Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૦/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૯/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૨૧ કિ.રૂ.૪૨૦૦/-, ઇ.કવા-૩૪૬, બિયર-૧૮, ફોરવ્હીલર-૦૧ મળી કિંરૂ.૫,૫૫,૮૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૫ સહીત કુલ-૩૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.       સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૦૨૫૦૭૮૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૧૨૧(૧), ૨૯૬(બી), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી અજય કુમાર નવિનચંદ્ર ડોડીયા ઉ.વ. ૫૧ ધંધો- નોકરી રહે. મ.નં. એ-૨૪ ગેલેક્ષી બંગલો નવરત્ન યુનિવર્સીટી રોડ ભાયલી વડોદરા મુળ રહે. પ્લોટનં. ૧૪૨ પિપલ્સ સોસાયટી શિવાજી સર્કલ પાસે ઘોઘા રોડ ભાવનગર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મનોજ રમેશ પરમાર નં.(૨) રીતેષ રમેશ પરમાર બન્ને રહે.રસુલજીની ચાલી પ્રિય લક્ષ્મી મિલ વિસ્તાર સયાજીગંજ વડોદરા શહેર અન્ય ચાર મહીલા ઈસમો જેના નામની ખબર નથી તે તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ આશરે કલાક. ૧૭/૦૦ વાગ્યે મોજે રસુલજીની ચાલી પ્રિય લક્ષ્મી મિલ વિસ્તાર સયાજીગંજ વડોદરા શહેર આ કામના ફરીયાદી પોતાની રાજ્ય સેવક તરીકેની કાયદેશરની ફરજ પર હાજર હોય અને પાણીની પાઈપ લાઈન બદલવાની કામગીરી કરતા હોય તે દરમીયાન આ કામના સામાવાળા નં.(૧) તથા નં(૨) નાઓએ ફરીયાદી સાથે બોલાચાલી ઝપાઝપી કરી ત્યારબાદ પાછળથી અન્ય ચાર મહીલા ઈસમોએ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીને પોતાની ફરજ બજાવતા અટકાવી વ્યથા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે  તા.૦૯/૧૨/૨૦૨૫ ના કલાક  ૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૬૮૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૭(૨), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી કરણ સ/ઓફ ગોપાલભાઇ રૂમાલભાઇ રાઠવા ઉ.વ.૧૯ રહે,મ.નં.૦૧, બહુચર નગર-૦૧,અલવાનાકા કોતરતલાવડી રોડ, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧)ધવલ ઉર્ફે બાબુ કિશોરભાઇ સાલુકે નં.(૨) વિષ્ણુ વણઝારા નં.(૩) પ્રદિપ ગોહિલ નં.(૪)અમીત ઠાકોર જેના પુરા નામ – સરનામાની મને ખબર નથી તે તા.૦૯/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગે મોજે. કોતર તલાવડી રોડ ઉપર આવેલ ભાથુજીના મંદિરના ગેટ નં.૦૨ પાસે, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર આ કામના ફરીયાદી નાઓને આરોપી નં.(૧) ધવલ ઉર્ફે બાબુ કિશોરભાઇ સાલુકે સાથે પૈસાની લેતી-દેતી બાબતે ગઈ તા.૨૭/૧૧/૨૦૨૫ ના બપોરના આશરે ત્રણેક વાગે મારા-મારી થયેલ હતી જેની અદાવત રાખી ફરીયાદી તથા સાહેદો ચીત્રા ભક્તિકુમાર કાંચા અને નીલ સુનિલભાઇ ઉત્તેકર સાથે કોતર તલાવડી રોડ ઉપર આવેલ ભાથુજીના મંદિરના ગેટ નં.૦૨ પાસે ગાર્ડનમાં બેઠા હતા તે વખતે ક.૧૬/૦૦ વાગે આ કામના આરોપીઓ ત્યા આવેલ જેમાં નં.(૧)ધવલ ઉર્ફે બાબુ કિશોરભાઇ સાલુકે તથા નં.(૨) વિષ્ણુ વણઝારા નાઓના હાથમાં લોખંડની પાઇપ હોય જેઓ આવીને ફરીયાદીને કહેલ કે “ડોન થઈ ગયા છો” તેમ કહી ગંદી ગાળો આપી આરોપી નં.(૨) વિષ્ણુ વણઝારા નાઓએ તેમના હાથમાં રહેલ લોખંડની પાઇપ સાહેદ ચીત્રા ભક્તિકુમાર કાંચા નાઓને માથાના પાછળના ભાગે મારી દેતા ત્રણ  થી ચાર ટાંકા આવેલ તથા આરોપી નં.(૧) ધવલ ઉર્ફે બાબુ કિશોરભાઇ સાલુકે નાઓએ તેમના હાથમાં રહેલ લોખંડની પાઇપ વડે ફરીયાદીને ચારથી પાંચ ફટકા ડાબા પગે ધુટણની નીચેના ભાગે તથા ડાબા હાથે કોણી પાસે મારી દઈ ફ્રેક્ચર કરી ચારેય આરોપીઓએ ભેગા મળીને ફરીયાદી તથા સાહેદ ચીત્રા ભક્તિકુમાર કાંચાને ગડદા–પાટુનો માર મારી ફરીયાદીના ડાબા કાને તથા જમણા અંગુઠા પર સામાન્ય ઇજા પહોચાડી ફરીયાદી તથા સાહેદ ચીત્રા ભક્તિકુમાર કાંચાને જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય આરોપીઓએ એક-બીજાની મદદગારી મે.