Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૧/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૦/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૯ કિ.રૂ.૧૮૦૦/-, ઇ.કવા-૦૩, મળી કિં રૂ.૨૨૫૦ /-નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૧ સહીત કુલ-૨૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     છેતરપિંડી કેસો

૧.   સાયબર ક્રાઇમ પો.સ્ટે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પાર્ટ એ  ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૫૦૦૫૨/૨૦૨૫  ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) તથા ITAct  કલમ.૬૬(ડી) મુજબ ગુનાના કામના ફરિયાદી સંજયસિહ ભુપતસિહ એ.એસ.આઇ બ.નં.૧૧૯૮ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) હેમત વિનુભાઇ જાદવ (બેક ના ખાતા ધારક)    (૨) સાગર શાહ જેનો મો.નં 6355532661    (૩) બેંક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થીક લાભ મેળવનાર  (૪)  સંગઠીત ગુનાહીત કાવત્રા સાથે સંકડાયેલ તમામ ઈસમો 23/12/2024 થી  આજરોજ સુધી મો.જે.- વડોદરા શહેર. આ કામના આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી હેમત વિનુભાઇ જાદવ એ પોતાના નામનુ  બેક ઓફ મહારાષ્ટ્રા અકાઉંટ નંબર. 60518847032  આઇએફએસસી કોડ એમએએચબી0001176 બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી સાગર શાહ જેનો મો.નં 6355532661 નો છે. તેને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંક એકાઉન્ટ તથા બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટ ના બદલામા કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી આશરે રૂ.2,30,96,890/ જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુન્હો કરેલ હોય અને સદર  બેંક એકાઉન્ટ વિરૂધ્ધમા એનસીસીઆરપી પોર્ટલ ઉપર 23 જેટલી ફરીયાદ હોય  સદર બેક ના ખાતા ધારક તેમજ બેંક ખાતાનો ઉપયોગ કરનાર તેમજ આ સંગઠીત ગુનાહીત કાવત્રા સાથે સંકડાયેલ તમામ ઈસમો વિરુધ્ધ ભારતિય ન્યાય સંહિતા 2023 ની કલમ 318(4), 61(2),112(2) તથા આઇટી એકટ  કલમ.66 (ડી) મુજબ ગુનો કરવા બાબતે  તા. ૧૦/૧૨/૨૦૨૫  કલાક  ૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ જે ડી પરમાર પો.ઈન્સ. સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમ  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.વાહન અકસ્માત/ ફેટલના કેસો

૧.       માંજલપુર પો.સ્ટે.

 

માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૬૯૦/૨૦૨૫ B.NS.કલમ-૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) તથા MV ACT-કલમ-૧૭૭,૧૮૪,૧૧૯ મુજબ મુજબ ગુનાના કામના ફરિયાદી જયેશસિંહ ઈશ્વરસિંહ ચૌહાણ ઉ.વ.૩૧ ધંધો.ડીલિવરી બોય રહે.મ.નં.૧૦૨ , તુલજા નગર-૦૧,કોતર તલાવડી,માંજલપુર,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અર્ટીગા કાર.નં.GJ-06-PK-4991 ના ચાલક ચિરાગભાઈ જેના પુરાનામ કે સરનામાની ખબર નથી તે તા.૧૬/૧૧/૨૦૨૫ ના કલાક.૧૬/૦૦ વાગે મોજે-સ્ટેલામેરી ચાર રસ્તાથી ઈવામોલ ચાર રસ્તા તરફ જવાનો રોડ,ઈવા મોલ પાસે,માંજલપુર,વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાની કાર.નં-GJ-06-PK-4991 ની રોંગ સાઈડમાં પુર-ઝડપે અને ગફલત-ભરી રીતે ચલાવી લાવી  ગઈ તા.૧૬/૧૧/૨૦૨૫ ના રોજ ફરીયાદી ઈવામોલ ખાતે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માંથી જમવાનુ લઈ સ્ટેલામેરી ચાર રસ્તાથી ઈવામોલ ચાર રસ્તા તરફ જવાનો રોડ ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતો હતો તે વખતે બપોરના આશરે ચારેક વાગ્યના સુમારે ફરીયાદીને ટક્કર મારી એક્સીડન્ટ કરી રસ્તા પર પાડી ફરીયાદીને ડાબા ખભાના ભાગે ફ્રેક્ચર કરી તથા ડાબા હાથે કોણીના ભાગે તથા માથાના ભાગે ઈજા પહોચાડી  ગુનો કર્યા વિગેરે બાબતે  તા-૧૦/૧૨/૨૦૨૫ ના કલાક..૧૩/૫૦ વાગ્યે વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રમેશભાઇ કિશનભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.     

