-: પ્રેસનોટ :-
(તા.૧૧/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૦/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૪ કિ.રૂ.૨૮૦૦/- તથા ઇ.બોટલો-૬૬૦, બીયર- ૧૩૯૨, મોબાઇલ-૧, વાહન-૧ કિ.રૂ. ૧૩૯૫૬૬૮/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૪ સહીત કુલ-૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. જે.પી.પો.સ્ટે.
જે પી રોડ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુરનં ૫૮/ ૨૦૨૫ યુનીક નં 11196008250281 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૬૯, મુજબના કામના આરોપી મનીશ ભવરભાઇ ચૌહાણ રહે- પરશુરામ ભઠ્ઠો રામદેવ મંદીર પાસે સંયાજીગંજ વડોદરા શહેર સને-૨૦૨૩ થી તા-૦૨/૧૧/૨૦૨૫ મોજે- ભાડેથી રાખેલા ઘરે આ કામના ફરીયાદીને ગઈ તા-૦૯/૧૦/૨૦૨૩ ના રોજ ફરીયાદી સાથે વાતચીત થયેલ હોય ત્યારબાદ ફરીયાદી તથા આરોપી બન્ને મેસેજમા વાતો કરતા હોય અને બન્ને વચ્ચે મિત્રતા બંધાયેલ જેથી ફરિયાદીના ભાડેથી રાખેલા ઘર ખાતે આવતો જતો હોય તે વખતે તે ફરીયાદી સાથે લગ્ન કરશે તેવો તેને વિશ્વાસ ભરોસો અપાવી અવારનવાર ફરીયાદી સાથે શરીર સબંધ બાંધેલ. ત્યારબાદ ફરીયાદી સને-૨૦૨૫ ના એપ્રીલ માસમા બીજી જગ્યાએ રહેવા માટે ગયેલ ત્યા ગઈ તા-૦૨/૧૧/૨૦૨૫ ના રોજ આરોપીનાઓ આવેલ હોય તે વખતે “તે ક્યારે મારી સાથે લગ્ન કરશે તે બાબતે ફરીયાદીએ પુછતા “તેના લગ્ન બીજી છોકરી સાથે નક્કી થયેલ છે.” તેવુ જણાવી ફરીયાદીને લગ્ન કરવાની વાત કરી ફરીયાદીને વિશ્વાસ અપાવેલ હતો તેનો વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૦/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એસ.એમ.સગર જે.પી રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૬0૬ /૨૦૨૫બી.એન.એસ.કલમ-૩૩૧(૩), ૩૩૧(૪) ,૩૦૫ મુજબ ના કામના ફરીયાદી ખુશ્બુબેન વા/ઓ નિરવભાઇ ગાંધી રહે-મ.ન.સી/૧ પુસ્કરાજ સોસાયટી પંચામૃત એપાર્ટમેંટ પાસે ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૦૬/૧૧/૨૦૨૫ ના ક.૨૩/૦૦ થી તા.૦૮/૧૧/૨૦૨૫ ના ક.૧૩/૩૦ વાગ્યાના સુમારે ફરિયાદીના મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ નકુચા સાથે તોડી મકાનમાં પ્રવેશ કરી કિચનરૂમના કબાટમાં રાખેલ સ્ટીલના ડબ્બામાંથી (૧) સોનાનુ મંગળસુત્ર-૦૧ (૨)સોનાની ચેઇન પેન્ડલ સાથે નંગ-૦૧ (૩) સોનાની વીટી નંગ-૦૨(૪)ચાંદીની વીટી નંગ-૦૧ મળી કૂલ રૂ.૮૭,૦૦૦/- ની મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧0 /૧૧/૨૦૨૫ ના ક. ૧૫/૩૦ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.એસ.ગાંગાણી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. સમા પો.સ્ટે.
સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૨૫૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના કામના ફરીયાદી દીનેશભાઈ રણછોડભાઈ પરમાર રહે. મ.નં.ઈ/૧૦૨, શ્યામા પ્રસાદનગરવરદાન રેસીડન્શી પાછળ, વેમાલી ગામ, તા.જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ તા- ૨૩/૧૦/૨૦૨૫ ના ક.૨૦/૦૦ થી ૨૮/૧૦/૨૦૨૫ ક.૨૨/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે:-એસ ૯ સ્ક્વેર નામના કોમ્પલેક્ષમા સમા સાવલી રોડના બેજમેન્ટના પાર્કીંગમા સમાથી ફરીયાદીની દિકરીની માલીકીની ઉપરોક્ત સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ જેનો રજી નં.જીજે 06 ક્યુએસ 9118 નો છે તે સને-2024 ના મોડલની આઈસ ગ્રીન તથા વાઈટ કલરની છે. જેનો ચે.નં.MB8DP12PFR8954734 તથા એ.નં. AF213704069 નો છે જેની કિ.રૂ.આશરે ૫૦,૦૦૦/- તે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે લોક તોડી કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી થયા બાબતે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. મહેશભાઈ રમેશભાઈ સમા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના કેસો
૧. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૨૫/૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના કામના ફરીયાદી અલ્પેશકુમાર ગણપતસિંહ પરમાર રહે.મ.નં.3 લક્ષ્મણનગર રામનગરની બાજુ અભિલાષા કેનાલ રોડ ખોડીયારનગર સમા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કિશનભાઇ ભવનભાઇ ભરવાડ રહે.ચામુંડાનગર સુરજનગરની બાજુમા ખોડીયારનગર અભિલાષા કેનાલ રોડની પાછળ વડોદરા શહેર નાઓએ તા.૧૦/૧૧/૨૦૨૫ ના ક.૧૫/૩૦ વાગે મોજે:- અમિતનગર બ્રિજ જગદીશ ફરસાણાની સામે રોડ ઉપર ફરીયાદીશ્રી સાથે બોલાચાલી ગંદી ગાળો આપી ગળદાપાટુનો માર મારી લોખંડના સળીયાથી ડાબા પગમા ઇજા પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૦/૧૧/૨૦૨૫ ના ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અમિતભાઇ વાલસિંગભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન અકસ્માતના મારામારીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૬૬૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી બાબુસિંહ સ/ઓ મિઠુસિંહ રાજપુત રહે-દેવરાજનગર ગામ.કુતીયાખેડા તેહસીલ-ભીમ જી-રાજસમન્દ રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો વાહન ચાલક તા.૧૦/૧૧/૨૦૨૫ ના ક-૨૧/૦૦ વાગ્યાની આસપાસ મોજે- ને.હા.૪૮ પર તરસાલી બાયપાસ નિર્મલ હોટલની સામે રોડ પર ફરીયાદીના કાકાના દિકરા મોહનસિંહ સ/ઓ માનસિંહ રાજપુત નાઓ ચાલતાં-ચાલતાં રોડ ક્રોસ કરતાં હતાં તે વખતે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી મોહનસિંહને ટક્કર મારી માથામાં પાછળના ભાગે તથા જમણા કાન પર ગંભીર ઇજાઓ તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૧૧/૨૦૨૫ ના ક-૦૯/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. ચિરાગભાઇ મહેશકુમાર કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.