Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૨/૦૫/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી-જુદી જગ્યાએ કુલ-૦૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૩  કિ.રૂ.૬૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ ૦૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માતના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૨૫૩/૨૦૨૬ B.NS.કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા MV ACT-કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી કિર્તનભાઈ નગીનભાઈ સોલંકી  ઉ.વ.૨૨ ધંધો.નોકરી રહે.મ.નં. એફ/૨૦૧ ,દેવશ એમ્પેરીયા,બીલ કેનાલ રોડ, બીલ.ગામ, અટલાદરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક સ્વીફટ ડિઝાયર કાર.નં.GJ-06-PD-4839  ના ચાલક જેના નામ સરનામાની ખબર નથીતા.૧૧/૦૫/૨૦૨૬ ના કલાક.૧૩/૧૫ વાગ્યાના સુમારે મોજે-સુશેન સર્કલ થી માણેજા તરફ જવાના રોડ પર, શિવમ ડુપ્લેક્ષની સામે,મકરપુરા એરફોર્સની પાસે, માંજલપુર, વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાની સ્વીફટ ડિઝાયર કાર.નં.GJ-06-PD-4839 ની પુર-ઝડપે તથા ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીના ફુવા વિજયભાઈ ભગવાનદાસ સોલંકી ઉ.વ.૫૫ રહે. આર્મી ક્વાટ્રસની સામે, MES કોલોની, આકાશવાણીની સામે, મકરપુરા, વડોદરા શહેર નાઓ પોતાની સાઈકલ લઈને શિવમ ડુપ્લેક્ષની સામે મકરપુરા એરફોર્સની પાસે સુશેન સર્કલ થી માણેજા તરફ જવાના રોડ ક્રોસ કરતા હતા તે વખતે ટક્કર મારી અકસ્માત કરતા ફરીયાદીના ફુવા વિજયભાઈને ઉછળીને કારની ઉપર કાચ પર પડતા ફરીયાદીના ફુવા વિજયભાઈને કપાળના ભાગે તથા માથાના ભાગે તથા જમણા કાંડાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી ગુનો કર્યા બાબતે તા.૧૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.રમેશભાઇ કિશનભાઇ માંજલપુર પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૨૪૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ. ૨૮૧, ૧૨૫(૨) તથા એમ.વી. એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી અરવિંદભાઇ હરિભાઇ મકવાણા ઉ.વ.૪૬ ધંધો-નોકરી હાલ રહે. મ.નં.ઈ/૭૦૮ અર્બન રેસિડેંસી-૦૧ બીલ ગામ વડોદરા શહેર મુળ રહે. વણકરવાસ લિબર્ટી ટોકીઝ પાસે કરજણ રોડ ગામ-પાદરા, તા-પાદરા જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી એક એક્ટીવા મોપેડ રજી.નં. GJ-06-SG1374 ના ચાલક પુજા શર્મા જેના સરનામાની ખબર નથી તા.૧૦/૦૫/૨૦૨૬ ના રાત્રીના ૧૮/૪૫ વાગ્યાની આસપાસ મોજે- નરહરી એવન્યું સોસાયટીની પાસેના રોડ ઉપર, અટલાદરા વડોદરા શહેર આ કામના ફરી.ના પિતા હરીભાઈ ડાહ્યાભાઈ મકવાણા નાઓ પોતાની સાયકલ લઈને જતા હતા તે દરમ્યાન જમણી તરફ વળાંક લેતા ફેદર્શ સોસાયટી તરફથી આવતી એક કાળા કલરની હોન્ડા કંપનીની એક્ટીવા મોપેડ રજી.નં. GJ-06-SC-1374 ના ચાલક પુજા શર્મા પોતાની મોપેડ પુરઝડપે અને ગફલત ભરી રીતે અને બેદરકારી રીતે હંકારી લાવીને મારા પિતાની સાયકલને આગળના ભાગે અથાડીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૧/૦૫/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એઅ.આઇ અખિલેશભાઇ અવધેશભાઇ  અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ચોરીના કેસો

