-: પ્રેસનોટ :-
(તા.૧૩/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૨/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૯ કિ.રૂ.૧૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા ઇ.કવાટરીયા નંગ-૬૯૫૬ મળી કુલ કિ.રૂ.૨૦૦૦૨૮૪/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ ૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના કેસો
૧. જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૨૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ,૮૫,૩૫૧(૨),૫૪, તથા દહેજ પ્રતિધારા કલમ-૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હિનલબેન વા/ઓફ રોનકભાઈ રાજેશભાઇ નાગર તે ડો/ઓ રાજેન્દ્રભાઇ રમેશચંદ્ર ઝાલા ઉ.વ.-૨૬, ધંધો-ઘરકામ, હાલ રહે- ઘર નં -૧૫, વૃદાવન સોસાયટી કરોડીયા રોડ બાજવા તા.જી.-વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રોનકભાઈ રાજેશભાઈ નાગર રહે-સી.૬૦૧,શ્રીજી વંદન એપાર્ટમેન્ટ,વાઘોડીયા રોડ તા.જી. વડોદરા (૨) પ્રિયાબેન તથા (૩)શ્વેતાબેન તથા (૪) સુમનબેન રાજેશભાઈ નાગર તમામ રહે- સી.૬૦૧,શ્રીજી વંદન એપાર્ટમેન્ટ,વાઘોડીયા રોડ તા.જી.વડોદરા તા.૧૨/૦૯/૨૦૨૪ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી નં(૧) થી (૪) નાઓ ફરીયાદીના લગ્ન બાદ દહેજ તુ ઓછૂ લાવેલ છે તેમ કહી વધુ દહેજ લાવવા તેમ દબાણ કરી ફરીયાદીને મેના ટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપી ઝગડો તથા મારાઝુડ કરતા હોય અને છુટાછેડા લેવા દબાણ કરતા હોય જેથી આ તમામ વિરુધ્ધમા કાયદેસરની તપાસ થવા ફરીયાદની સાથે ગુન્હો કરેલ હોય વિગેરે બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના કલાક ૨૨/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.પી.ખુમાણ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કારેલીબાગ પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૬૦૨૫૨/૨૦૨૬ દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૩, ૭ તથા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૮૫,૧૧૫(૨), ૨૯૬(ખ), તથા ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હિના વા/ઓ અતિકઅહેમદ ઉર્ફે સાહીલ કલીમઅહેમદ શેખની પત્ની ઉ.વ ૨૨ ધંધો-ઘરકામ મુળ રહે. સંજરી એપાર્ટમેન્ટ કલ્લુ ભંગારવાળાની સામે તુલસીવાડી કુંભારવાડા વડોદરા શહેર હાલ રહે. કબીર ચિકનની પાસે ઈન્દીરાનગર બ્રિજની નિચે કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અતિકઅહેમદ ઉર્ફે સાહીલ કલીમઅહેમદ શેખ તથા નં.-(૨) કલીમઅહેમદ શેખ તથા નં.-(૩) રૂકશાના વા/ઓ કલીમઅહેમદ શેખ તમામ રહે.- સંજરી એપાર્ટમેન્ટ કલ્લુ ભંગારવાળાની સામે તુલસીવાડી કુંભારવાડા વડોદરા શહેર તથા નં.-(૪) નણંદ સન્નો તથા નં.-(૫) નાની સાસ ગરીબુન નાઓએ તા.