-: પ્રેસનોટ :-
(તા.૧૨/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૧/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૭ કિ.રૂ.૧૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ- ૦૬ મળી કુલ કિ.રૂ. ૨૬૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ ૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૧૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૨), ૩૨૪(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી તાહીર સબ્બીરમીયા અહેમદ મીયા મલેક રહે-મોઇન એપાર્ટમેન્ટ નવાબવાડા કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સુફીયાન અને ફરદીન નાઓએ તા.૦૯/૦૬/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યાના અરસામાં મોજે- મહાકાળી માતાના મંદિર પાછળ આવેલ નાળા પાસે ઢાળમા આરોપીઓએ અગાઉ તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ ફરીયાદી સાથે ઝઘડો કરેલ અને ફરીયાદીના સ્પ્લેન્ડર મો.સા. જેનો. રજી.નં.GJ 06 MK 0969 ને ટાંકીના ભાગે તથા સ્પ્લેન્ડર મોટર સાઇકલ આગળની લાઇટ તોડી નાખી નુકશાન કરેલ હતી જે ઝઘડાની અદાવત રાખી એક્દમ ઉસ્કેરાઇ જઇ ફરીયાદીને ગંદી અને બિભત્સ ગાળો બોલી અને ફરીયાદીના ગાલ ઉપર તથા માથાના ભાગે હાથ વડે ફેટ મારી દીધેલ અને ફરીયાદીને ધક્કો મારી નીચે પાડી દઇ ગડદાપાટુનો માર મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૧૧/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નુરમહમદ નાસીરખાન કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૪૨૬૦૨૩૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ ), ૩૨૪(૪) ૫૪ મુજબ નાઓની ફરીયાદ મુજબ આરોપી હરેન્દ્ર ઘમંડારામ સુથાર ઉ.વ-૨૭ ધધો- વેપાર રહે-મ.નં.૨૦ મહિનગર સોસાયટી ગાયત્રીસ્કુલની સામે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નં-(૧) આકાશ અજયભાઈ પાંડે રહે-ગોકુલનગર ગોત્રી વડોદરા તથા નં-(૨) સુનીલ લક્ષમણભાઈ ડોડીયાર રહે,જય અંબે નગર ગોત્રી વડોદરા શહેર તથા એક અજાણ્યો છોકરો તા.૧૨/૦૬/૨૦૨૬ ના કલાક ૦૧/૩૦ વાગે મોજે :-ગોત્રી મહિનગર સામે રોડ ઉપર આ કામના સાહેદ ખેમરાજ ઘમંડારામ સુથારનાઓ સાથે આરોપી આકાશ અજય પાંડેનાઓ બોલાચાલી કરી કીયા ફોરવ્હિલ ગાડી નં-GJ-06-RF-5204નો ડ્રાઈવર સાઇડનો તથા કો ડ્રાઇવર સાઇના કાચને હાથથી મુક્કા મારી કાચ તોડી નુકશાન કરી ફરિયાદી આવી શુ થયુ છે? તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ જઈ ખરાબ ગંદી ગાળો બોલી તેની સાથેના જે અજાણ્યા ઈસમો આવી ફરિયાદીને ખેંચી રોડની બાજુમા લઈ જઈ તેઓ પણ ખરાબ ગંદી ગાળો બોલી મોઢાના ભાગે તથા માથામા મુક્કા મારી ધક્કો મારી નીચે પાડી દઈ માથામા પાછળના ભાગે