૧.      લક્ષ્મીપુરા પો.સ્ટે. “એ” પાર્ટ ગુ ર નં ૧૧૧૯૬૦૩૭૨૬૦૧૯૭/૨૦૨૬  ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૧૧૪ મુજબના ગુનાના કામના ફરીયાદી કનુપ્રિયા વા/ઓ અરૂણકુમાર સુરેશરામ ઉ.વ.૩૬ ધંધો-ઘરકામ રહે-PE-2 યુટોપીયન કોર્નર,ગ્રીન વુડ વિલા પાસે ન્યુ અલકાપુરી વડોદરા શહેર મૂળરહે-ફાતીમપુરા ગામ,પોસ્ટ-રાયપુર તા-જખનિયા જી-ગાઝીપુર ઉત્તરપ્રદેશ નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) રાજેંદ્ર નગીનભાઇ પટેલ રહે-વિસેંજા રેસીડન્સી, નટુભાઇ સર્કલ પાસે વડોદરા શહેર (૨) એક અજાણ્યો ઇસમ મે-૨૦૨૫ થી તા-૧૦/૦૫/૨૦૨૫ દરમ્યાન કોઇપણ સમયે   મો.જે- PE-2 યુટોપીયન કોર્નર,ગ્રીન વુડ વિલા પાસે ન્યુ અલકાપુરી વડોદરા શહેર આ કામના આરોપીએ ફરીયાદીના મકાનમાં ડુપ્લીકેટ ચાવી વડે મકાનનો દરવાજો ખોલી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં આવેલ તિજોરીના દાગીના મુકવાના ખાનામાથી (૧) સોનાનુ બ્રેસલેટ નંગ-૦૧ જેનુ આશરે વજન-૧૫ ગ્રામ જેની આશરે કી.રૂ-૪૫,૦૦૦/- (૨) સોનાની ચેઇન નંગ-૦૨  જેનુ આશરે વજન-૨૦ ગ્રામ જેની આશરે કી.રૂ-૬૦,૦૦૦/-(૩) સોનાની પેંડલ નંગ-૦૧  જેનુ આશરે વજન-૧૫ ગ્રામ જેની આશરે કી.રૂ-૪૫,૦૦૦/-(૪) સોનાની બંગડી નંગ-૦૨ જેનુ આશરે વજન-૧૦ ગ્રામ જેની આશરે કી.રૂ-૩૦,૦૦૦/-(૫) સોનાનો ટિકો નંગ-૧ જેનુ આશરે વજન-૨૦ ગ્રામ જેની આશરે કી.રૂ-૬૦,૦૦૦/-(૬) સોનાની નથણી નંગ-૦૧ જેનુ આશરે વજન-૦૬ ગ્રામ જેની આશરે કી.રૂ-૧૮,૦૦૦/-(૭) સોનાની બૂટ્ટી નંગ-૬(સેટ-૩) જેનુ આશરે વજન-૩૦ ગ્રામ જેની આશરે કી.રૂ-૯૦,૦૦૦/-(૮) સોનાની વિંટીઓ નંગ-૦૮ જેમાં એક ડાયમંડની વિંટી મારી હતી અને બાકીની બે ડાયમંડની વિંટી તથા પાંચ સોનાની વિંટી મારી પત્નિની હતી જેનુ કુલ વજન આશરે-૬૪ ગ્રામ જેની આશરે કી.રૂ-૧,૯૨,૦૦૦/- ગણી તમામનુ કુલ વજન-૧૮૦ ગ્રામ જે તમામની કુલ્લે કી.રૂ-૫,૪૦,૦૦૦/- ની ચોરી કરેલ ની મતા કોઈ ચોર ઈસમો ચોરી  કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૧/૦૫/૨૦૨૬ ના કલાક ૨૦/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી વી.એસ.પાંડવ લક્ષ્મીપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૫૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી નવીનભાઈ જંગુભાઈ રાઠવા ઉ.વ.