Loading...
Welcome to Police Department
Search
-: પ્રેસનોટ :-

(તા.૧૧/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૦/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી.૦૯, કિ.રૂ-૧૮૦૦ જેમાં ઇંગ્લીશ દારૂની કવાટર  નંગ- ૧૧, બિયર નંગ-૪૦, મળી કુલ કિં.રૂ.૧૭૫૦૩/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૨૩, સહિત ૦૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    ચોરીના  ગુનાઓ:

૧.      લક્ષ્મીપુરા  પોલીસ સ્ટેશન

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન–એ પાર્ટ ગુ.ર.નં.-11196037250331/2025 ભારતીય ન્યાય સંહીતા કલમ- ૩૦૬ મુજબ ના ગુનાના કામના ફરિયાદી વિજયભાઈ રમણભાઈ મકવાણા ઉ.વ.૪૯ ધંધો-નોકરી રહે- મ.નં. એ/૪૦૧ એલ્ડીયો પ્રિમેરો    ઉત્તોપીયન કોર્નરની પાછળ ન્યુ અલ્કાપુરી ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ મયંક જગદીશચંદ્ર મહેતા જે રહે-૪૫, રત્ના કો.ઓપ હા. સોસાયટી લી. વેસુ સુરત અને મુળ     રહે- અમરેલી તા.૨૦/૦૭/૨૦૨૫ ના કલાક ૧૬/૦૦ વાગ્યા થી કલાક ૨૦/૦૦ વાગ્યા દરમિયાન મોજે – એ/૪૦૧ એલ્ડીયો પ્રિમેરો ઉત્તોપીયન કોર્નરની પાછળ ન્યુ અલ્કાપુરી ગોત્રી  વડોદરા શહેરઆ કામના આરોપીએ પોતાની નોકર તરીકેની ફરજ દરમિયાન આ કામના ફરીયાદીની જાણ બહાર ફરીયાદીની બે સોનાની વીંટી જેમાં એક આશરે ૯ ગ્રામ અને બીજી આશરે ૬ ગ્રામની મળી બંને આશરે ૧૫ ગ્રામની હતી જેની આશરે કિં.રૂ.૧,૩૦,૦૦૦/- ગણી શકાય જે ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત તા.૧૦/૦૮/૨૦૨૫ ના ક-૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. એન. એચ. સોલંકી લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.    મારા મારીના  ગુનાઓ:

૧.      સીટી  પોલીસ સ્ટેશન

સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૫૦૧૯૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૨૯૬(ખ), ૫૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫  મુજબ  ના ગુનાના કામના ફરિયાદી સુનિલભાઇ રમેશભાઇ વાઘેલા ઉ.વ.-૩૪, ધંધો-છુટક મજુરી, રહે.પટેલપાર્ક નાકા જુના આર.ટી.ઓ રોડ વારસિયા,વડોદરા નાઓની ફરિયાદ મુજબ શત્રુ શંકરા વાઘરી તથા કરણ શત્રુ વાઘરી તથા ગટ્ટો શત્રુ વાઘરી તથા સુરેશ શકરા વાઘરી તમામ રહે.પટેલપાર્ક નાકા જુના આર.ટી.ઓ રોડ વારસિયા,વડોદરા શહેર તા-૧૦/૦૮/૨૦૨૫ ના કલાક ૧૩/૦૦ વાગે મોજે- પટેલપાર્ક નાકા જુના આર.ટી.ઓ રોડ વારસિયા,વડોદરા શહેર આ કામના ફરીયાદી મોજે- પટેલપાર્ક નાકા જુના આર.ટી.ઓ રોડ વારસિયા,વડોદરા શહેર ખાતે તા.૧૦/૦૮/૨૦૨૫ ના બપોરના એક વાગ્યાની આસપાસ પોતાના ઘરની બહાર ઓટલા ઉપર ઉભો હતો ત્યારે આ કામના આરોપીઓ નં.૧,૨,૩,૪ નાઓ આવી ફરીયાદીને તથા ફરીશ્રીના ભાઇને જણાવેલ કે, ગઈકાલે મારા દિકરાને ગંદી ગાળો કેમ આપતો હતો? તેમ જણાવી ઝગડાની અદાવત રાખી આરોપી નં.(૧) નાઓએ ગંદી ગાળો આપી બે-ત્રણ લાફા મારેલ તથા આરોપી નં.(૨) નાઓએ પીઠ તથા હાથના ભાગે દંડા મારેલ તથા આરોપી નં.(૩) નાઓએ જમણા પગના ઘુંટણના ભાગે તેના હાથમાં રહેલ પાવડાનો દંડો મારી પગમાં ફેક્ચર કરી  તથા આરોપી નં.(૪) નાઓએ ગંદી ગાળો આપી બોલાચાલી કરી એક-બીજાની મદદગારી કરી ફરી.ને ઇજાઓ પહોચાડી નાસી જઈ મે.પો.કમિ.સા.શ્રીના જાહેરનામાંનો ભંગ કરી ત્યાથી ભાગી ગયેલ ગુનો કર્યો વિગેરે બાબત. તા.૧૦/૦૮/૨૦૨૫ ના ક-૧૭/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ વિપુલભાઇ સાયદનભાઇ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      કુંભારવાડા  પોલીસ સ્ટેશન