૦૨/૧૨/૨૦૨૫ થી તા.૧૧/૦૬/૨૦૨૬ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોજે-સંજરી એપાર્ટમેન્ટ કલ્લુ ભંગારવાળાની સામે તુલસીવાડી કુંભારવાડા વડોદરા શહેર આ કામના ફરીયાદી બહેન નાઓ સાથે આરોપી અતિકઅહેમદ ઉર્ફે સાહીલ કલીમઅહેમદ શેખ નાઓએ તા.૦૨/૧૨/૨૦૨૫ ના રોજ નિકાહ કરી લઇ ફરીયાદીના પતી અતિકઅહેમદ ઉર્ફે સાહીલ કલીમઅહેમદ શેખ તથા સસરા કલીમઅહેમદ શેખ તથા સાસૂ રૂકશાના વા/ઓ કલીમઅહેમદ શેખ તથા નણંદ સન્નો તથા નાની સાસ ગરીબુન નાઓએ આ કામના ફરીયાદી બહેન તથા તેમના માતા-પિતા પાસેથી દહેજમાં એક્ટીવા, સોનુ તથા ચાંદી લઇ મકાનનો બીજો માળ બનાવવા સારૂ બે લાખ તથા ફરીયાદી પ્રેગ્નેટ હોય જેથી તેઓની સારવાર માટે પચ્ચાસ હજાર રૂપીયા લઇ ફરીયાદીના પતીએ ફોર વ્હીલ ગાડી લેવા ફરીયાદીના માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપીયા લઇ આપવાની માંગણી કરતા ફરીયાદી શ્રીએ તે રૂપીયા આપવાની ના કહેતા આ કામના આરોપી અતિકઅહેમદ ઉર્ફે સાહીલ નાઓએ ફરીયાદી શ્રી નાઓને આજથી આશરે પચ્ચીસેક દિવસ પહેલા એક્ટીવા ઉપર બેસાડી તેના પિયરમાં છોડી આવી તેમજ તા.-૧૦/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ફરીયાદીના પતિએ ફરીયાદીને ફોન કરી કે.જી.એન.બેકરીના સામે ઈન્દીરાનગર ખાતે બોલાવી ત્રણ વાર તલાક બોલી છુટા છેડા આપતા ફરીયાદીના માતા-પિતા ત્યાં આવતા ફરીયાદીને ગંદી ગાળો આપી ફરીયાદી તથા તેના માતા-પિતાને પણ ગડદા પાટુનો માર મારી ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ કલાક-૨૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી આઈ.જે.રાઉલજી કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૨૦૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૩૧૬,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી બકુલભાઇ હીરાભાઈ રાઠવા ઉ.વ.:-૫૯, ધંધો:-નોકરી રહે:-ઈ/૪,કુષ્ણદીપ સોસાયટી ઉંડેરા રોડ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)વિજયભાઇ કસુભાઇ ડામોર રહે-તળ ફળીયુ વગેલા ગામ તા.ઝાલોદ જી.દાહોદ (૨) વૈભવીબેન શાંતિલાલ પારગી રહે-નિશાળ ફળીયુ મોરમહુડી વાંગડ તા.ફતેપુરા જી-દાહોદ તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૧૧/૦૧/૨૦૨૬ ના સમયગાળા દરમ્યાન ઈ/૪,કુષ્ણદીપ સોસાયટી ઉંડેરા રોડ વડોદરા ફરીયાદીની નાઓ પાસેથી વિજયભાઇ કસુભાઇ ડામોર રહે-તળ ફળીયુ વગેલા ગામ તા.ઝાલોદ જી.દાહોદ (૨) વૈભવીબેન શાંતિલાલ પારગી રહે-નિશાળ ફળીયુ મોરમહુડી વાંગડ તા.ફતેપુરા જી-દાહોદ નાઓ બન્ને એ એકબીજાની મદદગારી કરી અનિલ ગુપ્તા નામના ખોટા વ્યકતિનો પ્લોટ બતાવીને પ્લોટમા રૂપિયાનુ રોકાણ કરો એટલે થોડા સ્મયમા મોટો નફો કરાવવાની લાલચ આપી તેમજ કુલદીપભાઈને સોલાર પેનલનુ ટેન્ડર અપાવી દૈશુ તેવુ જણાવેલ આ રીતે બન્નેએ લાલચ આપી વિશ્વાસમા લઈ ફરીયાદી તથા કુલદીપભાઇ સાથે ગુનાહીત વિશ્વાસઘાત કરી ગઈ તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૧૧/૦૧/૨૦૨૬ સુધીમા ફરીયાદી પાસેથી રૂ.