Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૧/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૦/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૭  કિ.રૂ.૭૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૬ સહિત કુલ ૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.         બાપોદ પો.સ્ટે  પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૨૯૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮ (૧), ૧૧૫ (૨), ૩૫૧ (૩), ૨૯૬ (૨), ૫૪  મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયભાઈ ગણપતભાઈ માછી રહે, સી/૫૦૨  ધ આર બી કેપિટલ ફ્લેટ્સ ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ભાવેશભાઈ રહે. સી/૬૦૨ છઠ્ઠો માળ ધ આર.બી.કેપીટલ ફલેટ વૈકુઠ ચાર રસ્તા વાઘોડીયા રોડ વડોદરા શહેર (૨) તેનો મિત્ર તે તા.૦૯/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગે મોજે- ધ આર.બી.કેપીટલ ફલેટ વૈકુઠ ચાર રસ્તા વાઘોડીયા રોડ ફરી. નાઓ ક્રીકેટ રમી પરત ઘરે આવેલ તે વખતે આરોપી નં. ૦૧ નાઓએ ફરી.ને બોલાવી અગાઉના ઝઘડાની અદાવત રાખી ફરીને ગમે તેમ ગંદી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગડદાપાટુનો માર મારેલ અને તે વખતે આરોપી ન. ૦૧ નાઓએ તેનુ ઉપરાણુ લઈ ફરીને માથામા ડાબી બાજુ કાચની બોટલ મારી ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો વિ.બાબતે તા.૧૦/૦૬/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.એલ.જોધ્ધા  બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     વાહન અકસ્માત (ફેટલ)ના કેસો

૧.      નંદેસરી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૨૯૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(૧),૧૨૫(૨) ૧૦૬(૧) તથા એમ વી એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રુથ્વીરાજ હસમુખભાઇ રાઠોડ રહે-વાડીયાવગો અનગઢગામ તા જી-વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક અશોક લેલન્ડ ડમ્ફર નં-GJ17 XX 1153 ના ચાલક તા.૧૦/૦૬/૨૦૨૬ ના ક- ૧૧/૦૦  વાગ્યાના અરસામા મોજે- નંદેસરી રેલ્વે ફાટક પાસે હરસિધ્ધી બેકરી સામે ફરીયાદીશ્રીના દાજી નામે બનેસિંહ તખતસિંહ રાઠોડ ઉવ-૬૩ રહે-વડોદ ગામ એ/૨૨ જેતલપાર્ક સોસાયટી મોગર રોડ તા જી-આણંદ નાઓ નંદેસરી રેલ્વે ફાટક થી નંદેસરી ગામ તરફ ચાલતા જતા હતા ત્યારે મા હરસિધ્ધી બેકરી સામે રોડ ઉપર આવતા પાછળથી આરોપીએ પોતાના કબજાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી અને બેદરકારીથી ચલાવી લાવી બનેસિંહ રાઠોડનાઓને ટકકર મારી રોડ પર પાડી દઇ જમણા હાથ તેમજ જમણા પગ ઉપર આગળનુ ટાયર ચઢાવી દઇ ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી ગુનો કર્યો વિ.બાબતે તા.૧૦/૦૬/૨૦૨૬ ના ક.૧૯/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     વિશ્વાસઘાતના કેસો

૧.      કપુરાઇ પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૧૮(૪),૬૨,૩૫૧(૨),૬૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યોગેશભાઇ વાઘજીભાઇ પંડયા રહે. મ.નં.એ-૨ વિધ્યાવિહાર સોસાયટી કલાદર્શન ચાર રસ્તા પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)વિજયસિંહ ગોહીલ રહે.વળાવડ ગામ ભાવનગર(૨)મહેબુબ(૩)અકરમ નાઓએ  તા.૦૮/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યાથી તા.૧૦/૦૬/૨૦૨૬ ના ૧૪/૦૦ વાગ્યા દરમ્યાન મોજે,માઉન્ટ વ્યુ હોટલ, કપુરાઈ ચોકડી ફરીયાદીને તથા સાહેદોને એક કાળા કલરનો પથ્થર બતાવી તે એક સુલેમાની પથ્થર છે જે પથ્થર કોઇ વ્યક્તિ પાસે રાખવાથી કોઇ ચપ્પુ કે અન્ય કોઈ હથિયાર વડે ઇજા થતી નથી તેવી ખોટી હકીકત જણાવી આ સુલેમાની પથ્થર રૂપિયા વીસ કરોડમાં વેચવાનો છે અને તમારા ઓળખીતામાં કોઈને લેવો હોય તો તમને પણ કમિશન આપી દઈશ એમ જણાવી આરોપીઓએ એક સંપ થઇ ગુનાહીત કાવતરૂ કરી અમારી સાથે ઠગાઈ કરવાની કોશીશ કરી, ફરીયાદીને ધાક ધમકી આપી એકબીજાની મદદગારી કરી  ગુનો કર્યો વિ.બાબતે તા.૧૦/૦૬/૨૦૨૬ ના ક- ૨૩/૪૫  વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. હસમુખભાઇ દેવાભાઇ  કપુરાઈ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.     વાહન ચોરીના કેસો

