-: પ્રેસનોટ :-
(તા.૧૧/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૦/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં ઇંગ્લીશ દારૂના ક્વાટર નંગ-૦૨ કિં.રૂ.૨૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૩ સહિત-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. ગોરવા પોલીસ સ્ટેશન
ગોરવા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૮૫/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ. કલમ-૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અમલ ઓમાનકુટન ઉ.વ.૩૦ ધંધો.વિડિયોગ્રાફી રહે,મ.ન.૧૨ દેવ રેસીડેંસી ઉંડેરા કોયલી રિફાનરી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફોર વ્હિલ જેનો રજી નં GJ-01-RJ-0974 નો ચાલક જેના પુરાનામ સરનામાની ખબર નથી ગઇ.તા.૦૫/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના ક.૦૯/૩૦ વાગ્યાની આસપાસ ફરિયાદી તથા તેમની મિત્ર પુજા સાથે મો.સા લઇને તેમના કામ અર્થે નિકળેલ હતા ત્યારે રાત્રીના કલાક.૦૯/૪૦ વાગે ગોરવા આઇ.ટી.આઇ ચાર રસ્તા થી આગળ એક ફોર વ્હિલ ચાલકનાઓ અચાનક વાળતા ફરિયાદીની મો.સા આ ફોર વ્હિલના આગળના ભાગે અથડાતા તેમની મો.સા સાથે પડી ગયેલ અને તેમની મિત્ર પણ પડી ગયેલ હતા અને ફરિયાદિને સામાન્ય ઇજા થયેલ હતી અને આ ફરિયાદીની મિત્રની ડાબા પગની છેલ્લી આંગળી તુટી ગયેલ હતી અને તેઓને ગંભિર ઇજા કરી આ ફોર વ્હિલ જેનો રજી નં GJ-01-RJ-0974 ના ચાલકે ગુનો કર્યા વિ.બાબતે તા-૧૦/૦૯/૨૦૨૫ ના ક.૨૨/ ૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. ગોવિદસિહ લક્ષ્મણસિહ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૫૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નિતીનકુમાર હરીશભાઇ પટેલ ઉ.વ.૪૨ ધંધો નોકરી રહે. સી 103 સાશ્વત ફ્લેટ અર્બન હેલ્થ સેંન્ટર પાસે ગદા સર્કલ પાસે હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી બિસ્વનાથ કૈલાસનાથ યાદવ મુળ રહે. બેદોલી ગામ , બનીયાપુર પોસ્ટ, થાણા બનીયાપુર, જી સારન, બિહાર હાલ રહે.1 04 5 કુશુમ ચંદ્રપાર્ક ઓ.એન.જી.સી.ચાર રસ્તા સુરત હઝીરા રોડ ઇચ્છાપોર સુરત તા.૧૦/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગ્યાના સુમારે મોજે:- હાલોલથી ગોલ્ડન તરફના રોડ ઉપર વડોદરા શહેર આ કામના આરોપીએ તેનુ કંટેનર એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની ગાડીને પાછળથી ટક્કર મારી એક્સીડંટ કરતા ગાડીને પાછળના ભાગે ડીકીના દરવાજો તથા પાછળના કાચને, પાછળના ભાગે ડ્રાઇવર સાઇડની પેનલ તથા પાછળના બંપરને નુકશાન પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૦/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો વિજેશકુમાર કુરીચંદ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અન્ય કેસો
૧. અકોટા પોલીસ સ્ટેશન