૩૪,૫૨,૦૦૦/- તથા રમેશભાઈ છીતાભાઇ રાઠવા તથા તેમના પુત્રકુલદીપભાઈ રાઠવા નાઓ પાસે રૂ.૪,૧૨,૩૩૯/- આમ કુલ્લ રૂ.૩૮,૬૪,૩૩૯/-જેટલી રકમ મેળવી લઈ ફરીયાદી ત્રણ રમેશભાઇ તથા તેમના દિકરા કુલદિપભાઇ નાઓને વિશ્વાસમા લઈ ઓનલાઈન તથા રોકડા રૂ.અલગ અલગ તારીખ સમયે ફરીયાદીને પ્લોટ લેવાના વિશ્વાસ અપાવેલ બાદ નાણા રોકવા લાલચ આપી છેતરપીંડી કરી ગુંહો કરેલ હોય વિગેરે બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.પી.ખુમાણ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ડી.સી.બી. પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૦૨૬૦૦૮/૨૦૨૬ ઇ.પી.કો.કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી રિશભ પ્રમોદ જાતે પોદાર ઉ.વ. ૩૬ ધંધો-વેપાર રહે. ૮૦૧/બી, ગાર્ડનીયા બિલ્ડીંગ, વસંતવેલી કોમ્પ્લેક્ષ, મલાડ ઇસ્ટ, મુંબઇ-૪૦૦૦૯૭ નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) દિપેશ સુરેશભાઇ ઠક્કર રહે. મકાન નં.૦૭, ગોપાલ સોસાયટી, બાજવા, વડોદરા (૨) જીગ્નેશ કાંતીભાઇ પરમાર રહે.મકાન નં.૨૦૨,આનંદવન કોમ્પ્લેક્ષ, સુભાનપુરા, વડોદરા શહેર જુલાઇ -૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી મોજે- ઇન્ટેગ્રીટી ફાર્માસ્યુટીકલ નામની કેમીકલની ઓફીસ ૩૭/૩૮,અક્ષરધામ સોપીંગ સેન્ટર,ડીંગ ડીંગ સર્કલ પાસે, ટી.પી.-૧૩, છાણી જકાતનાકા, વડોદરા આ કામના ફરીયાદી પાસેથી આ કામના આરોપીઓ તેમજ તેમના માણસો દ્વારા અલગ અલગ કેમીકલની ખરીદી કરી તેના બાકી રૂપિયા ૦૨,૭૮,૦૦,૦૦૦/-(બે કરોડ ઇઠ્યોતેર લાખ પુરા) આ કામના ફરીયાદીને નહી ચુકવેલ અને આ કામના આરોપીઓએ આ રૂપીયા ચુકવવાની રૂ.૫૦૦/ના સ્ટેમ્પ પેપર ઉપર તા.૨૩/૧૨/૨૦૨૫ ના રોજ લેખિતમાં ફરીયાદીને બાહેધરી આપી તેમાં જણાવ્યા મુજબ આરોપી દિપેશ ઠક્કરે ફરીયાદીને રૂ.૩૦,૦૦,૦૦૦/ તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ ઓનલાઇન પેમેન્ટ મારફતે ચુકવી આપેલ અને બાકીના રૂ.૨,૪૮,૦૦,૦૦૦/ ની ફરીયાદીશ્રીએ આ બન્ને આરોપીઓ પાસે આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતાં તેઓએ આ રૂપીયા ફરીયાદીને નહી ચુકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત,છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ના કલાક ૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.એસ.વાળા ડી.સી.બી. પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મકરપુરા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૪૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૧૬(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રમેશભાઇ પુખરાજ મહેતા ઉ.વ.૬૦ ધંધો-વેપાર રહે-મ.