.બેંક એ.નં. ૬૬૦૧૬૮૪૫૫૧૧ માથી તેમજ તેની દિકરી ધનશ્રીના બેંક એકાઉંટમાથી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-એમ કુલ્લે મળી કિ.રૂ. ૧૧,૭૧,૯૧૨/- સામાવાળાના એકસીસ બેંકના એકાઉંટ ઓનલાઈન ચેક તથા આર.ટી.જી.એસ. તથા ગુગલ પે થી ટ્રાંસફર કરેલ હતા અને થોડા સમયબાદ આ સામાવાળાને મારા બિટકોઇન ખરીદ કરેલ છે કે કેમ ? તે બાબતે તે કોઈ માહીતી આપતો ન હતો ફરિના નામ પર અડધો બીટકોઇન ખરીદ કરેલ હોવાનુ જણાવેલ અને ફરીએ બિટકોઇન માગતાં તેઓ બિટકોઇન આપતો ના હોય જેથી તેમને બિટકોઇનમા રોકાણ કરવા આપેલ રૂપીયા પરત માંગતાં રૂપીયા કે બિટકોઇન આજદિન સુધી આપેલ નથી અને ખોટા ખોટા વાયદાઓ કરતાં હોય તેમને આપેલ મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતાં તેઓ ટેલીફોન ઉપાડતાં ના હોય અને ફોન બંધ કરી દઇ ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૮/૨૦૨૬ નાં ક.૨૨/૩૦ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રોહિતભાઇ રામાભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ –B -ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૬૦૦૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫૩(૧)(બી) તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૭ મુજબના ગુનાના કામના ફરિયાદી સ.ત.શ્રી એ.એસ.આઇ.સતિષ ભોગીલાલ, બ.નં.1226 સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (SOG), વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઇડી તમન્નાસૈયદઓફીસ્યલ ના ધારક નામે તમન્ના વાઇફઓફ સોહેલ સૈયદ રહે 905 જી ટાવર વેદા 2 ટીપી 13 ફતેગંજ વડોદરા નાઓએ તા.૨૯/૦૭/૨૦૨૬ થી તા.૦૭/૦૮/૨૦૨૬ વાગે FACEBOOK ID https://www.facebook. com/ tamannasaiyedofficial તેમજ INSTAGRAM ID – tamannasaiyedoffical ના ધારક તમન્ના સૈયદ નાઓએ તા.29/07/2026 થી તા.07/08/2026 સુધીમાં નાગરીકોને ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં પ્રચાર પ્રસાર કરી લોકોને ભ્રમીત કરી લોકોમાં ભય તેમજ ગભરાટ પેદા કરે તે પ્રકારના વિડીયો બનાવી પોતાના ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના ફોલોઅર્સ વધારવા તથા સોશીયલ મીડીયા ઉપર પોતાની સસ્તી પ્રસિધ્ધી મેળવવાના બદઇરાદાથી નાગરીકોમાં પોલીસ પ્રત્યે નારાજગી અને નાહક ઉશ્કેરાટ અને વયમનસ્ય પેદા થાય તેવી દ્વેશની લાગણીઓને પ્રોત્સાહિત કરે તેવા કોઇ પણ આધાર પુરાવા વગરના અને અધુરી વિગતોવાળા આક્ષેપો કરતા વિડીયોનો ઇલેક્ટ્રોનીક સ્વરૂપમાં પ્રચાર પ્રસાર કરી પોતાના ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ કોઇપણ ઘટનાના સમાચારો આપવા માટે કોઇ ઓથોરાઇઝ્ડ મીડીયા પ્લેટફોર્મ ન હોવા છતાં પોતાના ફોલોઅર્સ વધારવા અને સસ્તી પ્રસિધ્ધી મેળવવા આવા ભ્રામક ન્યુઝ વાયરલ કરી પ્રજાના જન માનસ સાથે છેતરપિંડી આચરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૮/૨૦૨૬ ક ૧૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી ડી.એન.ચુડાસમા સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૭૨ ૬૦૩૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી કૈલાસ ઉમેદસિંગ નેગી રહે. સી ચારસો પાંચ પરમ સોસાયટી પુષ્ટી સોસાયટીની બાજુમા બીલ કેનાલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જીતેન્દ્રસિઘ માનકસિઘ રાજ પુરોહીત રહે.