-: પ્રેસનોટ :-
(તા.૧૩/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૨/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં ઇંગ્લીશ દારૂની બોટલ-૫, કવાટરીયા નંગ-૧૬, બિયર નંગ-૦૫ મળી કુલ કિં.રૂ.૭૧૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૧૫ સહીત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. અન્ય ચોરીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૦૨૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ ની કલમ ૨૮૭ ૩૦૩(ર) ૩૧૬(૨) તથા આવશ્યક ચીજવસ્તુધારા અધિનિયમ કલમ ૩, ૭ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.પો.કો કમલેશભાઇ બાબુભાઇ બ.નં. ૮૮૦ નોકરી પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાજેશભાઇ પ્રહલાદભાઇ કહાર રહે. પાણીગેટ કુંભારવાડા કહાર મહોલ્લો વડોદરા શહેર નાઓએ તા.૧૨/૦૧/૨૦૨૬ ના ક.૧૭/૩૫ વાગે પાણીગેટ કુંભારવાડા કહાર મહોલ્લો વડોદરા શહેર આરોપી નાઓએ તેઓના આર્થિક ફાયદા સારૂ રામદેવ ગેસ એજન્સીમાંથી કોમર્શિયલ તથા ઘરેલુ વપરાશના ગેસ બોટલો મેળવી નોંધાયેલ ગેસ બોટલો ડિલીવરી માટે ટેમ્પામાં ઘરે લાવી તેઓના ઘરે સંતાડી રાખી તે ગેસની બોટલોમાંથી અન્ય ગેસ બોટલમાં ગેસની ચોરી કરી અન્ય ખાલી બોટલોમાં ભરી રીફીલીંગ/રીપેકીંગ કરી ગેસના બોટલોના સીલ ખોલી ધાતુની પાઇપ વાટે નાના મોટા ખાલી બોટલોમાં થોડો થોડો ગેસ કાઢી ઘરેલુ વપરાશના બોટલો છુટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથી સીલ કરી રીફીલીંગ/રીપેકીંગ કરી આમ ગીચોગીચ વસ્તી ધરાવતાં પોતાના રહેણાંક મકાનમાં આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારીભર્યુ આચરણ કરી ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરી ગ્રાહકો સાથે ઠગાઇ કરવાના ઇરાદે ઓછા ગેસ ભરેલ બોટલો વેચાણ આપી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનાહિત પ્રવૃતિ કરતાં રેઇડ દરમ્યાન સ્થળ ઉપરથી પકડાયેલ ભારત ગેસના ભરેલા કોમર્શિયલ બોટલો નંગ – ૦૫ બોટલ તથા ચોરી કરી ગેસ કાઢેલ બોટલ એક તથા જે બોટલમાં ગેસ કાઢેલ તે મળી કુલ્લે બોટલ નં.૦૭ સ્થળ પરથી મળી આવેલ છે જેમાં ભરેલા શીલબંધ બોટલ જેમાં એક બોટલની કિ.રૂ.૧૭૫૦/- મળી કુલ્લે કિ.રૂ.૮,૭૫૦/- તથા તેમજ ચોરી કરી ગેસ કાઢેલ બોટલ એક તથા જે બોટલમાં ગેસ કાઢેલ તે મળી કુલ્લે બોટલ નં.૦૨ કિ.રૂ.૧૭૫૦/- ગણી શકાય તેમજ સ્થળ પરથી બીજા બે અન્ય ભારત ગેસના ખાલી બોટલો કિ.રૂ.૪,૪૦૦/- ના મળી કુલ્લે કિ.રૂ.૧૪,૯૨૦/- તથા બજાજ મેક્સીમા XL કાર્ગો થ્રિ વીલ ટેમ્પો જેનો નં.GJ-06-BZ-5283 એન્જીન નં AZXWSE61859 તથા ચેચિસ નં. MD2B25BX3SWE16731 જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી શકાય તથા મળી કુલ્લે કિ.રૂ.૩,૧૪,૯૨૦/- નો મુદૃામાલ સાથે મળી આવી ગુનો કર્યા વિ બાબતે તા.૧૨/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ રાકેશભાઈ ભૈરુલાલ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. છેતરપીંડીના કેસો
૧. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે. પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૦૨૩/૨૦૨૬ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૧૧૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી રમીલાબેન વા/ઓ દિનેશભાઇ મોરડીયા રહે.એ/૧,૩૨ સુરભીપાર્ક સોસા.શ્રી હરી ટાઉનશીપ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) મનિષ મહેન્દ્રભાઇ પટેલ(૨) રૂપલબેન મનિષભાઇ પટેલ બંને રહેવાસી-મ.નં.ડી/૫૭,સિલ્વર પાર્ક, કરોડીયા રોડ,વડોદરા તથા મ.નં.૨૦૨,સાઇન પ્લાઝા,નટુભાઇ સર્કલ, રેસકોર્સ, વડોદરા નાઓએ ગઈ તા- ૧૯/૧૧/૨૦૧૫ થી આજદિન સુઘી મોજે- ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શીયલ હબ નામની સાઇડ, અર્થ આઇકોનની સામે, ખોડીયારનગર ચાર રસ્તા, ન્યુ વી.આઇ.પી. રોડ આરોપીઓએ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શીયલ હબ નામની સ્કીમ લોન્ચ કરેલ. જે સ્કિમમાં ફરીયાદીએ તેઓના નામે એફ.એફ.૧૧૯ નંબરની દુકાન રૂપીયા ૧૭,૦૦,૦૦૦/- મા બુક કરાવેલ. જે બુકિંગ કરેલ દુકાનના નાણા ફરીયાદીએ રૂ. ૦૬,૧૫,૪૦૦/- રોકડેથી તથા ચેકથી ચુકવેલ હોવા છતા બિલ્ડીંગનું બાંઘકામ સમયસર પુરૂ નહિ કરી તેમજ નાણા ચુકવવા છતાં દુકાનનુ પજેશન નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૨/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.એમ.ચૌહાણ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૬૦૦૨૨/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સબીર જાફરભાઇ ઉજ્જેનવાલા રહે. મ.ન એસ.એફ ૦૬ આસીયાના એપાર્મેન્ટ, બહાર કોલોનીની સામે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૫/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગ્યાથી તા.૦૬/૦૧/૨૦૨૬ ના ક.૧૧/૦૦ વાગ્યા દરમિયાન મોજે–આજવા રોડ બહાર કોલોનીની સામે આસીયાના એપાર્મેન્ટના પાર્કીંગમાંથી ફરીયાદી નાઓની હીરો કંપનીની પેશન પ્રો મોટર સાયકલ જેના રજી નં.GJ 06 JG 0795 જેનો ચે.નં-MBLHA10BJFHB06355 તથા એ.નં.-HA10ETFHA 67156 નો છે સને 2015 ના મોડલની જેની કિં.રૂ.૨૦,૦૦૦/- જે કોઈ ચોર ઈસમે આજવા રોડ બહાર કોલોનીની સામે આસીયાના એપાર્મેન્ટના પાર્કીંગમાંથી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગરતો કોઈ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ ગયેલ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૧૨/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મુકેશભાઇ હીરાભાઇ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.