પો.કમિ.સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ.શ્રી એ.એસ.ચૌધરી માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૭૦૨/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૧૭(૨),૩૫૧ (૨),૨૯૬(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી ગોલાભાઇ રમેશભાઇ રાઠોડીયા ઉ.વ.૩૯ ધંધો.છુટક મજુરી રહે.મ.નં.૧૮૬ નવીનગરી ગુરુકુલની સામે,ખોડલધામ માતાના મંદીર પાસે,વડદલા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજય ઉર્ફે જાડીયો રાઠોડીયા રહે.નવીનગરી,તરસાલી, વડોદરા શહેર તા.૦૯/૧૨/૨૦૨૫ ના ૦૧/૪૫ વાગ્યાની આસપાસ મોજે- મ.નં.૧૮૬ નવીનગરી ગુરુકુલની સામે,ખોડલધામ માતાના મંદીર પાસે,વડદલા રોડ,વડોદરા શહેર ફરીયાદીના દિકરા ગણેશ ઉ.વ.૧૫ નાને આરોપી અજય ઉર્ફે જાડીયાએ ફરી.ના ઘરે આવી ફરી.ના દિકરા ગણેશને જણાવેલ કે,ગઈકાલે તમે બધા છોકરાઓએ કેમ મોબાઈલમાં ગેમ રમવા બાબતે બોલાચાલી કરેલ તેમ કહી ફરી.ના દિકરા સાથે ગાળાગાળી કરેલ અને ડાબા હાથના કોણીના ભાગે લાકડાનો ડંડો મારી ફેક્ચર કરી, માર મારવાની ઘમકી આપી નાશી જઈ મે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૧૨/૨૦૨૫ ના ૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. મયુરસિંહ પ્રવિણસિંહ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.       હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૬૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા અધીનીય સને ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી),  ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી હીરાલાલ જયસિંગ છાજેડ ઉં.વ.૭૨ ધંધો.નિવૃત્ત રહે મ નં એ 403 બાલાજી દર્શન એપાર્ટમેન્ટ વાઘેશ્વરી સોસાયટી પાછળ વીઆઇપી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક મીની બસ જેનો રજી જીજે 06 બીએક્સ 0158 નો ચાલક તા.૦૯/૧૨/૨૦૨૫ ના ક. ૧૭/૧૫ વાગ્યા મોજે:-એલ એન્ડ ટી સર્કલ પાસે વડોદરા શહેર આ કામના આરોપીએ તેની એક મીની બસ જેનો રજી નં જીજે 06 બીએક્સ 0158 ની એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિ.શ્રીની એક્ટીવા નં જીજે 06 સીપી 163૩ ને ટક્કર મારી એક્સીડન્ટ કરી ફરી.શ્રીની ડાબી આંખની ભ્રમર ઉપર તેમજ ફરિ.શ્રીના પત્નિને માથામા તેમજ શરીરે ગંભીર ઇજા પહોચાડી ફરી.શ્રીના પત્નિનુ સ્થળ ઉપર મોત નીપજાવી તેની મીની બસ સ્થળ ઉપર મુકી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૧૨/૨૦૨૫ ના ક. ૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૭૦૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૨૮૧,૩૨૪ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪, મુજબ ગુનાના કામના ફરિયાદી શોભારામ ગયાપ્રસાદ કનૌજીયા ઉ.વ.૪૨ ધંધો-ડ્રાઈવીંગ રહે,૬૩,શીવનગર કટીક સમાજવાડીની બાજુમાં ગાજરા વાડી રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ટેલર નં.GJ36X 0633 ના ચાલક નાથુલાલ મકરામજી બેરવા રહે.નવલપુરા,તા.માંદલગઢ જી.ભીલવાડા,રાજસ્થાન તા તા.૦૯/૧૨/૨૦૨૫ ના રોજ ક.૦૩/૦૦ વાગ્યે મોજે:- ને ને.હા.નં.૪૮ વડોદરા બાયપાસ થઈ તરસાલી બ્રીજ ઉતરી બાલાજી પેટ્રોલપંપ પાસે,વડોદરા શહેર ખાતે આ કામના આરોપીએ તેનુ ટ્રેલર નં GJ36X 0633 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રાફીકજામમાં ઉભેલી બોલેરો પીક અપ ગાડી નં GJ06BX 4405 તથા આઇસર ગાડી તથા ફરીયાદીની સ્વીફટ ડીઝાયર ગાડી નં.GJ06BX 3090 ને નુકશાન કરી ગુનો કર્યા વિગેરે બાબતે  તા.૦૯/૧૨/૨૦૨૫ ના રોજ ક.