ઈજા પહોચાડી ગાડી ને નુકશાન કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના કલાક ૦૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. રતીલાલ આપસિંગ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૧૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રણવ રવિન્દ્રભાઇ સોલંકી રહે–કુંઢેલા ગામ, નવીનગરી તા-ડભોઇ જી-વડોદરા નાઓની ફરિયાદ મુજબ બે અજાણ્યા ઇસમો તથા અજાણ્યી મહીલા તે તા.૩૦/૦૫/૨૦૨૬ ના બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં મોજે- ગણેશનગર ઋષીપાર્ક સોસાયટી ખાતે આવેલ એઆર ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સની દુકાનમાંથી આરોપીઓએ એમ.આઇ. કંપનીના નંગ-૦૨ ટીવી જેની કિ.રૂ.૪૧,૦૦૦/-ના સામાનની ચોરી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૬/૨૦૨૬ ના ક-૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.આર.પટેલ પાણીગેટ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨)મુજબના ગુનાના કામના ફરિયાદી હિતેશ સુરેશભાઇ માળી રહે-નાની બાપોદ સરદાર સ્કુલ પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ સવારના આશરે ૦૯/૧૫ વાગ્યાની આસપાસ તુલસીવાડી રોડ કીડની કેર હોસ્પીટલથી તુલસીવાડી ઢાળ ઈન્દીરાનગર બ્રીજની વચ્ચે રોડ ઉપર ફરીયાદીના પપ્પા સુરેશભાઇ સોમાભાઇ માળી શુક્રવારી બજારમા ખરીદી કરવા આવેલ તે વખતે તુલસીવાડી રોડ કીડની કેર હોસ્પીટલથી તુલસીવાડી ઢાળ ઈન્દીરાનગર બ્રીજની વચ્ચે રોડ ઉપર ફરીયાદીના પપ્પાના શર્ટના ઉપરના ખિસ્સામા મુકેલ Vivo V40 ગ્રે કલરનો મોબાઇલ ફોન જેનો IMEI નં. (૧) 869619077821392 તથા IMEI નં. (2) 869619077821384 જેની કિંમત આશરે રૂ. ૩૫,૦૦૦/- ગણી શકાય તે મોબાઇલ ફોન ક્યાક પડી ગયેલ છે અથવા કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો લાલજીભાઇ ભરતભાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો
૧. સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૦૨૬૦૦૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨), ૫૪, ૬૧(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) તથા આઇ.ટી એક્ટ ૬૬(ડી),૮૪(સી) મુજબના ગુનાના કામના ફરિયાદી અતુલ માધવરાવ કાશીકર રહે.એ/૩૮ મંગદીપ સોસા. હરીનગર વાસણા રોડ અપેક્ષા ચાર રસ્તા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) ફરીયાદમા જણાવેલ વોટસએપ મોબાઇલ નંબરના ધારક તેમજ વપરાશ કર્તા (૨) ફરીયાદમા જણાવેલ ટ્રાંજેક્શનના નાણા મેળવનાર બેંક ખાતા ધારકો તથા વપરાશકર્તા(૩) ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો તથા પોલીસ તપાસમા નીક આવે તે તમામ ઇસમો તા-10/03/2026 થી આજદીન સુધી મોજે.