Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૧/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી- ૩૯  કિ.રૂ.૭૮૦૦/- તેમજ વિદેશી દારૂ તથા બીયરના ટીન- ૩૫૬૪ મોબાઇલ-૧ આઇસર કન્ટેનર-૧  મળી કુલ કિં.રૂ/-૫૦૨૨૩૯૨ નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૦૪ સહીત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       મારામારીના કેસો

૧.         જે.પી.રોડ પો.સ્ટે.

જે.પી.રોડ પો.સ્ટે એ પાર્ટ ગુરનં 0૫/૨૦૨૬ યુનીક નં.11196008260014 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(ખ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મહેન્દ્ર જશુભાઈ પરમાર રહે મ ન સી ડી ટાવર મન 416  નિલ નંદિસ એપાર્ટમેન્ટ વાત્સલય વાટીકાની પાસે અટલાદરા બિલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નગીનભાઈ શનાભાઈ પરમાર જેના હાલના સરનામાની ખબર નથી તે આજરોજ તા.૧૦/૦૧/૨૦૨૬ના બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદી અક્ષર ચોક સર્કલ પરથી પસાર થતા હતા તે વખતે આ નગીનભાઈ શનાભાઈ પરમાર નાઓએ ફરીયાદીને બોલાવતા ફરીયાદી અનન્યા કોમ્પલેક્ષની એશીયન પેઈન્ટની દુકાન પાસે અક્ષર ચોક ખાતે આ નગીનભાઈ નાઓ ઉભેલ હતા ત્યાં જતા નગીનભાઈ ફરીયાદીને કહેવા લાગેલ કે “તે મારા મામાના છોકરાને શુ કીંધુ ? કે મે બધાનુ પૈસાનુ કરી નાખ્યુ છે “ તેમ કહેતા ફરીયાદીએ તેઓને ફરીયાદીએ આવુ કાંઈ કહેલ નથી તેમ ના પાડતા નગીનભાઈએ ફરીયાદીને ગાળો આપી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો ઝપાઝપી કરી માળી કામ કરવાની બગીચામાં વપરાતી ખરપડી તેઓના બાઈકના થેલામાંથી કાઢી ફરીયાદી માથાના ભાગે ડાબીબાજુ, બંન્ને હાથે તથા ડાબા ખભા ઉપર મારી શરીરે ઈજાઓ પહોચાડી મે પોલીસ કમીશ્નર સાહેબશ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૦/૦૧/૨૦૨૬ના કલાક ૧૬/૦૦ વાગે વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો દિનેશભાઇ ડાહ્યાભાઇ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       વિશ્વાસઘાતના કેસો

૧.         ગોરવા પો.સ્ટે.

ગોરવા પો.સ્ટે. “એ”પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૬00૭૨૬00૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૫૧(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી ઉસ્માનખાનજી યાવરખાનજી અફઘાન  રહે-એફ.એફ.બી-૩૨ બીજો માળ શબનમ પાર્ક સોસાયટી કરોડીયા રોડ ગોરવા વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અનુજાબેન છત્રસિંહ રાઠોડ રહે-૩૮ વારીશ પાર્ક સોસાયટી મધુનગર પાસે કરોડીયા રોડ વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ જાન્યુઆરી-૨૦૨૫ થી આજ દિન સુધી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી તેઓની માલીકીની મિલ્કત મોજે- શુકુન હાઈટસ પહેલો માળ ઓફીસ નં-એફ.એફ-૧ વાળી દુકાન પર રૂ.૩,૦૦,૦૦૦/- માં ગીરો આપી ફરીયાદીને માસીક ભાડુ રૂ.૧૩,૦૦૦/- આપવાનુ જણાવી બે માસ સુધી ભાડુ આપી ત્યારબાદ ભાડુ ન આપી તેમજ ફરીયાદીને ગીરો આપેલ દુકાન પેટે લિધેલ રૂ.૩,૦૦,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ તેમજ શબાનાબાનુ વા/ઓફ સલીમ કાઝી નાઓની પાસેથી રૂ.૨,૨૫,૦૦૦/- જેટલી રકમ તથા ઉદયકુમાર જસુભા રાણા નાઓની પાસેથી રૂ.૧,૫૦,૦૦૦/- તથા જહીરહુસેન સીકંદરભાઈ રાઠોડ નાઓ પાસેથી રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૭૫,૦૦૦/- જેટલી રકમ પડાવી લઈ ફરીયાદી તથા અન્ય લોકોએ આપેલ નાણા પરત ન આપી તેઓના અંગત ઉપયોગમાં લઈ નાણા પરત માંગણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિગેરે બાબત તા.૧૦/૦૧/૨૦૨૬ ના ક ૧૬ /0૫ વાગે વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ એમ.કે.વાળા સા. ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.       ચેઇન સ્નેચીંગના કેસો