અકોટા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૫૦૩૬૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૬૨ મુજબના ગુનાના કામના ફરિયાદી લલીતકુમાર જયંતિલાલ પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર નોકરી પોલીસ હેડ ક્વાટર પ્રતાપનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હાર્દીકભાઇ કૈલાશભાઇ પ્રજાપતી રહે.મંદિરવાળુ ફળીયુ દરજીપુરા ગામ વડોદરા તા.૧૦/૦૯/૨૦૨૫ ના કલાક ૧૩/૩૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે મોજે. દિવાળીપુરા કોર્ટ વડોદરા આરોપીઓ હિતેશભાઇ કૈલાશભાઇ પ્રજાપતી અને હાર્દીકભાઇ કૈલાશભાઇ પ્રજાપતી નાઓને એલ.આર.પો.કો. નરપતદાન રાસદાન તથા એલ.આર.પો.કો. વિશ્વમભાઇ રામભાઇ નાઓ નામદાર કોર્ટમા નીચે કેન્ટીન પાસે પાણી પીવડાવવા માટે લઇ જતા ઉપરોક્ત આરોપીઓ પૈકી હાર્દીકભાઇ કૈલાશભાઇ પ્રજાપતી નાનો પોલીસની નજર ચુકવી જાપ્તામાંથી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૦/૦૯/૨૦૨૫ ના કલાક ૧૬/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી સી.એમ.ગઢવી અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૫૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ધવલસિંહ રમણસિંહ પરમાર ઉ.વ.૨૯ ધંધો નોકરી રહે. 405 મારૂતી હાઇટ્સ હરણી હનુમાનજી મંદીરની બાજુમા હરણી ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સંકેતસિંહ રાજેન્દ્રસિંહ પરમાર રહે.એ 01 સન એપેક્ષ રેસીડેંસી ગદા સર્કલ પાસે હરણી વડોદરા શહેર (૨) યશપાલસિંહ ચૌહાણ (૩) રાજેન્દ્રસિંહ માનસિંહ પરમાર રહે. સદર તા.૦૬/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૦૦ વાગે મોજે:- હરણી ગામની ભાગોળ પાસે વડોદરા શહેર આ કામના આરોપીએ ફરીયાદીશ્રીને ગમે તેમ ગાળો બોલી ગડદા પાટુનો માર મારી સંકેતસિંહ નાઓએ ફરીયાદીશ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૦/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અશ્વિનભાઇ મોતીભાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ(એ) – ૧૧૧૯૬૦૧૬૨૫૦૫૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલક ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી) ,જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સોનલ W/O ભટ્ટુ પીતાંબર નેરકર ઉં.વ–૪૨ ધંધો નોકરી રહેવાસી મકાન નંબર- ૫૧૯ વિશાલનગર વિશાલનગર, તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સુખદેવસીંગ રૂપસીંગ મહેરા રહે- આદર્શનગર તરસાલી વડોદરા શહેર તા.૧૦/૦૯/૨૦૨૫ ના કલાક ૨૩/૪૫ વાગે મોજે- તરસાલી તળાવ પાસે ગુપ્તા મેડીકલ સામે ફરીયાદીના છોકરાએ તેના મિત્ર–આરોપી- સુખદેવસીંગ રૂપસીંગ મહેરા રહે- આદર્શનગર તરસાલી વડોદરા શહેર નાને બોલાવી “તુ કેમ મારી મમ્મીને રાત્રીના ફોન અને મેસેજ કરે છે તેમ કહેતા આરોપી- સુખદેવસીંગ નાનો બોલા ચાલી ઝગડો કરી ગમે તેમ ગાળો આપી એકદમથી ઉશ્કેરાય જઇ ફરીયાદીના છોકરાના ડાબા કાન ઉપર બચકુ ભરી કરડી લઇ તથા જમણી આખના ઉપરના ભાગે હાથમા પહેરેલ કડા વડે માર મારી ઇજા કરી મે પો કમિ સાશ્રીના હથિયાર બધી જાહેરનામા નો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૧/૦૯/૨૦૨૫ ના કલાક ૦૭/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ પરેશભાઇ પુંજાભાઇ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ(એ) – ૧૧૧૯૬૦૧૬૨૫૦ ૫૨૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી) ,૩૫૧(૩) ,૫૪ જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સુખદેવસિંગ S/O રૂપસિંગ મહેરા ઉંમર વર્ષ ૨૨ ધંધો - ડ્રાઇવિંગ રહે મકાન નં- ૧૧ આદર્શ નગર તરસાલી બાયપાસ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ (૧) કાયદા ના સંઘર્ષમા આવેલ બાળકિશોર નં-(૨) રાજુ સોલંકી રહે- કુબેર લાઇફ આદર્શ નગર પાસે તરસાલી બાયપાસ વડોદરા શહેર નં-(૩) કુણાલ પરમાર રહે રામનગર પેટ્રોલ પંપ ની પાછળ તરસાલી વડોદરા શહેર તા.