-: પ્રેસનોટ :-
(તા.૧૨/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી.૦૪, કિ.રૂ-૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૯, સહિત ૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના ગુનાઓ:
૧. છાણી પોલીસ સ્ટેશન
છાણી પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.-૪૯/૨૦૨૫ (૧૧૧૯૬૦૦૫૨૫૦૩૦૮) ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મધુબેન વા/ઓ બચુભાઈ રાયસિંગ ચાવડા રહે-નવી નગરી, જીયા કંપનીની સામે, દુમાડ ગામ, તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ અજાણ્યા બે ઈસમો તે તા.૧૧/૦૮/૨૦૨૫ ના ૧૧/૦૦ વાગ્યે મોજે-છાણી ગામ ડો.ઉપાધ્યાયના દવાખાના સામે તેમજ કમાટીબાગ વડોદરા શહેર પાસે ફરીયાદીશ્રીને “માસી તમારા ઘરવાળાએ બેંકમાં રૂપિયા ૯,૦૦,૦૦૦/- મુકેલા છે. આ રૂપિયાની તમને કે તમારા દિકરાને ખબર નથી અમો બેંકના સાહેબો છીએ તમોને તમારા રૂપિયા અપાવી દઈશુ. અને ૨,૫૦,૦૦૦/- રૂપિયા હમણા મળશે અને બાકીના રૂપિયા બેંકમાં જમા રહેશે.” તેમ જણાવી ફરીયાદીશ્રીનો ફોટો પાડવા કમાટીબાગમાં લઈ જઈ ફરીયાદીને “ તમોએ કાનમાં પહેરેલ સોનાના દાગીના કાઢી દાગીના વગરનો ફોટો ફોર્મમાં લગાવવાનો છે.” તેમ કહી તેમની પાસે રહેલ પકડ વડે ફરીયાદીના કાનમાં પહેરેલ દાગીના જેમા (૧) સોનાની ફુલવારીયાના નંગ-૦૨, (૨) સોનાની નખલીયો નંગ-૦૨, (૩) સોનાના કોકરવા નંગ-૦૨, (૪) સોનાની બુટી નંગ-૦૨ જે આશરે સવા તોલા વજનના કિ.રૂ.૫૦,૦૦૦/-ના કઢાવી લઈ જઈ ફરીયાદી બહેન સાથે ગુનાહીત વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.એફ.ચૌહાણ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના ગુનાઓ:
૧. ગોત્રી પોલીસ સ્ટેશન
ગોત્રી પો.સ્ટે. પાર્ટ “બી” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૫૦૨૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ૨૮૧, ૧૨૫(ક), ૧૨૫(ખ), એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કૌશિકકુમાર વિરમભાઈ રબારી રહે,રબારી ફળિયું ગોત્રીગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો સી.એન.જી. રીક્ષા ચાલાક તે તા.૦૯/૦૭/૨૦૨૫ ના બપોરના ક.૦૧/૫૦ વાગે યશ કોમ્પલેક્ષ થી હરીનગર બાજુના રોડ ઉપર આવેલ એક્સિસ બેંક અને કેનેરા બેંકના કટ પાસે,ગોત્રી ફરીયાદી મંગળ બજાર થી ખરીદી કરી પોતાની પલ્સર ટુવ્હીલર ર.જી. નં જીજે 23 ડીઆર 3268 નાની લઈ ગોત્રી હરીનગર બ્રીઝ રોડ ઉપર હરીનગર બ્રિઝ તરફથી ગોત્રી ગામ તરફ આવતા હતા ત્યારે યશ કોમ્પલેક્ષ થી હરીનગર બાજુ આવેલ એક્સિસ બેંક અને કેનેરા બેંકના કટ પાસે આરોપીએ પોતાની રીક્ષાને ગફલતભરી રીતે ચલાવી એક્સિસ બેંકના કટ પાસે યુ ટર્ન લેતા ફરિયાદીના પલ્સર ટુ વ્હિલરના સ્ટેરીંગના ભાગે તથા કિકની સાઈડ અથાડી એક્સિડન્ટ કરતા ફરિયાદીને ડાબા પગે ઘુંટણના ભાગે ફેક્ચર કરી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૮/૨૦૨૫ ના ક.૧૭/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. રતિલાલ આપસીંગ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.