- વડોદરા શહેર ફરીયાદીને અલગ અલગ વોટસએપ મોબાઈલ નંબરો 9428631814, 9059551277, 8739028466, 9661683504, 8897547199, 9133815856, 8435411273 તથા 9477569178 પરથી વીડિયો કોલ કરી, બનાવટી FIR ની નકલ મોકલી, ફરીયાદીના આધાર કાર્ડ પરથી ગેરકાયદેસર સિમકાર્ડ ખરીદાયેલ હોવાનું ખોટું જણાવી, ફરીયાદીના નામે કેનરા બેંકમાં ખાતું ખોલાવી તેમાં મની લોન્ડરિંગ કરાયેલ હોવાનું ખોટું જણાવી તથા કમિશન મેળવેલ હોવાનું ખોટું કહી, સુપ્રીમ કોર્ટ તથા CBI ની ખોટી નોટિસો અને દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદીને ડીજીટલ અરેસ્ટ બતાવી કેસમાથી બચવા સારૂ ફરીયાદી પાસેથી કુલ રૂ. 1,59,35,000/- જુદા જુદા બેંક ખાતામા ઇલેક્ટ્રોનીક માધ્યમથી ઓનલાઇન ટ્રાંસ્ફર કરાવી જેમાથી કુલ રૂ. 11,36,009/- ફરીયાદીને પરત મળી ગયેલ છે અને ફરીયાદીના બાકી નિકળતા કુલ રૂ. 1,47,98,991/- આજદિન સુધી પરત નહિ કરી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા બાબતે તા.11/06/2026 ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એ.એમ. પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ડી.સી.બી. પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૦૨૬૦૦૦૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૪૦(૨), ૩૪૧(૪), ૩૫૧(૨), ૧૮૯(૨), ૬૧(૨), ૩(૫) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સંજયકુમાર વલ્લભદાસ પટેલ રહે-પટેલ ફળીયુ, દરવાજા, જાબુંવા ગામ, વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પીએચસી બિલ્ડકોન પ્રા.લિ. અને પધ્માવતી બિલ્ડકોન પ્રા.લિ.ના ડાયરેક્ટર અમિત મુકેશ શાહ રહેવાસી-૩, કુંજ સોસાયટી, અલકાપુરી, વડોદરા, (૨) શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લી.ના માલીક ભાવેશ અમીન રહેવાસી- શ્રીમ હાઉસ યોગી કોમ્પલેક્ષ પાછળ, માયલસ્ટોન બિલ્ડીંગની સામે, થલતેજ રોડ, બોડકદેવ, અમદાવાદ,(૩) કિશોરભાઇ જગજીવનદાસ સુરતવાલા, ડિરેક્ટર/સત્તાધિકૃત ટેન્સા ઇલ સ્ટીલ લિમિટેડના સહીકાર. રહેવાસી- સી-૩૦૩, ક્રિષ્ણા વેલી ફ્લેટ્સ, અમિતનગર સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરા, (૪) સુરેશભાઇ ગણપતભાઇ રાજપુત રહેવાસી- ૧૨૨, રંગ અવધુતપુરા, દિવાળીપુરા, વડોદરા,(૫) ભુમિષ્ઠ મકવાણા લીઝ ડીડમાં/શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ના પ્રતિનિધિ તરીકે સહી કરનાર રહેવાસી- બી/૩, ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, કબાડી માર્કેટ નંબર-૩ પાસે, બેરમપુરા, અમદાવાદ.(૬) નરેશ કંચનલાલ રાણા રહેવાસી- રાણાવાસ, સદર બજાર, ફતેગંજ, વડોદરા,(૭) મહેશભાઇ બાબુભાઇ પટેલ રહેવાસી- રામજી ખડકી, ભોજ, પાદરા, વડોદરા(૮) જૈમિન ગાંધી નામનો વ્યક્તિ રહેવાસી- વડોદરા તથા ૨૦ થી ૨૫ અજાણ્યા ઇસમો તે મે-૨૦૨૪ થી આજદિન સુધી મોજે- માંજલપુર ગામ જેના રેવન્યુ સર્વે નં.