૧૦/૦૯/૨૦૨૫ ના કલાક ૨૩/૪૫ વાગે મોજે-તરસાલી તળાવ પાસે ગુપ્તા મેડીકલ સામે ફરીયાદીશ્રીને તેના મિત્ર- કાયદા ના સંઘર્ષમા આવેલ બાળકિશોર ના ફોન ઉપરથી આરોપી- રાજુ સોલંકી રહે- કુબેર લાઇફ આદર્શ નગર પાસે તરસાલી બાયપાસ વડોદરા નાનો મને તરસાલી તળાવ પાસે ગુપ્તા મેડીકલ સામે ફોન કરીને બોલાવી ફરીયાદી તથા તેના પિતરાઇ ભાઇ કમલ શર્મા ત્યા જતા કાયદા ના સંઘર્ષમા આવેલ બાળકિશોર- તથા આરોપી (૨) રાજુ સોલંકી તથા આરોપી (૩) કુણાલ પરમાર રહે રામનગર પેટ્રોલ પંપ ની પાછળ તરસાલી વડોદરા નાને મળતા - કાયદા ના સંઘર્ષમા આવેલ બાળકિશોર- નાએ ફરી.શ્રી.ને કહેલ કે “તુ મારી મમ્મીને કેમ ફોન અને મેસેજ કરે છે” તેમ કહી એકદમથી ઉશ્કેરાય જઇ તેની પાસેની કાચની બોટલ ફરીયાદીને ગરદનના ભાગે ડાબી બાજુએ તથા ડાબા પગે ઘુટણે તથા જમણા હાથે બાવડા ઉપર મારી ઇજા પહોંચાડી ફરીયાદીને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા રાજુ સોલંકી તથા કૃણાલ પરમાર નાએ ફરીયાદીને નીચે પાડી દઇ ગડદાપાટુનો માર મારી એક બીજાની મદદગારી કરી મે પો કમિ સાશ્રીના હથિયાર બધી જાહેરનામા નો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૧/૦૯/૨૦૨૫ ના કલાક ૦૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ પરેશભાઇ પુંજાભાઇ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
|
|
૫. ચોરીના કેસો
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫ ૦૫૧૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૩૧(૪), ૩૨૪(૪), ૬૨, ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી મનોજસિંહ મુન્નાસિંહ ભદોરીયા ઉ.વ.૩૮ ધંધો-નોકરી રહે બ્લોક નં.૦૪, મ.નં.૦૬, પંચમુખી હાઉસીંગ, પંચમુખી હનુમાન મંદીરની આગળ, વાસણા-ભાયલી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાજેન્દ્રભાઇ જયંતીભાઇ બારીયા રહે, રણછોડનગર, રામદેવનગર-૦૧ ની સામે, આજવા રોડ, વડોદરા શહેર તા.૧૧/૦૯/૨૦૨૫ ના કલાક ૦૩/૦૦ વાગ્યાના સુમારે મોજે એસ.બી.આઇ. ના એ.ટી.એમ. સાઇ દર્શન રેસીડન્સી મુખીનગર ચાર રસ્તા ખોડીયાનગર વડોદરા શહેર ખાતે આ કામના આરોપી નાએ એક ગેસ સીલીન્ડરનુ બોટલ તથા એક ઓક્સિજનુ બોટલ તથા ગેસ કટર જેવા સાધનો લઈને પ્રવેશ કરી ગેસ સિલીન્ડર તથા ઓક્સીજન સિલીન્ડરના ઉપયોગથી ગેસ કટર દ્વારા જ્વલનશીલ ફ્લેમ બનાવી તેના દ્વારા એ.ટી.એમ. મશીનના ઉપરની પ્લાસ્ટીકની ડોરની બોડી કાપી નાખી અલગ કરી તેના પછીની લોખંડની ડોરની બોડી કાપવાનો પ્રયાસ કરી એ.ટી.એમ. મશીનમાં રાખેલ રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કરી એ.ટી.એમ. મા રાખેલ કેમેરા તથા એ.ટી.એમ. મશીનથી કનેક્ટીવીટી રાઉટર અલગ કરી એ.ટી.એમ. મશીનમા આશરે ૮૦,૦૦૦/- રુપિયાનુ નુકશાન કરી મળી આવી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૯/૨૦૨૫ ના કલાક ૦૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.એન.પ્રસાદ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.