નં-૯૩૮,વિશાલનગર સોસાયટી તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો પુરુષ તથા એક અજાણી સ્ત્રી ગઇ તા-૦૭/૦૮/૨૦૨૫ નારોજ મોજે-કમલાપાર્ક કોમ્પ્લેક્ષ તરસાલી વડોદરા ખાતે આવેલ ફરીયાદીની દુકાન નં-એચ-૨૧ હીર ઈલેક્ટ્રીક્સ નામની દુકાને સાંજના આશરે ૧૭/૦૦ વાગ્યાના આરશામાં એક અજાણ્યો પુરુષ તથા અજાણી સ્ત્રી જેઓના નામ સરનામાની ખબર નથી તે આવી આંઠ સિલિંગ પંખા તથા ત્રણ ચાર ગિઝર તથા ટ્યુબ લાઇટ તથા વાયર ખરીધ કરવાના છે.તેવો વિશ્વાસ અને ભરોસો આપી ત્યાર બાદ બીજા દિવસે એટલે કે, તા-૦૮/૦૮/૨૦૨૫ના રોજ સવારે સાડા આઠ થી નવેક વાગ્યા દરમ્યાન ફરીયાદીની દુકાન ઉપર આવી ફરીયાદીના દિકરા દિપક પાસે સામાન કઢાવી અને તે બીજો સામાન લેવા જતા દુકાનમાથી આઠ પંખા તથા ચાર બ્લેડો જે તમામની કિંમત રુપિયા ૧૬,૦૦૦/- ગણી શકાય તે લઈ જઈ તેના રુપિયા નહી ચુકવી ફરીયાદી સાથે ગુનાહિત વિશ્વાસ ઘાત કરેલ હોય તેમજ આશાપુરા ઇલેક્ટ્રિકલ્સ એંન્ડ હાર્ડવેર નામની દુકાન માલિક નામે-મહિપાલ દેવાસી નાઓની દુકાન માથી પણ તા-૩૦/૧૧/૨૦૨૫ના રોજ ત્રણ ઇલેકટ્રીક ગિઝર તથા એક પાણીની મોટર જેની આશરે કિંમત રુપિયા ૨૦,૦૦૦/-ની ગણી શકાય તે પણ લઈ જઈ આમ કુલ્લે રુપિયા ૩૬,૦૦૦/-નો સામાન ગુનાહિત વિશ્વાસ ઘાત કરેલ હોય વિગેરે બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના રોજ કલાક- ૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૦૯/૨૦૨૬ બી.એન.એસ કલમ-૩૧૬(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી નાથારામ ઓગડરામ ચૌધરી ઉ.વ.૨૯ ધંધો-વેપાર હાલ રહે-એચ/૧૦૧ સિધ્ધેશ્વર હેપ્પીનેશ એમ.એમ.વોરા શો-રૂમની સામે ડભોઇ રોડ વડોદરા શહેર મૂળ રહે-ગામ.સારંગવાસ થાના.દુસુરી જી.પાલી રાજ્સ્થાન નાઓની ફરીયાદ મુજબ આરોપી બે અજાણ્યા ઇસમો તા.૦૪/૦૨/૨૦૨૬ ના રોજ સવારના આશરે પોણા નવેક વાગ્યાથી સવા નવ વાગ્યા દરમ્યાન મોજે-દુકાન નં.૧૮ ગોકુળ સુપરમાર્કેટ કાન્હા હાઇટ્સ-૨ કોમ્પલેક્ષ ડભોઇ રોડ વડોદરા શહેર. આ કામના ફરિ.પોતાની દુકાને હાજર હતા તે વખતે બે અજાણ્યા ઇસમો જેઓના નામ-સરનામાની ખબર નથી તેઓ ફરિ.ની દુકાને આવી કપાસિયા તેલના ૧૫ લીટરના ત્રણ ડબ્બા જેની કિં.રૂ.૬૩૦૦/- ના ખરીદ કરવાના છે તેઓ વિશ્વાસ આપી તેલના ત્રણ ડબ્બા પોતાની એક્ટીવા પર મુકી આવવાનું કહી પૈસા આપ્યા વગર જતાં રહી ફરિ. સાથે વિશ્વાસધાત કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૬/૨૦૨૬ ના કલાક ૧૪/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સુરેન્દ્રસિંહ નાથૂસિંહ કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડના કેસો