૪૨૮/૧, ફાઈનલ પ્લોટ નંબર ૧૫૦, ટી.પી સ્કીમ નંબર ૧૯ ખાતે આવેલ ટેન્સાઇલ સ્ટીલ લિમીટેડ વાળી મિલ્કત વડોદરા શહેર આરોપીઓએ આર્થિક લાભ મેળવવા સારૂ ભેગા મળીને સમાન ઇરાદો પાર પાડવા સારૂ ગુનાહિત કાવતરૂ રચીને ગુનાહિત વિશ્વાસઘાત કરી ઠગાઇ કરવાના ઇરાદાથી આરોપી અમીત શાહ કે જેઓ ટેન્સાઇલ સ્ટીલ લીમીટેડ કંપનીના ડાયરેકટ તરીકે રાજીનામું આપેલ હોવાનું જાણતા હોવા છતાં કંપનીના લેટર ઉપર કંપનીના બીજા ડાયરેક્ટર સુરેશભાઇ ગણપતભાઇ રાજપુતની હાજરીમાં ત્રીજા ડાયરેક્ટર કિશોરભાઇ જગજીવનદાસ સુરતવાલાને મીટીંગમાં નિર્ણય લીધેલ તે મુજબની કાર્યવાહી કરવા સારૂ અઘિકૃત કરેલ તે મુજબ તેઓએ શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લી.ના માલીક ભાવેશ અમીનનાએ અધિકૃત કરેલ ભુમિષ્ઠ મકવાણાને ટેન્સાઇલ સ્ટીલ લીમીટેડ કંપનીના નામે બનાવટી લીઝ ડીડ તૈયાર કરેલ તેમાં નરેશ કંચનલાલ રાણા અને મહેશભાઇ બાબુભાઇ પટેલનાઓએ સાક્ષી તરીકે સહીઓ કરી તે બનાવટી લીઝ ડીડમાં કંપનીનો બનાવટી સીલ મારી બનાવટી લીઝ ડીડનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન ખાલી કરાવવા સારૂ તેમના મળતીયા જૈમિન ગાંધી નામના ઇસમ અને ૨૦ થી ૨૫ અજાણ્યા ઇસમોને મોકલી તેઓ ગેરકાયદેસર રીતે એક સંપ થઇને ગુનાહિત ઘમકીઓ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ શ્રી એસ.એમ.ગામેતી ડી.સી.બી. પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મકરપુરા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૪૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫,૧૧૫(૨),૨૯૬(બી),૩૫૧(૨),૫૪ તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અર્ચનાબેન વા/ઓ ભરતભાઇ મગનભાઇ આમોદરા તે ચંન્દ્રસિંહ સોમસિંહ પરમારની દિકરી રહે.મકાન નં-એ-૧૪ હિરાબા સોસાયટી સુશેન તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પતિ ભરતભાઇ મગનભાઇ આમોદરા મુળ રહે,માણોદગામ રામદેવ મંદીરની બાજુમાં તા-લીંમડી વઢવાણ,જિ સુરેંન્દ્રનગર હાલ રહે,પાલ પોલીસ સ્ટેશન સુરત શહેર (૨) સાસુ ઉગરીબેન વાઇફ ઓફ મગનભાઇ આમોદરા (૩) નણંદ ભાવનાબેન ઇશ્વરલાલ ક્નાની રહે,બલદાણા ગામ તા-લીંમડી વઢવાણ સુરેંદ્રનગર, (૪)નણંદ લત્તાબેન રશ્મિનભાઇ વસોયા રહે,સુરત શહેર, (૫) જેઠ કિશોરભાઇ મગનભાઇ આમોદરા,(૬) જેઠાણી જાગૃતિબેન વાઇફ ઓફ કિશોરભાઇ મગનભાઇ આમોદરા બંન્ને રહે, સુરત નાઓએ ગઇ તા.૦૯/૦૫/૨૦૧૪ ના રોજથી આજદિન સુધી મોજે-મકાન નં એ ચૌદ હિરાબા સોસાયટી સુશેન તરસાલી વડોદરા શહેર તથા સુરત પોતાની સાસરીમાં ફરીયાદીશ્રીના પતિ તથા સહ આરોપીઓ એકબીજાને મદદગારી કરી ફરીયાદીશ્રીને અવાર નવાર મ્હેણા ટોણા મારી કહેતા કે “તુ તો ચારીત્રહીન છે તારુ ચારીત્ર સારુ નથી તુ ગમે ત્યા આખો દિવસ આમતેમ ભટક્યા કરે છે અને પારકા પુરુષો સાથે આડા સબંધો રાખે છે.