-: પ્રેસનોટ :-
(તા.૧૧/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૦/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૪ કિં.રૂ.૮૮૦૦/- તથા વોશ લીટર-૩૯૬ કિ.રૂ.૯૭૭૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો-૧૦, કવાટરીયા નંગ-૫૧, મળી કુલ્લે કિ.રૂ.૪૪૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.ગુ.ર.નં.“એ” પાર્ટ ૧૧૧૯૬૦૩૦૨૬૦૩૯૩/૨૬ બી.એન.એસ. કલમ- ૧૦૬(૧), ૨૮૧ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવેશકુમાર પરેશકુમાર ચોક્સી રહે.૧૫૦ શાંતીનગર તરસાલી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી નીલ હિનેશકુમાર શાહ રહે.૧૫૦ શાંતીનગર સોસાયટી તરસાલી વડોદરા નાઓએ તા.૧૦/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રિના ક.૦૫/૫૫ વાગે હિલમેમોરીયલ સ્કુલ ફતેગંજ પાસે આવેલ ઈદગાહ મેદાનના ગેટ નજીક આવેલ રોડની બાજુમા આરોપી પોતાની હોન્ડા યુનિકોર્ન રજી.નં.GJ 06 KL 4269 ની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમા ઝાડ સાથે અથડાઈ જવાથી અકસ્માત થતા ડાબી આંખ નીચે તેમજ કપાળ ઉપર ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર મરણ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૭/૨૦૨૬ ના ક. ૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી, ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેહગંજ પો.સ્ટે.”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૭૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧,૧૨૫(એ),૩૨૪ તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શીવમ s/o નિમેશ સુરેશચંદ્ર ચત્રુવેદી રહે,બી/૫૮ માધવપાર્ક સોસાયટી છાયાપુરી રોડ છાણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મહીન્દ્રા કંપની બોલેરો ફોરવ્હીલર ગાડી જેનો રજી નં GJ 17 UU 9253ના ચાલક તા.૧૦/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યાની આસપાસ પોતાની ફોરવ્હીલર ગાડી પુરઝડપે અને ગફલતભરી ચલાવી લાવી ફરીયાદીની હોંન્ડા એકટીવા જેનો રજી નં. GJ-06-SB-9242 પાછળના ભાગે ટક્ક્રર મારતા ફરિયાદીને કમરના ભાગે ઈજા કરી એકટીવાને આશરે રૂ.૧૦,૦૦૦/-નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો નિલેષભાઇ હિંમતભાઇ ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સીટી પો.સ્ટે.’ એ’ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૧૬૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ ની કલમ:- ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમદ બિલાલ અબ્દુલકાદીર મામદખવાલા રહે: મોટી વોહરાવાડ, નવગજા પીર પાસે, વાડી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા સફેદ કલરની ફોર વ્હીલર જેનો રજી નં.GJ-34-T-4531 ના ચાલકે તા.૧૦/૦૭/૨૦૨૬ ના રોજ આશરે ક.