૪.     ચોરીના કેસો

૧.       સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે એ- ગુ.ર.નં અને કલમ – પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૬૦૩૦૨૫૦૭૯૨/૨૦૨૫ BNS કમલ ૩૦૩ (૨) મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રી અલ્તાફ અલીહુસેન અંસારી ઉવ. ૨૧ ધંધો પ્લંબર રહે ૨૫૩, જયઅંબેનગર બહાર કોલોની આજવા રોડ વડોદરાનાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૦૮/૧૨/૨૦૨૫ ના કલાક ૧૭/૨૦ થી ૧૮/૩૦ મોજે કમાટીબાગ ગેટ નં-૦૩ અને અમુલ પાર્લર ના વચ્ચેના પાર્કીંગમા આ કામના ફરીયાદી પોતાની પત્ની સાથે કમાટીબાગ ખાતે પોતાની જ્યુપીટર પાર્ક કરી બાગમા ફરવા માટે ગયેલ તે દરમ્યાન કોઈ ચોર ઈસમ ફરિયાદીની જ્યુપીટરની ડીક્કી કોઈ સાધન વડે ખોલી અંદર મુકેલ રોકડા રૂ. ૨૦,૦૦૦/- તથા પાનકાર્ડ તથા આધાર કાર્ડ તથા બેંક ઓફ બરોડાનુ તથા કોટક મહિંદ્રા બેંક તથા ઈન્ડીયન ઓવર્સીસ બેન્કના એટીએમ કાર્ડ ની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૦/૧૨/૨૦૨૫ કલાક ૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે. કો. કાળાજી કાંતીજી સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨. હરણી પો.સ્ટે

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૬૯/૨૫  ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૫(એ) મુજબ    મુજબ ગુનાના કામના ફરિયાદી  તેજશ દીલીપભાઇ સોની ધંધો વેપાર રહે.બી 301 સ્કાય હાર્મોની મોટનાથ મહાદેવ રોડ હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ  એક બહેન જેના નામ સરનામાની ખબર નથી તે તા.૨૫/૧૧/૨૦૨૫ ના ક.૧૦/૦૦ વાગ્યાથી ૧૧/૫૫ વાગ્યા દરમિયાન મોજે:-  એ 01 માં રેસીડેંસીમા ત્રીભોવનદાસ જ્વેલર્સમાં તા.૧૨/૧૧/૨૦૨૫ ના ક.૧૩/૧૦વાગ્યે આ કામના  તહોમતદાર એક બહેન જેના નામ સરનામાની ફરીયાદીને ખબર નથી તેઓએ ફરીયાદી શ્રીની દુકાનમા આવી સોનાની વીંટીઓ લેવાનુ જણાવી જે ચાર ટ્રે માથી ત્રણ સોનાની વીંટીઓ અલગ અલગ ડીઝાઇનની જે ત્રણેયનુ અંદાજીત વજન આશરે સાડા આઠ ગ્રામ જેની આશરે કિંમત રૂ.૧૦૦૦૦૦/- ના મત્તાની ફરીયાદીશ્રીના પિતાજીની નજર ચુકવી હાથમા પહેરી ચોરી કરી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૧/૧૨/૨૦૨૫ ના ક.૧૩/૧૦ વાગે ગુનો નોધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઇ એન.એમ.પ્રિયદર્શી સા. હરણી  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫. વિશ્વાસઘાતના કેસો