૧. નંદેસરી પો.સ્ટે.પાર્ટ-“એ” ગુ.ર.નં-૧૧૧૧૯૬૦૩૯૨૬૦૩૦૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ),૩૩૧(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઠાકોરસિંહ નટવરસિંહ પરમાર ઉ.વ.૪૨ ધંધો-વેપાર રહે. ચામુંડાનગર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે અનગઢ ગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રોહીત ઉર્ફે કાનો મહેંદ્રભાઇ ગોહીલ તથા (૨) કલ્પેશભાઇ મહેંદ્રભાઇ ગોહીલ બન્ને રહે. રૂપાપુરા ગામ તા.જી.વડોદરા ગઇ તા.૧૦/૦૬/૨૦૨૬ ના કલાક ૦૭/૫૧ વાગ્યાથી કલાક ૦૮/૦૦ વાગ્યા દરમ્યાન મો.જે. નંદેસરી જી.આઇ.ડિ.સી. રેલ્વે ફાટક નજીક આવેલ હરસિધ્ધી ફેબ્રીકેશન કંપની ખાતે તા.જી.વડોદરા આ કામના આરોપી નામે રોહીત ઉર્ફે કાનો મહેંદ્રભાઇ ગોહીલ તથા તેનો ભાઇ કલ્પેશભાઇ ગોહીલ બન્ને રહે. રૂપાપુરા ગામ તા.જી.વડોદરા નાઓ મળીને નંદેસરી જી.આઇ.ડિ.સી. રેલ્વે ફાટક નજીક આવેલ ફરીયાદી નાઓની હરસિધ્ધી ફેબ્રીકેશન કંપનીના પાછળના ભાગેથી કંપનીની શેડ ઉપર ચડી પતરુ ઉંચુ કરી બખોરુ કરી કંપનીમા અંદર પ્રવેશ કરી વર્કશોપમા સ્ટ્રોર કબાટ નજીક પડેલ ડ્રાયરનો પંખો નંગ -૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-તથા લોખંડની પ્લેટો નંગ–૬ જેનુ વજન આશરે ૩૨ કિ.લો. કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ્લુ કિ.રૂ.૧૧,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી વી.કે.પાટીલ નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય કેસો
૧. બાપોદ પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૩૦૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૫૨ તથા અનુસુચીત જાતિ અને અનુસુચીત જન જાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-૧૯૮૯ ની કલમ- ૩(૧)(આર), ૩(૧)(એસ) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રવિણકુમાર ઉદેસીંગભાઇ પરમાર ઉ.વ. ૪૦ ઘંધો- ડ્રાઇવિંગ હાલ રહે- ડી/૦૩/૪૦૪, અક્ષર હાઇટ્સ તાજપુરા રોડ, પાદરા તા.પાદરા જી-વડોદરા ગ્રામ્ય નાઓની ફરિયાદ મુજબ આરોપી નિપુલભાઇ રમણભાઇ કહાર નોકરી બાપોદ પોલીસ સ્ટેશન તા.૧૫/૦૫/૨૦૨૬ ના ક.૧૨/૩૦ વાગ્યાથી ૧૨/૪૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે- બાપોદ પો.સ્ટે.ના પ્રથમ માળે દાદરા પાસે બાપોદ પો.સ્ટે.ના નિપુલભાઇ રમણભાઇ કહાર નાઓએ ફરીયાદીના સમાજના માણસોની હાજરીમા તેઓની જાતી વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારી તેઓનુ અપમાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.સી.પી. શ્રી સી.બી.સોલંકી એસ.સી./એસ.ટી. સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મારામારીના કેસો
