Loading...
Welcome to Police Department
Search

પ્રેસનોટ :-

(તા.૧૩/૦૫/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૨/૦૫/૨૦૨૫ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૬૭ કિં.રૂ.૩૩૪૫૦ /-, તથા ક્વાટરીયા-૧૨૧, બિયર નંગ-૦૧ મળી કુલ કિ.રૂ. ૧૩૧૦૫ /- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૭ મળી કુલ-૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    ખુનના ગુનાઓ:   

૧.      હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૧૭૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા અધીનીય સને ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબ ગુનાના કામના ફરિયાદી મુકેશભાઇ જયંતિભાઇ પટેલ ઉ.વ. ૬૨ ધંધો નિવૃત રહેવાસી રહે. દરજીપુરા ગામ મહદેવ વાળુ ફળીયુ નવા આર.ટી.ઓ. પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હાર્દિક કૈલાસભાઇ પ્રજાપતી રહે. દરજીપુરા ગામ મહાદેવ વાળુ ફળીયુ આર.ટી.ઓ. પાસે વડોદરા નાએ તા.૦૭/૦૫/૨૦૨૫ ના કલાક ૨૧/૦૦ વાગે મોજે. હરણી દરજીપુરા ગામ વડોદરા શહેર આરોપી હાર્દિક કૈલાસભાઇ પ્રજાપતી રહે. દરજીપુરા ગામ મહાદેવ વાળુ ફળીયુ આર.ટી.ઓ. પાસે વડોદરા નાને જુના ઝગડાની અદાવત રાખી ગઇ તા.૦૭/૦૫/૨૦૨૫ નારોજ ક.૨૧/૦૦ વાગ્યાના સમયે ફરીયાદીશ્રીનો છોકરો દિપેન પટેલ તેમના ઘરેથી તેની સાસરીમા જવા માટે નીકળેલ ત્યારે રસ્તામાથી કોઇ બહાને બોલાવી તેની સાથે લઇ જઇ તેની હત્યા કરી કાલોલ કેનાલમા ફેકી દઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૫/૨૦૨૫ ના ક.૧૫/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ. શ્રી એસ.વી.વસાવા હરણી પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    મારામારીના ગુનાઓ:   

૧.      બાપોદ પોલીસ સ્ટેશન

બાપોદ પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૩૧૬/૨૫ બી.એન.એસ.કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૫૧(૨), ૧૨૫(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી કિન્નરીબેન વા/ઓફ દિપકભાઇ જીવણભાઇ રાઠોડ ઉ.વ.૪૩ ધંધો- ઘરકામ રહે. મ.નં.૦૫, નાની બાપોદ, સરદાર સ્કુલની બાજુમાં, વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પપ્પુ ધોબી રહે, રાજભવન રેસીડન્‍સી, રીલાયન્‍સ ફ્રેશની પાછળ, આજવા વાઘોડીયા રીંગ રોડ, વડોદરા નાએ તા.૧૧/૦૫/૨૦૨૫ ના કલાક ૨૧/૦૦  વાગે મોજે.મારુતેશ્વર મહાદેવના મંદીર પાસે સરદાર હાઇસ્કુલ પાસે, વડોદરા શહેર ખાતે ફરીયાદી નાઓના અગાઉ આ કામના આરોપી નાનો ગુનાહીત પ્રવૃતી કરતો હોય જેથી ફરી. નાઓએ આરોપી વિરુધ્ધમા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી મારુતેશ્વર મહાદેવના મંદીરે કેમેરા લગાવેલ જે બાબતની અદાવત રાખી આ કામના આરોપી નાઓ ફરી. તથા સાહેદ નાઓને જણાવેલ કે અહી કેમેરા કેમ લગાવેલ છે અને તેને હટાવવાનુ કહેતા સાહેદે હટાવવાની ના કહેતા આરોપી નાનો ફરી. તથા સાહેદ સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપી સાહેદને ગડદાપાટ્ટુનો માર મારી એકદમ ઉશ્કેરાઇ જઈ રસ્તા પર પડેલ પથ્થર વડે ફરી.ને માથાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી જઈ મે. પોલીસ કમીશ્નર સાહેબ શ્રી નાઓએ બહાર પાડેલ હથીયારબંધી જાહેરનામોનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૫/૨૦૨૫ ના ક.૧૬/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો નિપુલભાઈ રમણભાઈ બાપોદ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    વાહન ચોરીના ગુનાઓ:   