૨૩/૪૫ વાગ્યાની આસ-પાસ મોજે.માંડવી મેલડી માતાના મંદિર પાસે સરૈયા દુકાનની આગળ, ફરીયાદીશ્રી તેઓની પત્નિ તથા નાનો દિકરા સાથે ટુ-વ્હિલર જેનો રજી.નં. GJ-06-QA-6432 ની લઈને ઘરે જતા હતા. તે દરમિયાન આરોપીએ પોતાની ફોર-વ્હિલર ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસી માંડવી મેલડી માતાના મંદિર પાસે સરૈયા દુકાનની આગળ ફરીશ્રી નાઓની ગાડીને પાછળથી ટક્કર મારી એક્સિડંટ કરતા ફરીશ્રીનાઓને બંને હાથ ઉપર સામાન્ય ઇજાઓ તથા ડાબા પગના ઘુંટણ પર સામાન્ય ઇજાઓ થયેલ તથા તેઓની પત્નિ આરેફાબાનુ નાઓને પગ ઉપર ફોરવ્હિલર ગાડીનું કોઇ એક ટાયર ચડી જતા ડાબા પગની ઘુંટી પાસે ગંભીર ઇજાઓ થયેલ છે તથા જમણા પગના ઢીંચણ પાસે સામાન્ય ઇજાઓ થયેલ તથા માથાના પાછળ ડાબી બાજુએ સોજો આવેલ છે અને તેઓના દિકરા અબ્દુલ કાદીર નાઓને ડાબા હાથે તથા નાક ઉપર સામાન્ય ઇજાઓ થયેલ છે અને હાલમાં તેઓની પત્નિ આરેફાબાનુ નાઓને એસ.એસ.જી. હોસ્પિટલના ડો.શ્રીના જણાવ્યા મુજબ ડાબા પગની ઘુંટી પાસે ફ્રેક્ચર થયેલાનુ જણાવેલ છે. અને હાલમાં તેઓની સારવાર ચાલુ છે અને ફરીશ્રી નાઓએ પ્રાથમિક સારવાર કરાવેલ છે. અને જે-તે વખતે આ ફોર-વ્હિલર ગાડીના ચાલક સ્થળ ઉપરથી ગાડી લઇને નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.11/07/2026 ના ક-03/00 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.બી.પટેલ સિટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો
૧. મકરપુરા પોસ્ટે પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૯૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી વિશાલભાઇ રૂધારામ પુનીયા રહે, ઇન્દીરાનગર, ઘાઘરેટીયા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૪/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ક.૨૩/૦૦ વાગ્યાથી તા.૨૫/૦૬/૨૦૨૬ ના સવાર ક.૦૬/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાનમા ઇન્દીરાનગર, ઘાઘરેટીયા ખાતે તથા તા.૦૯/૦૭/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગ્યાથી તા.૧૦/૦૭/૨૦૨૬ ના ક.૦૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે-ઘાઘરેટીયા દરગહ પાસે ગાયત્રી પ્રોવીઝન સ્ટોર નામની ફરિયાદીની દુકાનના મકાનનો દરવાજાથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરમાં પ્રવેશ કરી કુલ રોકડા રૂ ૯૫,૦૦૦/- તથા દુકાનમાથી રોકડા રૂ ૨૫,૦૦૦/- મળી કુલ રોકડા રૂ.૧,૨૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.એચ.વસાવા સા મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો
