-: પ્રેસનોટ :-
(તા.૧૦/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૬ કિ.રૂ.૧૨૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂના ક્વાટર નંગ-૦૫ મળી કુલ કિં.રૂ.૧૭૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૨ સહિત-૦૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મોબાઇલ ચોરીના કેસો
૧. સીટી પોલીસ સ્ટેશન
સીટી પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૫૦૨૦૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રાકેશભાઈ મનસુખભાઈ ગોહીલ રહે-મ.નં-૧૩૦,આનંદ નગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ,કારેલીબાગ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૦૬/૦૯/૨૦૨૫ નારોજ રાત્રીના ૦૯/૦૦ વાગ્યાની આસપાસ ફરિયાદી ભત્રીજા મનન સાથે ગણપતિ વિર્સજન જોવા માટે લહેરીપુરા દરવાજાથી માંડવી રોડ ઉપર નરસિંહજીની પોળમા જવાના નાકે સ્વાદ ફુડ્સ નામની દુકાન આગળ પાપડીનો લોટ ખાવા માટે આવેલ હતા, તે દરમ્યાન ફરિયાદીના ખીસ્સામા જોતા મોબાઈલ જે રેડમી નોટ-૧૪ પ્રો કંપનીનો ટીટન બ્લેક કલરનો 5G સને-૨૦૨૪ ના મોડલનો જેનો I.M.E.I.નં-8679060 70873542 નો છે,જે મોબાઈલમા એક વોડાફોન કંપનીનુ સીમ કાર્ડ તથા બીજા સ્લોટમા જીઓ કંપનીનુ સીમકાર્ડ નુ હતુ, જે મોબાઈલની કિં.રૂ.૨૬,૯૯૯/- તે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૯/૨૦૨૫ ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.સોજીત્રા સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પોલીસ સ્ટેશન
કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૧૭૦/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રોનકબેન વા/ઓફ અપલકુમાર જશવંતભાઇ પટેલ રહે-એ-૧૩, ધ સન ડુપ્લેક્ષ બામકો કેનાલ રોડ બીલ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૦૮/૨૦૨૫ ના ક. ૧૭/૦૦ વાગ્યાના અરસામાં મોજે- હાથીખાના ગેટ નં૦3 ની અંદર આવેલ દુકાન રામેશ્વર નામની લોટની દુકાન પાસે ફરિનો મોબાઈલ ફોન જેનો વાપર ઉપયોગ ફરિના પતિ કરતા હોઇ તે એપલ કંપનીનો ૧૨ પ્રો મોડલનો બ્લુ કલરનો જેમાં જીયો કંપનીનું સિમકાર્ડ હતુ જેનો આઈએમઈઆઈ નં.૩૫૭૪૧૯૫૭૧૪૦૯૪૯૦ નો છે જેની કિ.રૂ.૪૯,૦૦૦ /- નો મોબાઇલ ફોન કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય વિ.બાબતે તા-૦૯/૦૯/૨૦૨૫ ના ક. ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિઠ્ઠલભાઇ ભવાનભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
3. વિશ્વાસઘાતના કેસો
૧. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૮૩ /૨૦૨૫ ઈ.પી.કો કલમ ૪૦૬,૧૧૪ મુજબના ગુનાના કામના ફરિયાદી આશિષકુમાર ચંદ્રકાંત સોલંકી રહે-સી-૭ સાઇનાથ રેજન્સી બંસલ મોલની સામે ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ નં-(૧) જયપ્રકાશ જીવરાજ મહેતા (ર) તનુશ્રી વિશ્વાસ (૩) સંજીવ રાયકુમાર (૪) મનિનંદસિંગ અરોરા ઓફીસ એડ્રેશ ઓશન બિલ્ડીંગ પાંચમો માળ ગેંડા સર્કલ પાસે ગોરવા વડોદરા શહેર તથા મુખ્ય ઓફીસ એડ્રેશ એ-૬૦૧૦ છઠ્ઠો માળ સોલીટેર બીઝનેશ હબ નેકો ગાર્ડન રોડ તુલીપ કવર પાર્ક સામે વિમાન નગર પુણે મહારાષ્ટ્ર નાઓએ ગત ડિસેમ્બર-૨૦૨૨ મોજે- ઓશન બિલ્ડીંગ પાંચમો માળ ગેંડા સર્કલ પાસે ગોરવા વડોદરા શહેર ફરીયાદીનો ભરોસો કેળવી ફરીયાદીને ઓસ્ટ્રેલીયાના પી.