૧.      સમા પોલીસ સ્ટેશન

સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૧૦૭/૨૦૨૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગુનાના કામના ફરિયાદી ગૌરવકુમાર ભરતભાઇ બારીઆ ઉ.વ.૨૮ ધંધો.નોકરી રહે.મ.ન.એ/૦૨, અમરનાથ સોસાયટી, ચાણ્ક્યપુરી ચાર રસ્તા, રાંદલ માતાના મંદીર પાસે, સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ફરીયાદીની  બજાજ કંપનીની પલ્સર ૨૨૦ મોટર સાયકલ રજી.નં. GJ-06-MB-8048 ની વર્ષ ૨૦૧૮ ના મોડલની કાળા કલરની જેનો ચેચીસ નંબર MD2A13EY 7JCG02389 તથા એન્જીન નંબર DKYCJ G21302 નો છે જેની કિ.રૂ.આશરે ૩૫,૦૦૦/- ગણી શકાય. તે મોટર સાયકલ ગઈ તા.૦૩/૦૪/૨૦૨૪ ના કલાક ૨૦/૦૦ વાગ્યા થી તા.૦૪/૦૪/૨૦૨૪ ના કલાક ૦૭/૦૦ વાગ્યા દરમ્યાન એ/૦૨, અમરનાથ સોસાયટી, ચાણક્યપુરી રાંદલમાતા મંદીર પાસે, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ખાતેના મકાન આગળથી કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે લોક તોડી કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ ગયેલ છે તે ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૫/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ HC યુવરાજસિંહ અજીતસિંહ સમા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    ચેઇન સ્નેચીંગના ગુનાઓ:   

૧.      ગોરવા પોલીસ સ્ટેશન

ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૩૦૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૪(૨),૬૧ મુજબના ગુનાના કામના ફરીયાદી રૂચિતા વા/ઓફ અયન પટેલ ઉ.વ.૩૬ ધંધો-નોકરી રહે-ધનલક્ષ્મિ સોસાયટી મ.નં ૧૪ બીજો માળ પાવનધામ સોસાયટી પાસે સમતા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી બાઇક ઉપર સવાર ત્રણ અજાણ્યા ઇસમો જેના પુરા નામ સરનામાની ખબર નથી તે આજરોજ તા.૧૩/૦૫/૨૦૨૫ ના કલાક ૦૫/૪૫ વાગેના સમય દરમ્યાન સુભાનપુરા હાઇટેંશન રોડ શ્રી નાથ કોમ્પલેક્ષ સામે જય યોગેશ્વર સોસાયટી -૧ મકાન નં.૨૫ પાસેથી પસાર થઈ રહેલ હતા તે વખતે એક અજાણ્યો ઇસમ પાછળથી આવી ફરિયાદીના ગળામાથી સોનાની ચેઇન પેંડલ સાથેની આશરે ૧૮ ગ્રામ જેટલા વજનની જેની કિંમત આશરે રૂ.૫૦,૦૦૦/- ગણી શકાય ની તોડી આંચકી(ઝુંટવી) ભાગવા લાગેલ જેથી ફરિયાદી તેનો પીછો કરેલ પરંતુ સદરી ઇસમે ફરિયાદીને જે.એમ.કે.એપાર્ટમેન્ટ ગેઇટ પાસે ધક્કો મારતા ફરિયાદી ત્યા ઉભેલ લોખંડના થાંભલા સાથે અથડાઇ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીએ બુમાબુમ કરતા આ ઇસમ આગળ ઉભેલ એક કાળા કલરની મોટર સાઇકલ ઉપર અગાઉથી બે ઇસમો માસ્ક લગાવી બેઠેલ હતા.તેમની સાથે બેસી ત્રણેય ઇસમો નાશી જઈ એક સંપ થઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૫/૨૦૨૫ ના ક.૦૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી એમ.એસ.કાનાણી ગોરવા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.