તુ માત્ર તારા મોજશોખ પુરા કરવા માટે અને મિલ્કત પડાવવા માટે આવી છે.” આમ કહી ચઢામણી કરાવી ફરીયાદીના પતિની ઉશ્કેરણી કરતા તેઓના પતિ ફરીયાદીશ્રીને અવાર નવાર સુરત ખાતે ફરી સાથે મારઝુડ કરી ગડદા પાટુનો માર મારેલ તથા તમામે સાથે મળી ફરીને કહેતા કે, તારા બાપાના ઘરેથી દહેજમાં કઇ લઇને આવેલી નથી તેમ કરી ફરી પાસે દહેજમાં પૈસાની માંગણી કરતા હતા. તથા ફરીયાદીને તેમના પતિ ભરત આમોદરાના અન્ય સ્ત્રી સાથેના આડાસબંધ વિશે જાણવા મળેલ તો ફરીયાદીને માર મારી ઝઘડો કરી ગંદી ગાળો બોલી મારવાની ધમકી આપેલ અને સુરત ખાતે તમામે સાથે મળી તા-૦૬/૦૫/૨૦૨૫ ના રોજ બ્લોક નં-૦૧ મકાન નં-૧૦૬ સુડા આવાસ રાજકોલોની પાસે પાલવાળુ મકાન ખાલી કરાવી ફરીયદી તથા તેમની દિકરી સુર્યાન્સીને ઘરની બહાર કાઢી મુકી અવાર નવાર યેન કેન પ્રકારે શારીરીક માનશીક હેરાન પરેશાન કરી ગુનો કર્યા વિગેરે બાબત તા.૧૧ /૦૬/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઇશ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મહિલા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૨/૨૦૨૬ તા.૧૧/૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૩૫૨,૫૪ મુજબ તથા દહેજ ધારા પ્રતિબંધક ૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સ્મિતાબેન વા/ઓફ જીગ્નેશભાઇ વરીઆ તે રતીલાલ ઉકેડભાઇ વરીઆની દિકરી રહે. ૧૨ એ વીવેકાનંદ સોસાયટી સયાજીપાર્ક આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) જીગ્નેશભાઇ અરવિંદભાઇ વરીઆ રહે. ૨૦૧,એ-વીગ,નારાયણ આંગન અનન્યા ગર્લ્સ હોસ્ટેલ સામે ગુરૂકુળચાર રસ્તા વાઘોડીયા રોડ વડોદરા શહેર (૨) અરવિંદભાઇ ભીખાભાઇ વરીઆ (સસરા)(૩) ઉષાબેન અરવિંદભાઇ વરીઆ (સાસુ) (૪) ઉર્વશીબેન યોગેશ ચૌધરી તમામ રહે ૩૨ એ વિભાગ-૧ નાથીબાનગર સંવાદ મ્યુનિસિપલ સ્કુલ પાસે હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓએ લગ્નના ૧૪/૦૬/૨૦૦૪ થી તા-૧૦/૦૬/૨૦૨૬ સુધી મોજે. ૨૦૧,એ-વીગ,નારાયણ આંગન અનન્યા ગર્લ્સ હોસ્ટેલ સામે ગુરૂકુળચાર રસ્તા વાઘોડીયા રોડ આરોપીઓએ ફરીયાદીબેનને નાની નાની બાબતે બોલાચાલી ઝઘડો કરી મારઝુડ કરી ગાળો બોલી મહેણા-ટોણા મારી શારીરીક માનસિક ત્રાસ આપી એકબીજાને મદતગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.લીલાબેન ભીખાભાઇ મહીલા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મહિલા પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૩/૨૦૨૬, તા.