આર તથા વર્ક પરમીટ કરી આપવાના બહાને ફરીયાદી પાસેથી રૂ.૨,૩૩,૧૮૦/- જેટલી રકમ પડાવી લઈ તેમજ અન્ય ગ્રાહક કેતન માધુસિંગ સોલંકી નાઓના કેનેડા તથા ઓસ્ટ્રેલીયા ખાતેના પી,આર વીઝા કરી આપવાના બહાને તેઓની પાસેથી રૂ.૧,૮૦,૮૪૩/- મળી કૂલ રૂ.૪,૧૪,૦૨૩/- જેટલી રકમ મેળવી લઈ તેઓના પી.આર.વિઝા તથા વર્ક પરમીટ નુ કામ ન કરી આપી તેઓએ આપેલ નાણા પરત માંગણી કરતા નાણા પરત ન આપી તેઓના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદી તથા અન્ય ગ્રાહકને આર્થિક નુકસાન પહોચાડી તેઓની સાથે ગુનાહીત વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૯/૨૦૨૫ ના ક ૨૧ /૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કૌશીકભાઈ વિઠલભાઈ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૫૧૪/૨૫ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦ મુજબના ગુનાના કામના ફરિયાદી ઇલેન્દ્રસિંહ નારસિંહ ચૌહાણ હાલ રહે-મ.નં.૨/૩૨ પુષ્પમ હોમ્સ ઘ માર્ક પાસે બીલ-કલાલી રોડ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અંકુરભાઇ પુરાણી રહે બી/૦૩ આશાલતા પાર્ક સોસાયટી કમલાનગર તળાવની પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓએ તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુઘી મોજે-બી/૦૩ આશાલતા પાર્ક સોસાયટી કમલાનગર તળાવની પાસે આજવા રોડ વડોદરા શહેર આરોપીએ ફરીયાદીને વિશ્વાસમા લઇ ફરીયાદીના બેંક ઓફ બરોડા જે બેંક એકાઉન્ટ નં.૧૧૪૦૦૧૦૦૦૦૯૮૬૧ તથા એચ.ડી.એફ.સી.બેંક જે બેંક એકાઉન્ટ નં.૫૦૨૦૦૦૯૩૫૦૧૩૩૯ તથા એચ.ડી.એફ.સી. સેવીંગ એકાઉન્ટ નં.૫૦૧૦૦૭૧૪૧૦૯૬૮૫ આ ત્રણેય એકાઉન્ટમાથી તથા એડ ઓન(ટોપ અપ) તથા કેશ દ્વારા આરોપી નાઓના એકાઉન્ટમા તથા રોકડ રકમ ટુકડે ટુકડે કરી રૂ.૪,૪૯,૭૫,૦૦૦/- શેર માર્કેટમા રોકાણ કરવા માટે આપેલ પરંતુ આ આરોપીએ ફરીયાદીને કોઇ બાહેઘરી કે એગ્રીમેટ આપેલ ન હોય અને આજદીન સુઘી નિકળતી મુડી રૂપીયા ૪,૪૯,૭૫,૦૦૦/- તેમજ ડીસેમ્બર-૨૦૨૪ થી એપ્રીલ-૨૦૨૫ સુઘીનુ વળતર આપેલ નહી જેથી આરોપી નાઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય કર્યા વિગેરે બાબતે તા ૦૯/૦૯/૨૦૨૫ ના ક. ૨૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇશ્રી પી.યુ. પસ્તાગીયા બાપોદ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. નાણાં ધીરધારના કેસો
