-: પ્રેસનોટ :-
(તા.૧૧/૦૫/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૦/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી-જુદી જગ્યાએ કુલ-૦૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૨ કિ.રૂ.૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ ૦૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૦૦/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૮૫, ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨) તથા દહેજ પ્રતિબંધક ધારાનીની કલમ-૩, ૪ મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રી રાજેન્દ્રસિંગ શ્રીજશવંતસિંગ જાતે સિંગ ઉ.વ-૬૫ ધંધો-નિવૃત રહે-એ/૧૫૩, શ્રીવલ્લભ ડુપ્લેક્ષ, નોવિનો રોડ, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નં. (૧) પતિ - રાજેશ સ/ઓ પિતાંબર ભુરે, તથા આરોપી નં.(૨) સસરા પિતાંબર શામજી ભુરે, તથા આરોપી નં. (૩) સાસુ મંદા પિતાંબર ભુરે તમામ ત્રણેય હાલ રહે-પ્લોટ નંબર-૫ નરેંદ્ર નગર સોસાયટી સાંઈ કૃપા હાઉસીંગ સોસાયટી, ન્યુ લુક કોન્વેન્ટની પાસે, નાગપુર, મહારાષ્ટ્ર નાઓએ આ કામના ફરીયાદીની દિકરી અંશુને ગઇ તા.૧૨/૧૨/૨૦૧૯ ના રોજ વડોદરા ખાતે હિંદુ રીતરિવાજ અને પરંપરા મુજબ લગ્ન કર્યાની શરૂઆત થી તા.૨૫/૧૧/૨૦૨૫ સુધી વડોદરા મકાન નં-એ/૧૫૩ શ્રી વલ્લભ ડુપ્લેક્ષ, નોવિનોરોડ, તરસાલી મકરપુરા વડોદરા શહેર(ગુજરાત) તથા તેની સાસરી નાગપુર (મહારાષ્ટ્ર) તથા કોલંમ્બસ (અમેરીકા) ખાતે તમામે સાથે મળી એકબીજાએ મદદગારી કરી આ કામના ફરીયાદીની દિકરી અંશુને તેના આરોપી સાસુ સસરાએ મ્હેણા ટોણા મારી કહેતા કે, મારા દિકરાએ “પોતાની જાતિમાં લગ્ન કર્યા હોત તો વધુ રોકડ રકમ અને સોનું મળ્યું હોત” અને ઓછામાં ઓછી સોનાની ચેઇન તો આપવી જ જોઈતી હતી.તેમ કહી ચઢામણી કરી તેમના દિકરાના બીજે લગ્ન કરાવવાનુ કહી નાગપુર પરત આવવુ હોય તો રૂપીયા ૫૦,૦૦,૦૦૦/- ની રકમ આપવી પડશે તેમ કહી, દહેજની માંગણી કરી, આ કામના ફરીયાદીની દિકરી અંશુને શારીરિક માનસીક હેરાન પરેશાન કરી, ત્રાસ આપી, અવાર નવાર બોલાચાલી ઝઘડો કરી, બિભિત્સ ગંદી ગંદી ગાળો, આપી છુટાછેટા તથા ગર્ભવતી દરમ્યાન તેને દવા તથા કોઇ સારવાર પુરી નહી પાડી જન્મેલા બાળકનું નામ બદલવાની વાતને લઈ આ કામના ફરીયાદીની દિકરી અંશુને દબાણ અને બળજબરી કરી તેના પતિએ “ગંભીર પરિણામો” ભોગવવાની ધમકી આપી, દહેજની માંગણી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૫/૨૦૨૬ ના કલાક ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૭૮/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી ઇસ્લામ અંસાર અલી ઉ.વ.૨૯ ધંધો-ડ્રાઇવીંગ રહેવાસી હાલ રહે, મ.નં.૨૯, રોશનનગર, આલાહજરત ચોક, નાવાયાર્ડ ફતેહગંજ, વડોદરા શહેર મુળ રહેવાસી ફગનોર તા.અલીગંજ જી.એટા રાજ્ય ઉત્તરપ્રદેશન નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) નફીસખાન (૨) મુફીસ (૩) તેનો મિત્ર તા.૧૦/૦૫/૨૦૨૬ ૧૮/૧૫ વાગે મોજે. દુમાડ ચોકડી ખાતે અમદાવાદ તરફ જતા સર્વીસ રોડ ઉપર વડોદરા શહેર ફરીયાદીના સાળા નફિસે ફરીયાદીને ફોન કરી બોલાવી ફરીયાદીના સાળા નફીસે ફરીયાદીને થપ્પડ મારેલ અને ફરીયાદીના બીજા સાળા મુફીસએ માથામાં પથ્થર મારેલ અને બીજા એક વ્યક્તિએ પટ્ટા વડે માર મારી ઇજા કરી ભાગી જઇ એકબીજાની મદદગારી કરી તથા મે પોલીસ કમિશ્નર સાહેબશ્રીના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૫/૨૦૨૬ ૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. રાજેશભાઈ પ્રતાપભાઈ સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડના કેસો
૧. સમા પો.સ્ટે. પાર્ટ--એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૭૯/૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરીયાદી દેવલકુમાર ઓચ્છવલાલ શાહ ઉ.વ.૫૮, ધંધો.નિવ્રુત ડોકટર રહે. મ.નં.૧૭, અનમોલ સોસાયટી, સંસ્ક્રુતિ ફલેટની સામે, સમા હરણી લીન્ક રોડ, સમા ,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ ગઈ તા.૦૯/૦૫/૨૦૨૬ ના કલાક ૨૧/૦૦ વાગ્યાથી તા.૧૧/૦૫/૨૦૨૬ ના કલાક ૦૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:- મ.નં.૧૭,અનમોલ સોસાયટી, સંસ્ક્રુતિ ફલેટની સામે, સમા હરણી લીન્ક રોડ, સમા, વડોદરા શહેર ખાતે ફરીયાદીના બંધ મકાનમા પ્રવેશ કરી કોઈ ચોર ઈસમે ફરીયાદીના મકાનની દિવાલને કુદી ઘરના આગળના ભાગે લગાવેલ લાકડાના દરવાજાનો કોઈ સાધન વડે નકુચો તોડી ઘરમા પ્રવેશ કરી પહેલા માળે આવેલ બેડરૂમ-૦૧ તથા માસ્ટર બેડરૂમમા જઈ બેડરૂમમા આવેલ લાકડાના કબાટ માથી સોનાની, ચાંદીની, ઇમીટેશન ઝવેલરી, કાંડા ઘડીયાળ તથા રોકડા રૂપીયા ૩૫,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૧,૩૫,૩૯૫/- ના મત્તાની ચોરી કોઈ લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૪/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ. શ્રી એ.આર માડમ સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.