૧૮/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. સુનિલભાઇ જયરામભાઇ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૬૯૦/૨૦૨૫ B.NS.કલમ-૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) તથા MV ACT-કલમ-૧૭૭,૧૮૪,૧૧૯ મુજબ ગુનાના કામના ફરીયાદી જયેશસિંહ ઈશ્વરસિંહ ચૌહાણ ઉ.વ.૩૧ ધંધો.ડીલિવરીબોય રહે.મ.નં.૧૦૨ , તુલજા નગર-૦૧,કોતર તલાવડી,માંજલપુર,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અર્ટીગા કાર નં-.GJ-06-PK-4991 ના ચાલક તા.૧૬/૧૧/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગે મોજે-સ્ટેલામેરી ચાર રસ્તાથી ઈવામોલ ચાર રસ્તા તરફ જવાનો રોડ,ઈવા મોલ પાસે,માંજલપુર,વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાની કાર.નં-GJ-06-PK-4991 ની રોંગ સાઈડમાં પુર-ઝડપે અને ગફલત-ભરી રીતે ચલાવી લાવી  ગઈ તા.૧૬/૧૧/૨૦૨૫ ના રોજ ફરીયાદી ઈવામોલ ખાતે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માંથી જમવાનુ લઈ સ્ટેલામેરી ચાર રસ્તાથી ઈવામોલ ચાર રસ્તા તરફ જવાનો રોડ ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતો હતો તે વખતે બપોરના આશરે ચારેક વાગ્યના સુમારે ફરીયાદીને ટક્કર મારી એક્સીડન્ટ કરી રસ્તા પર પાડી ફરીયાદીને ડાબા ખભાના ભાગે ફ્રેક્ચર કરી તથા ડાબા હાથે કોણીના ભાગે તથા માથાના ભાગે ઈજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૧૨/૨૦૨૫ ના કલાક-૧૩/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સંગીતાબેન જામાભાઈ બ.નં.૨૩૮૨ નોકરી માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.       કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૭૦૪/૨૦૨૫  ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૧૦૬, ૧૨૫(એ)(બી), ૨૮૧ તથા એમ.વી. એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ  ગુનાના કામના ફરીયાદી જીગ્નેશકુમાર યોગેશકુમાર શાહ ઉ.વ.૫૦ ધંધો વેપાર રહે.૨૭,૨૮ ધારાનગર સોસાયટી કણજરી રોડ,હાલોલ તા.હાલોલ જી.પંચમહાલ નાઓની ફરીયાદ મુજબ આરોપી .(૧) આઈસર કંપનીનું ટેકટર જેનો રજી નં.GJ05RS 9732 ના ચાલક તથા નં.(‌૨) એક અજાણી ટ્રકનો ચાલક  મોજે- ને.હા.નં.૪૮ પર વાઘોડીયા બ્રીજથી કપુરાઈ બ્રીજ તરફ જતા મહાદેવ હોટલની સામે રોડ પર, વડોદરા શહેર આ કામના ફરીયાદીના જીજાજી સમીરભાઇ સુમનલાલ શાહ ઉ.વ.૪૫ તથા ફરી.ના બહેન બીનલબેન વા/ઓ સમીરભાઇ સુમનલાલ શાહ ઉ.વ.૪૨ નાઓ પોતાની હોન્ડા કંપનીનું યુગા મોટરસાયકલ જેનો રજી. નં GJ06JA 1258 ની લઈને પોતાના ઘર સુંદરમ હાઈલાઈફ,વૈકુઠ ચાર રસ્તા પાસે થી ડભોઇ ખાતે જતા હતા તે વખતે ને.હા.નં.૪૮ પર વાઘોડીયા બ્રીજથી કપુરાઈ બ્રીજ તરફ જતા મહાદેવ હોટલની સામેથી પસાર થતા હતા તે વખતે ક.૦૮/૪૫ વાગ્યા આસપાસ ફરી.ના જીજાજી સમીરભાઇનાઓના બાઈક ની બાજુમાં એક ટેકટર જેનો રજી નં.GJ05RS 9732 નું જતુ હતુ તે ટ્રેકટરના ચાલકે તેનું ટેક્ટર પુરઝડપે,બેદરકારી હંકારી લાવી ટ્રેકટરનું જમણી બાજુનું આગળનું વ્હીલર ફરી.ના જીજાજી સમીરભાઇનાઓના બાઇક સાથે અથાડતા સમીરભાઇ તથા બીનલબેન નાઓ બાઈક પરથી રોડ પર નીચે પડી જતા બાઈકની પાછળ એક અજાણી ટ્રકના ચાલક પોતાની ટ્રક પુરઝડપે, ગફલતભરી રીતે તેમજ બેદરકારીથી હંકારી લાવી સમીરભાઇ તથા બીનલબેનના માથાના ભાગેથી ટ્રકનું આગળનું વ્હીલ ફેરવી દઈ માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની મોટી ઈજા પહોચાડી ફરી.ના જીજાજી સમીરભાઇ તથા ફરી.ના બહેન બીનલબેન નાઓનું સ્થળ પર મોત નીપજાવી ટ્રક ચાલક સ્થળ પરથી નાશી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૧૨/૨૦૨૫ ના કલાક ૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.બી.બારીયા કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