૧. અટલાદરા પો.સ્ટે. પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૨૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૨૫(એ), ૧૧૮(૧), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી આશુતોષ દક્ષેશકુમાર શાહ ઉ.વ.૩૨ ધંધો: નોકરી રહે. મ.નં.બી/૦૨ હરીદર્શન બંગ્લોઝ સનફાર્મા રોડ અક્ષરચોક વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી આરોપી (૧) સલીમ એહમદ દિવાન રહે.અમિન પાર્ક સોસાયટી તાંદલજા વડોદરા શહેર (૨)નવસાદ જેના સરનામાની ખબર નથી તે તા.૧૨/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૦૦ થી ૧૮/૩૦ વાગ્યાની વચ્ચે મોજે. દ્વારકેશ કોમપ્લેક્ષ રજવાડી ચા ની દુકાનની સામે સનફાર્મા રોડ વડોદરા શહેર આ કામના ફરી.ને આજરોજ સાંજના આશરે છ વાગ્યાની આસપાસ સલીમ અહેમદ દિવાને ફોન કરી સનફાર્મા રોડ ઉપર દ્વારકેશ કોમપ્લેક્ષમાં આવેલ રજવાડી ટી સ્ટોલ આગળ બોલાવી ફરી. પાસે સહેજાદ પિપોડી તથા રમઝાન કાલીયો સાથે એકાદ મહીના અગાઉ આઈ.પી.એલ. મેચની હાર જીતની શરતના બાકી નિકળતા રૂપિયા ૨૦૦૦૦/- ની ફરી. પાસેથી માંગણી કરી સલીમ અહેમદ દિવાન તથા તેની સાથેના બીજા અજાણ્યા ઈસમ કે જેને સલીમ અહેમદે નવસાદ નામથી બોલાવેલ તે બન્ને ઈસમોએ ફરી.ને બીભત્સ ગાળો બોલી ઝપાઝપી અને છુટા હાથથી મારામારી કરી આરોપી(૧) અને (૨) નાઓએ ઈંટ વડે મારતા ફરી.ને માથાના ભાગે તથા ડાબા હાથે ત્રીજી અને ચોથી આંગળીએ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી.ના જાહેરનામાનો ભંગ કરી ગુના કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૬/૨૦૨૬ ના ક. ૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો નવાભાઇ ગણેશભાઇ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ- એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૨૯૨/૨૦૨૬ બી,એન,એસ કલમ ૨૯૬(બી), ૩૨૪(૨), ૩૫૧(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મંજુલીકા વા/ઓફ સુજીત પૌલ રહે-મ.નં.સી/૧૦૭, સનસીટી સોસાયટી, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નીરવ જયસ્વાલ રહે- મ.નં.સી/૧૦૮, સનસીટી સોસાયટી, માંજલપુર નાઓએ તા.૧૨/૦૬/૨૦૨૬ નાં રાતના ક.૦૯/૦૦ વાગ્યાની આસપાસ મોજે.મ.નં.સી/૧૦૭-૧૦૮, સનસીટી સોસાયટી, માંજલપુર આરોપીએ ફરીયાદીના મકાનના ધાબા પરથી નીચે આવતુ પાણીની પાઇપ સિમેંટથી બંધ કરેલ જે ફરીયાદીના પતિએ તા.૦૪/૦૬/૨૦૨૬ ના રોજ સિમેંટ કાઢી નાખેલ હોય જેથી આરોપીએ તેઓની ફોર વ્હીલર ગાડી લઈને આવેલ અને તેમાંથી ઉતરીને જણાવેલ કે “ આ પાઇપમાંથી સિમેંટ કેમ કાઢી તેમ કહીને ગાળાગાળી કરવા લાગેલ અને ઘમકી આપી અને નરાસ લઈને ફરીયાદી તથા તેમના પતિને મારવા આવેલ અને ફરીયાદીના ઘરના કપાઉન્ડનુ આર.સી.સી તોડી નાખેલ અને છોડના કુંડા તોડી નાખેલ અને પાઇપ તોડી નાખી નુકશાન પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૬/૨૦૨૬ ના ક.૦૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ પ્રકાશચંદ્ર રમેશભાઇ માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૯૨૬૦૩૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(૨),૧૦૬(૧),તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદીશ્રી પ્રહલ્લાદ જગદમ્બા મિશ્રા રહે,રામપુર-૨ તા.