Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૨/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૧/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૧૬ કિંરૂ. ૨૩૯૦૦/- ઇંગ્લીશ દારૂની બોટલ-૦૨, ઇ.કવાટરીયા નંગ-૮૨ મળી કુલ કિં.રૂ.૧૯,૧૨૫/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૭ સહીત કુલ-૪૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.         વિશ્વાસઘાતના કેસો:-

૧.         સાયબર ક્રાઇમ પો.સ્ટે.પાર્ટ–એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૦૨૬૦૦૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૫૪, ૬૧(૨) તથા આઇ.ટી એક્ટ ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી પરેશ નરહરિપ્રસાદ પંડ્યા રહે. 16 બી, મહાવીર પાર્ક, સુસેન તરસાલી રિંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (1) ફરીયાદમાં જણાવેલ મોબાઇલ નંબરના ધારક તથા તેનો ઉપયોગ કરનાર (2) ફરીયાદમાં જણાવેલ બેંક ખાતાના ધારક તથા વપરાશ કરનાર (3) બી.ઓ.બી લાઈફ સર્ટિફિકેટ અપડેટ.એપીકે નામની ફાઇલ મોકલનાર, બનાવનાર તથા તેનો ઉપયોગ કરનાર તેમજ ગુનાહિત કાવતરામાં સંકળાયેલ તમામ ઇસમો તા.૦૮/૧૧/૨૦૨૫ થી આજદિન સુધી મોજે.વડોદરા શહેર આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી ફરીયાદીના મોબાઇલ પર વોટ્સએપ મારફતે બી.ઓ.બી લાઈફ સર્ટિફિકેટ અપડેટ.એપીકે નામની એ.પી.કે ફાઇલ મોકલેલ અને ફરીયાદી પાસે એ.પી.કે ફાઇલ ડાઉનલોડ કરાવડાવી બી.ઓ.બી પેન્શનર લાઈફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના બહાને ફરીયાદીને વોટ્સએપ સ્ક્રીન શેર કરાવી રૂપિયા 10,00,000/ રૂપિયાની માતબર રકમ ઇલેક્ટ્રોનિક માધ્યમથી પડાવી લઈ આજદિન સુધી પરત નહિ કરીને ફરીયાદીના પરમિશન વગર બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવી લઈ એકબીજાની મદદગારી કરી છેતરપીંડી/ વિશ્વાસઘાત મુજબનો ગુનો કરવા બાબતે તા.૧૧/૦૪/૨૦૨૬ ના ક. ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એ.એમ.પરમાર સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.