Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૦/૧૧/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૯/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૭ કિ.રૂ.૩૪૦૦/- તથા ઇં.કવાટરીયા -૦૯ કિ.રૂ.૨૨૧૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૩ સહીત કુલ-૨૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       બખેડો ના કેસો

૧.         પાણીગેટ પો.સ્ટે.

પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૫૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૯૪(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત એ.એસ.આઇ. હર્ષદભાઇ કાનજીભાઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) સાહિલ અબ્બુતાલિબ મલેક રહે. નુરાની મસ્જીદની સામે, કહાર મહોલ્લા, બાવામાનપુરા, પાણીગેટ, વડોદરા શહેર તથા નં.(૨) સમીર ઉર્ફે છોરો મુસ્તાકસા દિવાન રહે, રાજા-રાણી તળાવ, જી.ઇ.બી. ઓફીસની બાજુમાં, પાણીગેટ, વડોદરા શહેર તથા નહી પકડાયેલ ઇસમો નં(૩) મલેક આફતાબ ઉર્ફે લાલા બંદર તથા નં.(૪) વિવેક રાણા તથા નં.(૫) ઉમેશ તથા અન્ય તપાસમા નીકળી આવે તે ઇસમો તે તા.૧૦/૧૧/૨૦૨૫ ના ક.૦૧/૪૫ વાગે મોજે-જુના પાણીગેટ પો.સ્ટે.થી પાણીગેટ દરવાજા તરફ જવાના જાહેર રોડ પર રજવાડી ચાની દુકાન સામે જાહેરમાં બખેડો કરી હાથમા તલવાર ધારણ કરી લોકોમાં ભયનુ વાતાવરણ ઉભુ કરી એકબીજા સાથે બોલા-ચાલી ઝઘડો કરી છુટા હાથની મારામારી કરી જાહેરમાં સુલેહ શાંતીનો ભંગ કરી મે.પોલીસ કમિ.સા.શ્રીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય તા.૧૦/૧૧/૨૦૨૫ ના ક.૦૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.સી.બારીયા પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       ઘરફોડના કેસો

૧.         બાપોદ પો.સ્ટે.

બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૬૩૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી ગુલામમોયુદ્દીન સાકીરભાઇ ખત્રી ઉ.વ.૩૨ ધંધો.વેપાર રહે.મ.નં.સી/૨ નિહારીકા સોસાયટી, અંબે નગર બાજુમાં કિશનવાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૦૭/૧૧/૨૦૨૫ નારોજ બપોરના ચારેક વાગ્યાથી તા.૦૯/૧૧/૨૦૨૫ ના રોજ સવારના આઠેક વાગ્યાના દરમિયાન મોજે- આજવા રોડ, સરદાર એસ્ટેટ ખાતે રોડ નં ૦૨ પ્લોટ નં ૮/૩ માં આર.કે. ઇલેક્ટ્રીક નામની દુકાન તથા ગોડાઉનમાં દુકાનનુ લોખંડનુ શટર તોડી દુકાનમાં પ્રવેશી એક ક્રોમ્ટન કંપનીની 2HP ત્રી ફેસની મોટર આશરે કીમત ૧૦૦૦૦/-રૂપીયા,તથા એક બાટલી બોય કંપનીની 4HP ત્રી ફેસની મોટર જેની આશરે કીમત ૧૮૦૦૦/-, તથા એક 2HP સીંગલ ફેસની મોટર જેમા કંપનનીનુ લેબલ નથી જેની આશરે કીમત ૪૦૦૦/- તથા એક 1HP સીંગલ ફેસની મોટર જેમા કંપનનીનુ લેબલ નથી જેની આશરે કીમત ૩૫૦૦/- એમ કુલ ચાર ઈલેક્ટ્રીક ઈન્‍ડક્શન મોટર જેની કુલ આશરે કીમત ૩૫૫૦૦/-ની મતાની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય વીગેરે બાબતે તા.૧૦/૧૧/૨૦૨૫ ના કલાક- ૦૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.       ધાક-ધમકી ના કેસો

૧.         નંદેસરી પો.સ્ટે.

નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૧૯૬૦૩૯૨૫૦૪૮૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૮(૪), ૧૧૫(૨), ૩૫૧(૩), ૨૯૬ મુજબના ગુનાના કામના ફરિયાદી કૌશલપ્રસાદ શ્રીનથ્થુપ્રસાદ ત્રીપાઠી ઉ.વ.૫૪ ધંધો-નોકરી હાલ રહે. મ.નં.એ/૧૦૨ દિયા સ્ટાઇલ હોમ્સ સોસાયટી ઉંડેરા ગામ તા.જી.વડોદરા મુળ રહે.કલ્પા ગામ તા.નાગોધ જી.સતના રાજ્ય-મધ્યપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આ કામના તહોમતદાર નંદેસરી ગામના સરપંચ દિલિપભાઇ જગદિશભાઇ પરમાર નાઓ ગઈ તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યા દરમ્યાન નંદેસરી જી.આઇ.ડી.સી. ફાર્મશન કંપનીના ગેટ પાસે પોતાની સફેદ કલરની હુંડાઇ કંપનીની ક્રેટા કાર લઈને આવીને ફરીયાદીને બોલાવી દિવાળીનુ કંઇ આપતા નથી તેમ કહી ઓછામા ઓછા પંદર યા વિસ હજાર તો આપવા જ પડશે, નંદેસરીમાં ધંધો કરવો હોય તો પૈસા તો આપવા જ પડશે નહીતર નંદેસરીમાં આવવા નહી દઉ. કે ધંધો પણ નહી કરવા દઉ તેમ કહીને ફરીયાદીને ગંદી ગાળો આપી પોતાની કારમાથી બહાર આવીને ફરીયાદીને જોરથી એક લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુંહો કર્યા વિ.બાબતે તા.૦૯/૧૧/૨૦૨૫ ના કલાક ૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી જે.ટી.નિનામા નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.       ચોરીના કેસો

૧.         સીટી પો.સ્ટે.