૧. ડી.સી.બી.પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૦૨૬૦૦૦૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮,૩૩૯,૩૪૦(૨),૬૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી કૌશિકભાઇ ઘનશ્યામભાઇ પટેલ રહે- મ.નં.૪૧, રાજયોગ સોસાયટી,બી.પી.સી.એલ.પેટ્રોલ પંપની સામે, ખોરજ, ગાંધીનગર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) નિશીત અશોકચંદ્ર પંચાલ હાલ રહે.ડી-૨૦૦, વૈકુંઠધામ સોસાયટી, દરબાર ચોકડી પાસે, જલપુર, વડોદરા. (૨) ભરતભાઇ વિનુભાઇ રાણા (પુખ્ત) રહે. બ્લોક નં-૬/૧૯, ત.ફ.બ.સ.ઉ.પ.આવાસ નં-૨, બાપોદ, વાઘોડીયા રોડ, રંગવાટીકા, આજવા રોડ, વડોદરા (૩) દિવ્યેશ મહેશભાઇ ડબગર (૪) વૈશાલીબેન દિવ્યેશભાઇ ડબગર બંને રહે. ૪૫, મહાકાળી સોસાયટી, ઘયાજ રોડ, પાદરા, વડોદરા. (૫) મૌલીક ભાસ્કરભાઇ ઉપાધ્યાય રહે. ડી-૨૬, વૈષ્ણવ પાર્ક સોસાયટી, એમ.એમ.વ્હોરા શો રૂમ સામે, ડભોઇ રોડ, પ્રતાપનગર, વડોદરા.(૬) અમિતકુમાર કીશોરભાઇ શાહ (૭) વૈશાલી અમિતકુમાર શાહ બંને રહે.૧-૧, ભાથુજી ફળીયુ, સાધલી, વડોદરા. (૮) સુજલ અશ્વિનભાઇ રાણા રહે. ૨૧, જલારામ પાર્ક, વારસીયા, આર.ટી.ઓ. પાછળ, વડોદરા. (૯) હર્ષ કૌશીકભાઇ પટેલ રહે. ૧૩૨, વિજયનગર, મહાકાળી મંદીર પાસે, તરસાલી, વડોદરા. (૧૦) મામોની દિનેશ સરકાર રહે. એ/૯૦૧, કલ્પ નિશાંગ, ગોત્રી રોડ, વડોદરા. (૧૧) પટેલ અંકીત પંકજભાઇ રહે. ૧૨૮, રાજદીપ સોસાયટી, પોલો ગ્રાઉન્ડ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. (૧૨) અક્ષયકુમાર બુધાભાઇ ચૌહાણ રહે. બી-૪૦૨, પામલેરા ફ્લેટ, રોયલ ગ્રીન પાસે, બીલા બોન્ગ સ્કુલ પાછળ,વડસર,વડોદરા.(૧૩)પાર્થ અર્જુનભાઇ સુથાર રહે. ૯૫૯, વિશાલ નગર, આઇ.ટી.આઇ. પાસે, તરસાલી, વડોદરા. (૧૪) રીતેશ જનકભાઇ રાવલ રહે. બી-૩૦૧, વિરાટ હાર્મની, આર્યા એકઝોટીકા પાસે, બીલ, વડોદરા. (૧૫) શુકલ પ્રકાશચંદ્ર બાલકૃષ્ણ રહે. બી/૧/૧, અંબીકા ટેનામેન્ટ, વ્રજધામ મંદીર, માંજલપુર, વડોદરા. (૧૬) શેલકે વર્ષાબેન વિજયકુમાર રહે. એ/૧૨ રોઝડેલ કાઉન્ટી-૧, સુંદરપુરા, વડોદરા નાઓએ ઓગસ્ટ-૨૦૨૫ થી આજદીન સુધી મોજે-વડોદરા ભાયલીના ફાઇનલ પ્લોટ સર્વે નંબર- ૬૦૯, ૬૧૦, ૬૧૬, ૬૧८, ૬૨૧, ૫૮૪, ૫૮૫, ૫૮૬, ૫૮૭, ૫૮૮ પૈકી, ૬૦૨, ૬૦૩ વાળી મિલકત ખાતે તથા વડોદરા તમામ આરોપીઓએ ભેગા મળી પુર્વ આયોજિત ગુનાહિત કાવતરૂ રચી ફરીયાદીશ્રીની કંપની ધરતી મેડ્રીક કાઉન્ટી એલ.એલ.પી લીમીટેડ કંપનીના ફલેટો કંપનીની જાણ બહાર ખોટા દસ્તાવેજ કરી, અલગ અલગ બેન્કોમાંથી ખોટી લોન મેળવી લઇ ફરીયાદીશ્રીની કંપનીની મિલ્કત ઉપર બોજા દાખલ કરી તેઓના મળતીયાઓને વેચી દઇ ગુનાહિત કૃત્ય કરી વિશ્વાસઘાત કરી ખોટા,બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવી તેમાં ખોટી સહી સિક્કા શાખ કરી તેમજ તેવા વેચાણ દસ્તાવેજો બોગસ અને બનાવટી હોવાનુ જાણતા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી તેની ઉપર અલગ અલગ બેન્કોમાંથી તાત્કાલીક લોનો મંજુર કરાવી લોનની રકમ આરોપીઓએ મેળવી લઇ અકોટા સબ રજીસ્ટારશ્રી વડોદરાની કચેરી ખાતે થી દસ્તાવેજો કરાવી લઇ ફરીશ્રીની કંપનીને રૂ.