૨૪ ધંધો-મજુરી હાલ રહે-સુંદરમ પામ્સ નામની નવી બંધાતી સાઇટ પર, કાન્હા લક્સુરીયની સામે ડભોઈ-વઘોડિયા રીંગ, વડોદરા શહેર મુળ રહે-ગામ-સનાડા તા-જિ- છોટા ઉદેપુર શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૧૦/૦૫/૨૦૨૬ ના રોજ સાંજ ના ૧૭/૩૦ થી તા ૧૧/૦૫/૨૦૨૬ ના રોજ અમારે સવારના ૦૭/૩૦ વાગયા દરમ્યાન મોજે:- સુંદરમ પામ્સ નામની નવી બંધાતી સાઇટ પર, કાન્હા લક્સુરીયની સામે ડભોઈ-વઘોડિયા રીંગ, વડોદરા શહેર ના પાર્કીંગ માં આ કામના ફરી.ની બજાજ કંપનીની બ્લેક અને સિલ્વર કલરની પલ્સર મો.સા જેનો રજી નં GJ-34-J-9055 તથા MD2A11CX2LRE62914 તથા એન્‍જીન નં. DHXRLE66913 ની  જેની આશરે કિં.રૂ.૫૦,૦૦૦/-ગણી શકાય જે મો.સા. ફરી.એ સુંદરમ પામ્સ નામની નવી બંધાતી સાઇટ પર, કાન્હા લક્સુરીયની સામે ડભોઈ-વઘોડિયા રીંગ, વડોદરા શહેરના પાર્કીંગમાં પાર્ક કરેલ જે મો.સા. કોઇ અજાણ્યો ચોર ઇસમ લોક તોડી કે ડુપ્લીકેટ ચાવી લગાવી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૫/૨૦૨૬ ના કલાક   ૧૫/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો જયેશભાઇ મેરમણભાઇ કપુરાઇ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.    મારામારીના કેસો

૧.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ- ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૨), ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી મનીષાબેન વા/ઓ પરેશભાઇ સુખાભાઇ રાણા ઉ.વ.૫૦ ધંધો. નોકરી રહે. બી એક સો અઢાર નારાયણકૃપા બિલ્ડીંગ  ખાંડીમાતા મંદીર પાસે ફતેપુરા રાણાવાસ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી બે મહીલા તથા બે પુરુષ ઇસમો જેના નામ સરનામાની ખબર નથી તા.૧૦/૦૫/૨૦૨૬ ના રાત્રીના આશરે કલાક ૦૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે- વિશ્વામિત્રી રોડ પર પેલેસ કંપાઉન્ડમા આવેલ રોયલ મેળાના કંપાઉન્ડમા  વડોદરા શહેર ફરી. પોતાની સીક્યુરીટીની નોકરી પર જલપરી શો ના એક્ઝીટ ગેટના નો એન્ટ્રી ગેટ ઉપર હતી તે દરમિયાન એક મુસ્લિમ પરીવાર જલપરીનો શો જોઇ પરત નો એન્ટ્રી ગેટથી અંદર આવતા હોય જેથી રોકતા તેમાની બે બહેનો એક્દમ ઉશ્કેરાઇ જઇ ફરી ને ધક્કો મારી ગંદી ગાળો બોલેલ અને તેની સાથેના અન્ય બે પુરુષ ઇસમો સાથે તમામે ભેગા મળી ફરી.ને ઢીકાપાટુનો માર મારેલ જે જોઇ જતા સાથેના અન્ય મેળાના સ્ટાફના માણસો ફરી.ને બચાવવા આવેલ અને તેમને સમજાવેલ તેમ છતા સમજેલ નહી અને ફરી. સાથેના ત્રણેયને માણસોને ગમેતેમ ગંદીગાળો બોલી છુટા હાથે ખુબ માર મારી સાહીલને ડાબા હાથે કાંડાના ભાગે ફ્રેકચરની ઇજા પહોચાડેલ તથા ફરી. તથા સમીર અને પ્રેમભાઇને ઢીકાપાટુથી મુઢમારની ઇજા પહોચાડી ધમકી આપી ચારેય અજાણ્યા મહીલા અને પુરુષ ઇસમોએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૬/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ. શ્રી ડી.જે.પટેલ રાવપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     ગોત્રી પો.સ્ટે પાર્ટ "એ" ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૬૦૦૨૦૦/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ ૧૧પ(બી), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી મંગલસિંહ મોતીસિંહ રાજપૂત ઉ.