૧૧/૬/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૩૫૨,૩૫૧ (૧), ૫૪ મુજબ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ ૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ડિમ્પલ વા/ઓ મેહુલકુમાર પ્રજાપતી તે કનુભાઈ રાજપુતની દિકરી રહે. ૨૯ મારૂતિધામ સોસા સામે ખેતરમા જી.આઈ.ડી.સી રોડ મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)મેહુલકુમાર સંજયભાઇ પ્રજાપતિ (૨) સંજયભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ રહે.મકાન નં સી-૩૦૩ શાંન્તનુગ્રીન ફ્લેટ છાણી રામાકાકા ડેરી પાસે ફરિના લગ્નના ૧૫/૦૬/૨૦૨૪ થી આજ દિન તા.૧૧/૦૬/૨૦૨૬ સુધી રહે,મકાન નં ૪૨ ગજાનંદપાર્ક મકરપુરા પાણીની ટાંકી પાસે વડોદરા શહેર તથા મકાન નં સી-૩૦૩ શાંન્તનુગ્રીન ફ્લેટ છાણી રામાકાકા ડેરી પાસે આરોપીઓ ફરીયાદીબેનને શારીરીક માનસિક ત્રાસ આપી ગાળો બોલી ધોલ ધપાટ કરી છુટાછેડા આપવાની તથા ઘરમા ન ઘુસવા દેવાની ધમકી આપી તથા તારા બાપે લગ્ન વખતે દહેજમા કંઈ આપ્યુ નથી તો તારા પિતાને કહેજે કે મને આઇફોન અને ગાડી લેવા માટે રૂપિયા બે લાખ આપે તેમ કહી દહેજની માગણી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૬/૨૦૨૬ ના ક.૧૮/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.લીલાબેન ભીખાભાઇ મહીલા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. રાયોટીંગના કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૬૦૨૯૦/૨૦૨૬ બી,એન,એસ કલમ ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧ (૨), ૧૨૫(૨), ૨૯૬(૨), ૩૨૪(૪) તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રેમલ રાકેશભાઇ પટેલ રહે-મ.નં.૧૦/એ, આનંદબાદ સોસાયટી, સિંધવાઇ માતા રોડ, ઇંદ્ર કોમ્પલેક્ષ પાસે, પ્રતાપનગર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) વિવેક ઉર્ફે ગોલી મહેશભાઇ પટેલ (૨) રીશી (૩) અભિરાજસિંહ દરબાર (૪) સ્મિથ પંડયા (૫) શિવાંગ પટેલ નાઓએ ગઈ તા.૧૫/૦૩/૨૦૨૬ નાં રાતના ક.૦૧/૪૦ વાગ્યાની આસપાસ મોજે.માંજલપુર તુલસીધામ પાસે આવેલ પ્રણવ સોસાયટીના ગેટ પાસે, વડોદરા શહેર તથા તા.૧૫/૦૩/૨૦૨૬ નાં રાતના ક.૦૧/૫૦ વાગ્યાની આસપાસ મોજે. માંજલપુર કબિર કોમ્પલેક્ષથી સુસેન સર્કલ તરફ જતા શેલ પેટ્રોલ પંપની સામે ફરીયાદી તથા તેમના પત્ની ધ્રુવાબેન સાળો ધ્રુવ લલીતભાઇ પટેલ તથા મિત્ર રૂદ્રિક ચંદ્રેશકુમાર ભટ્ટ નાઓ સાથે પોતાની ફોર-વ્હિલર કારમાં અટલાદરા થી ઘરે આવતા હતા તે વખતે માંજલપુર ઇવા મોલથી સરસ્વતી ચોકડી તરફ જવાના રસ્તા પર ફરીયાદીની ફોર-વ્હિલર કારની આગળ આરોપી નં.(૧) નાઓ આવી જતા હોર્ન મારેલ જેની અદાવત રાખી ક.