Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૨/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબીશનના કેસો

તા.૧૧/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૪ કિ.રૂ.૪૮૦૦/- તેમજ ઇંગ્લીશ બોટલ નંગ-૫૯ તથા દારૂના કવાટરીયા નંગ-૪૮ તથા બિયર નંગ-૧૨ મળી કુલ કિ.રૂ. ૨,૧૧,૨૪૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૦ સહીત કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ઘરફોડ ચોરીના કેસો.

૧.      ગોત્રી પો. સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦૮૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪‌‌‌), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિતિશ વિજયકુમાર પુરોહીત ઉ.વ.૩૨ ધંધો:-નોકરી રહે,મ.નં- એ/૪૯ જય અંબે સોસાયટી રાજનગર હાઉસિંગ સોસાયટીની બાજુમા ગોકુલપાર્ટી પ્લોટ સામે વાસણા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૧૦/૦૩/૨૦૨૬ ના રાત્રીના કલાક ૧૧/૩૦ થી તા.૧૧/૦૩/૨૦૨૬ ના બપોરના ક.૦૨/૩૦ દરમ્યાન મોજે:- મ.નં- એ/૪૯ જય અંબે સોસાયટી રાજનગર હાઉસિંગ સોસાયટીની બાજુમા ગોકુલપાર્ટી પ્લોટ સામે વાસણા રોડ વડોદરા શહેર આ કામના ફરિ.શ્રી.ના મકાન ના  ગ્રાઉન્ડ ફ્લોરમા આવેલ ઘરના મુખ્ય દરવાજા નો નકુચો કાપી ખોલી ઘરમાં પ્રવેશ કરી  ઘરમાં પ્રવેશ કરી  નીચેના બેડરૂમના કબાટ નું તાળૂ તોડી તેમાંથી પાયલ સાત જોડ–નંગ-૧૪ આશરે કિ.રુ.૭૦,૦૦૦/-તેમજ અંદર પડેલ પર્સ માંથી ૨૦,૦૦૦/-રુપિયા રોકડા મળી કુલ્લે કિ. રૂ. ૯૦,૦૦૦/- ના મત્તાની કોઈ અજાણ્યો ચોર ઈસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૩/૨૦૨૬ ના  કલાક ૨૧/૩૦ વાગ્યે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એન.કે.બારોટ ગોત્રી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 ૩.     વાહન અકસ્માતના કેસો.

૧.      છાણી પો.સ્ટે. પાર્ટ-એ–(૧૫/૨૦૨૬) ૧૧૧૯૬૦૦૫૨૬૦૧૧૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વ્હીકલ એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રોકી પિટર એંથની ઉ.વ.૩૬ ધધો-નોકરી રહે, આઈ/૧૦૪,મારૂતી હાઈટ્સ છાણી ગામ તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા મોટર સાઈકલ ચાલક તા-૦૭/૦૩/૨૦૨૬ ના રોજ સાંજના કલાક ૨૦/૦૦ વાગ્યે મોજે.નાયરા પેટ્રોલપંપ પાસે છાણી થી રામાકાકા જતા રોડ પર આ કામના ફરિયાદી શ્રીના પિતા પોતાનુ હીરો કંપનીની પ્લેઝર મોપેડ જેનો રજી.નં-GJ-06-JL-2057 ની લઈને જઈ રહ્યા હતા તે સમયે ફરીયાદી શ્રીના પિતાને રોડ પર કોઇ અજાણ્યા મોટર સાઈકલ ચાલકે પોતાની મોટર સાઈકલ પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદી શ્રીના પિતાની પ્લેઝર મોપેડને ટક્કર મારી અડફેટે લઈ ફરીયાદી શ્રી ના પિતાને માથાના ભાગે તથા ડાબી બાજુની આંખ પર ગંભીર ઈજા પહોચાડી અકસ્માત કરી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૩/૨૦૨૬ ના કલાક ૧૮/૩૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સયાજીગંજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફર્સ્ટ – ૧૧૧૯૬૦૩૦૨૬૦૧૬૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નસીમબાનુ વા/ઓફ ફારૂખભાઈ શેખ ઉ.વ.૪૫ ધંધો-ઘરકામ રહે-નાગરવાડા ધુળ ધોયાવાડ ૧૦ નંબરની સ્કુલની સામે કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી GJ 07 EB 9334 ના મો.સા ના ચાલક તા.૦૧/૦૩/૨૦૨૬ ના રાત્રીના કલાક ૦૦/૪૫ વાગ્યાની આસપાસ મોજે બાલભવનથી નરહરી સર્કલ તરફ જવાના રોડ પર પંમ્પીંગ સ્ટેશન પાસે આ કામના આરોપી નાએ તેની મો.સા. જેનો રજી.નં. GJ 07 EB 9334 નાની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદી નાઓની મો.સા નં. GJ.06.EG.3859 ને આગળના સ્ટેયરિંગના ભાગે અકસ્માત કરી ફરીયાદીને જમણા હાથે કોણીના ભાગે તેમજ જમણા પગે ઘુંટણના ભાગે તેમજ હોઠ પર તથા જમણા હાથે ટચલી આગળી પર ઈજા કરી તથા ફરીયાદીના પતિને જમણી આંખના નીચેના ભાગે જમણા હાથે કાંડાના ઉપરના ભાગે ઈજા કરી તથા જમણા પગે ઘુંટણના નીચેના ભાગે ફેકચર કરી ભાગી જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૨/૦૩/૨૦૨૬ ના ક.૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. ખેંગારજી અરજણજી સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વિશ્વાસઘાતના કેસો.