૧.      અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૪૩/૨૦૨૬ બી.એન.એસ એક્ટ ની કલમ ૩૦૫(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી આનંદકુમાર પ્રેમજીભાઇ જોષી રહે. મ.નં. એ/૦૬, શિવશક્તિપાર્ક, નવાબજાર, કરજણ જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૦૫/૧૧/૨૦૨૫ ના બપોરાના ૧૨/૦૦ વાગ્યાથી તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.જેતલપુર રોડ હિમાલ્યા કેન્સર હોસ્પિટલની સામે આવેલ ઓલા સર્વીસ સેન્ટર ફરીયાદીએ પોતાની ઓલા ઇલેક્ટ્રીક મોપેડ બંધ પડી જતા સર્વીસમા મુકેલ ત્યાર બાદ તા.૧૫/૦૩/ ૨૦૨૬ ના રોજ ત્યા જઈ તપાસતા તેઓની મોપેડ મળી આવેલ નહી અને અલગ અલગ સર્વીસ સેન્ટરોમા તપાસ કરાવતા મળી આવેલ ન હોય અને ચોરીમા ગયેલ હોય જે ઓલા ઇલેક્ટ્રોનિક મોપેડ નં.- GJ-06-QN-1274 ની ૨૦૨૪ ના મોડલની છે. જે સફેદ કલરની જેનો એ.નં. M2AB0330D42701 નો છે તથા ચે.નં- P53BGDCA2DEA03565 નો છે જેની કિં.રૂ. ૫૦,૦૦૦/- જે કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઇ  જઇ ગુનો કર્યો વિ.બાબતે તા.૧૦/૦૬/૨૦૨૬ ના ક. ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. હાર્દીકભાઈ પરષોતમભાઈ  અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ફતેગંજ પો.સ્ટે “એ” પાર્ટ  ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૨૨૯/૨૦૨૬ બી.એન.એન.એસ  કલમ ૩૦૫(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી તરુણ રાજુભાઈ રાજપુત રહે. મ.નં.બી/૧૪,જયબાનગર સોસાયટી  દશરથ ગામ વડોદરા ગ્રામ્ય નાઓની ફરિયાદ મુજબ તા.૦૭/૦૬/૨૦૨૬ ના ક.૦૯/૦૦ થી ક.૧૧/૦૦ વાગ્યા દરમ્યાન ફરી.ના પિતા પોતાની હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેંડર પ્લસ ટુ-વ્હીલર જેનો રજી.નં.GJ-06-CQ-1926 જેનો એ.નં.07315E06769 તથા ચે.નં 07M03F01206 વર્ષ ૨૦૦૮ ની છે જેની કી.રૂ. આશરે ૧૦૦૦૦/- જે કાળા કલરની છે જેમાં આશરે ૦૧ લીટર જેટલુ પેટ્રોલ હતુ તે ટુ-વ્હીલર  કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યો વિ.બાબતે તા.૧૦/૦૬/૨૦૨૬  ક. ૧૯/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.શાંતીભાઇ રામેશ્વરભાઇ ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     ચેઇન સ્નેચીંગના કેસો

૧.      કારેલીબાગ પો.સ્‍ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૨૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની સને-૨૦૨૩ ની કલમ ૩૦૪(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી છગનભાઈ પરષોત્તમભાઈ વણકર રહે.પરમાર ફળીયુ સ્વસ્તિક પાર્ટી પ્લોટની બાજુમા સોમા તલાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણી સ્ત્રી તથા એક અજાણ્યો પુરૂષ ઈસમ તે તા.૧૦/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગ્યાના અરસામાં મોજે-વાઘેશ્વરી નાકા પાસે વી આઈ પી  રોડ કારેલીબાગ ફરીયાદીની રીક્ષામાંથી નીચે ઉતરી ફરીયાદીએ ગળામાં પહેરેલ જુની વપરાયેલ સોનાની પેન્ડલ સાથેની ચેઈન વજન ૧૦.૫૦૦ ગ્રામ જેની અંદાજીત કિં.રૂ. ૧,૦૫,૦૦૦/- રૂપીયા જે સોનાની પેન્ડલ સાથેની ચેઈન ફરીયાદીના ગળામાંથી જુટવી(આંચકી) લઈ, અજાણ્યા મો.સા.ના ચાલકની મો.સા. પાછળ બેસીને ભાગી જઈ ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૬/૨૦૨૬ ના ક-૧૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી  આઈ.જે. રાઉલજી કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.