સી ચારસો બે આદિત્ય એમ્પાયર વાસણા ભાયલી કેનાલ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જીતેન્દ્રસિઘ માનકસિઘ રાજપુરોહીત રહે સી-૪૦૨ આદિત્ય એમ્પાયર, વાસણા–ભાયલી કેનાલ રોડ, વડોદરા શહેર નાઓએ તા ૧૪/૦૮/૨૦૨૫ ક. ૧૫/૦૦ થી તા ૦૭/૦૨/૨૦૨૬ ૧૮/૦૦ દરમ્યાન મોજે- ડી.એ.પી.એસ સ્કુલ, કારેલીબાગ, ફરીયાદી પાસેથી કુલ–૬ કેડીટ કાર્ડમાંથી અલગ અલગ વોલેટમાં તેમજ બેન્ક એકાઉન્ટમાં રૂ.૧૧,૫૩,૦૧૭.૪૦/- તથા હાથઉછીના રૂપીયા ૧,૦૦,૦૦૦/- તથા ૧,૯૯,૦૦૦/- તથા અલગ અલગ કુલ– ૬ બેન્કમાંથી પર્સનલ લોન રૂપીયા ૧૨,૦૯,૯૫૮.૫૦/- લેવડાવી ફરીયાદી પાસેથી કુલ રૂપીયા ૨૬,૬૧,૯૭૫.૯૦/- ફરીયાદીનો વિશ્વાસ મેળવી લઇ ફરીયાદીને પરત કરવાનુ જણાવી પરત નહી કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૮/૨૦૨૬ ના ક- ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આઇ.જે.રાઉલજી કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. નવાપુરા પો.સ્ટે.પાર્ટ એ–૧૧૧૯૬૦૧૫૨૬૦૩૪૫/૨૦૨૬ બી.એન.એસ-૨૦૨૩ ની કલમ- ૨૮૧, ૧૨૫(એ), તથા એમ.વી.એક્ટ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મહેન્દ્રભાઈ શ્રીરામ પરદેશી રહે.બી/૧૩૫, મોતીનગર-૨, તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અશોક લેલન્ડ કંપનીનુ ડમ્ફર ગાડી રજી નં- GJ-17-XX-7692 ના ચાલક તા.૦૯/૦૮/૨૬ ના ક-૧૪/૩૦ વાગ્યાના સુમારે મોજે- ઇન્દુમતી પેલેસ સામે રાજમહેલ રોડ ઉપર આરોપી પોતાનુ ડમ્પર ગાડી રજી નં- GJ-17-XX-7692 ના ચાલકે પોતાનુ ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ડોગ સ્કોડના સરકારી બોલેરો જેનો રજી. નં-GJ-18-GC-0442 ને પાછળના ભાગે ટક્કર મારી ગાડીના પાછળના ભાગે દરવાજા તથા કાચ નુકશાન કરી તેમજ આગળના ભાગે બોનટ ઉપર અને રેડિયેટરને નુકશાન કરી ફરીયાદીને નાકના ભાગે તેમજ ઘુંટણના ભાગે ઇજા કરી તેમજ માથામાં પાછળના ભાગે ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૯/૦૮/૨૦૨૬ ના ક-૧૮/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઇ ગણેશભાઇ નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૪૨૬૦૩૬૧/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪મુજબના ગુનાના કામના ફરીયાદી કલ્પેશભાઈ ભાઈલાલભાઈ વણકર રહે,મ.નં. જે/૨૦૬ માધવનગર વુડાના મકાન સફ્લ આઈરીસ ફ્લેટની સામે અટલાદરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી જીતેન્દ્રસિંહ તા.૦૯/૦૮/૨૦૨૬ ના સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ મોજે. નારાયણવાડી ચાર રસ્તા પાસે રોડ ઉપર પોતાના કબ્જાનો અજાણ્યો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે, બેદરકારીથી ચલાવી લાવી ફરિયાદીના પિતા ભાઈલાલભાઈ ફુલાભાઈ વણકર ઉ.વ.૬૫ નાઓ નારાયણવાડી ચાર રસ્તા પાસે ચાલતા જતા હતા ત્યારે ટક્કર મારીને અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ફરિયાદીના પિતાનુ મોત નિપજાવી ગુનો કર્યો વિ.બાબતે તા.૧૦/૦૮/૨૦૨૬ ના ક.૦૪/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જી.એ.અનાવાડીયા અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. રાયોટીંગના કેસો