૨૧,૦૦,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા એકવીસ કરોડ) જેટલી કિંમતની મિલકતોના ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી, ખોટા નાણાકીય વ્યવહારો કરી, ખોટી રીતે લોનો મેળવી એકબીજાના મેળાપીપણામાં ગુનાહીત કાવતરાના કૃત્યમાં સીધી રીતે એકબીજાની મદદગારી કરી ગુનાહિત કૃત્યો કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી આર.એસ.ગોહીલ ડી.સી.બી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ડી.સી.બી.પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૦૨૬૦૦૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪),૩૩૬(૨),૩૩૬(૩),૩૩૮,૩૩૯,૩૪૦(૨),૬૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી કૌશિકભાઇ ઘનશ્યામભાઇ પટેલ રહે- મ.નં.૪૧, રાજયોગ સોસાયટી,બી.પી.સી.એલ.પેટ્રોલ પંપની સામે, ખોરજ, ગાંધીનગર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) નિશીત અશોકચંદ્ર પંચાલ રહેવાસી- ૧૭૪, રાજસ્તંભ સોસાયટી, બરોડા હાઇસ્કુલ પાછળ, બગીખાના, વડોદરા. હાલ રહેવાસી- ડી-૨૦૦, વૈકુંઠધામ સોસાયટી, દરબાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા, રહેવાસી- તત્વમ સ્ટેટસ, ઓ.એન.જી.સી. ગેટની સામે, માધવબાગ સોસાયટી, વિમલ સોસાયટી નજીક, મકરપુરા, વડોદરા (૨) ભરતભાઇ વિનુભાઇ રાણા રહે-બ્લોક નંબર-૬/૧૯, ત.ફ.બ.સ.ઉ.પ.આવાસ નંબર-૨, બાપોદ, વાઘોડીયા રોડ, રંગવાટીકા, આજવા રોડ,વડોદરા (૩) અક્ષયકુમાર બુધાભાઇ ચૌહાણ રહે- બી-૪૦૨, પાલમેરા ફ્લેટસ, રોયલ ગ્રીન નજીક, બીલા બોન્ગ સ્કુલની પાછળ, વડસર, વડોદરા (૪) મયુર અરવિંદભાઇ ઠક્કર રહે-ફલેટ નં-એફ-૧૦૩, શીખર પંચમ હાઇટસ, આકાશગંગા કેનલ રોડ, સમા-વેમાલી, વડોદરા (૫) જીગર ભરતકુમાર જોષી રહે-બી/૯૬, સુરભી પાર્ક સોસાયટી, સયાજીપાર્ક સામે,આજવા રોડ, વડોદરા (૬) ધવલકુમાર કુબેરભાઇ પ્રજાપતિ રહે-પ્રજાપતિ વાસ, ઉમારી, મહેસાણા(૭)ડાભી મયંક હેમંતકુમાર રહે-૪, સવગણ સોસાયટી, છાણી રોડ, પંડયા હોટલ, વડોદરા(૮) રીતેશ જનકભાઇ રાવલ રહેવાસી- બી-૩૦૧, વિરાટ હાર્મની, આર્ય એકઝોટીકા પાસે, બીલ, વડોદરા. (૯) ચિરાગ જગદીશભાઇ તડવી રહે-૫૦૧, સહજાનંદ ફલેટ, બાપ્સ સ્વામીનારાયણ મંદીર પાછળ, અટલાદરા, વડોદરા (૧૦) શુકલ પ્રકાશચંદ્ર બાલચંદ્ર રહે- બી/૧/૧, અંબીકા ટેનામેન્ટ, વ્રજધામ મંદીર, માંજલપુર, વડોદરા, (૧૧) શેલકે વર્ષાબેન વિજયકુમાર રહે-એ/૧૨ રોઝડેલ કાઉન્ટી-૧, સુંદરપુરા, વડોદરા (૧૨) વૈભવી વિલ્કેશ ખારવા તે વિજય શંકરરાવ શેળકેની દિકરી રહે.વડોદરા નાઓએ જાન્યુઆરી-૨૦૨૬ થી આજદીન સુધી મોજે-વડોદરા બીલ ગામના ફાઇનલ પ્લોટ સર્વે નંબર-૭૫૪/૧, ૭૫૪/બી, ૭૫૫, ૭૫૬, ૭૫૭, ૭૪૧/બી, ૭૪૨/એ, ૭૪૨/બી, ૭૪૩, ૭૪૮/એ, ૭૫૮, ૭૫૯, ૭૬૦, ૭૬૨, ૭૬૩ વાળી મિલકત ખાતે તથા વડોદરા તમામ આરોપીઓએ ભેગા મળી પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂં રચી ફરીયાદીશ્રીની કંપનીની પેસીફીકા લેકસાઇડ ડેવલોપર્સ એલ.એલ.