વ.૭૪ ધંધો-નિવૃત્ત રહે-વડીવાડી ગામ સિક્કાનગર સોસાયટી ગેંડા સર્કલ પાસે અલ્કાપુરી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) કમલેશ મોતીસિંહ રાજપૂત નં.(ર) પાયલ કમલેશ રાજપૂત બન્ને રહે.-બી-/૧૮૧ ઓમ હાઉસિંગ સોસાયટી ગોકુલ પાર્ટી પ્લોટની સામે વાસણા રોડ વડોદરા શહેર તા.૧૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૧/૪૫ વાગે મોજે :- ગોત્રી વાસણા રોડ ગોકુલપાર્ટી પ્લોટની સામે ઓમ હાઉસિંગ સોસાયટી તથા પોલીસ સ્ટેશનની સામે ગોત્રી રોડ વડોદરા શહેર આ કામના ફરિયાદીને આરોપીઓએ આ મકાન ઉપર તમારે આવુ નહી તેમ કહી ગમે તેમ બોલી મારી નાખવાની ધમકી આપી આરોપી નં (૧) નાએ એકદમ ઉસ્કેરાઈ જઈ ખરાબ ગંદી ગાળો બોલી માથામાં તથા ગળાનાભાગે મોઢાના ભાગે તથા હોઠના ભાગે મુક્કા મારી એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૧/૦૫/૨૦૨૬ ના કલાક ૧૯/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. રતિલાલ આપશીંગ ગોત્રી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     અટલાદરા પો.સ્ટે. પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૨૫૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૫૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી રોહિત નટવરભાઇ માળી  ઉ.વ.૨૨ ધંધો-છુટકમજુરી રહે,મ.નં.૩૫ શ્રીજીનગર કલાલી ફાટક પાસે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)દેવા રણજીત સોલંકી (૨)નીકુંજ રણજીત સોલંકી (૩)રણજીત સોલંકી તમામ રહે બાપુનગર ખિસકોલી સર્કલ પાસે વડોદરા શહેર તા.૧૨/૦૫/૨૦૨૬ ના રાત્રીના સવા  બારેક વાગ્યા આસપાસ મોજે બાપુનગર કલાલી ફાટક પાસે વડોદરા શહેર આ કામના આરોપીઓએ ફરિયાદીને આજ રોજ રાત્રીના બાર વાગ્યે  ડીલક્ષ પાન ખિસકોલી સર્કલ ઉપર આ દેવા ની મજાક મસ્તી કરતો હોય તેની અદાવત રાખી ફરિ. તથા તેનો મિત્ર અજય પુનમભાઇ માળી નાઓ અમારા ઘરે જતા હતા ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યે આ વાઘરી આયો વાઘરી આયો બોલતા હતા જેથી વાઘરી આયો છે કેમ બોલો છો તેમ બોલતા ફરિ.સાથે ઝઘડો કરી ઉપરોક્ત તમામે ફરિ. સાથે ઝઘડો કરવા લાગેલ અને ફરિ.ને મારવા લાગેલ અને  ગળુ પકડી નીચે પાડી દિધેલ તે વખતે દેવા તથા તેના ભાઇ નીકુંજે ફરિ.ને લાકડી વડે માથાના પાછળના ભાગે માર મારી ઇજા પહોચાડેલ અને તેના પિતા રણજીત નાએ ફરિ.ને ફેટો વડે અને લાતો વડે ગડદા પાટુનો મારેલ જેથી ફરિ. સાથેનો અજય પુનમભાઇ માળી ફરિ.ને છોડાવવા વચ્ચે પડતા તેને દેવાએ લાકડી વડે માથાના ભાગે તથા જમણા હાથ ઉપર માર મારી ઇજા પહોચાડેલ હોય ગુના કર્યા વિ. બાબતે તા.૧૨/૦૫/૨૦૨૬ ના ક.૦૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ વિશાભાઇ ધુળાભાઇ અટલાદરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે. 