     

૪.     ચોરીના કેસો

૧.       માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૩૨૫૦૬૮૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી મનીષભાઈ બંસીભાઈ મકવાણા ઉ.વ. ૪૭ ધંધો. વેપાર રહે. મ.નં જી-૬૦૪ શ્રીસિધ્ધેશ્વર હાઈસ્ટ્રીટ, બીલ્લાબોંગ સ્કુલ પાછળ, વડસર રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૭/૧૨/૨૦૨૫ ના કલાક ૧૭/૦૦ થી ૧૯/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. રીલાયન્સ મોલ બાહુબલી સર્કલ પાસે માંજલપુર ખાતે વડોદરા શહેર તે એવી રીતે કે, આ કામના ફરીયાદીનો ગ્રે કલરનો મોટોરોલા કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ જેનો મોડેલ નં એજ ૬૦ ફ્યુઝન ૧૨/૨૫૬ નો છે જે મોબાઇલ ફોનના IMEI નં. 354167852502672 તથા 354167852502680 ના છે જેની આશરે કિ.રૂ.૨૦,૯૯૯/- ગણી શકાય કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા:‌ ૦૯/૧૨/૨૦૨૫ ના ક. ૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.મયુરસિંહ રામદેવસિંહ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૭૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨),૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી જેન્તીભાઈ સ/ઓફ રણછોડભાઈ માધવભાઈ પરમાર ઉ.વ.૬૩ ધંધો-નોકરી રહે. ઝુંપડપટ્ટી, ખોડિયાર નગર મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી  બે અજાણ્યો ઇસમ જેના નામ સરનામાં ની ખબર નથી તે તા.૦૯/૧૧/૨૦૨૫ના કલાક ૧૮/૪૦ વાગ્યાની આસપાસ મોજે- બેન્ક ઓફ બરોડા ના એ. ટી.એમ. માં,આત્મીય હાઇટની બાજુમાં, માણેજા ચાર રસ્તા પાસે,વડોદરા શહેરખાતે આવેલા બેંક ઓફ બરોડાના એ.ટી.એમ ખાતે બે અજાણ્યા ઇસમો ફરિયાદીની નજર ચુકવી ફરીયાદી નું એ.ટી.એમ ચોરી કરી લઈ ફરિયાદી ના એ.ટી.એમ.થી ફરિયાદીના અકાઉન્ટમાંથી રૂ.૩૫,૦૦૦/-ઉપાડી લઈ ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૧૧/૨૦૨૫ના ક.૧૯/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ગિરિશભાઈ વેનાભાઈ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.           