સીટી પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૬૨૫૦૨૪૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ (એ) મુજબના ગુનાના કામના ફરિયાદી જયરાજ રજનીકાંત રાજપુત ઉ.વ.૨૩ ધંધો-નોકરી રહે:- ૩૩, રામજીનગર, રૂપલ  સોસાયટી સામે, હરણી-વારસીયા રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૧૧/૨૦૨૫ ના ક.૧૧/૪૦ વાગ્યા થી કલાક ૧૨/૩૦ વાગ્યા દરમ્યાન આ કામના ફરી.ના એમ.જી.રોડ, અંબેમાતાના મંદિર સામે આવેલ ચકાભાઇ જ્વેલર્સ નામની દુકાન પર હાજર હતો તે દરમિયાન એક અજાણ્યો ચોર ઈસમ આવી નજર ચુકવી ટ્રે માંથી એક સોનાની વીંટી જેનું વજન આશરે ૦૮.૫૪૦ ગ્રામ કુલ્લે કિંમત રૂપીયા ૭૫,૦૦૦/-ની મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોય જે ગુનો કર્યા  વિગેરે બાબતે તા.૦૯/૧૧/૨૦૨૫ ના કલાક ૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. વિપુલભાઇ સાયદાનભાઇ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.       વાહન ચોરીના કેસો

૧.         ફતેગંજ પો.સ્ટે.

ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૫૧૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મહેબુબભાઇ નુરમહમંદ મોમીનસુથાર ઉ.વ ૫૩ ધંધો નોકરી રહે ઈ-૧૦૧ સ્ટાર સીટી-૨ અમીનાનગર પાછળ વાસણા રોડ ભાયલી વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ તા.૩૧/૧૦/૨૦૨૫ના સવારના કલાક ૦૫/૦૦ થી સાંજના ક.૧૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- ફતેહગંજ બ્રીજ નીચે પોસ્ટ ઓફિસની સામે વડોદરા શહેર આ કામના ફરી.ની હીરો હોન્ડા કંપનીની પેશનપ્લસ લાલ કલરની મો.સા.જેનો રજી.નં.GJ-06-EA-3486 તથા એ. નં.HA10 EBA9G08739 તથા ચેસીસ નં. MBLHA10EGA9G01273નો છે જે લાલ કલરની છે કિમત આશરે રૂ ૧૫,૦૦૦/-ની મો*સા જેમા જે-તે સમયે આશરે ૦૧ લિટર પેટ્રોલ હતુ તે મો*સા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૧૧/૨૦૨૫ ના કલાક ૧૯/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો શાંતિભાઇ રામેશ્વરભાઇ ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.       મારામારીના કેસો

૧.         પાણીગેટ પો.સ્ટે.

            પાણીગેટ પોસ્ટે પાર્ટ-એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૫૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૯૪(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના કામના ફરીયાદી એ.એસ.આઇ. હર્ષદભાઇ કાનજીભાઇ બ.નં.૨૪૧૧ નોકરી પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) સાહિલ અબ્બુતાલિબ મલેક રહે. નુરાની મસ્જીદની સામે, કહાર મહોલ્લા, બાવામાનપુરા, પાણીગેટ, વડોદરા શહેર તથા નં (૨) સમીર ઉર્ફે છોરો મુસ્તાકસા દિવાન રહે- રાજા-રાણી તળાવ, જી.ઇ.બી. ઓફીસની બાજુમાં, પાણીગેટ, વડોદરા શહેર તથા નહી પકડાયેલ ઇસમો નં(૩) મલેક આફતાબ ઉર્ફે લાલા બંદર તથા નં (૪) વિવેક રાણા તથા નં (૫) ઉમેશ તથા અન્ય તપાસમા નીકળી આવે તે ઇસમો તા-૧૦/૧૧/૨૦૨૫ ના કલાક ૦૧/૪૫ વાગે મોજે-જુના પાણીગેટ પો.સ્ટે.થી પાણીગેટ દરવાજા તરફ જવાના જાહેર રોડ પર રજવાડી ચાની દુકાન સામે વડોદરા શહેરજાહેરમાં બખેડો કરી હાથમા તલવાર ધારણ કરી લોકોમાં ભયનુ વાતાવરણ ઉભુ કરી એકબીજા સાથે બોલા-ચાલી ઝગડો કરી છુટાહાથની મારામારી કરી જાહેરમાં સુલેહ શાંતીનો ભંગ કરી મે.પોલીસ કમિ.સા.શ્રીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય તા.૧૦/૧૧/૨૦૨૫ ના કલાક- ૦૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ એમ.સી.બારીયા પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.