૧.      ગોરવા “એ”પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૬૦૧૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી તૃપ્તિબેન મિતેષભાઈ પટેલ રહે- હરીહર પલ્સ મીલ પાસે, ગામ-વાસદ તા.જી-આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી નીલ ઓવર્સિસના માલીક જ્યોતિબેન પ્રમોદભાઈ ગોસ્વામી રહે.અંકુર વાટીકા સોસાયટી ગોરવા વડોદરા શહેર તા.૦૮/૧૨/૨૦૨૨ થી આજ દીન સુધી મોજે અંકુર વાટીકા સોસાયટી ગોરવા વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ ગઈ તા:-૦૮/૧૨/૨૦૨૨ થી આજ દીન સુધી ફરીયાદીના કેનેડા ખાતેના બે વર્ષના વર્ક પરમીટ કરાવી આપવાના બહાને ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી પાસેથી વર્ક પરમીટ કરવા સારૂ ટુકડે ટુકડે કુલ રૂ.૬,૦૦,૨૭૫/- જેટલી રકમ મેળવી લઈ ફરીયાદીના કેનેડા ખાતેના વર્ક પરમીટ ન કરાવી આપી ફરીયાદીએ આપેલ રૂપીયાની પરત માંગણી કરતા નાણા પરત ન આપી તેઓના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદીને આર્થિક નુકસાન પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એચ.આર.મુજાવર ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૧૮૦/૨૦૨૬ ન્યાય સંહિતા (BNS) કલમ ૩૧૮(૪), ૫૪ મુજબ ગુનાના કામના ફરીયાદી મહેન્દ્રકુમાર રામચંદ્ર ગુપ્તા ઉ.વ. ૫૨ ધંધો- વેપાર રહે- સી/૨૦૨, નર્મદા કોલોની, મહાત્મા ગાંધી હાઇટ્સ, અકોટા પોલીસ લાઈનની સામે, અકોટા, વડોદરા.  નાઓની ફરિયાદ મુજબ આરોપી શંકર પ્રજાપતીનો મોબાઇલ નંબર- ૮૦૦૦૩૫૭૧૮૭ તથા  તેની સાથે આવેલ એક અજાણી મહિલા તથા એક અજાણ્યો પુરૂષ આ કામના આરોપી નાઓ નવેમ્બર ૨૦૨૫  ફરી.શ્રીની દુકાને આવી, તેની પાસે સોનાના મોતી છે અને તે વેચવના છે તેમ જણાવી બે મોતી આપી ફરીયાદીને વિશ્વાસમાં લઈ બાદમાં તા.૦૧/૦૧/૨૦૨૬ ના કલાક ૦૮/૩૦ વાગ્યા થી ૧૬/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- તરસાલી શાકમાર્કેટ પાસે આ કામના ફરીયાદી નાઓને આ કામના આરોપીઓએ ફરીયાદીશ્રીને બોલાવી બીજા સોનાના મણકા (મોતી) છે જે વેચવાના છે તેમ જણાવી ફરીયાદી પાસેથી રોકડા રૂપિયા ૭,૦૦,૦૦૦/- ( સાત લાખ) મેળવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે  તા.૧૨/૦૧/૨૦૨૬ ના કલાક ૧૪/૦૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.પી.ડાભી મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન ચોરીના કેસો.

૧.      સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ. ર. નં. અને કલમ- ૧૧૧૯૬૦૩૦૨૬૦૧૬૪/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી અમિત દિપકભાઈ રાઠોડ ઉ.વ. ૪૧ ધંધો નોકરી રહે એ-૫૩, નિર્મળા કોલોની ફુલવાડી પાસે નવાયાર્ડ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી સુર્યાંશુ ગેહલોત રહે ૧૬૫ વૈકુંઠ ટાઉનશીપ વાઘોડીયા રોડ વડોદરા તા.૨૪/૧૧/૨૦૨૫ ના કલાક ૧૦/૫૦ વાગ્યે મોજે સેંચ્ચુરીયન બાઈક હિરો  શોરૂમ પંડ્યા હોટલ ખાતેથી વડોદરા આ કામના આરોપીએ ચોરી કરવાનો ઈરાદો રાખી ભાડા પેટેનુ બહાનુ બતાવી શોરૂમામાથી એક્સટીમ 160R નં. GJ 06 BW 4595 ની કિંમત રૂ. ૧૦૦,૦૦૦/- તથા મોટર સાયકલ સાથેના બે જી.પી.એસ. કિંમત રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૩/૨૦૨૬ ના કલાક ૨૧/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એ.ડી.બારોટ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.