૫.    રાયોટીંગના કેસો

૧.     અટલાદરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં પાર્ટ-એ,૧૧૧૯૬૦૪૪૨૬૦૨૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫ (૨), ૨૯૬, ૧૧૮(૧), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી દેવ રણજીતભાઇ સોલંકી ઉ.વ.૨૧, ધંધો.પ્રાઇવેટ નોકરી, રહે.મ.નં.૨૮, બાપુનગર ખિસકોલી સર્કલ પાસે, કલાલી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) રોહીત નટવરભાઇ માળી રહે.શ્રીજી નગર કલાલી (૨) રાજેશ માળી રહે.ગોકુળનગર, કલાલી (૩) કાર્તિક પ્રવિણભાઇ પરમાર રહે.બાપુનગર કલાલી (૪) યુવરાજ રાજુભાઇ વણઝારા રહે.સંતોષીનગર વુડાના મકાન (૫) અજય પુનમભાઇ માળી રહે.ગોકુળનગર, કલાલી (૬) જયેશ નટવરભાઇ માળી રહે.શ્રીજી નગર કલાલી તા.૧૨/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના કલાક.૦૦/૧૫ વાગ્યે મોજે.બાપુ નગર સોસાયટી સામે આવેલ કોમ્પલેક્ષમાં ડીલક્ષ પાન મસાલાની દુકાન આગળ જાહેરમાં તથા બાપુ નગર સોસાયટીમાં ફરીયાદીના મકાન આગળ જાહેર રસ્તા ઉપર આ કામના ફરીયાદીને આરોપી (૧) રોહીત નટવરભાઇ માળી નાએ ફોન કરી પોતાની પાસે બોલાવી એકદમ ગુસ્સે થઇ દાદા થઇ ગયો છે તેવુ કહી બોલાચાલી કરી આરોપી નં.(૨) રાજેશ માળી નાએ ફરીયાદીને ગાલ ઉપર બે લાફા મારી આરોપી નં.(૩) કાર્તિક પ્રવિણભાઇ પરમાર નાએ પોતાના હાથમાં લાકડાનો દંડો લઇ આવી ફરીયાદીને કપાળના ઉપરના ભાગે ડાબી બાજુએ તથા શરીરે ફટકા મારી મુઢ ઇજાઓ પહોંચાડી આરોપી નં.(૪) યુવરાજ વણઝારા આરોપી નં.(૫) અજય પુનમભાઇ માળી નાઓએ ફરીયાદીને શરીરે ગડદા પાટુનો મુઢ મારતા ફરીયાદી બુમો પાડતો પોતાના ઘર તરફ દોડતો ગયેલ તો આ તમામ આરોપીઓ ફરીયાદીની પાછળ દોડી આવી ફરીયાદીને માર મારતા ફરીયાદીના પિતાજી રણજીતભાઇ તથા ફરીયાદીનો મોટો ભાઇ નિકુંજ તથા ફરીયાદીના મામી ઇલાબેન સોલંકી નાઓ વચ્ચે પડતા આરોપી નં.(૧) રોહીત માળીએ નજીકમાંથી લાકડાનો દંડો લાવી ફરીયાદીના ભાઇ નિકુંજને માથાના ઉપરના ભાગે દંડો મારી ઇજા પહોંચાડી તથા આરોપી નં.(૬) જયેશ માળીએ પોતાના હાથમાં લાકડાનો દંડો લઇ આવી આરોપી રોહીતનુ ઉપરાણુ લઇ ફરીયાદીના પિતાજી રણજીતભાઇને કપાળના ઉપરના ભાગે તથા નાક ઉપર તથા ડાબા હાથની કોણીના ભાગે તેમજ ડાબા પગના પંજા પાસે આડેધડ લાકડાના દંડાથી ફટકા મારી ઇજાઓ પહોંચાડી તેમજ ફરીયાદીના મામી ઇલાબેન નાઓને પણ માથાના ભાગે લાકડાના દંડાથી ફટકો મારી ઇજા પહોંચાડી બિભત્સ ગાળો બોલી તમને જોઇ લઇશુ તેવી ધમકી એક સંપ થઇ પોતાનો હેતુ પાર પાડી મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી નાઓના હથીયાર બંધી અંગેના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગરે બાબતે તા.૧૨/૦૫/૨૦૨૬ ના કલાક ૦૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.જી.ભરવાડ અટલાદરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.