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૫૧૬/૨૫ નાણા ધીરધાર અધિનીયમ કલમ ૪૦, ૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી લલીતભાઇ મોરારીલાલ ખંડેલવાલ રહે. મ.નં- બી/૩૦૧ ઇ-શાંતી હાઇટ, સયાજીપુરા પાણીની ટાંકીની સામે, સયાજી ટાઉનશીપ રોડ, વડોદરા શહેર મુળ રહે.નગર ગામ, તાલુકો-ડીગ, જીલ્લો ભરતપુર રાજ્ય- રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) દર્પણભાઇ અશોકભાઇ શાહ (૨) હિતેશભાઇ અશોકભાઇ શાહ બંને રહે.પનઘટ સોસાયટીની પાછળ, વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓએ ડીસેમ્બર-૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી મોજે- વશુંધરા સોસાયટીના નાકે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર આરોપી નાઓએ ફરીયાદીને ડીસેમ્બર-૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધી કુલ્લે રૂપીયા ૯,૦૦,૦૦૦/- (અંકે નવ લાખ પુરા) ૧૫% ના વ્યાજ લેખે આપેલ હોય જેનુ ફરીયાદીએ આરોપીને વ્યાજ પણ આપેલ હોય અને છેલ્લે બે મહિનાથી ફરીયાદીથી વ્યાજ ભરી શકાય તેમ ના હોય ફરીયાદીએ વ્યાજ આપેલ ના હોય જેથી બન્ને આરોપીનાઓ ફરીયાદી પાસે વ્યાજની ઉધરાણી કરી ત્રાસ આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા ૦૯/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.એન.પ્રસાદ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૧૮/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨), મુજબના ગુનાના કામના ફરિયાદી મુકેશભાઇ સ/ઓ સુરેશભાઇ ઇંદ્રભાઇ યાદવ રહે-મ.નં-૩૦૫ ડિવાઇન એવન્યુ વોલ્ટેમ કંપનીની સામે માણેજા વડોદરા શહેર મુળ રહે-ગામ-પતાર ભુસી ટોલા તા-આંદર જી.સિવાન રાજ્ય.બિહાર નાઓની ફરિયાદ મુજબ તા.૦૭/૦૯/૨૦૨૫ ના સાંજના ૦૭/૩૦ વાગ્યા થી તા.૦૮/૦૯/૨૦૨૫ ના સવાર ક-૦૭/૦૦ વાગ્યાના સુમારે મોજે- ડિવાઇન એવન્યુના પાર્કીગમાથી વોલ્ટેમ કંપનીની સામે, માણેજા વડોદરા શહેર ખાતે ફરીયાદીશ્રી તેઓના મિત્ર રણજીત મહેશ રાય નાઓની માલીકીની સ્પ્લેંડર મો.સા પાર્ક કરેલ જે બ્લેક કલરની હિરો કંપનીની સ્પ્લેંડર જેનો રજી નં-GJ-06-SC-1907 નો છે. જેનો ચે.નં.MBLHAW228R5M88180 એ.નં.HA11E7R5M13757 નો છે. જે સ.ને. ૨૦૨૫ ના મોડલની છે. જેની આશરે કિ.રૂ.૪૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે કે કોઇ સાધન વડે લોક ખોલી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. સંજય સાહેબરાવ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૪૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ આ ગુનાના કામના ફરીયાદી અ.હે.કો.લાલસિંગ જોગડીયાભાઇ નોકરી હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૦/૦૯/૨૦૨૫ ના ક.૦૪/૧૫ વાગ્યાના સુમારે એક અજાણ્યા વાહન ચાલકે મોજે:-દરજીપુરા બ્રિજ પર સુરતથી અમદાવાદ તરફ જતા દરજીપુરા વડોદરા આરોપીએ એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી એક અજાણ્યા ઇસમ જેની ઉ.વ. 40 થી 45 ના આશરાનો જેના નામ સરનામાની ખબર નથી તેને એક્સીડંટ કરી માથામા ગંભીર ઇજા તથા શરીરે નાની મોટી ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૦/૦૯/૨૦૨૫ ના ક.૦૭/૨૦ ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.