-: પ્રેસનોટ :-
(તા.૧૨/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૧/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી- ૦૮ કિ.રૂ.૧૬૦૦/- તેમજ ઇ.બોટલ-૫૮૫૬ કિં.રૂ/-૧૮,૮૧,૦૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૦૫ સહીત કુલ-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૨૮૧, ૩૨૪ (૪)તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી એલેન રીચાર્ડ ફ્રાન્સીસ રહે, સી/૨૦૬ વ્રુંદાવન ટાઉનશીપ વાસણા રોડ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા.નં. GJ 06 EN 0492 ના ચાલકે તા.૧૧/૦૧/૨૦૨૬ ના રોજ ક.૨૦/૪૫ વાગે નિલામ્બર સર્કલ પાસે ગોત્રી પોતાની મો.સા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરિયાદીની સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં. GJ 06 LB 8796 ની સાથે અથાડી એક્સિડન્ટ કરી ફરિયાદીની ગાડીને નુકશાન પહોચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૨/૦૧/૨૦૨૬ ના ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ રતીલાલ આપસિંગ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૦૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ)(બી), ૧૦૬(૧) એમવીએક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિજયકુમાર ભાઇલાલભાઇ વાળંદ રહે-મોરલીધર મંદીર ફળીયુ અમલીયારા ગામ તા,જી-વડોદરા નાઓની ફરીયાદ મુજબ એક અજાણ્યા વાહન ચાલકે તા.૧૨/૦૧/૨૦૨૬ ના ક.૦૭/૪૦ વાગ્યા પહેલા મોજે. ને.હા 48 અમદાવાદ થી સુરત તરફ જતા રાજ્સ્થાન ઢાબાની આગળ મેઇન રોડ ઉપર એક મો.સા. જેનો રજી નં જીજે06એનએફ4581 ના સાથે પાછળથી કોઇ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવી એકસીડંન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડીને સ્થળ ઉપર મૃત્યુ નીપજાવી નાસી જઇ ગુન્હો કર્યા વિ. બાબતે તા.૧૨/૦૧/૨૦૨૬ ના ક.૧૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મોબાઇલ ચોરીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૦૨૬૦૦૨૮/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ડો.અપુર્વ અમીતાભ વિનયસિંહ રહે માલતીદેવી બીલ્ડીંગ બેઠક રોડ ગીરીરાજ પાર્કની બાજુમા ખંભાત જી. આણંદ નાઓની ફરિયાદ મુજબ તા.૧૧/૦૧/૨૦૨૬ ના બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામા વડોદરા રેલ્વે સ્ટેશન સામે રજવાડી ચા ની દુકાન પર ચા પીતા હોય તે દરમ્યાન પોતાનો સેમસંગ S-25 અલ્ટ્રા મોબાઈલ ફોન કિં.રૂ.૧,૪૨૦૦૦/- નો નજીકમા સ્ટુલ પર મુકેલ જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતે તા.૧૧/૦૧/૨૦૨૬ ના ક.૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. નિતીન રમેશચંદ્ર સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૩૧/૨૦૨૬, BNS કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ધર્મેશભાઇ તારાચંદભાઇ વસાવા રહે-૧૩૦,ચોતરાવાળુ ફળીયુ મસ્જીદની સામે, સયાજીપુરા ગામ,આજવા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૦૮/૦૧/૨૦૨૬ ના ક.૦૪/૦૦ થી ક.૦૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-એ.પી.એમ.સી.માર્કેટ દુકાન નં.૧૮ બી.એન.પી.ની સામે ગલી સયાજીપુરા થી ફરીયાદીની હીરો કંપનીનું પેશન પ્રો જેનો. રજી GJ06NM 5007 તથા ચે.નં. ME4JC85ECNG045222 તથા એ.નં.JC85EG2071715 ની જેની આશરે કિં.રૂ 30,૦૦૦/- જે મોટર સાયકલ ની કોઇ અજાણ્યો ઇસમ લોક તોડી કે ડુપ્લીકેટ ચાવી લગાવી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૧/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.જયેશભાઇ મેરામણભાઈ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.