 

 

 

 

 

 

 

 

૩.       મકરપુરા પો.સ્ટે.

જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૫૦૩૦૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ કામના ફરીયાદી અરવિંદકુમાર રામચંદ્ર શાહ ઉ.વ.૭૧ ધંધો – વેપાર રહે.૩૩, નિલકંઠ સોસાયટી કરોડીયા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.-૦૭-૧૨-૨૦૨૫ ના સવારના  કલાક-૦૮/૩૦ વાગ્યા થી સાંજના કલાક  ૧૮/૩૦ વાગ્યાના અરસામા મોજે- શારદા શોપિંગ સેન્ટર માં ગાયત્રી ટ્રેડિંગ નામની કંપનીમાં બાજવા તા.જી.વડોદરા આ કામના ફરીયાદી દુકાન બંધ કરવાની હોય જેથી ફરીયાદીએ હાથમાં લટકાવવાનું પર્સ પોતાની ઓફિસના ટેબલ ઉપર મુકેલ હતું જે જણાઈ આવેલ નહીં જેની શોધખોળ કરતા મારુ પર્સ મળી આવેલ નથી જે મારા કાળા કલરના પર્સમાં અર્બન કો.ઓ.બેન્કના કાગળો તથા ઓળખકાર્ડ તથા ઇલેક્શન કાર્ડ તથા રોકડા રૂપિયા ૨૫,૦૦૦/- હતા જે કોઈ અજાણ્યો ચોર ઈસમ મારું કાળું પર્સ ડોક્યુમેન્ટ તથા પૈસા સાથે ચોરી તા-૦૭-૧૨-૨૦૨૫ ના કલાક-૦૮/૩૦ થી ક.૧૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે શારદા શોપિંગ સેન્ટરમાં ગાયત્રી ટ્રેડિંગ નામની મારી કંપનીમાં ટેબલ ઉપર મુકેલ જે પર્સની ચોરી કરી લઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૧૨/૨૦૨૫ ના કલાક ૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રમેશભાઇ પરથીભાઇ બ.નં.૨૦૧૭ નોકરી જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.              

 

 

 

૫.     વાહન ચોરીના કેસો

૧.       સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૩૧૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી અક્ષય સંજયકુમાર પટેલ ઉ.વ.૩૩, ધંધો.નોકરી રહે, મ.નં. ૩/૭૫, નરસિંહજીની પોળ, ચોરાપાસે, છાણી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૩/૧૨/૨૦૨૫ના કલાક ૦૮/૪૦ વાગ્યાથી કલાક ૧૯/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:- દુમાડ ચોકડી થી અમદાવાદ એક્સ્પ્રેસ હાઇવેના કટ સર્વીસ રોડ પાસેથી વડોદરા શહેર ફરીયાદીની  હોન્ડા કંપનીની સીબી સાઇન મોટર સાયકલ રજી નં. GJ-06-KB-2307 ની જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય તે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે લોક તોડી કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ ગયેલ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૯/૧૨/૨૦૨૫ ના કલાક ૨૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો રાજુભાઇ પરશોત્તમભાઇ સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.