૧.         ગોત્રી પો.સ્ટે

ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ”ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦૧૮/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ ૩૦૪(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી પદ્માબેન તે જ્યંતિલાલ કાનજીભાઈ ફીટર રહે.૦૬ આનંદવન બંગ્લોઝ હરીનગર ઈસ્કોન મંદિર રોડ ગોત્રી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી  ત્રણ  અજાણ્યા ઈસમો  તેમના નામ ઠામ ની ખબર નથી તે તા.૧૦/૦૧/૨૦૨૬ ના કલાક ૧૪/૪૫ વાગ્યા દરમ્યાન મોજે :-હરિનગર ઈસ્કોન  મંદિર  રોડ જય નારાયણ જ્વેલર્સ નજીક  રોડ ઉપર ગોત્રી વડોદરા  શહેર  આ કામના ફરિયાદી મોબાઈલ જોવતા-જોવતા  ચાલતા ચાલતા જતા હતા તે વખતે એક એકટીવા ઉપર અજાણ્યા ત્રણ  ઈસમો બેસી આવી તેમાથી કોઈએ ફરિ બેન ના ગળામા પેહરેલ સોનાની ડીસ્કો ચેઈન વજન આશરે દોઢ તોલા વજનની કિં-રુ-૭૦,૦૦૦ ની ખેંચી  લઈ જઈ ગુનો કાર્યા વિગેરે બાબતે તા.૧૦/૦૧/૨૦૨૬ ના કલાક ૧૬/૪૫ વાગ્યે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ એન.કે.બારોટ ગોત્રી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.       ચોરીના કેસો

૧.         કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી મીનેશકુમાર હર્ષદભાઇ પરમાર ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે-હાલ રહે,૫૦૧ જી-ટાવર ક્રિષ્ના એમ્પાયાર રામાકાકા ડેરી પાસે છાણી વડોદરા શહેર મુળ રહે,૧૩૨૭,બામણી તલાવાડી રાસનોલ ગામ,તા-જી.આણંદ નાઓની ફરીયાદ મુજબ ગઈ તા.૦૯/૦૧/૨૦૨૬ ના રોજ સવારના આશરે ક.૧૦/૪૦ થી ૧૦/૫૦ વાગ્યાના અરસામા શુક્રવારી બજાર ભુતડીઝાંપા ગ્રાઉન્ડના ગેટ પાસે મારો ONE PLUS 12 R 5G  મોડલનો કૂલ બ્લૂ કલરનો મોબાઇલ ફોનનો IMEI નં.(૧) 860957065086993 તથા IMEI નં.(૨)860957065 086985 જેની કિંમત આશરે રૂ. ૪૫,૯૯૯/- ગણી શકાય  તે કોઈ અજાણ્યો  ચોર ઈસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૧/૨૦૨૬ ના કલાક ૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI કેનોનબેન નરેન્દ્રકુમાર કુંભારવાડા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૦૨૬૦૦૨૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી જાગૃતિબેન વા/ઓ નિલેશભાઈ મનુભાઈ પટેલ રહે ફલેટ નં એ-૫૦૪ વેંકટેશ ક્ષિતિજ લેકવિસ્ટા સોસાયટી જામ્બુલવાડી રોડ દત્તનગર શનિનગર પૂના કાત્રાંજ મહારાષ્ટ્ર રાજ્ય નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ તા.૨૮/૧૨/૨૦૨૫ ના બપોરના આશરે સાડા બારેક વાગ્યાના અરશામાં મોજે-વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપો પ્લેટ ફોર્મ નંબર ૧૦ પાસે આ કામના અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના પર્સમાં રહેલ લાલ કલરના પાકીટમાં મૂકેલ સોનાના ઘરેણા આશરે સાડા પંદર તોલા વજનના જે સને-૨૦૦૪ માં ખરીદ કરેલ હોય જેની કુલ્લે કિં.રૂ.૭૦,૫૦૦/-ગણી શકાય તે ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા.વિ.બાબતે તા.૧૧/૦૧/૨૦૨૬ ના ક-૧૪/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.ભરવાડ સયાજીગંજ પો.સ્ટે., વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.       વાહન ચોરીના કેસો

૧.         ફતેગંજ પો.સ્ટે.

ફતેગંજ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૦૧૧/૨૦૨૬ બી.એન.એસ  કલમ ૩૦૩(૨)  મુજબ ગુનાના કામના ફરીયાદી દિપકકુમાર જગદીશભાઇ સોલંકી ઉ.વ.૩૫ ધંધો-નોકરી હાલ,રહે.મ.નં બી/૧૦૬ વિનાયક રેસીડેન્સી સયાજીપુરા ખોડીયાર નગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૭/૧૨/૨૦૨૫ના કલાક.૦૭/૩૦ થી ક.૨૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- સેવન સીઝ મોલની સામે ફતેહગંજ બ્રીજ નીચે વડોદરા શહેર આ કામના ફરી.ની હિરો હોન્ડા કંપનીની સ્પેલન્ડર બાઈક જેનો રજી.નં. GJ-06-EK-2652   જેનો એન્જીન નં. HA10EFBHE51562 તથા ચેસીસ નં MBLHA10EYBHE58974 નો છે જેની કી.રૂ.૧૦૦૦૦/- ગણી શકાય જે કાળા કલરની છે જેમાં આશરે ૨ થી ૩ લીટર જેટલુ પેટ્રોલ હતુ તે મો.સા બાઇક કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૧/૨૦૨૬ ના કલાક ૧૩/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કોન્સ સુરેશભાઇ વાલસિંહ ફતેહગંજ પો.સ્ટે., વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.