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૧૫૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી ભગવાનદાસ બિરજુભાઇ કોળી ઉ.વ.૬૦ ધંધો- વેલ્ડીંગકામ રહે- રામજી મંદિર, સરસીયા તળાવ, પોપ્યુલર બેકરીની સામે, ફતેપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગોવિંદ વસાવા જેના પુરા નામની ખબર નથી તે આજરોજ તા.૧૦/૦૮/૨૦૨૫ ના આશરે ૧૭/૦૦ વાગ્યાના અરસામા ભાથુજી મંદિર પાસે ઇમામપુરા વડોદરા શહેર આ કામના ફરીયાદી શ્રી ભગવાનદાસ બિરજુભાઇ કોળી ઉ.વ.૬૦ ધંધો- વેલ્ડીંગકામ રહે- રામજી મંદિર, સરસીયા તળાવ, પોપ્યુલર બેકરીની સામે, ફતેપુરા, વડોદરા શહેરનાને આ કામનો આરોપી નામે ગોવિંદ વસાવા રહે. ભાથુજી મંદિર પાસે, ઇમામપુરા, વડોદરા શહેરનાનો આરોપીની બેન નામે મંજુનાની સાથે બોલાચાલી કરી ઝઘડો તકરાર કરતો હોય અને માર મારતો હોય જેને ફરીયાદી વચ્ચે છોડાવવા પડતા આરોપી વિભસ્ત ગંદી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ જેના ખિસ્સામા ચપ્પુ હતુ જે ફરિયાદીને ગળાના ભાગે તેમજ નાકના ભાગે તેમજ કપાળના ભાગે તેમજ ડાબા હાથની હથેળીના ભાગે મારી ઇજા પહોચાડી મે. પો. કમિ. સાશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબત. તા.૧૦/૦૮/૨૦૨૫ ના ક-૨૧/૩૫વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ. વાય.ડી.ગામીત કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.    વિશ્વાસધાતના  ગુનાઓ:

૧.      બાપોદ  પોલીસ સ્ટેશન

બાપોદ પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૨૨૫૦૪૫૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૬૧(૧)(બી) મુજબ  ના ગુનાના કામના ફરિયાદી ગીતાબેન વા/ઓ ગંધુભાઈ કલાભાઇ ભરવાડ ઉ.વ.૫૦ ધંધો-ઘરકામ રહે- મ.નં-૬૨૧, ચાચા નહેરુ નગર, આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) એક અજાણ્યી મહીલા જેની ઉંમર આશરે ૨૫ થી ૨૬ વર્ષની હતી જેને મરુન કલરનુ ટોપ તથા સફેદ કલરની ઓઢણી તથા નીચે કાળા કલરની લેગીજ પહેરેલ હતી તથા (૨) એક અજાણ્યો પુરુષો જેની આશરે ૨૬ થી ૨૮ વર્ષની હતી જેને સફેદ કલરના શર્ટ પહેરેલ (3) એક અજાણ્યો પુરુષો જેની આશરે ૨૬ થી ૨૮ વર્ષની હતી જેને સફેદ કલરના શર્ટ પહેરેલ જેઓના તમામના પુરા નામઠામની ખબર નથી તેઓ તા.૩૦/૦૭/૨૦૨૫ ના કલાક ૧૮/૦૦ વાગ્યે મોજે કમલાનગર શાક માર્કેટ ખાતે આજવા રોડ તરફ જતા રોડની સાઇડમાં રાખેલ એક શાકભાજીની લારી પાસે  ફરીયાદી નાઓ કમલાનગર શાક માર્કેટ ખાતે આજવા રોડ તરફ જતા રોડની સાઇડમાં રાખેલ એક લારી પાસે શાકભાજી લેવા ગયેલ તે વખતે આરોપી (૨), (3) બે અજાણ્યા પુરુષો જેઓની આશરે ૨૬ થી ૨૮ વર્ષની હતી જેઓએ સફેદ કલરના શર્ટ પહેરેલ હતા તથા આરોપી નં.(૧) એક મહીલા જેની આશરે ૨૫ થી ૨૬ વર્ષની હતી જેને મરુન કલરનુ ટોપ તથા સફેદ કલરની ઓઢણી તથા નીચે કાળા કલરની લેગીજ પહેરેલ હતી જેઓના પુરા નામઠામની ખબર નથી તેઓ ફરી. સાથે છેતરપીંડી કરવાના ઇરાદે કાવતરુરચી ફરી.નો વિશ્વાસ કેળવી ફરી.ના કાનમા પહેરેલ સોનાના બદલામા ૫૦૦/- રૂપિયાની નોટોના બંડલ આપવાના બહાને ફરી.ના કાનમા પહેરેલ સોનાની પોખાણી(બુટ્ટી) નંગ-૦૨ આશરે એક તોલા જેની કીમત રૂ.૫૦,૦૦૦/- તથા સોનાનો કાનમા પહેરેલ વેડલો નંગ-૦૧ આશરે ૪ ગ્રામ જેની કિંમત રૂ.૨૦,૦૦૦/- ની લઈ જઈ એકબીજાની મદદગારી કરી ફરી. સાથે છેતરપીડી કરી સ્થળ પરથી નાશી જઈ ગુનો કર્યા વિગેરે તા.૧૦/૦૮/૨૦૨૫ ના ક-૧૭/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.એન.પ્રસાદ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.