પી. કંપની તરફથી ફેઝ-૧ તથા ફેઝ-૨ માં આવેલ-૧૩ વીલા વાળા મકાનો બનાવેલ જે વીલા કંપનીની જાણ બહાર ખોટા દસ્તાવેજ કરી, અલગ અલગ બેન્કોમાંથી ખોટી લોન મેળવી લઇ ફરીયાદીશ્રીની કંપનીની મિલ્કત ઉપર બોજા દાખલ કરી તેઓના મળતીયાઓને વેચી દઇ ગુનાહિત કૃત્ય કરી વિશ્વાસઘાત કરી ખોટા,બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવી તેમાં ખોટી સહી સિક્કા શાખ કરી તેમજ તેવા વેચાણ દસ્તાવેજો બોગસ અને બનાવટી હોવાનુ જાણતા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી તેની ઉપર અલગ અલગ બેન્કોમાંથી લોનો મેળવી, તથા બેંકોમાં તાત્કાલીક લોનો મંજુર કરાવી લોનની રકમ આરોપીઓએ મેળવી લઇ અને સબ રજીસ્ટાર શ્રી ની કચેરી વડોદરા-૦૮ ની કચેરીએ દસ્તાવેજો કરાવી લઇ ફરીશ્રીની કંપનીને રૂ.૨૦,૦૦,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ કરોડ) જેટલી કિંમતની મિલકતોના ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી, ખોટા નાણાકીય વ્યવહારો કરી, ખોટી રીતે લોનો મેળવી એકબીજાના મેળાપીપણામાં ગુનાહીત કાવતરાના કૃત્યમાં સીધી રીતે એકબીજાની મદદગારી કરી ગુનાહિત કૃત્યો કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી આર.એસ.ગોહીલ ડી.સી.બી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. લક્ષ્મીપુરા પો.સ્ટે પાર્ટ એ ૧૧૧૯૬૦૩૭૨૬૦૨૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રાહુલ તેરસિંગ રાઠવા રહે:-બી/૩૦ વાલ્મીકી કૃપા સોસાયટી, કૃણાલ ચાર રસ્તા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા. ૨૪/૦૬/૨૦૨૬ ના ક.૦૯/૩૦ વાગ્યા થી તા. ૨૫/૦૬/૨૦૨૬ ના ક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.વાલ્મિકી સોસાયટીના નાકા આગળ આવેલ ચાની લારી પાસે ફરીયાદીએ પોતાનુ હોન્ડા કંપનીનુ CD 110 ડ્રીમ કાળા કલરનુ મો.સા. પાર્ક કરેલ જેનો આર.ટી.ઓ. રજી.નં.GJ06 JH-7707 તથા એ.નં-JC67E80074671 તેમજ ચે.નં-ME4JC671AF 8074728 નો છે.જેની આશરે કી.રૂ.૧૦,૦૦૦/- તે કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા. ૧૦/૦૭/૨૦૨૬ ના ક.૨૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ. આઇ. કમલેશભાઇ ભીખાભાઇ લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સમા પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૫૨/૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્કેશ રસીકલાલ શાહ રહે, મ.નં.૧૦૩, એમ્બરલ્ડ રેસીડન્શી, સમા તળાવ સામે, સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૬/૦૪/૨૦૨૬ ના ક.૦૫/૧૦ વાગ્યાથી બપોરના ક:૧૫/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:-દુમાડ ચોકડી પાસે આવેલ અમદાવાદ તરફ જતા સર્વીસ રોડ ઉપર, ગાર્ડનની બાજુના ફુટપાથ ઉપર, સમા, ફરીયાદી હોન્ડા એકટીવા જેનો રજી નં.જીજે-૦૬-સી.પી-૬૪૧૨ નો છે તે સને-૨૦૦૮ ના મોડલની બલ્યુ કલરની છે. જેનો ચે.નં. ME4JF 083B88223985 તથા એ.