૧. પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૪૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩),૧૮૯(૧)(ઇ),૧૮૯(૩),૧૯૦,૧૯૧(૨),૧૯૨ મુજબના ગુનાના કામના ફરિયાદી મુસ્તકીમ મહેદીહુસેન ઢાલ રહે-રફાઇ મહોલ્લા, તાઇવાડા, વાડી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સલીમહુસેન મહંમદભાઇ બાજેવાલા રહે-દયારે મંઝીલ તાઇવાડા વડોદરા (૨) ઇશરાર ડેલાવાલા રહે-તાઇવાડા મેહદવીયા જામા મસ્જીદ પાસે, વાડી, વડોદરા (૩) આબીદ ઇસ્માઇલભાઇ લાંબાવાલા (૪) ઇરફાન ઇસ્માઇલભાઇ લાંબાવાલા (૫) જમીલ ઇબ્રાહીમભાઇ ભરુચી ત્રણેય રહે- યદુલ્લાહી ચોક, તાઇવાડા, વાડી, વડોદરા શહેર (૬) મુજાહીદ દીલાવરહુસેન તાસ્તીવાલા (૭) મુસ્તકીમ દીલાવરહુસેન તાસ્તીવાલા(૮)ફૈઝલ નુસરતભાઇ ભરુચી ત્રણેય રહે-શિવાજી ચોક, રબારીવાડ, બાવામાનપુરા, વડોદરા (૯) જાવેદ મહંમદહુસેન પુલાવવાલા રહે- લોખંડવાલા હાઉસની બાજુમા, તાઇવાડા, વાડી, વડોદરા (૧૦) મુસદ્દીક ફતેભાઇ ખાનસાબ રહે- મામુ ભાણજા દરગાહની સામે, તાઇવાડા, વાડી, વડોદરા નાઓએ તા-૧૦/૦૮/૨૦૨૬ ના ક-૦૦/૧૫ વાગ્યાની આસપાસ મોજે- મહેદવીયા મસ્જીદના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે,તાઇવાડા વાડી ફરિયાદીનાઓ મસ્જીદના નોટીસ બોર્ડ પર સમાજની મીટીંગ બરખાસ્ત હોવાનુ લખવા જતા તે આરોપી(૧) નાઓને પસંદ ન હોય જેથી બીજા તમામ આરોપીઓ નાઓને ઉશ્કેરણી કરતા તેઓ એક સંપ થઇ સમાન ઉદ્દેશ પાર પાડવાના ઇરાદે ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદી તથા સાહેદોને શરીરે ગડદાપાટુનો માર મારી બિભત્સ ગંદી ગાળો આપી મારામારી કરી ફરિ.ને ધક્કો મારીને નીચે પાડી દઇ મોઢા પર તથા છાતી પર લાતો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૮/૨૦૨૬ ના ક-૦૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.એસ.ભરવાડ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૮. ચોરીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૬૦૪૬૦/૨૦૨૬ ભારતિય ન્યાય સંહિતાની કલમ ૩૦૩ (૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુરેશકુમાર કરણસિંહ સોલંકી રહે. ૮નવાપુરા ફળીયુ દેરોલ ગામ તા કાલોલ જી પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ એક રીક્ષા ચાલક તથા તેની સાથેના બીજા અજાણ્યા ત્રણ ઈસમો તે તા-૧૨/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના આશરે અઢીથી ત્રણેક વાગ્યાના સમયગાળામા રેલ્વે સ્ટેશનથી કાલા ઘોડા સર્કલ નજીકના ગેટ સુધી રોડ પર ફરિયાદી પોતાની પત્ની સાથે વડોદરા રેલ્વે સ્ટેશન આઉટ ગેટ પાસે ન્યાય મંદિર ખાતે રાખડીઓની ખરીદી કરવા માટે ઉભા હોય તે દરમ્યાન આરોપી રીક્ષા ચાલકે ક્યા જવુ છે તેમ પુછતા ફરિયાદીએ ન્યાયમંદિર જવુ છે તેમ કહેતા રીક્ષામા બેસાડી રીક્ષામા બીજા ત્રણ ઈસમો બેઠેલ હોય તેઓએ રેલ્વે સ્ટેશનથી કાલાઘોડા નજીકના કોલેજના ગેટ સુધીમા ફરિયાદીના ગળામા પહેરેલ સોનાની ચેન આશરે દોઢ તોલા વજનની કિં.રૂ.૮૦ ૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતે તા.૧૦/૦૮/૨૦૨૬ના ક.૧૨/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.કે.રાઠોડ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.