માંજલપુર પો.સ્ટે

માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ, ૧૧૧૯૬૦૦૩૨૪૦ ૬૯૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૮(૪),૬૧(૨),૧૧૨(૨) મુજબ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬ (ડી) મુજબ આ કામના ફરીયાદી શ્રી પોલીસ કોન્સ્ટેબલ મીલનસિંહ માનસિંહ નોકરી માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર  નાઓની ફરીયાદ મુજબ આરોપીઓ (૧) મ્યુલ બેંક એકાઉન્ટના ધારક અક્ષય નાનાસાહેબ ભદાને ઉ.વ.26 રહેવાસી  બ્લોક નંબર  09મનં 19 નુર્મયોજના હાઉસીંગ બોર્ડ જામ્બુવા મકરપુરા વડોદરા શહેર નં.(૨) બેન્ક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થિક લાભ મેળવનાર હરપ્રિતસિંગ રાજપાલસિંગ સિંગ ઉ.વ.23 હાલ રહેવાસી  બી20 ખોડલનગરસંધ્યાનગર સોસાયટીની બાજુમાં સનસીટી સર્કલ પાસે માંજલપુર વડોદરા શહેર મુળ રહેવાસી  વોર્ડ નંબર 07 બારાજીડી ગામ તા ગરાસાણા જી ગંગાનગર રાજસ્થાનનં.(૩) બેન્ક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થિક લાભ મેળવનાર રવિન્દ્ર બંસીલાલ પ્રજાપત ઉ.વ.27 હાલ રહેવાસી  મનં એ 304 ચોથો માળ ડ્રીમ લેન્ડ કોમ્પલેક્ષ સનસીટી સર્કલ પાસે માંજલપુર વડોદરા શહેર મુળ રહેવાસી 02 ગલી નંબર 03 ગાંધીનગર મગંરા પુઝલા જોધપુર રાજસ્થાન નં.(૪) સંગઠીત ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ તમામ ઈસમો તા.૧૦/૧૨/૨૦૨૫આકામનાઆરોપીઓ  પોતાનો સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી, આરોપીઓએક સંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબરક્રાઇમનાગુનાઆચરવા મ્યુલ બેંક એકાઉન્ટના ધારક નાઓના  બેન્ક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થિક લાભ મેળવનાર ઇસમોભેગામળી એકબીજાની મદદગારી કરી, ઓનલાઇન આર્થિક ઠગાઇ આચરવા માટે બેકમા મ્યુલ એકાઉન્ટ ખોલાવી, તેના વિરુદ્ધમાં SAMANVAYA PORTAL ઉપર રજીસ્ટર કમ્પલેઇન નં. 33307250017531 થી અંબિકાપુર પોલીસ સ્ટેશન (રૂરલ) જી.અંબિકાપુર (સરગુજા) છતીસગઢ ખાતે અલગ અલગ બેન્ક એકાઉન્ટથી તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ રૂ. ૯૯,૯૯૯ જમા થયેલ છે જે મ્યુલ એકાઉન્ટની BOI Bank Account, Manjalpur Branch Account No. 252010110010547 ની તપાસ કરતાં કુલ્લે કિ.રૂ, ૯,૨૦,૯૯૨  નું ફ્રોડ થયેલાની હકીકત જણાઇ આવેલ જે રૂપીયા આરોપીઓ દ્વારા ઓનલાઇન છેતરપીડી કરી, બેન્ક એકાઉન્ટમાથી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી વિડ્રો કરી, સહ આરોપીઓના કહ્યા પ્રમાણે અલગ- અલગ આંગડીયા પેઢીઓમાં આગળ રૂપીયા ટ્રાન્સફર કરી કમીશન મેળવી ગુન્હો કર્યા વિગેરે બાબતે ૧૧/૧૨/૨૦૨૫ના કલાક     ૧૪/૧૦     વાગે ગુનો  નોધાયેલ છે.  સદર ગુનાની તપાસ પો.સ.ઇ એ.એસ.બિહોલા નોકરી માંજલપુર પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.