નં.JF08E5255533 નો છે જેની કિ.રૂ.આશરે ૧૦,૦૦૦/- તે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.સંજયભાઇ માત્રાભાઇ સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સમા પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૫૩/૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જૈમિક સુરેશકુમાર સોની રહે,મ.નં.સી/૩૭ સિલ્વર પાર્ક સોસા, કરોળીયા રોડ,બાપુની દુર્ગા, ગોરવા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૦૬/૨૦૨૬ ના ક.૧૧/૦૦ વાગ્યાથી ક.૨૨/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:-દુમાડ ચોકડી પાસે, સમા, વડોદરા શહેર આ કામના ફરીયાદીની હોન્ડા કંપનીની સિલ્વર કલરની એકટીવા જેનો રજી નં.GJ-05-DE-6460 ની છે. જેનો ચેચીસ નંબર ME4JF085D48434101 તથા એ.નં.JF08E0445995 નો છે જેની કિ.રૂ.આશરે ૨૦,૦૦૦/- તે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૭/૨૦૨૬ કલાક ૨૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI જનકભાઇ પરબતભાઇ સમા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મારામારીના કેસો
૧. ગોરવા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૬૦૩૨૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬(૨),૩૫૧ (૨), મુજબના ગુનાના કામના ફરિયાદી સંગીતાબેન વા/ઓફ હીતેશભાઇ રાઠોડ રહે.મ.નં-બી-૧૩ સુર્યદેવ પાર્ક રાજેશ ટાવર રોડ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શંકરભાઇ મનુભાઇ માળી રહે. કામનાથ મંદીર બાલભવન પાસે કારેલીબાગ વડોદરા નાઓએ તા.૧૧/૦૭/૨૦૨૬ ના આશરે ક.૧૦/૧૦ વાગ્યે મોજે.બી/13 સુર્યદેવ પાર્ક રાજેશ ટાવર રોડ ગોત્રી ફરીયાદી પોતાની એકટીવા લઈને કામકાજ અર્થે ઘરેથી થોડેક દુર જતા આરોપીનાઓ અચાનક આવી એકટીવા પાછળથી પકડી લીધેલ જેથી ફરિએ એકટીવા ઉભી રાખેલ અને પતિ હીતેશભાઇને ફોન કરી દીધેલ તે વખતે આરોપીએ કહેવા લાગેલ કે “તુ મારી સાથે કેમ પ્રેમ સંબંધ રાખતી નથી જેથી ફરીયાદીએ આરોપીને જણાવેલ કે મે તારી સાથે છેલ્લા ૧ વર્ષથી પ્રેમ સંબંધ કાપી નાખેલ છે તેમ છતા તુ મને કેમ હેરાન કરે છે મારે તારી સાથે કોઇ સંબંધ રાખવો નથી તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને કહેવા લાગેલ કે તુ મારી સાથે સંબંધ નહી રાખે તો હુ તને જાનથી મારી નાખીશ તેમ કહી ગંદીગાળો આપી ગળુ પકડી લીધેલ અને દીવાલ સાથે ધક્કો મારતા માથાના ભાગે ઇજા પહોચાડેલ. તે વખતે ફરીયાદીના પતિ હીતેશભાઇ આવી ગયેલા અને તેને ફરિયાદીનુ ગળુ છોડવાનુ કહેલ પરંતુ તે ગળુ છોડતો ન હોવાથી ફરીયાદીના પતિએ નજીકમા પડેલ લાકડા વડે આરોપીને માથાના ભાગે મારી દેતા તેને માથામાંથી લોહી નિકળવા લાગેલ હોય વિ.બાબતે તા.૧૧/૦૭/૨૦૨૬ ના ક.૧૩/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ગોવિંદસિંહ લક્ષ્મણસિંહ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.