રાજુલા જી.અમરેલી નાઓની ફરિયાદ મુજબ આરોપી એક હીરો સ્પેન્ડર મો.સા.નં-GJ-27-CP-2886 ના ચાલક જીગરભાઇ દીલીપભાઇ પારેખ રહે,આશાપુરા માતાનો ખાંચો આસ્ટોડીયા ચકલાપોળ અમદાવાદ નાઓએ તા.૧૨/૦૬/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગ્યાના અરસામા મોજે. ને.હા. નં-૪૮ વડોદરા થી વાસદ તરફ જતા રોડ સાંકરદા બ્રીજ ઉતરી ઇશાન કંપની સામે રોડ ઉપર પોતાની મો.સા.પુરઝડપે અને ગફલત ભરી અને બેદરકારીથી ચલાવી લાવી ભારતબેન્ઝ ટ્રક નં-GJ-03-BV-9333 ની ડ્રાઇવર સાઇડના પાછળના ભાગે અથાડી એક્સીડન્ટ કરી ટ્રકની ડ્રાઇવર સાઇડ પાછળના ભાગે લગાવેલ આર.ટી.ઓ.નંબર પ્લેટની લોખડની એંગલ તોડી મો.સા.નુ આગળનુ ટાયર ટ્રકના ડ્રાઇવર સાઇડના પાછળના બન્ને ટાયર વચ્ચે ઘુસાડી ફસાવી દઇ પોતાને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર દરમ્યાન પોતાનુ મોત નિપજાવી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૩/૦૬/૨૦૨૬ ના ક.૦૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ. શ્રી જે.કે.રાઠોડ નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૦૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદીશ્રી વૈભવકુમાર અશોકભાઈ સાંગાની રહે-૦૪ માડોધર મહાદેવ ટાઉનશીપ વાઘોડીયા પાવાગઢ રોડ જી-વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક આઈસર ગાડી નં.GJ-07-TU-6590 નો અજાણ્યો ચાલક તા-૧૩/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક.૦૦/૧૫ વાગ્યે મોજે-ને.હા.૪૮ એરફોર્સ બ્રીજથી આજવા બ્રીજ તરફ જતા એ.પી.એમ.સી માર્કેટ સામે હાઇવે રોડ ઉપર ફરીયાદીની સાથે નોકરી કરતા વિક્કી દિલીપભાઈ પટેલ ઉ.વ.૨૮ રહે-૨૦૩ શ્લોક રેસીડેંસી બાપોદ પાણીની ટાંકી સામે દર્શનમ ઉપવનની બાજુમાં વાઘોડીયા રોડ નાઓ તેઓની કંપનીની ટાટા 709 ગાડી રજી.નં.GJ-06-AZ-8599 ની એક્ષેલ તુટી જતા ગાડી બંધ પડી જતા ફરીએ ગાડી રોડની ડીવાઈડરની બાજુમાં ઉભી કરેલ હોય વિક્કીભાઈ આ ગાડીની સાઈડમાં ડીઝલ ટાંકી પાસે ઉભા રહી નિચે જોઈ ફરી.પાસે પાનુ માંગેલ તે વખતે આરોપીએ પોતાનુ વાહન ગફલતભરી રીતે બેદરકારી, અને પુરઝડપે હંકારી લાવી ફરી.ની ગાડીના પાછળના ભાગે ટક્કર મારતા વીક્કી ફરી.ની ગાડી નીચે દબાઈ ગયેલ જેમાં વીક્કીને માથાના પાછળના ભાગે, ડાબા કાન પાસે ડાબા ખભે,તથા ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થયેલ અને ૧૦૮ એમ્બ્યુલંસમાં સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડો.શ્રી એ આજરોજ કલાક.૦૧/૪૪ વાગ્યે મરણ ગયેલાનુ જાહેર કરેલ હોય વિગેરે બાબતે તા.૧૩/૦૬/૨૦૨૬ ના ક.૦૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.બી.બારીયા કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.