૦૧/૪૦ વાગે માંજલપુર તુલસીધામ પાસે આવેલ પ્રણવ સોસાયટીના ગેટ પાસે આરોપી નાઓએ ફરીયાદીની કાર રોકીને ફરીયાદીને “વધારે ચરબી છે ગાડી લઇને ફરે તો જોર–જોરથી હોર્ન મારવાના” તેમ કહીને ગંદી ગાળો આપતા ફરીયાદી કારમાં બેસીને નિકળી ગયેલ જે બાદ કબિર કોમ્પલેક્ષથી સુસેન સર્કલ તરફ જતા હતા તે વખતે શેલ પેટ્રોલ પંપની સામે કલાક.૦૧/૫૦ વાગે ફરીથી પાચેય આરોપી ફરીયાદીની કાર ઉભી રખાવી પાંચેય ઇસમો ભેગા મળીને ફરીયાદીને ગડદા-પાટૂનો માર મારેલ તથા આરોપી નં.(૧) નાએ રસ્તા પરથી પથ્થરો લઈને છુટા ફરીયાદીની કાર પર મારતા કારને પણ નુકશાન થયેલ તથા એક પથ્થર છુટો મારી ફરીયાદીના મિત્ર રૂદ્રિક ચંદ્રેશકુમાર ભટ્ટના જમણા પગના પંજાના ઉપરના ભાગે મારી ફ્રેક્ચર કરી પાચેય આરોપીએ સમાન ઇરાદો પાર પારવાડાના ઇરાદે ભેગા મળીને ગુનો કર્યા વિગેરે બાબત તા.૧૧/૦૬/૨૦૨૬ ક. ૨૩/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.જી.ડામોર માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. ખુનની કોશિષના કેસો
૧. કુંભારવાડા પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૮૯(૪),૧૦૯ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧)(એ),૨૭(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સાજીદ ઉર્ફે જંગલી નાઝીમુદ્દીન શેખ રહે.હાથીખાના, મન્સુરી કબ્રસ્તાન, કાગડાચાલ, રહેમતનગર, મન્સુરી મસ્જીદ પાસે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સુફીયાન ઉર્ફે અલ્લા અલ્લા સિકંદરખાન પઠાણ રહે. પાંજરીગર મહોલ્લો બરફવાળી ગલીમાં ફતેપુરા વડોદરા શહેર, (૨) સરફરાજ ઉર્ફે સરૂ શબ્બીરશા દિવાન રહે. મન્સુરી કબ્રસ્તાન વડોદરા, (૩) વહાબ ઉર્ફે ખાટકી અબલખાન રહે. ચમન ટેકરા વડોદરા, (૪) ફરદીન ઉર્ફે લેન્ડી ફીરોજખાન પઠાણ રહે.દરબાર પાન સામેની ગલીમા હાથીખાના વડોદરા શહેર, (૫) વાહીદ ઉર્ફે બાબા રહે.ભારત ચીકન પાસે વડોદરા, (૬) સોયેલ ઉર્ફે સોહીલ ઉર્ફે બોટમ વસીમભાઇ બેલીમ રહે. રહેમતનગર ચિસ્તીયા મસ્જીદની બાજુમાં ભાંડવાડા વડોદરા તથા (૭) ફેઝાન રહે. વાડી વડોદરા નાઓએ તા.૧૨/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ક.૦૩/૩૦ વાગ્યાના અરસામાં મોજે.મહાકાળી મંદિર પાછળ ઢાળમાં નાળા પાસે રોડ ઉપર આરોપી (૧) નાઓએ બે દિવસ પહેલા ફરીયાદીના ભાઇ વસીમ સાથે થયેલ જુના ઝઘડાની અદાવત રાખી ફરીયાદીને જાનથી મારી નાખવા ઇરાદાથી બંદુકથી ફરિયાદી ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કરેલ અને તેની સાથે રહેલ બીજા આરોપીનાઓ ભેગા મળી તલવાર તથા ચપ્પુ જેવા હથિયારો લઇને ફરીયાદીને જાનથી મારી નાખવા ઇરાદાથી ફરીયાદીને મારવા દોડેલ અને મે.પોલીસ કમિશ્નરશ્રી વડોદરા શહેર નાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના ક-૦૮/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એ.જે.પાંડવ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.